કદમ કદમ પર મળી રહી છે નિષ્ફળતા તો કરી લો સચોટ ઉપાય, જીવનમાં થશો સફળ….

0
94

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ક્યારેક ક્યારેક અથાગ પ્રયાસો કર્યા પછી પણ નિષ્ફળતા મળે છે. ક્યારેક તો સમજી નથી શકાતું કે આવુ કેમ થાય છે.

કહેવાય છે કે આપણી સાથે જે પણ થઈ રહ્યુ છે તે આપણી જન્મકુંડળીના અશુભ ગ્રહોના પ્રભાવથી થાય છે. આ અશુભ ગ્રહો આપણા જીવનમાં ખરાબ અસર કરે છે. આથી જો તમને એવુ લાગે કે જીવનમાં આ શું થઈ રહ્યુ છે તો જ્યોતિષ શાસ્ત્રની મદદ લઈને કરો કેટલાક સાત્વીક ઉપાય આ ઉપાય એવા છે જેનાથી પરિણામ મળે જ છે.

સૂર્ય, જે જાતકની કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ યોગ રચે તો એના કારણે જાતકને હૃદય રોગ, નેત્ર રોગ, આર્થિક નુકસાન, ખોટા આરોપ લાગવા અને માન-સન્માનમાં ઘટાડો થવા લાગે છે.કરો આ ઉપાય, રવિવારે સૂર્યદેવને સૂર્યોદય પહેલા જળ ચડાવો, કોઈ ગરીબને ભોજન કરાવો. દાન કરવાથી સૂર્યદેવની કૃપા ઉતરે છે.ચન્દ્ર, ચન્દ્રમાં અશુભ હોય તે જાતક માનસિક તણાવ, કારણ વગરની ચિંતા, ફેફસા સંબંધી રોગ અને ધનની કમી જેવી તકલીફોનો સામનો કરે છે.કરો આ ઉપાય, ચાંદને દૂધ, દહીં, ચોખા, સફેદ ફૂલ, સફેદ ચંદન અને કપૂરનું દાન કરો.

મંગળ, આ ગ્રહના અશુભ થવાથી જાતકને હૃદય રોગ, દેવું, જમીન જાયદાદ સંબંધી વિવાદ જેવી તકલીફો રહે છે.કરો આ ઉપાય, દેવીમાંના મંદિરે કે કોઈ નાની કન્યાઓને લાલ કપડાઓનું દાન કરો.બુધ, આ ગ્રહ જો અશુભ થાય તો દાંત સંબંધીત રોગ, ઘર પરિવારના સભ્યો વચ્ચે લડાઈ જેવી સ્થિતિ બને છે. દેવીમાંના મંદિરે કે કોઈ નાની કન્યાઓને લાલ કપડાઓનું દાન કરો.કરો આ ઉપાય, લીલી વસ્તુઓનું કરો દાન, મગ કે લીલા શાકભાજી લીલી બંગડી, લીલી ચુંદડીનું કરો દાન.

ગુરૂ,આનું વિપરીત થવુ એટલે જાતકને પોતાના જ પુત્રથી કષ્ટ મળે છે. શિક્ષણમાં મુશ્કેલીઓ આવે છે. વૈવાહિક જીવનમાં તકલીફો આવે છે.કરો આ ઉપાય, લક્ષ્મીનારાયણના મંદિરે પુજારીને પીળા વસ્ત્ર અને ધાર્મિક પુસ્તકનું દાન કરો.શુક્ર, શુક્રના અશુભ થવાથી જાતકના વૈવાહિક સુખમાં વિધ્ન આવે છે.કરો આ ઉપાય, માતાના મંદિરે જઈને લાલ ચુંડદી ધરાવો.શનિ, આ જાતકને દાઝવુ, દુર્ઘટના, અકસ્માત, આંખની બીમારી પિતા સાથે મનમેળ ન રહેવો જેવી પરેશાની થવા લાગે છે.કરો આ ઉપાય, તેલ, સરસવ, કાળા તલ, કાળા વસ્ત્ર, જૂતા અને છત્રીનું દાન કરો.

જન્મકુંડળીમાં વેપારનો યોગ જાણવા માટે કુંડળીમાં બુધની સ્થિતિ, દશમભાવ એટલે કે કર્મ સ્થાન અને એકાદશ એટલે કે આવકના સ્થાનનું અધ્યયન કરવું જોઈએ. દશમ સ્થાનમાં જે ગ્રહ સ્થિત હોય તેના ગુણ-સ્વભાવ અનુસાર વ્યક્તિનો વ્યવસાય હોય છે. જાણો દશમ ભાવમાં ગ્રહો પ્રમાણે કઈ સ્થિતિ બને છે.દશમભાવ કે દશમા સ્થાનનો અધિપતિ, જો દશમભાવ કે દશમા સ્થાનનો અધિપતિ જ્યાં પડ્યો હોય, તેનો જે રાશિ સાથે સંબંધ થતો તે વ્યક્તિના જીવનમાં આવકનો મુખ્ય સ્ત્રોત બનતો હોય છે.

જો દશમાં સ્થાનમાં એકથી વધારે ગ્રહો હોય તો જે ગ્રહ સૌથી વધું બળવાન હોય તે અનુસાર વ્યક્તિનો વેપાર નક્કી થાય છે. જેમકે દશમભાવમાં શુક્ર હોય તો વ્યક્તિ કોસ્મેટિક્સ, સોદર્ય પ્રસાધન, જ્વેલરી વગેરે જેવા વેપાર સાથે જોડાય છે. જો દશમભાવમાં કોઈ ગ્રહ ન હોય તો દશમેશ એટલે કે દશમભાવનો સ્વામી અનુસાર વેપાર નક્કી થાય છે. જો દશમભાવમાં મંગળ હોય તો વ્યક્તિ પ્રોપર્ટી, રોકાણ વગેરે જેવા કામ કરી લાભ મેળવે છે. દશમ ભાવનો સ્વામી જે ગ્રહોની સાથે હોય છે તે પ્રમાણે વ્યક્તિ વેપાર કરે છે.

વેપાર પર અસર.સૂર્યની સાથે જે ગ્રહ સ્થિત હોય તે પણ વેપારને અસર કરે છે. જેમકે સૂર્યની સાથે ગુરુ હોય તો વ્યક્તિ હોટેલ બિઝનેસ, અનાજ વગેરે જેવા કામમાં જોડાય છે. એકાદશ ભાવ આવકનું સ્થાન છે. આ ભાવમાં રહેલા ગ્રહોની સ્થિતિ પ્રમાણે વેપાર નક્કી કરવામાં આવે છે. કુંડલી સપ્તમભાવ ભાગીદારીનો હોય છે. તેમાં મિત્ર ગ્રહ હોય તો પાર્ટનરશિપથી લાભ થાય છે. શત્રુ હોય તો પાર્ટનરશીપથી નુકશાન થાય છે. મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ હોય છે. શનિ, મંગળ, રાહુ, કેતુ પરસ્પર મિત્ર હોય છે.

વેપારમાં સફળ થવા શું કરશો.જો તમે એક સફળ વેપારી બનવા ઈચ્છો છો તો જન્મકુંડળીમાં શુભ યોગ હોવો જરૂરી છે. સાથે જ કેટલાંક ઉપાયો કરવાથી પણ તમે પોતાના વેપારમાં સફળતા મેળવી શકો છો. બુધ વેપારનો પ્રતિનિધિ ગ્રહ છે. તેથી બુધને મજબૂત કરવો જોઈએ. આ માટે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા જોઈએ. દરેક બુધવારે ગણેશજીને 108 દુર્વા અને બેસનથી બનેલી મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ.

વેપાર અને બુધ ગ્રહ,ગણપતિ, તિરુપતિ બાલાજી કે વિષ્ણુ ભગવાન કે પછી બુધ યંત્ર પોતાના વેપારના સ્થાને સ્થાપિત કરો અને નિયમિત તેની પૂજા-અર્ચના કરો. શ્રી યંત્રની પૂજા સર્વસુખ પ્રદાન કરે છે. જન્મકુંડળી દેખાડી શક્ય હોય તો પન્નું ધારણ કરી શકાય છે. બુધ બળવાન હોવો જરૂરી છે. માટે બુધ ગ્રહના જાપ પણ કરાવી શકાય. આમ કરવાથી ધંધામાં સફળતા મળે છે. જ્યારે નામના અને કિર્તિ અને પ્રતિષ્ઠા માટે ચંદ્ર, સૂર્ય કે ગુરુથી રાહુનું દસમે હોવું જરૂરી છે. સારા વેપારી ગ્રહ યોગ સાથે ગ્રહોનો આવો સંબંધ વ્યક્તિને નામાંકિત બનાવે છે.

એક નામાંકિત સફળ બિઝનેસમેન બનવા માટે વ્યક્તિનો બુધ અને સૂર્ય પાવરફૂલ હોવા જોઈએ. જો તે ન હોય તો વ્યક્તિને ધારી સફળતા મળતી નથી. શનિ- રાહુ- શુક્રથી પણ જો વેપાર યોગ બનતો હોય તો પણ બુધ અને સૂર્ય તેજસ્વી જોઈએ. જ્યારે વેપારી સ્કીલ માટે મંગળનું બળ જરૂરી છે. તેના વિના સફળતાની સીડીઓ ચડાતી નથી.જો કેતુ ગ્રહ તમારી કુંડળીમાં નબળો છે, તો પછી અચાનક તમારે માથું ખંજવાળવાની આદત શરૂ થઈ જાય છે.

આ સિવાય આ ગ્રહના નબળા થવાને કારણે કેટલાક લોકોને માથામાં ખંજવાળ આવે છે. આ માટે કેતુ ગ્રહની શાંતિ માટે પગલાં લેવા જોઈએ. ઉપાય મુજબ સારા જ્યોતિષીની સલાહથી વ્યક્તિએ નવ મુખી રુદ્રાક્ષ, અશ્વગંધા-ભરેલા અથવા લસણીયા રત્નો પહેરવા જોઈએ.શનિ અને બુધ ગ્રહના અશુભ યોગને લીધે વ્યક્તિ અચાનક વારંવાર ખાવાની ટેવ પડે છે. જો આવું થાય, તો તમારે પહેલા તમારી ટેવ છોડી દેવી જોઈએ. તે પછી, બુધ અને શનિની શાંતિ માટે પગલાં લેવા જોઈએ. બુધ ગ્રહ માટે બુધવારે લીલા રંગનાં વસ્ત્રો પહેરો. શનિવારે કાળા કપડા પહેરો.