જો તમે પણ હીરો ધારણ કરો તે પહેલાં જાણી લો આ ખાસ વાતો…

0
14

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે પ્રાચીન ગ્રંથોમાં રત્નના ૮૪થી પણ વધારે પ્રકાર દર્શાવાયા છે. આ ૮૪ પ્રકારમાંથી મોટાભાગનાં રત્નો આજકાલ નથી મળતાં. અલબત્ત, ૮૪ રત્ન મળતાં હતાં ત્યારે પણ મુખ્ય ૯ રત્નોનો જ વપરાશ વધારે થતો હોય છે. આ નવ રત્ન પછી તેનાં બીજાં ઉપરત્નો પણ પ્રાપ્ય છે, તેને પણ તમારી અનુકુળતા પ્રમાણે ધારણ કરી શકાય છે. રત્નવિજ્ઞાનમાં રત્નને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

મિત્રો તેમાં પહેલું રત્ન એટલે કે પ્રાણીજ રત્ન. પ્રાણીજ રત્ન મતલબ કે જીવજંતુઓના શરીરમાંથી પ્રાપ્ત થતાં રત્નો. જેમાં ગજમુક્તા, મોતી અને મૂંગા જેવા મુખ્ય રત્નનો સમાવેશ થાય છે. બીજો ભાગ છે વનસ્પતિજ રત્ન. મતલબ કે વનસ્પતિમાંથી મળતાં રત્ન. જેમ કે, વંશલોચન, તૃણમણિ અને જેડ રત્ન. અને ત્રીજો ભાગ એટલે કે ખનિજ રત્ન. મતલબ કે પહાડ, ભૂગર્ભ કે દરિયામાંથી પ્રાપ્ત થતાં રત્નો. આ પ્રકારના રત્નો કઈ રાશિના જાતક ધારણ કરી શકે તે વિશે વિગતે વાત કરીએ.

મૂંગા રત્ન, મંગળની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિના લોકોને મૂંગા રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. મૂંગા રત્ન ધારણ કરવાથી સાહસ અને આત્મવિશ્વાસ વધે છે. પોલીસ, ડોક્ટર, આર્મી, પ્રોપર્ટીની લે-વેચ કરતાં લોકો, સોફ્ટવેર એન્જિનિયર, સર્જ્યન, કમ્પ્યૂટર એન્જિનિયર, હાર્ડવેરનું કામ કરતાં લોકો જો મૂંગા રત્ન ધારણ કરશે તો તેમને અવશ્ય લાભ મળશે. તે સિવાય રક્તસંબંધી કોઇ રોગ હોય, મૂર્છાની સમસ્યા હોય તો તેમાં પણ આ રત્ન લાભદાયી નીવડે છે.

મિત્રો જોકે આ રત્ન પહેરતાં પહેલાં એકવાર તમારે તમારી કુંડળી જરૂર કોઇ સારા જ્યોતિષને બતાવવી, કેમ કે અહીં વારંવાર કહેવાયું છે કે રત્ન હંમેશાં કુંડળીની તપાસ કરાવ્યા પછી, જે તે જ્યોતિષ જણાવે કે આ રત્ન તમને પહેરવાનું લાભકારી છે ત્યારે જ પહેરવું જોઇએ. નહીં તો જો તમારા ભાગ્યમાં કોઇ ગ્રહ નબળો ન હોય તેમ છતાં રત્ન પહેરો તો તેની આડઅસર પણ થઇ શકે છે. આમ તો મૂંગા રત્ન મેષ અને વૃશ્ચિક રાશિનું રત્ન કહેવામાં આવે છે.

તેથી આ રાશિના જાતકો તેને ધારણ કરી જ શકે પણ તેમ છતાં એકવાર કુંડળી બતાવવી વધારે યોગ્ય રહેશે, કેમ કે કુંડળીમાં જો મૂંગા ધારણ કરવાની ન જરૂર હોય અને તો પણ જાતક તે રત્ન પહેરે તો તેનો ભાર જીવનસાથી પર પડે છે અને જીવનસાથીને તે કારણે કોઇ ને ઔકોઇ તકલીફ રહે છે. વળી તેના કારણે પારિવારિક ક્લેશ, કુટુંબમાં અણબનાવ, બેકાબૂ વાણી અને પરિવારના સદસ્યો સાથે તકલીફ વગેરે પ્રશ્નો ઊભા થવા લાગે છે.

ઓપલ અથવા હીરો, શુક્રની રાશિ વૃષભ અને તુલા રાશિ ધરાવતાં જાતકો પહેરી શકે છે. હીરો માલામાલ પણ કરી શકે છે અને કંગાળ પણ કરી શકે છે. હીરા માટે કહેવાયું છે કે તે જેને માફક આવે તેને જ આવે. જેને ન સૂટ થાય તેને હેરાન-પરેશાન કરી મૂકે. ખાસ કરીને જેને ન માફક આવે તેની સંપત્તિ સાવ જતી રહે. જેને માફક આવે તેને હીરો ખૂબ લાભ કરાવે છે. તે વ્યક્તિ હીરો પહેરે એટલે તેનાથી ધન, પ્રતિષ્ઠા અને સૌંદર્ય ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. વૃષભ અને તુલા રાશિના જાતકોમાં જેને ડાયાબિટીસની તકલીફ હોય તે લોકો જો હીરો ધારણ કરે તો તેમને પણ તે લાભ આપે છે.

કુંડળીમાં પાંચમા અને આઠમા સ્થાન પર શુક્ર હોય તો હીરો ન પહેરવો જોઇએ. હીરો જો ખંડિત થઇ જાય તો તેને તરત કાઢી નાખવો. ખંડિત હીરો નુકસાનકારક હોય છે. ઘણાં લોકો હિરો કિમતી હોવાને કારણે તે ખંડિત હોય તો પણ સાચવી રાખે છે. અલબત્ત તે કિંમતી જ હોય છે, પણ રત્ન વિજ્ઞાનમાં કહેવાયું છે કે ખંડિત હિરો ઘરના સદસ્ય ઉપર ભાર ઉત્પન્ન કરે છે, તેના કારણે અજાણી કોઇ મુશ્કલી અચાનક જ તમારી સામે આવી ચડે છે, અને આ એવી મુશ્કેલી હોય છે કે જેનો ઉપાય શોધતા નવનેજા પાણી આવી જાય. માટે આવા હીરાને સોનીને પાછો આપી દેવો, અને તેને બદલે નવા હીરો લઇ લેવો.

પન્ના, બુધની રાશિ મિથુન અને કન્યા રાશિના જાતકો માટે પન્ના પહેરવાની સલાહ આપવામાં આવે છે. પન્ના રત્ન પહેરવાથી સ્મરણશક્તિ વધે છે. પાચનશક્તિ પણ આ રત્નથી સુધરે છે તેમજ નોકરી અને વેપારમાં ઉન્નતિ મેળવવા માટે આ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કુંડળીમાં બુધ ત્રીજા અથવા તો બારમા સ્થાનમાં હોય તો પન્ના રત્ન ન પહેરવો જોઇએ.

જ્યોતિષ શાસ્ત્રનુસાર ૬, ૮ અથવા તો ૧૨નો સ્વામી બુધ હોય અને તમે જો પન્ના ધારણ કરો તો તેનાથી અચાનક નુકસાન ભોગવવું પડે છે. જો બુધની મહાદશા ચાલી રહી હોય અને તે ૮મા અથવા તો ૧૨મા ભાવમાં બેઠો હોય તો પણ પન્ના રત્ન ધારણ ન કરવો જ હિતાવહ રહેશે, કેમ કે તે હાનિકારક હોય છે. આ સિવાય બીજાં રત્ન કઈ રાશિએ કઈ પરિસ્થિતિમાં ધારણ કરવા તે વિશે આગામી સપ્તાહમાં આગળ વાત કરીશું.

નિર્ણય લેવામાં સમસ્યા, જો તમે સમય પર નિર્ણય લેવામાં સક્ષમ નથી તો એવામા તમારે મોતીને તમારા હાથમાં ધારણ કરવો જોઇએ. તેનાથી તમે યોગ્ય નિર્ણય લઇ શકશો. સોમાવરના દિવસે ગણપતિજીનો પાઠ કરો અને તેનાથી તમને તરત લાભ મળશે.ધનમાં ઘટાડો, જો તમે મહેનત કરી રહ્યા છો છતા પણ તમારા ઘરમાં હંમેશાથી ધન ઓછું થતુ રહે છે તો તમે તમારા પૂજા સ્થાન પર બે મોતીને પીળા કપડામાં બાંધીને રાખી દો. તેનાથી તમારા ઘરમાં ધનની ક્યારેય પણ ખોટ થશે નહીં.

પારિવારિક સમસ્યા, જો તમારા પરિવારમાં કોઇપણ પ્રકારની સમસ્યા આવી રહી છે તો તમે મોતીનો ઉપયોગ કરી તેની સમસ્યાને દૂર કરી શકો છો. મોતીને પત્નીના ડાબા હાથમાં પહેરાવો જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવી જશે.બાળકનું સ્વાસ્થ્ય,જો તમારા બાળકનું સ્વાસ્થ્ય હંમેશા ખરાબ રહે છે તો એવામાં તમે તમારા બાળકના ગળામાં ચાંદીના ચંદ્રમાની સાથે મોતી પહેરાવો. તમારા બાળકનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને કોઇપણ સમસ્યા આવશે નહીં.

મોતીનું જ્યોતિષીય મહત્વ, વૈદિક જ્યોતિષીયમાં મોતી ચંદ્રમાંનું રત્ન માનવામાં આવે છે. જ્યોતિષીઓનું કહેવું છે કે મોતી ધારણ કરવાથી ચંદ્રમાં મજબુત અને પ્રભાવી થાય છે. અમ તો ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે એટલે લે મનને પ્રભાવિત કરે છે.મન જો અસ્થિર હોય તો જીવનમાં વ્યક્તિ કોઈ પણ કામમાં મન નથી લગાવી શકતા, કામ જ નહિ કોઈ પણ વસ્તુમાં તે વધુ રસ નથી લઇ શકતા જેને લીધે તે તેને છોડી આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. ત્યાં સુધી કે તે લગ્નજીવનને પણ પ્રભાવિત કરી દે છે. તેની સાથે જ મનમાં નકારાત્મક વાતો આવે છે. સાથી સાથે અણબનાવ થઇ શકે છે. કાર્યાલયમાં પણ મન નથી લાગતું. જેને લઈને કામમાં વિલંબ થાય છે અને તમને કામ પ્રત્યે બેદરકાર સમજી લેવામાં આવે છે. તમારી છાપ ખરાબ થાય છે.

તો શું આપણે તેને શાંત નથી કરી શકતા કરી શકીએ છીએ જ્યોતીશાચાર્યોનું કહેવું છે કે બસ મોતી ધારણ કરવાથી તમે તમારા આ અસ્થિર મન માંથી છુટકારો મેળવી શકો છો. કેમ કે મનના કારકનું રત્ન છે મોતી. મોટી ધારણ કરવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યોતિષ સાથે ચર્ચા કર્યા પછી તેને ધારણ કરો નહિ તો તમને નુકશાન થઇ શકે છે.કઈ રાશીના લોકો મોતી પહેરી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અલગ રાશીમાં જન્મેલા લોકો અલગ તત્વોમાં મોટી ધારણ કરી શકે છે.

સામાન્ય રીતે મોતીને ચાંદીમાં ધારણ કરવામાં આવે છે. પરંતુ જ્યોતિષ સાથે ચર્ચા પછી તમે જ્યોતિષી દ્વારા ભલામણ કરવામાં આવેલા ધાતુમાં ધારણ કરી શકો છો. મોતીને મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ ધારણ કરવું ઉત્તમ છે. તેમ જ વૃષભ, મિથુન, કન્યા, મકર અને કુંભ રાશીના લોકો માટે મોતી ધારણ કરવું નુકશાનકારક માનવામાં આવે છે. પરંતુ તમે જ્યોતિષ સાથે ચર્ચા કરીને મોતી ધારણ કરી શકો છો.મોતી ધારણ કરવાના ફાયદા,મોતી ધારણ કરવાના ઘણા લાભ છે, જેમાંથી અમે તમારા માટે થોડા ઉપયોગી અને મહત્વના લાભો વિષે અહિયાં તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ મોતી ધારણ કરવાના ફાયદા.

મનને કરે છે શાંત, મોતી ધારણ કરવાથી સૌથી વધુ લાભ માનસિક રીતે મળે છે. મનનો કારક ગ્રહ ચંદ્રમાં છે. મોટી ચંદ્રમાંનો રત્ન છે. જેને ધારણ કરવાથી મનને શાંતિ મળે છે. સાથે જ તમારી માનસિક સ્થિતિ પણ સારી રહે છે. તમારું મનોબળ મજબુત બને છે. જેથી તમે તમારા જરૂરી નિર્ણયો સરળતાથી લઇ શકશો.ગુસ્સાને કાબુમાં કરે છે મોતી, મોટી ધારણ કરવાનો એક બીજો લાભ છે કે તે ગુસ્સાને શાંત કરે છે. મોતી શાતલ રત્ન છે અને તેના ગુણોથી તે ધારકના ગુસ્સાને શાંત કરે છે અને તેને તેના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું સામર્થ્ય પણ આપે છે.

પરણિત જીવનમાં આનંદ લાવે છે મોતી : જ્યોતિષના જણાવ્યા મુજબ મોતી ધારણ કરવાથી કુટુંબની સમસ્યાઓ માંથી છુટકારો મળી શકે છે. જો તમે કુટુંબના ઝગડાથી દુઃખી છો, તો મોતી ધારણ કરી તમે તમારી એ સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. તમારા આ પગલાથી તમારું જીવન બદલાઈ જશે. સાથી સાથે તણાવ અને મતભેદ છે તો તમે તમારા સાથીને અને સ્વયં પણ જ્યોતિષ સાથે ચર્ચા કરીને મોતી ધારણ કરાવીને જુવો જરૂર તમને લાભ થશે. ઘરમાં સુખ અને સમૃદ્ધી આવશે.