જો તમે પણ કરી રહ્યા છે આ ભૂલો તો થઈ જાવ સાવધાન નહિ તો રોડ પર આવતા વાર નહિ લાગે…

0
25

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કેટલીક વખત એવો સમય આવે છે જ્યારે તમે અથાગ મહેનત કરો તો પણ તમને ધાર્યુ પરિણામ મળતું નથી.

એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાય છે. ઘરમાં એક પછી એક સમસ્યા આવતી જ રહે છે બરકત જતી રહે છે અને ઘરમાં ક્લેશ સર્જાયા કરે તો સમજી લો કે વાસ્તુદોષ જવાબદાર છે. આજે તમારા માટે ખાસ કેટલાક ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે વાસ્તુદોષમાંથી બહાર આવી શકશો.

વાસ્તુ અનુસાર બેડરૂમમાં ક્યારેય એઠા વાસણ ન રાખો. તે ઘરમાં કંગાળી સાથે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ બગાડી નાખશે. બીમાર વ્યક્તિને ક્યારેય દક્ષિણ પૂર્વ દિશામાં ન સુવડાવો. તમે તમારા બીમાર સભ્યને ઉત્તર-પૂર્વ દિશામાં સુવડાવો આનાથી તે જલ્દી સાજા થઈ જશે.સીડીઓ નીચે ક્યારેય ટોયલેટ ન બનાવશો. આનાથી ઘરમાં બરકત અટકી જાય છે. આજકાલ ઓછી જગ્યામાં વધારે વસ્તુઓ ગોઠવવાની વ્યવસ્થાના કારણે આપણે વાસ્તુના સામાન્ય નિયમોનું પણ ધ્યાન રાખતા નથી અને પરિણામ ખુબ ખરાબ ભોગવીએ છીએ.

કેટલાક લોકો કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર એક બીજાનું આંધળુ અનુકરણ કરતા હોય છે. ઘરનું મુખ્ય દ્વાર અને તેની આસપાસની સજાવટ પરથી વાસ્તુના કેટલાક નિયમો જો ન જાળવવામાં આવે તો ફાયદો થવાના બદલે ભારે ભરખમ નુકસાન વેઠવાનો વારો આવે છે. જો ઘરમાં મુખ્ય દ્વારની ઉપર બહાર તરફ ગણપતિનું ચિત્ર લગાવેલ હોય તો તેનાથી લક્ષ્મી જતી રહેશે ગણપતિનું ચિત્ર ઘરમાં અંદરની તરફ લગાવો.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તુલસીજીને આંગણાંમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ મહેંકી ઉઠે છે.ખરાબ સપનાઓનું કારણ પણ વાસ્તુદોષ માનવામાં આવે છે. આથી ઓશિકાની પાસે ચંદનનું લાકડું કે ત્રાંબાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખો. મોટાભાગે આપણે ઘરનો સામાન ખોટી દિશામાં રાખીએ છીએ. જેનાથી આપણી આર્થિક પરિસ્થિતિ બગડે છે. ક્યારેય પણ જુતા કે ડસ્ટબીન ઘરના પશ્ચિમ ખુણે ન રાખશો, આનાથી વેપારમાં નુકસાન આવે છે.

રસોડામાં ચુલો કે સ્ટવ એવી જગ્યાએ રાખો જ્યાંથી રસોડાનો દરવાજો સામે આવે. આનાથી તણાવથી મુક્તિ મળશે. જો દુકાન કે રોજગારની જગ્યા પર કોઈ વાસ્તુદોષ હશે તો વેપાર કે રોજગારમાં પ્રગત્તિ થશે નહી. આથી આવા સમયે ખાસ યમકીલક યંત્રને સ્થાપિત કરવાથી ફાયદો થશે.પતિ પત્નીના મીઠા મધુરા સંબંધમાં તકરાર માટે વાસ્તુદોષ પણ કારણ રૂપ હોય છે. આને દૂર કરવા તમે બેડરૂમની છત પર લાલ રંગની ઉનથી બાંસુરીને બાંધો આનાથી સંબંધોમાં મિઠાસ આવશે, પ્યાર વધશે.બેડરૂમમાં સૌથી મહત્વની વસ્તુ એ બેડ છે. તેથી ઓરડામાં બેડરૂમની દિશા નક્કી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુ મુજબ પલંગ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. સૂવાના સમયે માથું દક્ષિણ તરફ હોવું જોઈએ અને પગ ઉત્તરમાં હોવા જોઈએ.

આજકાલ લોકો ભાગ્યે જ તેમના મકાનોમાં વિન્ડો રાખે છે. જો કેટલાક લોકો વિન્ડો રાખે છે, તો પણ તેને ખોલતા નથી. ઘરના બાકીના ભાગોમાં વિન્ડો હોઈ શકે છે, પરંતુ તે બેડરૂમમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તુ મુજબ બેડરૂમમાં બારી હોવાને કારણે સકારાત્મક ઉર્જા રૂમમાં પ્રવેશ કરે છે.આજકાલ બેડ સ્ટોરેજ સાથે આવે છે. જો તમારી પાસે પણ તમારા બેડરૂમમાં બેડ સ્ટોરેજ છે, તો પછી તેમાં સારી અને બરાબર વસ્તુ રાખો. પથારીમાં કચરો, તૂટેલી ચીજો રાખવાથી સંબંધો બગડી શકે છે. વાસ્તુ મુજબ પથારીની અંદર યોગ્ય સામગ્રી ન રાખવાથી પણ સંબંધોમાં કડવાશ આવે છે.

દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય.

અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે. ઘરના વાયવ્ય, ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે. ઘરનું કેન્દ્ર જેન બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.

મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે. પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે. દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.