જો તમે પણ આ વાતોને અંધશ્રદ્ધા માણવાની ભૂલ કરો છો તો ચેતી જજો,પરાપૂર્વથી અનુભવાય છે પ્રભાવ.

0
28

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જીવનની કેટલીક વાતો છે જેને ભલે તમે અંધવિશ્વાસ સમજીને નકારી દેવાતી હોય પણ તેનુ ફ્ળ અનુભવાય છે. લોકો કહે છે તેને અંધશ્રદ્ધા, પણ ભલે અંધશ્રદ્ધા, તેમ કરવાથી થાય છે ફાયદો. નથી થતું નુકસાન. સૂર્યાસ્ત સમયે કોઈપણ દૂધ-દહીં કે ડુંગળી માંગવા આવે તો ન આપો. આપશો તો તેનાથી ઘરની બરકત સમાપ્ત થઈ જાય છે.

મહિનામાં એકવાર કોઈપણ રવિવારે સવારે ઘરમાં ખીર બનાવીને જરૂર ખાવ. તેનાથી થાય છે મા લક્ષ્મીની કૃપા.રાત્રે સૂતા પહેલા રસોડામાં ડોલ ભરીને મુકો તેનાથી કર્જથી મુક્તિ મળે છે અને જો બાથરૂમમાં ડોલ ભરીને મુકશો તો જીવનમાં ઉન્નતિના માર્ગમાં અવરોધ નહીં આવે.મુખ્ય દ્વાર પાસે ક્યારેય કચરાપેટી ન મુકો તેનાથી પડોશી શત્રુ થઈ જાય છે.

અગાશી પર ક્યારેય અનાજ કે પથારી ન ધોશો. તડકે સૂકાવી શકો. ધાબે પથારી ધોવાથી સાસરિયાઓ સાથે સંબંધ ખરાબ થાય છે.ગુરૂવારના દિવસે કોઈ પણ પીળી વસ્તુ જરૂર ખાવ. લીલી વસ્તુ ન ખાશો. અને બુધવારે લીલી વસ્તુ ખાવ પણ પીળી વસ્તુ ન ખાશો તેનાથી સુખ સમૃદ્ધિ વધશે. મંગળદોષ હોય તો પહેલાં કુંભ કે વૃક્ષ સાથે લગ્ન કરવાથી દાંપત્ય જીવન દીર્ધાયુ નિવડે છે.

રાત્રે એંઠા વાસણ બિલકુલ ન મુકશો. તેને પાણીમાંથી કાઢીને મુકી શકો છો નુકશાન થી બચશો.ક્યારેય પણ યાત્રામાં આખો પરિવાર એકસાથે ઘરમાંથી ન નીકળો. આગળ પાછળ જાવ તેનાથી યશની વૃદ્ધિ થશે.ક્યારેય ચાવી ન ઘૂમાવવી જોઈએ તેનાથી થાય છે ઝગડો.કોઈને હાથોહાથ મીઠું ન આપવું જોઈએ. તે લાવે છે કકળાટ.

યાત્રાના દિવસે દિવસ સારો ન હોય તો બે દિવસ પહેલાં કરી દો પસ્તાનું.સંધ્યાટાળે ઘરમાં ન વાળો કચરો, ચાલી જાય છે રિદ્ધિસિદ્ધિ.જે વ્યક્તિનો રોટલો પગતો ન હોય તેના પગલા નિવડે છે અપશુકનિયાળ. જેને મોઢાં પર મસો હોય તેને આવે છે વૈધવ્ય આવા જ અનેક વાતો છે જેનું આપણે ધ્યાન રાખીએ તો જીવનમાં કોઈપણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને સુખસમૃદ્ધિ વધશે.

અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધાની વાત આવે તો એવું તો આપણે કહી જ ન શકીએ કે બધા જ લોકો અંધશ્રદ્ધામાં માનતા નથી. પરંતુ અંધશ્રદ્ધા પર ભારત જ નહીં, પરંતુ વિશ્વના દરેક લોકો માને છે. એટલે કે દુનિયા ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય, તેમ છતાં એક અંધશ્રદ્ધા તો દરેકના મનમાં રહેલી જ હોય છે. કદાચ તેનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં રહેલું હોય છે. આજે અમે તમને એવી જ એક વાત વિશે જણાવશું, જ્યાં લોકોની અદ્દભુત અને અનોખી અંધશ્રદ્ધા વિશે. જાણીને તમે પણ દંગ રહી જશો.

દુનિયામાં ઘણી અંધશ્રદ્ધાઓ છે, જેને લોકો વર્ષોથી અનુસરે છે. જેમ કે બિલાડીનું રસ્તા વચ્ચે આડું ઉતરવું હજી પણ અપશુકન માનવામાં આવે છે. એટલું જ નહીં, બહાર જતી વેળાએ છીંક આવવી તેને પણ લોકો અંધશ્રદ્ધા જ કહે છે. આવી દુનિયામાં અનેક અંધશ્રદ્ધાઓ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જે જાણીને તમને પણ આશ્વર્ય થશે.

યુરેશિયન રાઈનેક.યુરેશિયન રાઈનેક વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. જો કે, આ એક પક્ષી છે. જે વિશ્વના સૌથી દુ:ખી પક્ષી તરીકે જ ઓળખાય છે. આ પક્ષી મોટાભાગે યુરોપમાં જ જોવા મળે છે અને તેની વિશેષતા એ છે કે તે દરેક જગ્યાએ માથું ફેરવે રાખે છે. આ પક્ષી વિશે બીજી વાત એ પણ કહેવામાં આવે છે જે પણ વ્યક્તિ તેના તરફ માથું ફેરવે છે, તે ચોક્કસ મરી જ જાય છે.

કેમેરો.19 મી સદીમાં પણ એક અલૌકિક અંધશ્રદ્ધા પ્રચલિત હતી. તે સમયે એવું માનવામાં આવતું હતું કે કેમેરા લોકોના આત્માને વશ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કેમેરાથી મનુષ્યની તસ્વીર લેતા હતા અને તેના આત્માને વશ કરતા હતા. આવી અંધશ્રદ્ધા તે સમયે ખુબ જ પ્રચલિત હતી. જેને હજી પણ વિશ્વના ઘણા સ્થળોએ માનવામાં આવે છે.ગ્લાસ.આ સિવાય અન્ય માન્યતાઓમાં એવું પણ માનવામાં આવે છે કે વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એવું માનવામાં આવે છે કે માનવની આત્મા અરીસામાં કેદ થઈ શકે છે. જેના કારણે ઘણા લોકો અરીસો જોતા જ નથી.

ઓપલ સ્ટોન.ઓપલ સ્ટોન એટલે કે સ્ફટિક મણિનો પથ્થર થાય છે. તેના વિશે એવું કહેવામા આવે છે કે આ પથ્થર 19 મી સદીનો છે અને તે સમયે તે સૌથી દુઃખી પથ્થર માનવામાં આવતો હતો. એવું માનવામાં આવતું હતું કે આ પથ્થર જે પણ પહેરે છે તેની કિસ્મત બગડી જશે. જ્યારે મધ્ય યુગના લોકો માનતા હતા કે આ ઓપલ સ્ટોનમાં અલૌકિક શક્તિઓ રહેલી છે.

એવું કહેવામાં આવતું હતું કે તાજા તેજ પાનમાં ઓપલ પથ્થરને લપેટીને હાથમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વ્યક્તિને અદૃશ્ય રહેવાની બધી શક્તિઓ મળી જાય છે.ચકલીરશિયામાં એક એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પક્ષીની ચરક પડે તો તેની સાથે કંઈક સારું થશે. તેનો અર્થ એ છે કે રશિયામાં ચકલીની ચરકને ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો પક્ષી તમારી સામે અથવા કાર પર ચરક કરે તો તમે જલ્દી ધનિક બની જશો. તેવી માન્યતા છે.

અંધશ્રધ્ધાના કારણો.બાબા ઓ ,સાધુ ઓ , ગોડમેન દ્વારા આ કામો માટે પ્રસ્તાવનાને અનુસરવા માટે ઘણા પૈસા લેવાય છે.,આજે પણ દેશમાં બાબા, સાધુ જેવા દંભીઓ ને નીચેની બાબતોને પૂર્ણ કરવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે.

ઇચ્છિત પ્રેમ,ઇચ્છિત લગ્ન,ઝઘડો સમાપ્ત કરવા માટે, કૌટુંબિક ક્લેશ,પુત્ર, એક છોકરો પેદા કરવા,ઇચ્છિત જોબ,દુશ્મન નાશ,જોબ ટ્રાન્સફર, બઢતી માટે,સંતાન રાખવા અથવા વંધ્યત્વ સમાપ્ત કરવા,કેસ સમાધાન,વિદેશમાં નોકરી,માંદગીનો ઇલાજ કરવો,દુ: ખને દૂર કરવા,અચાનક પૈસા મેળવવા માટે,ધનિક બનવું,મોહિત કરવું,વ્યાપાર / વ્યવસાય પ્રમોશનઅંધશ્રધ્ધાના કારણો.અંધશ્રદ્ધાના ઘણા કારણો છે. દરેક વ્યક્તિ જીવનની કોઈ સમસ્યાથી ઘેરાયેલા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ લોકો મુશ્કેલીમાં મુકાતા લોકોના કોઈ સમાધાનથી લાલચે આવે છે, ત્યારે લોકો આવા લોકોના વર્તુળમાં આવી જાય છે ,જો કોઈને નોકરી નથી મળી રહી તો કોઈને સંતાન નથી. કોઈને પુત્ર (પુત્ર) નથી, કોઈ ધંધો નથી કરી રહ્યો.

રોજિંદા જીવનની આવી બધી સમસ્યાઓ હલ કરવા માટે લોકો સાધુ, તાંત્રિક, બાબાઓ, દંભી લોકોની જાળીમાં ફસાઈ જાય છે. કેટલાક લોકો ધૈર્ય રાખવા માટે સક્ષમ નથી અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનું સમાધાન ઇચ્છે છે. અંધશ્રદ્ધાના ભોગ અભણ અને શિક્ષિત બંને લોકો બને છે.

અંધશ્રદ્ધાના ગેરફાયદા.અંધશ્રદ્ધાના ઘણા ગેરફાયદા છે. આપણે તેની જાળમાં આવીને આપણા પૈસા અને સમયનો વ્યય કરીએ છીએ. ઘણી વખત તાંત્રિકના જાદુગરો લોકોના જીવને મારી નાખે છે.અને બાળકોનો બલિદાન આપવામાં આવે છે. આટલું જ નહીં, મહિલાઓના સન્માન સાથે રમત પણ કરવામાં આવે છે. અંધશ્રદ્ધાથી કોઈ ફાયદો થતો નથી. માત્ર નુકસાન છે.