જો તમને પણ આ રીતે દેખાય સાપ તો સમજો તમે પણ બની ગયા માલામાલ, જાણો કેમ એવું….

0
2226

સાપ એ ભારતીય જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુનું પ્રતિક છે. જ્યારે કુંડળીમાં રાહુ પર હાવી હોય ત્યારે સાપ દેખાવાની ઘટના વિશેષ બનતી હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં એક એવો પણ મત છે કે જિંદગીમાં કશું જ  અનાયાશે બનતું નથી. બધું જ નિશ્રિત હોય છે. તે વ્યક્તિના અનુસાર વ્યક્તિના જન્મ સાથે જ નક્કી થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર એક ગહન વિષય છે. જેમાં એક મસમોટું સ્વપ્નશાસ્ત્ર અને શુકન શાસ્ત્ર પણ સમાવિષ્ટ છે. જ્યારે સાપનું સપનામાં દેખાવું એ આ ત્રણેય શાસ્ત્રો મુજબ જાણીને ફળકથન કરીએ તો તેનું ચોક્કસ ફળકથન છે.

જો સપનામાં સાપ ફિંડલુ વળીને પડેલો હોય તેમા કોઈ સળવળાટ કરતો જોવા મળે તો કર્મના ફળનો સમય પાકી ગયો છે તેમ સમજવું.જો સપનામાં સાપ તમારા ઘરમાં પ્રવેશતો કે ઘરમાં જ કોઈ સ્થળે હોવાનો ભાસ થાય તો, કુંડળીમાં રાહુ એક્ટિવ થઈ ગયો હોય તેમ જાણવું. જો સપનામાં ઘરમાં રાહું સાથે વિંછિ દેખાય તો અતિનજીકના કોઈ વ્યક્તિનું મૃત્યુ સમજવું.

જ્યારે શુકન શાસ્ત્ર પ્રમાણે ક્યાંય જતાં હોય અને સાપનું દેખાવું, તેમાંયે સાપનું જતું દેખાવું શુભ છે. પણ સાપનું રસ્તાને આંતરવું એ અશુભ છે. જો સાપ રતિક્રિડા કરતો દેખાય તો તે શુભ માનવામાં આવે છે.જો સાપ પોતાના સાપોલિયા સાથે દેખાય તો ચિંતા લાવે છે. જ્યારે આ જ વસ્તુ સપનામાં દેખાય તો ચિંતા અને મુશ્કેલીઓ પારાવાર હોવાનું સમજવું. જો સપનામાં તમે સાપને પકડી લો તેમ દેખાય તો તે મુશ્કેલીઓનો અંત લાવનારું નિવડે છે.સપનામાં જો કોઈ ખેતરમાંથી સાપ નિકળતો દેખાય તો ધનલાભ મળે છે.

ભૂરા રંગનો સાપ દેખાવો.

શકુનશાસ્ત્રમાં કહેવાય છે કે ભૂરા રંગનો સાપ ધામણ જો ઝાડ પર ચડતા જોવા મળે તો તે લાભદાયી નિવડે છે. આ સંકેત છે કે તમને ટૂંક સમયમાં જ જલદી નોકરી અને બિઝનેસમાં પણ પ્રગતિ મળશે. આ દ્રશ્ય જોયા પછી ભગવાન શિવને જલાભિષેક કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ.

જ્યારે જોડીમાં જોવા મળે સાપ.

નાગ વિશે એવી માન્યતા છે કે તે ધનની દેખભાળ કરે છે. જો ક્યાંય નાગ-નાગીનનું જોડું સાથે જોવા મળે તો એવું માનવામાં આવે છે કે તે સ્થાન ખૂબ જ શુભ હોય છે. જો એવી જમીન મળે તો પણ ખરીદી લેવી જોઈએ. આવી જમીન રાખનાર લોકો ખૂબ જ પ્રગતિ કરે છે. એક માન્યતા અનુસાર જ્યાં નાગ-નાગીનનું જોડું જોવા મળે ત્યાં કોઈ ગુપ્ત ખજાનો પણ હોય શકે છે.

આવી રીતે લપેટાયેલો જોવા મળ્યો સાપ.

શકુનશાસ્ત્રમાં શિવલિંગથી લપેટાયેલો સાપ જોવા મળે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ એક દુર્લભ સંયોગ હોય છે. એવું માનવામાં આવે છે કે આ રીતે જો સાપ જોવા મળે તો ભવિષ્યમાં ભરપૂર ધનલાભ મળી શકે છે. આ શકુનને ઘરમાં કોઈ મોટી ખુશી આવવાનો પણ સંકેત માનવામાં આવે છે.રસ્તામાં સાપ જોવા મળે તો જો કોઈ શુભ કામ માટે જતા હોવ અને રસ્તામાં સાપ રસ્તો પાર કરતાં જોવા મળે તો રસ્તો બદલી નાખવો જોઈએ. જો શક્ય હોય તો તે દિવસે કામને ટાળવું જોઈએ. આ સારી નિશાની માનવામાં નથી આવતી.

આવશે મોટો ફેરફાર, જો સાપ અચાનક જ રસ્તો પાર કરતા જોવા મળે તો એ વાતનો પણ સંકેત માનવામાં આવે છે કે હવે તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે. તમને આવનાર સમયમાં તૈયાર રહેવાની જરુર છે. સાપ જો દેખાય તો એવું પણ માનવામાં આવે છે કે પરેશાની તો આવશે પરંતુ તમે તેમાંથી બહાર નીકળવામાં પણ સફળ રહેશો.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે જીવનમાં રાહુના એંધાણ હોય ત્યારે સપનામાં સાપ દેખાતા હોવાનું કહે છે અને તે શુભ છે. જ્યારે કેટલાક પુસ્તકોમાં સાપનું દેખાવું અશુભ પણ મનાય છે.

સપનામાં જો સાંપ કરડે છે તો તે ચિંતા કરવા લાયક વિષય છે. તેનો અર્થ એ છે કે, આવનારા સમયમાં તમે કોઈ મોટી બિમારીથી પસાર થઈ શકો છો. તમને કોઈ બિમારી થઈ શકે છે.જો સપનામાં તમને લાંબો કાળો સાંપ દેખાય તો સમજી લેજો કે, તમારી યૌન ઈચ્છા ચરમસીમાએ છે. જો સ્વપ્નમાં સાંપના દાંત દેખાય તો તે નજીકના સંબંધિ કે મિત્ર તમને નુકશાન પહોચાડવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here