જો સ્ત્રીઓ તમને આપવા લાગે આવા સંકેતો, તો સમજી જજો તે સ્ત્રીને સમાગમ કરવાની ઈચ્છા થઈ ગઈ છે……

0
14418

અમુક સમયે મહિલાઓને સમાગમ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. મહિલાઓને પણ પુરુષોની જેમ જાતીય સંબંધની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણી વાર સ્ત્રીઓ આ કહેતા શરમાવે છે. મહિલાઓ શારીરિક સંબંધ પ્રત્યે એટલી સંકોચ રાખે છે કે તેઓ તેમની ઇચ્છા સારી રીતે વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મહિનાના કેટલાક દિવસો હોય છે જ્યારે મહિલાઓને સમાગમ માણવાની સૌથી વધુ ઇચ્છા હોય છે. પરંતુ આ વિષય પર વિજ્ઞાનના અભાવને કારણે, પુરુષો આ ઇચ્છા પૂરી કરવામાં અસમર્થ છે.પરંતુ મિત્રો શું તમે જાણો છો કે જ્યારે મહિલાઓને સમાગમ કરવાની ઈચ્છા થાય ત્યારે તેઓ આ ખાસ સંકેતો આપે છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

મહિલાઓને ઉત્તેજનાથી ભરેલી વ્યક્તિ સારી લાગે છે જે પ્રેમ કરતી વખતે તેને તૂટીને પ્રેમ કરે. દાંતથી બટકાં ભરવા, લવ બાઈટ્સ સારું લાગે છે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો પાર્ટનરને લઈ બાઈટ્સ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે બાઈટ એટલા જોરથી ન થઈ જાય કે તેમાં પ્રેમની લાગણીનો અહેસાસ થવાની જગ્યાએ દર્દનો અહેસાસ થવા લાગે.મારૂં સૌ પ્રથમ નિરીક્ષણ એ છે કે ઘણાં ખરાં યુગલોમાં સેક્સ માટેની પહેલ પુરૂષો જ કરે છે.

તે પણ ભાષારહિત એટલે કે નોનવર્બલ રીતે આપણા સમાજમાં શરમ, સંકોચ ગીલ્ટ, છોછ તથા ક્ષોભને કારણે આમ પણ સેક્સ વિષયક કૉમ્યુનિકેશન ખૂબ જ ઓછું જોવા મળે છે. આથી પતિ-પત્ની જ્યારે એકમેક સમક્ષ સેક્સ માણવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે શાબ્દિક પ્રસ્તાવ ઓછો અને અશાબ્દિક વધુ જોવા મળે છે.જો તમે તમારી પત્નીનો મુડ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમભર્યો સ્પર્શ અને ચુંબન તેની સાથેની એ ખાસ પળનોને યાદગાર બનાવી દેશે.

તમારા પાર્ટનર ની આ બેદરકારી થી સેક્સ લાઈફ બની જશે નીરસ દંપતિના સંબંધોમાં પ્રેમ અને મજબૂતી લાવે છે સ્વસ્થ અને સંતોષકાર જાતીય જીવન. સફળ સેક્સ લાઇફને માણવા માટે શરીર અને મન બંનેનું સ્વસ્થ હોવું જરૂરી છે.લગ્નના શરૂઆતના થોડાં અઠવાડિયાઓ કે મહિનાઓ બાદ કરતાં, મોટા ભાગના દંપતી કામસુખ આંતરે આંતરે તથા અનિયમિત રીતે માણતા હોય છે આથી જ્યારે તેમણે કામસુખ માણવું હોય ત્યારે પાર્ટનરને કૉમ્યુનિકેટ કરવું પડે છે.

મોટાભાગના યુગલો પરસ્પર સહમતીથી બેઉને ફાવી જાય એવી કોઈક સાહજિક શૈલી અપનાવી લેતાં હોય છે અને બેઉને તે ફાવી જતી હોય છે.પરંતુ કેટલાક યુગલો વર્ષો સુધી સેક્યુઅલ પ્રપોઝલને મુદ્દે ગૂંચવણ, મૂંઝવણ, અકલામણ, અસ્વસ્થતા, વિરોધાભાસ યા ગુંગળામણ અનુભવતા જોવા મળે છે. ઓછું બોલતા, શરમાળ, હતાશા, મનોરૂગ્ણ, કુઠિત, ભગ્નાહૃદયી તથા શૂન્યમનસ્ક અવસ્થામાં જીવતા લોકો પોતાના પાર્ટનર પાસે ખૂલીને મોકળે મને સેક્સની માગણી કરતા અચકાય છે.

એક દંપતીનો કિસ્સો જુઓ. પતિ-પત્ની વચ્ચે મહિને માંડ એકાદવાર શરીર સુખનો પ્રસંગ બનતો હતો. પતિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મારી તો ખૂબ ઈચ્છા હોય છે પણ મારી પત્નીને ખાસ ઈચ્છા હોતી નથી આથી અમે સેક્સસંબંધ ટાળીએ છીએ. પત્નીને એકલામાં જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આપને ઈચ્છા શા માટે નથી તો એણે આશ્ચર્યથી કહ્યું કે મને તો ઈચ્છા હોય છે પણ મારા પતિ પહેલ ન કરે તો હું શું કરૂં પત્નીને જ્યારે હકીકત જણાવવામાં આવી કે આપના પતિને લાગે છે.

તમે શુષ્ક અને નિરસ છો તો તેણે કહ્યું, મારાથી થોડું જ કંઈ મારી વાસનાઓની વાત પતિ સમક્ષ જાહેર કરાય.તો વાત આમ છે. આપણા સમાજમાં પતિ-પત્ની એકમેકના મનની આંતરિક સંવેદનાઓ બાબતે કેવળ ધારણાથી જ ચલાવી લેતા હોય છે. ઉપરોક્ત કિસ્સામાં બેઉ પક્ષે કામેચ્છાની કમી નહોતી, પરંતુ શરૂઆત યા પહેલ ઈનીશીયેટીવ ન થવાને લીધે ઉભયપક્ષે માની લીધું કે સામેનો પાર્ટનર કામેચ્છા વિનાના છે.

શારીરિક રીતે પહેલ કરવી એ બાબત અઘરી હોવા છતાં કેટલાક પુરૂષો અચૂક પ્રયોજતા હોય છે. નીમ્નસૂચિત વાક્યો પ્રયોજાતા હોવાનું જાણવા મળે છે. અલબત્ત, હજુ તો અનેક યુગલો એવા હશે જેઓ આ સિવાયના વાક્યો યા શબ્દપ્રયોગો પ્રયોજતા હશે. કેટલાક પુરૂષો ‘આજે તું તૈયાર રહેજે’, યા ‘આજે મને મૂડ છે’, ‘આજે મારી ઈચ્છા છે’ જેવા વાક્યો કહેવાનું રાખે છે.તો કેટલાક પ્રશ્નાર્થના રૂપમાં પત્નીને પૂછી લે છે. જેમ કે તું આજે મૂડમાં છે યા તો પ્રોગ્રામ બનાવવો છે યા તો તારી ઈચ્છા છે ખરી જેવા પ્રશ્નો સામાન્ય છે.

આજે મળવું છે યા ભેગા થવું છે યા સંબંધ બાંધવો છે યા મેળાપ કરવો છે જેવા મિતાક્ષરી સૂચનો પણ કરી જોવાય છે.કમનસીબે ઘણાં નિરક્ષર યુગલો તેમની પ્રપોઝલ્સ એવી ભાષામાં રજૂ કરે છે, જે શબ્દશ: આ લેખમાં અભદ્ર ભાષાપ્રયોગને કારણે સમાવી શકાય એમ નથી. પરંતુ સેક્સ માટે કામ, કામકાજ, કરવું, મિલન, કાર્યક્રમ, મઝા, જલસા વગેરે શબ્દપ્રયોગો અલગ અલગ અલગ રીતો લોકો પ્રયોજી લેતાં જોવા મળે છે. ક્યારેક પરભાષી શબ્દ પ્રયોગો જોવા જેવા કે એન્જોય, રોમાન્સ, લવમેકીંગ ઈશ્ક, પ્યાર-મુહબ્બત વગેરે પણ પુરૂષો પ્રયોજી જાણે છે.

પ્રપોઝલ મૂકતી વખતે પુરૂષો ક્યારેક આજે ટાઈમ છે યા બારણું બંધ કર અથવા લાઈટ બંધ કર અથવા નજીક આવ અથવા બાળકો સૂઈ ગયા યા તો જાગવું છે જેવા અર્ધદગ્ધ શબ્દો ય પ્રયોજી જાણે છે. તો સ્ત્રીઓ પણ જરા પગ દબાવી દો ને યા તો પેલો રેશમી ગાઉન પહેરી લઉં યા તો આજે નિંદર નથી આવતી અથવા ઠંડી લાગે છે, જરા નજીક આવી જાવ ને જેવો આડકતરા, ઈંગિતોભર્યા શબ્દો પ્રપોઝ કરી જુએ છે.કેટલીક વધુ શરમાળ પ્રકૃતિની સ્ત્રીઓ કાલે તો રજા છે, મોડા ઉઠીશું તો ચાલશે ને અથવા બહુ દિવસ થઈ ગયા, આજકાલ બહુ થાકી જાવ છો.

આજે ઉજાગરો થાય એમ જેવાં વધુ આછેરા સજેશન્સ થકી તેમની માગણીઓ રજૂ કરે છે.વળી કેટલાક બરછટ પુરૂષો સીધેસીધી વસ્ત્રહિન થવાની માગણી પણ કરી દેતા હોય છે. તો સામે છેડે પુષ્કળ પ્રેમમાં હોય એવા યુગલો તું પેલા ડ્રેસમાં જ સરસ લાગે છે, એ પહેરી લે અથવા જરા થોભો હું તૈયાર થઈને આવું છું. જેવા ખૂબ કામુક નિમંત્રણો દ્વારા પણ પ્રપોઝલ રજૂ કરતાં હોય છે.જો કે કેવળ અર્થસભર સ્પર્શ કરવો એક જ રજાઈમાં નજીક જઈ સૂઈ જવું, ચોક્કસ વર્તન કરવું.

આંખોના ઈશારાથી વાતકરવી, સેક્સ પહેલાના ફીક્સ રીચ્યુઅલ્સ ફોલો કરવા, ખાસ ખોરાક કે ડ્રેસ પહેરવા, સ્નાન કરવા જેવી ક્રિયાઓ દ્વારા સૂચન કરવું, ચોક્કસ બેડશીટ સજાવવી, રૂમનું વાતાવરણ યા સંગીત દ્વારા કહેવું જેવા નોનવર્બલ ઈગિતો પણ ઘણા યુગલોની વહારે આવતાં હોય છે.અલબત્ત જેઓએ સેક્સને દૈનિક ધોરણે રોજેરોજ ભોગવવાની રીતરસમ બનાવી દીધી હોય તેઓના જીવનમાં આવા કોઈ કૉમ્યુનિકેશન, પ્રપોઝલ કે ઈગિતને સ્થાન નથી રહેતું. તેઓ નિયમાનુસાર જેમ ઉઠે છે, નહાય છે, ચાહ પીવે છે, તૈયાર થાય છે, જમે છે, બ્રશ અને શેવીંગ કરે છે તે જ રીતે સેક્સ ભોગવે છે અને ઊંઘી જાય છે.

ઘણી વાર વૈવાહિક જીવનની સમસ્યાઓ, કામનું પ્રેશર, ઘરનું વાતાવરણ, શારીરિક સ્વાસ્થ્ય, પાર્ટનરની સહભાગિતા વગેરે પરિબળોને કારણે સેક્સ લાઇફ નીરસ બને છે. જો કે ઘણાં લોકોની જિંદગીમાં નીરસતા હોવાથી પણ તેઓ સેક્સ લાઇફને માણી શકતા નથી. ઘણી વાર પુરુષો ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યાથી પીડાતા હોય છે.સામાન્ય રીતે સેક્સની ઇચ્છા થતાં પુરુષોની ઇન્દ્રિય તરફ લોહી સંચારનો પ્રભાવ વધે છે, જેને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાન અને કઠોરતા આવે છે.

ઘણી વાર શારીરિક ખામી કે માનસિક તણાવોને કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવે છે.સમાગમ દરમિયાન સ્ત્રી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર એવું જ કરે, જેવું તે ઇચ્છે છે પણ સ્ત્રી ખરેખર શું ઇચ્છતી હોય છે, તે પુરુષો માટે કોયડારૂપ હોય છે. સમાગમ અંગે વિચારવું એ કાંઈ એકલા પુરુષોનો જ ઇજારો નથી. દુનિયાની મોટાભાગની સ્ત્રીઓ પુરુષોની જેમ જ સમાગમ અંગે વિચારતી હોય છે. એટલું તો ઠીક વિચારતાં-વિચારતાં સ્ત્રીઓ એવી કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે.

સ્ત્રીઓ સેક્સની સાથે રોમાંસ પણ ઇચ્છે છે. તેને કારણે સમાગમ માટેની તેની આશાઓ કે ઇચ્છાઓ પુરુષો વિચારે છે તેના કરતાં અલગ હોય છે. પુરુષો આ બધી વાતો જાણી-સમજી શકતો નથી એટલે તેનો પાર્ટનર કયા પ્રકારનો પ્રેમ કે સેક્સ ઇચ્છે તે તેના માટે યક્ષપ્રશ્ન બની રહેતો હોય છે.દરેક સ્ત્રીના સમાગમ અંગેના વિચારો અને ઇચ્છાઓ જુદી-જુદી હોય છે. બધી વાતો સ્ત્રીઓ પર એકસરખી રીતે લાગુ પાડી શકાતી નથી.

તેથી દરેક પુરુષે પોતાની પાર્ટનરની ઇચ્છાઓને એનકેન પ્રકારેણ પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.જો તમે તમારી પાર્ટનરની સમાગમ અંગની કેટલીક ઇચ્છાઓને જાણી લો તો સમાગમનો ભરપૂર આનંદ માણી શકશો. સુખદ સમાગમ માટે જાણી લો કે સ્ત્રીઓ બેડ પર શું ઇચ્છે છે. દરેક વખતે કંઈક નવું જેમ એક જ પ્રકારની વાનગી સવાર-સાંજ ખાઈને કંટાળેલી વ્યક્તિ કોઈ નવી વાનગી શોધે છે. તે જ રીતે દરેક મહિલા પોતાના જીવનમાં પણ કંઈક નવું શોધે છે.