Breaking News

જો પુરુષોમાં દેખાય આ પ્રકારના લક્ષણો તો થઈ જાવ સાવધાન નહિ તો જીવ પણ જઈ શકે છે.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે પ્રોસ્ટેટ ગ્રંથિ એક એવી બીમારી છે જે ખૂબ જ જીવલેણ બની ગઈ છે, અને તેની અસર યુવાનીમાં ઘણી વધારે જોવા મળી રહી છે.તમે કદાચ નહીં જાણતા હોવ પણ ડોકટરો અને ઘણા લોકો આનાથી ખૂબ ચિંતિત છે અને તમારે પણ સમય સમય પર તેની તપાસ કરાવવી જોઈએ.આને અવગણવા માટે, ડોકટરો સ્માર્ટ સ્ક્રીનિંગની ભલામણ કરે છે.

ભારતમાં, આ સુવિધા પશ્ચિમી દેશો કરતાં ઘણી ધીમી આવે છે! જો કે આનું કારણ કેન્સર નથી, તેમ છતાં, ડોકટરોએ હવેથી તેને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે, જો તમને આવી કોઈ સમસ્યા લાગે છે, તો ચોક્કસપણે નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરો.પ્રોસ્ટેટ એટલે કે મૂત્ર માર્ગમાં અવરોધ. સામાન્ય રીતે આ રોગ થતા તબીબો કાં તો ઑપરેશનની સલાહ આપે છે કે પછી દવાઓથી અવરોધ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આજ-કાલ પુરુષોની ઉંમર જેમ-જેમ વધતી જાય છે, તેમ-તેમ તેમને પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો પણ વધતો જાય છે. પ્રોસ્ટેટની બીમારી ભારતીયોમાં સામાન્ય થતી જઈ રહી છે. જો આપની ઉંમર 30 વર્ષથી ઉપર થઈ ચુકી હોય, તો આ વિશે આપે માહિતી રાખવી જોઇએ.

તેના લક્ષણો વિશે આનાકાની કર્યા વગર ચોક્કસ માહિતી રાખવી જોઇએ. અમે આપને જણાવી દઇએ કે આ એટલી મોટી બીમારી બનતી જઈ રહી છે કે હવે તેના પ્રત્યે જાગૃત કરવા માટે ઝુંબેશો ચલાવાઈ રહી છે.જો આપે આખી જિંદગી પ્રોસ્ટેટ કૅંસરથી બચવું છે, તો આપે પોતાની લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો પડશે. આવો જાણીએ કેટલીક સરળ ટિપ્સ કે જેનાથી આપ પ્રોસ્ટેટ ગ્રંથિની ખરાબીમાંથી બચી શકો છો.ઝિંકથી ભરપૂર આહાર ખાવો,ઝિંક એક મુખ્ય ખનિજ છે કે જે ટેસ્ટોસ્ટેરોનના પ્રમાણને જાળવી રાખવામાં મદદ કરે છે. દરરોજ 50થી 100 મિલી ગ્રામ ઝિંક જરૂર લેવું જોઇએ.

કાચા લસણનું સેવન, લસણ 20 ટકા સુધી પ્રોસ્ટેટ કૅંસરનાં વિકાસની શક્યતાઓ ઘટાડી શકે છે. આપે દરરોજ કાચુ લસણ જ ખાવું જોઇએ.ઓરીગેનો, આ એક એંટી-કૅંસર એજંટ છે. તે પ્રોસ્ટેટ કૅંસર પેદા કરનાર સેલ્સને મારી નાંખે છે. તેથી પોતાના ભોજનમાં બહુ બધુ ઓરીગેનો નાંખીને ખાઓ.સૉ પાલમેટો,આ એક વૃક્ષ છે કે જેનો અર્ક પ્રોસ્ટેટ ગ્રંથિની બળતરાને ઓછું કરે છે. આ પ્રાકૃતિક રીતે વધેલા પ્રોસ્ટેટની સમસ્યાને દૂર કરે છે.

મોબાઇલ રેડિએશન,ઘણા છોકરાઓ પોતાના મોબાઇલ ફોનને પોતાના પેંટના ખિસ્સામાં રાખે છે. આ આદત ખૂબ જ ખરાબ હોય છે, કારણ કે મોબાઇલ ફોનમાંથી નિકળતા રેડિએશન પ્રોસ્ટેટ ગ્રંથિને નુકસાન પહોંચાડી શકે છે.ધૂમ્રપાન છોડો, ધૂમ્રપાન કરવાથી આપના શરીરનાં દરેક અંગ પર ગંદી અસર પડે છે. જો આપ ધૂમ્રપાનની મોટી કુટેવ ધરાવો છો, તો આપની પ્રોસ્ટેટ ગ્રંથિ ખરાબ થઈ શકે છે.બહુ બધુ પાણી પીવો, પેશાપ કરતા પહેલા આપે બહુ બધુ પાણી પીવું જોઇએ. જો આપ વધુ પાણી નહીં પીવો, તો આપના મૂત્ર માર્ગની માંસપેશીઓ સંકોચાવા લાગશે.

યોગ્ય અંડરવિયર પહેરો, જો આપનું અંડરવિયર ખૂબ ટાઇટ હશે, તો આપની જનનેન્દ્રિય દબાયેલી રહેશે અને સાથે ગરમ પણ થઈ જશે. જનનેન્દ્રિયને ઓવરહીટિંગથી બચાવો.ઓછુ કૅફીન લો, દારૂ અને કૉફીનું સેવન ઘટાડો. દિવસમાં માત્ર એક કપ કૉફી પીવી યોગ્ય રહે છે.સ્ત્રીઓમાં જેમ ઓવરી કે ગર્ભાશય હોય છે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે અને એમાં થતાં કેન્સરને પ્રોસ્ટેટ કેન્સર કહે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર 60 વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે. કેટલાક કેસમાં પચાસ વર્ષની ઉંમર પછી પણ એ જોવા મળી શકે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ શરીરના ખૂબ જ અંદરના ભાગમાં આવેલી હોય છે. આથી એમાં જે પણ ફેરફાર થાય કે તકલીફ થાય એ સામાન્ય રીતે બહાર તરત દેખાઈ શકતી નથી.

કેન્સરની શરૂઆત થાય ત્યારે કોઈ ખાસ લક્ષણો પણ એવાં હોતાં નથી જેનાથી રોગ છે એવી વહેલી ખબર પડી જાય. તમને જણાવી દઇએ કે, 94 ટકા દર્દીઓ એવા છે જે સીધા પ્રોસ્ટેટ કેન્સરના ત્રીજા કે ચોથા સ્ટેજ પર પહોંચી ગયા હોય છે જેના માટે ડોક્ટર્સ ઇચ્છે તો પણ ખાસ કંઈ કરી શકતા નથી. હકીકત એ છે કે જો સમયસર નિદાન થાય તો આ કેન્સરથી 100 ટકા મુક્તિ મળી શકે છે. પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ વન અને સ્ટેજ ટૂ સુધી પહોંચી જાય તો પણ સરળતાથી ખબર પડતી નથી. ક્યારેક કેટલાક કેસમાં એવું પણ બને છે કે કેન્સર ખૂબ જ વધી જાય અને વ્યક્તિ મૃત્યુ પામે ત્યાં સુધી પણ ખબર ન પડે કે તેને પ્રોસ્ટેટ કેન્સર હતું.

પ્રોસ્ટેટ કેન્સરમાં ખાસ કોઈ લક્ષણો હોતાં નથી. આ કેન્સર જેને થાય એ વ્યક્તિ એકદમ હેલ્ધી વ્યક્તિ જેવી જ રહે છે. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી તેનું કેન્સર ખૂબ વધી ન જાય. જો પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન જલદી થઈ શકે તો એનો ઇલાજ શક્ય છે અને એનાથી મુક્તિ પણ શક્ય છે. પ્રોટીનના ઉત્પાદન પાછળ પુરુષનાં હોર્મોન્સ જવાબદાર હોય છે. આ પ્રોટીન વીર્યને પ્રવાહી બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

જ્યારે પ્રોસ્ટેટ બને છે ત્યારે એની અમુક માત્રા લોહીમાં ભળી જાય છે. આમ પુરુષનું બ્લડ-ટેસ્ટ કરીએ તો ચોક્કસપણે એનું લેવલ જાણી શકાય. આ એક સાધારણ ટેસ્ટ છે. આમ, જો લેવલ વધારે હોય તો નક્કી પ્રોસ્ટેટમાં કોઈ તકલીફ છે એવું સમજી શકાય.પ્રોસ્ટેટ કેન્સર વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમારે તમારા શરીરમાં થતી અનેક જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જાણવું પડે છે, અને ત્યારબાદ તેની સારવાર વિશેના ઉપાયો ની સંપૂર્ણ અને સાચી જાણકારી હોય તો વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બની ને પણ સારી રીતે જીવી શકે છે.

સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સરના પોતાના કોઈ આગવા લક્ષણો હોતા નથી પણ જયારે વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બને છે ત્યારે તે પહેલા તો યુરીનરી ટ્રેક અથવા તો પ્રોસ્ટેટની કોઈ સામાન્ય સમસ્યાનો ભોગ બને છે. પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલી વ્યક્તિએ તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ કેન્સરની વૃદ્ધિ અત્યંત ધીમેથી થતી હોવાથી તેના પર સરળતાથી કાબૂ મેળવી શકાય છે. આ સિવાય આ રોગને કારણે અપવાદરૂપ કિસ્સાઓ સિવાય મોટા ભાગના કિસ્સાઓમાં નપુંસકતા જેવી કોઈ શારીરિક સમસ્યાઓઉદભવતી નથી . જો કદાચ ઉદભવે તો કોઈ સારા યુરોલોજિસ્ટને તમે સંપૂર્ણ પરિસ્થિતિથી માહિતગાર કરીને તેની સારવાર માટેના ઉપલબ્ધ તમામ વિકલ્પોની માહિતી મેળવી શકો છો.

આજે તબીબીવિજ્ઞાન ક્ષેત્રે થયેલા વિકાસ ને કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલી વ્યક્તિ પણ આરામદાયક જીવન જીવી શકે છે.જયારે વ્યક્તિ તેની પ્રોસ્ટેટને લગતી સમસ્યાને લઈને યુરોલોજિસ્ટ પાસે જાય છે ત્યારે યુરોલોજીસ્ટે નિદાન કરવા માટે પરિસ્થિતિના સમગ્ર પાસાઓનો અભ્યાસ કરવો પડે છે. યુરોલોજિસ્ટ આ અભ્યાસ કરવા માટે ડિજિટલ રેક્ટલ એક્ઝામ તથા લોહી અને યુરિન તપાસ જેવી અનેક પ્રકારની શારીરિક તપાસ કરે છે.

પ્રોસ્ટેટ કેન્સરને સમજવા માટે પુરુષના શરીરમાં આવેલી પ્રોસ્ટેટ ગ્રંથિની માહિતી મેળવીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાંપ્યુબિક બોન અને રેક્ટમની વચ્ચેના વિસ્તારમાં આવેલી અખરોટ જેટલા કદ ની અને લગભગ તેવાજ આકારની ગ્રંથિ છે. તેમાંથી મુત્રાશયમાંથી મૂત્રનું વાહન કરતી નળી (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટમાં શુક્રકોષોનું વહન કરતા વીર્યનું નિર્માણ થાય છે. સંભોગ દરમિયાન આ વીર્ય વૃષણ દ્વારા નિર્મિત થતા શુક્રકોષો તેમ જ સેમિનલ વેસિકલ્સ દ્વારા નિર્મિત થતા પોષક દ્રવ્યો સાથે મિક્ષ થાય છે. આ વૃષણ પુરુષત્વ માટે જવાબદાર એવા અગત્યના અંત:સ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું પણ નિર્માણ કરે છે. આ ટેસ્ટોસ્ટોરોન પ્રોસ્ટેટની કાર્યવિધિ સુવ્યવસ્થિત રીતે થાય તે માટે અત્યંત આવશ્યક અંત:સ્ત્રાવ છે.

આ પ્રોસ્ટેટના કોષોમાં જયારે કોઈ પ્રકારનો ફેરફાર થાય છે ત્યારે પ્રોસ્ટેટના મૂળભૂત બંધારણમાં વિકૃતિ પેદા થાય છે, જેના કારણે તેમાં ગાંઠનું સર્જન થાય છે. આ ગાંઠના પ્રકાર નીચે પ્રમાણેના હોઈ શકે છે .આ એક બહુ સામાન્ય પ્રકારનું કેન્સર છે તેમાં નીચે પ્રમાણે આ પ્રકારની ગાંઠ જોવા મળે છે.નોન કેન્સરસ એટલે કે સામાન્ય ગાંઠ સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ 40 થી 45 વર્ષની આસપાસની વ્યક્તિને થતી હોય છે. આ પરિસ્થિતિને બીનાઈન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા (બીપીએચ)તરીકે ઓળખાય છે. આ બીપીએચનું નિદાન સામાન્ય ડિજિટલ રેડાટરએક્ઝામ દરમિયાન થઇ શકે છે. આ ગાંઠને કારણે યુરેથ્રાને અસર પહોંચે છે.

જેના લીધે વ્યક્તિને મૂત્રોત્સર્જનની પ્રક્રિયામાં તકલીફ પડે છે.કેન્સરજન્ય ગાંઠ, સામાન્ય રીતે કેન્સરજન્ય ગાંઠ પ્રોસ્ટેટના બહારના વિસ્તારમાં થતી હોય છે. આ ગાંઠ તેના પ્રારંભિક તબક્કામાં યુરેથ્રા પર કંઈ અસર કરતી ન હોવાથી તેના કોઈ ખાસ લક્ષણો જણાતા નથી. જોકે આ ગાંઠનું નિદાન શારીરિક તપાસ દરમિયાન સરળતાથી થઇ શકે છે. આ કેન્સરજન્ય ગાંઠના કેન્સરગ્રસ્ત કોષો ક્રમશઃ પ્રોસ્ટેટ સિવાય સેમિનલ વેસિકલ્સ, લિમ્ફ નોડ અને સ્પાઈનલ કોલમના હાડકાઓ સુધી પણ પ્રસરે છે.

સારવારની વિવિધ પદ્ધતિઓ, જો વ્યક્તિને પ્રોસ્ટેટ કેન્સર થયું છે તેવું નિદાન થાય અને તપાસમાં એવી જાણ થાય કે કેન્સર શરૂઆતના તબબકામાં છે તો યુરોલોજિસ્ટ સારવાર માટે રેડિકલ કે ટોટલ અથવા તો પ્રોસ્ટેટેક્ટોમી પ્રકારની સર્જરી કરાવવાનો વિકલ્પ આપે છે. યુરોલોજિસ્ટ આ સર્જરી દ્વારા કેન્સરગ્રસ્ત ગાંઠ ને દૂર કરવા મટે ઈચ્છતો હોય છે પણ જો ઓપરેશન પહેલાની તપાસ કે સર્જરી દરમિયાન ખ્યાલ આવે તો તે કેન્સરગ્રસ્ત કોષો પ્રોસ્ટેટ સિવાય અન્ય જગ્યાએ પણ પ્રસરી ગયા છે ત્યારે પરિસ્થિતિને લક્ષમાં લઈને સારવારના અન્ય વિકલ્પો વિશે વિચારવામાં આવે છે.

કેન્સરના કોષોનો નાશ કરવાની પદ્ધતિઓ, મોટા ભાગના પ્રોસ્ટેટ કેન્સર કોષોના વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન આત્યંત આવશ્યક છે. હોર્મોનથેરપીમાં શરીરમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો કે ઘટાડો કરીને પ્રોસ્ટેટ કેન્સર કોષોના વિકાસ પર નિયંત્રણ રાખી શકે છે. પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનનારા દર્દીનો યુરોલોજિસ્ટ રોગનું પ્રમાણ અને પ્રકારને દયાન માં રાખી ને કેન્સરને કાબુમાં રાખવા તેમ જ દુખાવાને ઘટાડવા માટે હોર્મોનથેરપી, કીમોથેરપી અને રેડિયેશનમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી છે. આ સિવાય જો જરૂર પડે તો આ દરેક થેરપીનો ઉપયોગ કરીને એક ખાસ નવી થેરપીથી દર્દીની સારવાર કરવામાં છે.

About Hu Gujarati TEAM

Check Also

શું તમે પીઝા ખાવાના શોખીન છો તો એક વાર જરૂર જાણી લો તેનાથી થતાં નુકશાન વિશે….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …