Breaking News

જો કાનમાં થતી રહે છે પીડાતો ખાસ જાણી લેજો આ વાતો જરા પણ ના બનશો બેદરકાર, આવી શકે છે મોટી મુશ્કેલીઓ.

દુઃખાવો જો પેટમાં હોય કે માથામાં હોય કે શરીરમાં કે કોઈ બીજી જગ્યાએ હોય તકલીફ થવા લાગે છે. કાનમાં દુ:ખાવા ની ફરિયાદ નાના બાળકોમાં વધુ રહેતી હોય છે. કાનનું વહેવું, કાન બંધ થવો કઈક આવી તકલીફો છે જે બાળકો અને મોટા ને હમેશા પરેશાન કરતી હોય છે.

કાનના દુ:ખાવાની સારવાર કરવા માટે તો પહેલા તેના કારણો જાણવા જરૂરી છે ઘણી વખત આપણે કાનના દુઃખાવો થવા નું સાચું કારણ નથી જાણી શકતા અને ખોટી જગ્યા ઉપર સારવાર કરીએ છીએ જેનાથી દુ:ખાવામાં રાહત નથી મળતી.

કાનની પીડા એ એક સામાન્ય સમસ્યા છે. પણ સાથે સાથે જ ખૂબ જ સતાવે પણ છે. કાનની પીડા ઉદ્ભવવા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. તે નાના છોકરાને પણ થઈ શકે છે અને વૃદ્ધને પણ થઈ શકે છે. અને ક્યારેક તો આ પીડાને આપણે સાવ અવગણી જ દઈએ છે. પણ શું તમે જાણો છો કે વારંવાર આવી રીતે કાનની પીડાને ઇગ્નોર કરવી તે તમને ભવિષ્યમાં બહેરા પણ બનાવી શકે છે. અને માટે જ જો આ સમસ્યા તમને લાંબા સમય માટે અથવા અવારનવાર સતાવ્યા કરતી હોય તો તેની સારવાર જરૂર કરાવી લેવી જોઈએ.

આજે અમે તમારા માટે કાનની પીડા દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો લઈને આવ્યા છીએ. જે તમને તે પીડાથી રાહતઆપી શકે છે. પણ તે માટે સૌ પ્રથમ તો તમારે કાનમાં ઉદ્ભવતી પીડા પાછળનું કારણ જાણવું જરૂરી છે. તે વિવિધ કારણોસર થઈ શકે છે જે નીચે પ્રમાણે છે.મસાઇનસની સમસ્યા હોવી કાનમાં એર વેક્સ જામી જવી નાહતી વખતે કાનમાં પાણી અથવા સાબુ જતો રહેવો. કાનની કેનાલમાં એક્ઝિમા હોવુ દાતમાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું જડબામાં દુખાવો થવો કે સંધિવા થવુંજડબામાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું લાંબા સમય સુધી ફોન પર વાતો કરવી.ઠંડી લાગી જવી.ગળુ ખરાબ થઈ જવું.કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવું

કાનની બીમારી એક ગંભીર સમસ્યા છે. કાનની બીમારીમાં પણ ગૌમુત્ર ખુબ જ સારી દવા છે. જેને પણ કાનમાં ઓછું સંભળાય છે અને જેના કાનમાં દરેક સમયે અવાજ આવે છે. જે હમમ્મમ્મ જેવો અવાજ ઉત્પન કરે છે, કે કાનમાંથી ગંદકી નીકળે છે, કચરો નીકળે છે, કે મેલ નીકળે છે. અને આ નાના બાળકોમાં ઘણી વાર થાય છે. તો તમે કાનમાં એક એક ટીપું ગૌમુત્ર નાખી દો. જો ગાયનું છે તો ખુબ જ ઝડપથી સારું કરે છેકાનનો દુ:ખાવો બાળકો અને મોટામાં ખુબ સામાન્ય વાત છે. આમ તો કાનનો દુ:ખાવો સહન કરવો ખુબ જ મુશ્કેલ હોય છે. પણ મોટા તો કોઈને કોઈ રીતે સહન કરી લે છે, બાળકોમાં તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે, કેમ કે કાનના દુ:ખાવો તેને ખુબ પરેશાન કરી શકે છે. ત્યાં સુધી કે તેની ભૂખને પણ મટાડી શકે છે. તેથી તમારા કાન હમેશા સાફ રાખો. તમે તમારા કાનની સફાઈ સ્નાન કરતી વખતે કરી શકો છો.

કાનનો દુ:ખાવો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેવા કે ખુબ વધુ પ્રમાણમાં ઠંડી, કાનમાં પાણી વહેવું વગેરે. કાનનો દુ:ખાવો બાળકોને હોય કે મોટાને હોય, દરેકને પરેશાન કરી શકે છે અને તે સમયે તમે હમેશા એવો ઉપચાર ઈચ્છો છો જેનાથી તરત આરામ મળી જાય.તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે અને તેના ઘણા બધા ઔષધિય ઉપયોગો છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે કાનની પીડાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. તુલસીના 6-7 તાજા પાનને પીસીને તેમાંથી રસ કાઢી લેવો. તે રસના 2-3 ટીપાં જે કાનમાં પીડા થઈ રહી છે તેમાં નાખવાથી પીડામાં ઘટાડો થશે.

કાનની પીડાને ઓછી કરવા માટે લસણનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. તેમાં જીવાણુનાશક અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે, જે પીડા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. 3 લસણની કળીઓને વાટીને તેમાં ત્રણ મોટા ચમચા સરસિયાનું તેલ ભેળવી લેવું, હવે તેને ગરમ કરવું. અને લસણની કળિયો જ્યાં સુધી કાળી ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવું. હવે તેલને ઠંડુ પાડી તે તેલના 2-3 ટીપાં પીડાગ્રસ્ત કાનમાં નાખવા.આદુમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કોઈ પણ પીડા કે સોજાને ઘટાડવામાં લાભપ્રદ સાબિત થાય છે. આદુના એક ટુકડાને વાટીને તેમાંથી રસ કાઢી લેવો, હવે તે રસના 2 ટીપાં તમારા કાનમાં નાખવા, કાનની પીડા દૂર કરવા માટે આ ઉપાય ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ગરમ પાણીમાં એક સ્વચ્છ નેપ્કીન કે રૂમાલ પલાળી તેને નીચોવી લેવો. હવે તમને જ્યાં પીડા થઈ રહી હોય તેના પર ગરમ રૂમાલથી સારી રીતે શેક કરી લેવો. જ્યાં સુધી તમને પીડા ઓછી થતી ન જણાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો૧/૮ કપ નારીયેલ તેલને ૨ કળી લસણ સાથે પાંચ મિનીટ સુધી ગરમ કરી લો અને પછી તેને પીસી લો. થોડા ટીપા કાનમાં નાખી દો અને પાંચ મિનીટ સુધી સુતા રહો. થોડા દિવસ સતત દિવસમાં બે વખત આમ કરવાથી આરામ મળશે

લવીંગ એક કુદરતી દર્દનાશક ઔષધી છે. અરધી ચમચી લવિંગનું તેલ અને તલનું તેલ હળવું ગરમ કરીને મિક્સ કરી લેવું. તે તેલમાં એક કોટન બોલ પલાળવો, હવે તેને કાનની કેનાલ પર રાખવું. તે પીડામાં તુરત જ રાહત આપવાનું કામ કરશે.મધમાં થોડા એવા ગુણ મળી આવે છે જે દર્દનાશક હોય છે. મધના થોડા ટીપા કાનમાં નાખવાથી દુ:ખાવામાં આરામ મળશે.ઘણીવાર કાનમાં ગંદકી વધી જવાથી પણ પીડા થતી હોય છે. તેવા સંજોગોમાં સરસિયાના તેલનો ઉપયોગ ખુબ જ લાબપ્રદ સાબિત થાય છે. એક કાનમાં 2-3 ટીપાં સરસિયાનું તેલ નાખી તેને તેમજ રાખી 10-15 મિનિટ સુધી રાહ જોવી. ત્યાર બાદ બીજા કાનમાં પણ આ રીતે પ્રયોગ કરવો. આમ કરવાથી કાનની ગંદકી દૂર થઈ જાય છે અને પીડામાં રાહત મળે છે.

ડુંગળીનો ઉપયોગ આપણે ખોરાકમાં અનેક રીતે કરીએ છીએ. તેને શાકમાં નાખીએ છીએ તો તેને સલાડ તરીકે પણ ખાઈએ છે. ડુંગળીમાં વિવિધ પ્રકારના ગુણો સમાયેલા છે. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે પીડા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે. એક ડુંગળીને પીસીને તેનો રસ કાઢી, તે રસને હુંફાળો ગરમ કરવો અને તેના બે ટીપાં પીડાગ્રસ્ત કાનમાં નાખવા. તેનાથી પીડામાં ઘણી રાહત થશે.મીઠુ પીડા નાશક તરીકે કામ કરે છે. એક વાસણમાં થોડું મીઠુ લઈ તેને ધીમી આંચે ગરમ કરવું. મીઠું ભૂરું થાય ત્યારે તેને વાસણમાંથી ડીશમાં લઈ લેવું. હવે આ મીઠાને એક સ્વચ્છ સુતરાઉ કાપડમાં લઈને તેની પોટલી બનાવી લેવી. હવે તેને તમારા કાનમાં જ્યાં પીડા થઈ રહી છે તેના ઉપર રાખો. આ ઉપાયથી તમારી પીડા તેમજ સોજો દૂર થઈ જશે.

આપણે બધા જાણીએ છીએ કે બદામનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. આ ઉપરાંત તે કાનની પીડાને ઘટાડવામાં પણ ઉત્તમ રીતે મદદ કરે છે. તેના માટે તમારે થોડું બદામનું તેલ ગરમ કરવું. હુંફાળુ ગરમ કરવું અને તેના 2-3 ટીપાં પીડાગ્રસ્ત કાનમાં ઉમેરવા. તમે ઇચ્છો તો પીડામાં રાહત મેળવવા માટે તમે આ તેલનું કાનની આસપાસ માલીશ પણ કરી શકો છો.

લીમડાના ગુણોથી આપણે બધા જ માહિતગાર છીએ. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી રોગમુક્તિ માટે કરવામાં આવે છે. લીમડામાં ભરપૂર આયુર્વેદિક ગુણો સમાયેલા છે. તેમાં એન્ટિફંગલ ગુણ છે જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે, અને તેના એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો પીડા તેમજ સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે. લીમડાના તાજા પાનને પીસીને તેનો રસ કાઢી લો, હવે પીડાને દૂર કરવા માટે લીમડાના રસના કેટલાક ટીપાં કાનમાં નાખો.

કાન દુઃખ તો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે .સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે .તેલમાં થોડી રાઈ વાટીને સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.નાગરવેલના પાનનો રસ ગરમ કરીને તેના ટીપાં નાંખવાથી કાનનો ચસ્કો અને દુખાવો મટે છે .તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે .

કાંદાનો રસ અને મધ મેળવી તેના ટીપા નાખવાથી કાનના ચસકા મટે છે.
કાનમાં કોઈ જીવજંતુ પેસી ગયું હોય તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મટી જાય છે .તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે .વરીયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળી તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનમાં થતો અવાજ મટે છે.સવારના પેશાબ ના તાજા ત્રણ-ચાર ટીપા કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.

બરફના ટુકડાને દુખતા કાન પર રાખો. આવું કરવાથી કાનના દુખાવામાં મદદ મળશે. જો તમે બરફના ટુકડા બદલવા માંગતા હો, તો તમે કાન પર હીટ પેડ પણ મૂકી શકો છો. જો તમારી પાસે હીટ પેડ નથી, તો તમે કપડાને ગરમ કરીને કાન પર પણ મૂકી શકો છો. એ જ રીતે, જો ત્યાં કોઈ બરફ ન હોય, તો પછી તમે બરફને કપડાની અંદર બાંધો અને તેને કાન પર રાખો. આ કરવાથી, તમને 10 મિનિટની અંદર કાનના દુખાવાથી રાહત મળશે. આ પ્રક્રિયા દિવસમાં ચાર વખત કરો.

સફરજન સીડર સરકો કાનમાં નાખવાથી કાનના દુખાવામાં મદદ મળે છે. કાનમાં દુખાવાની સ્થિતિમાં, સફરજન સીડર સરકો અને પાણીને અમુક પ્રમાણમાં લો. આ પછી, બંનેને ભેગુ કરો અને આ મિશ્રણના થોડા ટીપાંને કાનમાં નાખો. આ બાદ, સુતરાઉ બોલથી કાન બંધ કરો. સફરજન સીડર સરકોનો ઉપયોગ કરવાથી કાનના દુખાવામાં મદદ મળશે. આ ઉપરાંત, જો દુખાવાના લીધે કાનમાં સોજો આવે છે, તો તે પણ દૂર થઈ જશે. ખરેખર તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે આ સમસ્યાને દૂર કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદગાર છે.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *