જો તમે સંભોગ દરમિયાન પણ કરો છો આવ વિવિધ ચીકણા પદાર્થોનો ઉપયોગ તો ચેતી જજો,જાણીલો તેનાં નુકસાન.

0
114

દરેક જીવનમાં લગ્ન એ તેમની લાઇફનો મુખ્ય ભાગ હોય છે લગ્ન પછી તેમના પરિવારની બધીજ જવાબદારીઓ સમજવી પડે છે. જીવન માં છોકરા કે છોકરીઓ માટે લગ્નનો નિર્ણય લેવો આસન નથી હોતો, ખાસ કરીને છોકરીઓ માટે. લગ્ન ના સબંધમાં પગલું ભરતા પહેલા દરેક છોકરીઓના મન માં અનેક પ્રકારના સવાલો ઉઠતા હોય છે. અને તે ખુદ જ આ સવાલોના જવાબ શોધવામાં લાગી રહે છે. અને ઘણી વાર પોતાના એ મિત્રો ની સલાહ લેતી હોય છે જેમના લગ્ન થઇ ચુક્યા હોય છે. પરંતુ લગ્ન જીવન પછી અમુક પતિ પત્નીને સમાગમ દરમિયાન અને ગર્ભાવસ્થા દરમિયાન થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

સવાલ.હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જવાબ.તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

સવાલ.હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સેક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનો કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જવાબ. શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે.

પત્નીને તમે ઓરલ સેક્સથી સંતોષ આપી શકો છો. મહત્ત્વની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સેક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય. સવાલ.દિવસમાં બે કે ત્રણ વાર હસ્તમૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સેક્સની ઈચ્છા ઓછી થાય? સેક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય?

જવાબ.હસ્તમૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સેક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સેક્સની દવાની વાત છે તો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો. સવાલ.અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.

જવાબ. સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે. મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો.

આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો. સવાલ.હું પરિણીત છું. મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારી છાતી પર ઘણી ચરબી છે. આથી સ્ત્રીના સ્તન હોય એવું જ લાગે છે. મારી કમર પર પણ ચરબીના સ્તર છે જેથી મારું શરીર સ્ત્રી જેવું લાગે છે. મારી આ સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય દેખાડો.

જવાબ.તમારા હોર્મોન્સમાં કોઈ અસમતુલા નથી એની તપાસ કરાવો. કોઈ પણ સારી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટમાં આ તપાસ થઈ શકે છે. પરંતુ તમને આ સમસ્યા હોય નહીં તો તેલવાળા, તળેલા અને ચરબીવાળા પદાર્થોનો ત્યાગ કરો તેમ જ ચાલવાનું રાખો. કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આમ શરીર પરથી ચરબી ઘટી જશે તો સમસ્યા પણ ઘટશે. આ ઉપરાંત થાઈરોઈડ કે કોઈ બીજા હોર્મોન્સને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. શરીરની સ્થૂળતા દૂર કરે એવો આહાર લો.

સવાલ.લગ્ન પહેલા કેટલીક સ્ત્રીઓને પરકાષ્ઠા વિશે અનુભવ હોતો નથી અને આ વિશે મને પણ કઇ અનુભવ નથી શુ ગર્ભાવસ્થા થવા માટે આ અનુભવની જરૂર છે તે માટે માર્ગદર્શન આપવા વિનંતી. જવાબ. કેટલીક સ્ત્રીઓને આવિશે ખબર હોતી નથી તો તે કોઈ અનુભવી સ્ત્રીની સલાહ લેછે હામૈથુનનું મુખ્ય પ્રયોજન તો ગર્ભાધાન જ છે. કુદરતે યોનિની રચના અને પુરુષની શિષ્ન રચના એ રીતે કરી છે કે શિષ્નોત્થાન થયા પછી પેનિસનો યોનિના ઊંડાણમાં પ્રવેશ શક્ય બની શકે. જે વીર્યસ્ત્રાવ થાય તે ગર્ભાશયમુખની તરફ ફેંકાય.અને તમારામાં ગર્ભ રહે છે.

એટલે મૈથુન ક્રિયાનું મુખ્ય પ્રયોજન તો યોનિમાં વીર્ય મૂકવાનું જ છે પણ આ ક્રિયામાં સુખદ સંવેદન ન હોય તો તો સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેય સમાગમની ક્રિયા માટે પ્રવૃત્ત થાય નહિ અને હા જે સ્ત્રીને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય તે સ્ત્રી પણ ગર્ભવતી તો થતી હોય છે.

જોકે એક સર્વસ્વીકૃત નહિ એવી થિયરી છે કે સ્ત્રીને જો પરાકાષ્ઠાનો અનુભવ થાય તો તેના જનનમાર્ગમાં એવા રિધમિક વેજાઈનલ કોન્ટ્રેકશન્સ થાય છે જેથી વીર્ય જંતુઓ સરળતાથી તરતા-ગતિ કરતા ગર્ભાશય મુખમાં આગળ વધે છે.જ્યારે પતિ પત્ની સંભોગ કરતા હોય ત્યારે જો વીર્ય જંતુઓ સરળતાથી આગળ વધે તો તમારે ગર્ભમાં કોઈ સમસ્યા આવશે નહીં.

સવાલ.સંભોગ સમયે આનંદ મળતો નથી અને મારા પતિ સારી રીતે શારીરિક સુખ આપતા નથી.આમ તો મારી ઉમર 22 વર્ષ છે અને મારા પતિની ઉમર 25 વર્ષ છે અને મારા લગ્નને એક વરસ થઈ રહ્યું છે.પરંતુ સંભોગ સમયે મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી જેથી વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે જેથી મારામાં ગર્ભ રહેતો નથી અને ઘરમાં બધાને હું જલ્દી ગર્ભવતી બનું એવી ઈચ્છા છે.

પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે અને જો આમ વીર્ય બહાર નીકળશે તો ગર્ભ રહી શકશે નહીં. અમે હમણાં એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે.

વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે. પણ આવું કરવાથી મારા યોનિના સ્થાન ને કંઈ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઈને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી. અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઈ જાણકારી પણ નથી.

શુ સમાગમના આસન વિશે કોઈ પુસ્તક હોય તો જણાવવા વિનંતી. જવાબ.કેટલીક મહિલાઓ આ વાત થઈ અજાણ હોય છે કે સમાગમ દરમિયાન જે વીર્ય બહાર નીકળી જાય છે તેથી ગર્ભ નથી રહેતો પરંતુ તમારો આ ભ્રમ છે ગર્ભ રહેવા માટે ખાલી વીર્યના અમુક ટીપાની જ જરૂર પડે છે. પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઈ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા કિલટોરિસ નામનો નાનો અવયવ છે.

તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભનાં એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી.

પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન મેનિપ્યુલેશન કર્યા પછી જ ઉત્થાન થાય છે. પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિ પ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઈ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તો બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય એટલે કે આઠ-દસ મિનિટ શાંતિથી પડયા રહો.

વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્ય જંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્ય જંતુઓ હોય છે, વીર્ય જંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે.

જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા નીકળી જાય છે તેમ માની ને ચિંતા કરવાની જરૂર નથી.પતિને તેલ-ઘી-મિઠાઈ વગેરે પદાર્થો ઓછા કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઈ પુસ્તક સૂચવી શકતા નથી. ખરી વાત એ છે કે એવા કોઈ આસનોના પુસ્તકની જરૂર નથી.

પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં. સવાલ. ઉંમર 33 વર્ષ છે અને મારી પત્ની ની ઉમર 28 વર્ષ છે અમારા બંને ના લગ્નને 11 વર્ષ થયાં છે.લગ્ન પછી અમે કેટલીય વાર શારીરિક સંબંધ બાંધ્યા છે પરંતુ એક વખત સમાગમ વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ શરૂ થઈ ગયો અમે ડોક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ લીધી ડોકટરની સારવાર પ્રમાણે ધીમે-ધીમે સારું થયું.આમ સારું થઈ ગયા પછી અમેં ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઈ તકલીફ થઈ નથી.

પરંતુ પહેલા જે રક્ત સ્ત્રાવ થયો હતો તો મને ભય થાય છે કે ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો આ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. જવાબ.સ્વાભાવિક વાત છે કે કોઈ એવી ઘટના કોઈ પછી દરેક વ્યક્તિના મનમાં તે ઘટના વિશે ભય બેસી જાય છે. પણ કારણસર પેનિસમાં અંદર કોઈ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઈ ગઈ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.