Breaking News

જો હમેંશા રહેતી હોય પૈસાની તંગી,તો કરીલો આ ઉપાય,આવવા લાગશે અઢળક ધન…….

આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પરેશાન છે.કોઈ બીમારીથી તો કોઈ આર્થિક સ્થિતિથી દરેક વ્યક્તિ આ બધાથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો કરે છે.સુખ દુઃખ તો આ જીવનમાં ચાલ્યા જ કરે છે.જેનો સામનો દરેક વ્યક્તિ એ કરવો જ પડે છે.પરંતુ દરેક માણસ સુખ શાંતિ વાળી જિંદગી જીવવા માંગતા હોય છે. લોકો ઈચ્છે છે કે તેની સાથે ખૂબ પૈસા હોય, જેથી તે તેના પરિવારનું સારું દ્યાન રાખી શકે. ઘણા લોકો પૈસા કમાવા માટે ખુબજ મહેનત કરતાં હોય છે પણ કિસ્મત તેમનો સાથે નથી આપતું.

હાલના સમયમાં રૂપિયા એ સૌથી અગત્યની વસ્તુ બની ગઈ છે. હવે ના લોકો ફક્ત અને ફક્ત પૈસા રૂપિયા અને જો સૌથી અગત્યની વસ્તુ સમજે છે. કેમ કે તેના વગર જીવન જીવવું વ્યક્તિ માટે ખૂબ જ અઘરું હોય છે. જે લોકો પાસે પૈસા નથી તેના તેની સાથે કોઈ સંબંધ જોડવામાં આવતો નથી. અને પોતાનો સંબંધ ધીમે ધીમે ઓછો કરી દેશે. અને જે લોકો પાસે રૂપિયા છે લોકો બધા જ માણસો તેની સાથે વધારે સંબંધ બનાવવા ઈચ્છે છે. તેને સમાજ માં પૂરતો માન અને સન્માન મળે છે. ઘણા લોકો પૈસા કમાવવા માટે રાત દિવસ એક કરે છે.પરંતુ ઘણી કોશિશ કરવા છતાં તેને સફળતા મળતી નથી આ માટે તેનું નસીબ પણ જવાબદાર હોય છે. જો નસીબ સાથ ન આપે તો ઘણી મહેનત કરવા છતાં પણ કાર્ય પાર પડતું નથી. અને ઘણા અવરોધો ઉત્પન્ન થાય છે. તો આજે આ લેખ અમે આપને જણાવીશું કે રૂપિયા ને લગતી સમસ્યા કઈ રીતે દૂર કરો.

રોજ સવારે વેહલા ઉઠવાની ટેવ પાડો. ઉઠતાં ની સાથે નિત્ય પોતાના બન્ને હાથ ના સૌપ્રથમ દર્શન કરી ઇષ્ટદેવ નુ સ્મરણ કરવાથી તમામ મુશ્કેલીઓ દુર થાય છે અને ભાગ્ય ના દ્વાર ખુલી જાય છે.સવારે સ્નાન કરતી વખતે હાથ જોડી બધા તીર્થસ્થાનો અને પવિત્ર નદીઓને નમન કરો અને તેનું સ્મરણ કરો. આ સાથે જો તમારા ઘરમાં ગંગાજળ હોય તો તેને તમારા નહાવાના પાણીમાં નાખી શકો છો. તે વધારે શુભ રહેશે.

સવારે સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણ ને તાંબા ના લોટા થી જળ ચઢાવો. આવું કરવાથી સમાજ મા માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠા મા વધારો થાય છે.સવારે સ્નાન કર્યા પછી તુલસીના ઝાડને પાણી અર્પણ કરવું અને તેની બાજુમાં દીવો પ્રગટાવો. અને સતત તુલસી માતા ના છોડ ને જાળવણી કરવી. અને તેની આજુબાજુ કોઈ પણ પ્રકારના વધારાના વનસ્પતિ ઉગવા દેવા નહીં. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સવારે ઉઠતા સમયે તમારા બેડ માં બંને હાથ જોડો અને બંને હથેળીના દર્શન કરો.

ભગવાને જે કંઈ પણ આપ્યું છે તેના માટે તેનો આભાર માનવાનું આમ કરવાથી તમારું મન શાંત થાય છે. તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવે છે. આ સાથે સવારે નાહી ને સૂર્ય દેવતાને નમસ્કાર કરો. ત્યારબાદ તેને ચલાવો ચડાવો અને તેનું પૂજન કરો આમ કરવાથી સમાજમાં તમને માન-સન્માન મળશે.ઘરના મંદિરમાં સવાર અને સાંજે નો દીવો કરવો અને સાથે કપૂરની એક ગોટી પણ તેમાં નાખવું અને મંદિરની હંમેશા સાફ સફાઈ કરવી.

જો તમે પણ ઘરની બહાર જાવ છો તો કામ સમયે સારા કામ માટે જતા હો તો નીકળતા સમયે દહી અને તેમાં ખાંડ અથવા સાકર નાખી તેનું સેવન કરો. આવું કરવાથી સફળ થવાના માર્ગો વધે છે. જો તમને શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો. તો દર શનિવારે એક વાટકીમાં તેલ લો અને તેમાં તમારો ચહેરો જુઓ અને આ તેલને કોઇ ગરીબ વ્યક્તિને દાન કરી દો. આમ કરવાથી તમને શનિદેવ ના આશીર્વાદ પ્રાપ્ત થશે.

અમુક વાર એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ પૈસા મેળવવા માંગે છે, તો તેના માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી એ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. લક્ષ્મીજીના આશીર્વાદ સિવાય પૈસા મેળવવાની ઇચ્છા રાખવી તે અશક્ય માનવામાં આવે છે, જેના માટે તમારે શુક્રવારે પૈસાની દેવી લક્ષ્મીજીને પુંજા કરવી જોઈએ અને લક્ષ્મીજીની ઉપાસના કરવી જોઈએ.

અને જો તમે તેમની પ્રતિમા કે મૂર્તિની સામે તલના તેલથી અને ઘીનો દીવો પ્રગટાવો છો, અને જો તમે હળદર અને કુમકુમથી તિલક કરો છો. અને લક્ષ્મી માતાને ગુલાબના ફૂલો ચડાવવા જોઈએ.અને આ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે. તમારે ધૂપ અને દીવો પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ, જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીમાતાજી નો આશીર્વાદ તમને ચોક્કસ મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

જો તમારે પૈસા મેળવવા હોય, તો તેના માટે તમારે શ્રી સુક્તમનો પાઠ કરવો જોઇએ, ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અને તેમની પૂજા કરવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે, અને તમે પણ શુક્રવારના દિવસે આ શ્રી સૂક્ત મંત્રનો પાઠ કરી શકો છો અને આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઇએ, જેનાથી માતા લક્ષ્મીજી ખુશ થઈ જાય છે અને તમારા જીવનમાંથી ગરીબી, અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પણ દૂર થઈ જાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તર દિશામાં એ સંપત્તિના દેવ કુબેરનું સ્થાન માનવામાં આવે છે, જો કે, આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે છે, તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓને પાછી લાવે છે, જેથી તમે આ દિશામાં તમારા ઝવેરાત, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા પણ રાખી શકો છો. તો તમને તેનો પણ લાભ મળશે.

About Hu Gujarati TEAM

Check Also

ઘરમાં ઉંબરાનું હોય છે ખાસ મહત્વ,તેની પૂજા કરવાથી થાય છે ઘણાં ફાયદા,આજેજ આ રીતે કરીલો જીવનનું દુઃખ થશે દૂર…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *