જોલી એલએલબી-2ની સીધી સાદી હિનાની ભૂમિકા ભજવનારી રિયલ લાઈફમાં દેખાય છે કઈક આવી જુઓ આ હોટ ફોટા

0
95

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જોલી એલએલબી-2માં હિનાની ભૂમિકા ભજવનારી સયાની ગુપ્તા ફિલ્મમાં તો બહુ જ સિમ્પલ અંદાજમાં જોવા મળી છે. જો કે તે ઘણી જ ગ્લેમરસ છે. આ પહેલા ફિલ્મ ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રો’ અને ‘ફેન’માં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી.

સયાની તેની ફેશન માટે બોલીવુડમાં ફેમસ છે. બોલિવૂડની એક્ટ્રેસ સયાની ગુપ્તા થોડા સમય પહેલા ફિલ્મ આર્ટિકલ 15માં જોવા મળી હતી. તેમાં તેના કામના ઘણા વખાણ થયા છે. ફિલ્મ રિલીઝ થયાને થોડા જ દિવસો પસાર થાય છે, પણ સયાનીએ ફરી એક વાર પોતાનો લુક ચેન્જ કર્યો છે.

તાજેતરમાં જ સયાનીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પોતાના વાળ કપાવી નાખ્યા છે. સયાની ગુપ્તાની ગણતરી બોલિવૂડની એવી ફાઈન એક્ટર્સમાં થાય છે જે ટ્રેન્ડથી થોડું અલગ કામ કરે છે. તે પોતાના રોલને નિભાવવા માટે ઘણી મહેનત કરે છે અને ઘણા ટ્રાન્સફોર્મેશનમાંથી પણ પસાર થાય છે.સયાનીનો આ નવો લુક એક વાર ફરી તેના ફેન્સને મુશ્કેલીમાં મૂકી દીધો છે. રિપોર્ટસ અનુસાર જાણવા મળ્યું છે કે તેનો આ નવો લુક પોતાના નવા પ્રોજેક્ટ માટે રાખ્યો છે. એક્ટ્રેસના લુકને જોઈ બધા સમજે છે કે તેણે હકીકતમાં વાળ કટ કરાવી નાખ્યા છે.

પરંતુ તેમને જણાવીએ કે આ લુક માટે પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કર્યો છે. સયાનીએ આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીર શેર કરતાં સયાનીએ લખ્યું કે,’ અપને હેરસ્ટાઈલિસ્ટ કો નિકાલ દિયા.’ સયાનીના આ લુકના બધા વખાણ કરી રહ્યા છે.દિયા મિર્ઝા, મોનિકા ડોગરા અને અનુભવ સિન્હા પણ કોમેન્ટ કરી છે. તે ઉપરાંત પણ સયાનીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે મેકઅપ થયેલો જોવા મળે છે.

અભિનેત્રી સયાની ગુપ્તા અત્યંત ભાવવિભોર બની ગઇ છે, કેમ કે તેની ફિલ્મ ‘શેમલેસ’ને ભારત વતી ઓસ્કારની શોર્ટ-ફિલ્મની શ્રેમી માટે મોકલવામાં આવી છે. ઓસ્કાર-૨૦૨૧ માટે શોર્ટ-ફિલ્મ કેટેગરી માટે મોકલાવાયેલી ફિલ્મ અંગે સયાની ગુપ્તા કહે છે, ‘હું તો આ અંગે સાવ અજાણી જ હતી, મને તો ઓચિંતા જ આ ન્યૂઝ મળ્યા. મહામારીને કારણે પરિસ્થિતિ અગાઉ કરતા સાવ જુદી જ છે. અને સાચા માર્ગે માહિતી મેળવવાનું મારા માટે તો શક્ય જ નહોતું.

પાંચ ફિલમોની યાદી આવી ત્યારે અમને બધાને જાણ થઇ કે અમારી ફિલ્મ ક્વોલિફાઇડ થઇ છે. અંતે અમે નિરાંત અનુભવી અને અમે વિચાર્યું કે હવે અમે આ વાતને શેર કરી શકીશું. હું આ અંગે કશીય ગરબડ કરવા નહોતી માગતી. પણ હવે પરિણામ આવીગયું છે અને એ ગ્રેટ છે.’ એમ તેણે હસતા હસતા જણાવ્યું હતું.

‘શેમલેસ’ના દિગ્દર્શક કેથ ગોમ્સ છે અને તે પણ ઘણાં એક્સાઇટ છે. આ ઉપરાંત જ્યારે તમે શોર્ટ ફિલ્મ બનાવો છો ત્યારે આપણે એવું માનીએ છીએ કે એ ઘણી જ નાના બજેટની ફિલ્મ છે. એ સાવ ઝીણી ફિલ્મ છે અને એમાં માંડ થોડા કલાકારો હોય છે,’ એમ સયાની કહે છે.’તમે કર્યું છે, શું બની શકશે, એ અંગે વિચારવાનું બંધ કરો આપણાં દેશમાં ઘણાં બધા લોકો શોર્ટ ફિલ્મને ગંભીરતાથી લેતા જ નથી, એમ સયાનીએ જણાવ્યું.

આમ છતાં ૩૫ વર્ષની આ કલાકાર ફિલમોનો એક હિસ્સો છે તેણે ‘માર્ગારિટા વિથ એ સ્ટ્રોવ’ (૨૦૧૫), ફેન (૨૦૧૬), ‘જોલી એલએલબી-(૨૦૧૭) ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે આ બધાનું ભારણ એ રાખવા નથી માગતી. ‘જો ઇન્ટરનેશનલ એમી નોમિનેશન (જેમાં વધુ ચાર શોર્ટ ફિલ્મો ગઇ છે), હોય તો તે મને ગમી શકે. ‘ઓકે’ એમાં શું અલગ પડેલું હશે ? ‘એક વ્યક્તિ તરીકે કેટલીક બાબતો મને અસર કરે છે. અમે એક જ કારણસર હું સારું અનુભવું છું અથવા ખરાબ અનુભવું છું, અને તે છે ‘મેરે દિન કા શોર્ટ કૈસા ગયા’, એમ કહે છે સયાની ગુપ્તા, આ સાથે તે ઉમેરે છે કે એક્ટિંગ માટે હું ઓસ્કાર અથવા નેશનલ એવોર્ડની અપેક્ષા રાખી શકું છું.

શયોની ગુપ્તાનો જન્મ 9 ઑક્ટોબર 1985ના રોજ કોલકાત્તામાં થયો છે. થોડા સમય પહેલા જ શયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઓરેન્જ કલરની બિકિનીમાં તસવીર શૅર કરી હતી , જે ઘણી હોટ નજર આવી રહી હતી. શયોની ગુપ્તા બૉલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી છે જેમણે ‘જૉલી એલએલબી 2’, ‘બાર બાર દેખો’, ‘આર્ટિકલ 15’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. શયોની ‘માર્ગરિટા વિથ ધ સ્ટ્રો’ અને ‘પાર્ચ્ડ’ જેવી સુંદર ફિલ્મો માટે પણ જાણીતી છે.

શયોની ‘ઈનસાઈડ એજ’ અને ‘ફોર મોર શૉટ્સ’ જેવી સુપરહિટ વેબ-સીરીઝનો પણ હિસ્સો રહી છે, જેના માટે તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. ફોર મોર શૉટ્સમાં તો ખાસ કરીને શયોનીના કામની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. પણ સોશિયલ મીડિયા પર શયોની ગુપ્તાના બોલ્ડ ફોટોઝ ફૅન્સને ઘાયલ કરી દે છે. શયોનીના પિતાનું નામ ‘કમલ ગુપ્તા’ છે અને તેઓ સંગીતકાર છે અને ઓલ ઇન્ડિયા રેડિયોના કર્મચારી પણ છે.

તેની માતાનું નામ ‘મૈત્રેયી ગુપ્તા’ છે અને તેઓ બીએસએનએલ કંપની કોલકાત્તામાં સરકારી નોકરીમાં કામ કરે છે. શયોની ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શાહરૂખ ખાન સ્ટારર ફૅનમાં કામ કરવાની તક મળી. સયાનીએ કહ્યું હતું – મને યાદ છે કે જ્યારે હું એક રાત્રે મારા ફોન પર ફેસબુકથી બધા ચેટ્સ વાંચી રહી હતી અને તેને ડિલીટ કરી રહી હતી, ત્યારે મારી ચેટ્સ પર નજર પડી જેમાં મારા માટે એક સારા સમાચાર છુપાયેલા હતા. શયોની જણાવે છે કે હકીકતમાં તે સમયે હું દરરોજ 5 થી 7 ઓડિશન આપતી હતી. બાદ મેં યશરાજ ફિલ્મ્સની ફૅન મૂવી માટે પણ ઑડિશન આપ્યું હતું, પણ મને એટલી ખાતરી નહોતી કે મને કોલ આવશે.

શયોની ગુપ્તા ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએટ થઈ છે.તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ‘માર્ગરીટા વિથ ધ સ્ટ્રો’થી કરી હતી, આ ફિલ્મમાં શયોની ગુપ્તાએ પાકિસ્તાની-બાંગ્લાદેશી છોકરીની ભૂમિકામાં જોવા મળી હતી.શયોનીને એક્ટિંગ સાથે ગીત ગાવાનું પણ ઘણું પસંદ છે.

શયોનીએ આર્ટિકલ 15માં એક ગીત પણ ગાયું હતુ એના બોલ છે, ‘કહબ તો’. આ એક્ટ્રેસે નાનપણથી જ થિયટેરની શરૂઆત કરી હતી. લગભગ 3 વર્ષની હતી, જ્યારે તે પહેલી વાર સ્ટેજ પર આવી હતી. શયોની ગુપ્તા પોતાના બોલ્ડ તસવીરોના કારણે પણ ચર્ચમાં રહી હતી.ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝન 1માં 54 વર્ષના મિલિંદ સોમન ગાયનોકોલૉજિસ્ટના રોલમાં જોવા મળ્યા હતા.

આ સીરીઝની લીડ એક્ટ્રેસના રૂપમાં 35 વર્ષીય શયોની ગુપ્તાને પોતાના ગાયનોકોલૉજિસ્ટ પર ક્રશ હતો. શયોની ગુપ્તા, મિલિંદ સોમન કરતા 20 વર્ષ નાની છે પરંતુ આ બન્ને તેજસ્વી એક્ટર્સ વચ્ચેની કમાલની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવી હતી. ફોર મોર શૉટ્સ પ્લીઝની સીઝનમાં 1માં આ બન્ને વચ્ચે ઘણા બોલ્ડ સીન જોવા મળ્યા હતા.

મિલિંદ સોમન અને શયોની ગુપ્તાના બૉલ્ડ અને સેક્સી ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત ચર્ચામાં રહ્યા હતા.શયોની ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.શયોની આ તસવીરમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે. આમ તો શયોની ગુપ્તા હંમેશાથી પોતાની સુંદર અદાઓથી જલવો વિખેરવા માટે ફૅમસ છે. શયોનીના ફૅન્સ પણ ઈન્સ્ટાગ્રામ પર સતત એની સુંદરતાના ફૂલ વિખેરતા હોય છે.