જો ઘરમાં રાખ્યા હોય આવા ફૂલ તો અજજે ફેકિ દો નહીતો થઈ જશો બરબાદ

0
28

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ફૂલ દુનિયામાં દરેક લોકોને પસંદ હોય છે, એવું કહેવાય છે કે તાજા ફૂલો ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે સૂકા ફૂલો ઘરનું વાતાવરણ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, જે ઘરમાં સૂકાયેલા ફૂલો રાખવામાં આવે છે, તે ઘરમાં વાસ્તુ દોષ ઉત્તપન્ન થાય છે. જે અનેક પ્રકારની મુશ્કેલીઓનું કારણ બને છે.

તો આવો જાણીએ કેમ ન રાખવા જોઇએ સૂકાયેલા ફૂલોને ઘરમાં અને તેનાથી કઇ કઇ મુશ્કેલીઓ પડે છે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં હંમેશાં તાજા ફૂલોને જ રાખવા જોઇએ. તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જ્યારે સૂકાયેલા ફૂલો ઘરમાં રાખવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ કારણથી જ્યારે ફૂલો સૂકાઇ જાય ત્યારે તેને તાત્કાલિક ઘરની બહાર રાખી દેવા જોઇએ.

જો સૂકાયેલા ફૂલોને ઘરમાં રાખવામાં આવ્યા તો તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પોતાનું ઘર બનાવી લે છે, જેના કારણે ઘરના સભ્યોની શાંતિ ભંગ થઇ જાય છે અને અંદરો અંદર ઝઘડા થવા લાગે છે.જે ઘરમાં સૂકાયેલા ફૂલો રાખવામાં આવે છે એવા ઘરમાં માતા લક્ષ્મી પણ પ્રવેશ કરતી નથી, જેના કારણે ઘરની બરકત રોકાઇ જાય છે અને વ્યક્તિને ધન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

દૈનિક જીવનમાં ભગવાનની પૂજાનું ખાસ મહત્વ હોય છે. તેથી જ દરેક ઘરમાં સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે. આ પૂજામાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવાં આવે છે. તેમાંથી કેટલીક વસ્તુ એવી હોય છે જેનો પૂજામાં વારંવાર કરી શકાય છે. જેમકે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વગેરે. આ વસ્તુઓ સિવાય અન્ય કેટલીક સામગ્રી એવી હોય છે જેનો ઉપયોગ માત્ર એકવાર કરી શકાય છે.

પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે વધે છે તો તેને તુલસીજીમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો પાણીમાં વહાવવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓને જ્યાં-ત્યાં કે કચરામાં ફેંકી શકાતી નથી. આવી વસ્તુઓને કચરાંમાં ફેંકવાથી અપશુકન થાય છે. તો આજે જાણી લો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે ખંડિત થાય તો તેને ઘરમાંથી નિકાલ કેવી રીતે કરવો.ખંડિત મૂર્તિ.ખંડિત મૂર્તિ પણ ઘરમાં રાખવી હિતાવહ નથી. ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની શાંતિ પણ ખંડિત થાય છે. તેમજ ઘરમાં નેગેટિવ શક્તિ પણ આવે છે, તેથી ખંડિત થયેલી મૂર્તિને ઘરમાં રાખવા કરતાં કોઇ પિપળના ઝાડ નીચે મૂકી દેવી કે પાણીમાં પધરાવવી જોઇએ.

ખંડિત કોડિયા.આપણે દિવાળીમાં દીવાઓ મૂકવા માટે હંમેશા માટીના કોડિયા લાવીએ છીએ, વળી ઘણા લોકો પૂજામાં પણ માટીના કોડિયાનો જ ઉપયોગ કરતા હોય છે. હવે આ માટીના કોડિયા થોડા તુટેલા હોય કે તેની અંદર તિરાડ પડી હોય તો આ પ્રકારના ખંડિત કોડિયાને ઘરમાં ન રાખવા જોઇએ. ખંડિત કોડિયા ઘરમાં રાખવામાં આવે ત્યારે પણ નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક ક્ષતિ પણ થાય છે.

પૂજામાં વપરાયેલા ફૂલ કે તેનો હાર.કોઇપણ પૂજા કરતાં પહેલાં આપણે ફૂલોના હાર તેમજ ફૂલો પૂજામાં વાપરવા માટે જે તે સમયે મંગાવતા હોઇએ છીએ. હવે પૂજા પત્યા બાદ આ ફૂલ મોટેભાગે સાવ સુકાઇ ન જાય કે કરમાઇ ન જાય ત્યાં સુધી તેને ભગવાન ઉપર ચડાવેલા રહેવા દેવાય છે. આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. જેમ આપણને માથામાં નાખેલું સુકાયેલું ફૂલ રાખવું નથી ગમતું તેમ જ ભગવાનને પણ સુકાયેલા ફૂલો ચડાવી ન રાખવા જોઇએ. સુકાયેલું ફૂલ કે સુકાયેલો હાર ઘરમાં રાખવો ખૂબ અશુભ માનવામાં આવે છે, અને આ કારણે ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. આથી યોગ્ય સમયે તેનો નિકાલ અવશ્ય કરવો જોઇએ.

સુકાયેલો તુલસીનો છોડ.દરેક પૂજામાં તુલસીનું ખાસ મહત્વ છે. પૂજા સમયે પ્રભુના પ્રસાદમાં તુલસીનું એક પાન અવશ્ય મૂકવામાં આવે છે, વળી ઘરમાં પણ લોકો તુલસીનો છોડ ઉગાડે છે. વાસ્તુ મુજબ ઘરઅંગણે તુલસીનો છોડ હોવો જ જોઇએ. તમારા ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો તુલસીનાં છોડને અવશ્ય તમારા ઘરમાં વાવેલો રાખો, પરંતુ આ છોડ જો કોઇ કારણોસર સુકાઇ ગયો હોય તો તેને ફરીથી ઉગશે તે આશાએ ન રાખવો જોઇએ. સુકાયેલા છોડને તળાવ કે નદીમાં પધરાવી દેવો વધારે યોગ્ય ગણાશે. સુકાયેલા તુલસીનાં છોડને ઘરમાં રાખવું અશુભ ગણાય છે. આ કારણે ઘરમાં દરિદ્રતા આવે છે.

ઘરમાં ક્યારેય તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ જેમ કે તૂટેલા ચશ્માં, ફર્નીચર, કોઈ કાચનું વાસણ, સાવરણી, ફોટા વગેરે. કારણ કે આ તૂટેલી વસ્તુ આપણા ઘરમાં નકારાત્મક પ્રભાવ પાડે છે જેના કારણે આપણી માનસિક સ્થિતિમાં બદલાવ આવે છે માનસિક રીતે ખુબ દુઃખી થઇ જાય છે વ્યક્તિઓ. કહેવાય છે કે આ વસ્તુઓના કારણે વાસ્તુદોષ પેદા થાય છે જેના કારણે આપણા ઘરે લક્ષ્મી પણ નથી આવતી.

આપણા ઘરમાં રાખેલી છબીઓ અને પોસ્ટર્સ પણ એક સકારાત્મક અને નકારાત્મક એનર્જી ધરાવે છે જેમ કે તમે ઘણા ઘરોમાં જોયું હશે કે તાજમહેલનું પોસ્ટર લગાવ્યું હોય પરંતુ તે પોસ્ટર ક્યારેય ઘરમાં લગાવવું ન જોઈએ. કારણ કે આપણે જેને પ્રેમનું પ્રતિક માનીએ છીએ તે તાજમહેલમાં શાહજહાંની પત્ની મુમતાઝની કબર પણ છે તેથી એવું કહેવાય કે આપણે આપણા ઘરમાં એક કબરનું પોસ્ટર લગાવ્યું છે.

મિત્રો તમે જોયું હશે કે કોઈ લોકો ડાન્સર હોય ખાસ કરીને ક્લાસિકલ ડાન્સર તો તે પોતાના ઘરમાં નટરાજની મૂર્તિ રાખતા હોય છે જેમાં ભગવાન શિવ નૃત્ય કરતા હોય છે તેવી મૂર્તિ એક ચક્રમાં હોય છે. તે મૂર્તિને માત્ર કાર્ય સ્થળ પર જ રાખવી જોઈએ. ક્યારેય તેને ઘરમાં ન રાખવી. કારણ કે તે ભગવાનના ક્રોધનું તાંડવ હતું. ક્રોધનું વિકરાળ સ્વરૂપ હતું તેથી ન રાખવી જોઈએ. તેવી જ રીતે રામાયણ કે મહાભારતના યુદ્ધના પોસ્ટર કે ફોટો પણ ન લગાવવા જોઈએ.

આ ઉપરાંત કોઈ પણ જંગલી પ્રાણીઓ હોય જેમ કે સિંહ, ચિત્તો વગેરેના પોસ્ટર પણ ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ તે આપણા ઘર માટે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અશુભ છે.મિત્રો ક્યારેય પણ કાંટાવાળા છોડ અથવા તો દૂધવાળા છોડ જેમ કે પપૈયું વગેરે જેવા છોડ ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા માટે બેડલક લઈને આવે છે. ઘરમાં ક્યારેય ફૂવારાઓ પણ ન લગાવવા જોઈએ.

ક્યારેય ડૂબતા જહાંજ તેમજ હાથે બનાવેલા પોસ્ટર્સ કે ફોટો ઘરમાં ન લગાવવા જોઈએ કારણ કે તે આપણા નસીબને પણ ડુબાવે છે.આ ઉપરાંત એક સૂકાયેલા છોડ વૃક્ષ કે જગ્યાની પેઇન્ટિંગ, કોઈ રોતી છોકરીની પેઇન્ટિંગ અથવા માનવરહિત વસ્તી અથવા તો વિખરાયેલા ઘરની પેઇન્ટિંગ હોય વગેરે કળા અને સર્જનાત્મકતાનો નમૂનાઓ છે પરંતુ આવું ક્યારેય ન લગાવવું જોઈએ. પરંતુ આ વસ્તુઓ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વધારે નકારાત્મકતા પેદા કરે છે.

મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે ઘરમાં ફાટેલા તથા બિનઉપયોગી કપડા કબાટમાં તથા પોટલા બાંધી બાંધીને ઘરમાં રાખતા હોય છે તો તે રીતે આવી રીતે બિનજરૂરી કપડા અથવા તો ચાદર, ઓછાડ વગેરેના પોટલા રાખ્યા હોય તો તે તુરંત હટાવી દેવા જોઈએ કારણ કે આવા પોટલાઓ ઘરમાં ખુબ જ નકારાત્મક ઉર્જા ઉત્તેજિત કરે છે જેની અસર ઘરના માલિક પર થાય છે. માટે આવા કપડાને દાનમાં આપી દેવા જોઈએ.

મિત્રો ભંગાર ઘરમાં ક્યારેય ભેગો ન થવા દેવો જોઈએ કારણ કે ઘરમાં રાખેલો ભંગારથી પૈસાની તંગી ઉદ્દભવે છે. બરકત રહેતી નથી તેનાથી ઘરનો માલિક બીમાર રહે છે.પર્સ ફાટેલું ક્યારેય ન રાખવું અથવા તીજોરી હમેંશા ઉત્તર તરફ રાખવી જોઈએ. કારણ કે તે કૂબેર મહારાજની દિશા છે. તે દિશા તરફથી ધનનો પ્રવેશ થાય છે. પર્સમાં ક્યારેય જૂની વસ્તુ, ચાવી, અપવિત્ર વસ્તુ, ઉધારીના, લોનના કાગળિયાં વગેરે જેવી વસ્તુઓ ક્યારેય ન રાખવી.

પુસ્તકની અલમારી અથવા કોઈ અન્ય સજાવટની વસ્તુઓ રાખી હો તે અલમારી ક્યારેય ખુલી ન રાખવી. કારણ કે તે કાર્યોમાં વિઘ્નો પેદા કરે છે. તેમજ પૈસા પાણીની જેમ વહે છે.ખંડિત મૂર્તિઓ તથા ભગવાનના ફાટેલા પોસ્ટર તેમજ ફોટા ક્યારેય ન રાખવા કારણ કે તે આર્થિક હાનીનું કારણ બને છે.ક્યારેય ઘરમાં પ્લાસ્ટર ઉખડી જતું હોય તો તરત જ તે ઠીક કરી લેવું કારણ કે તે વાસ્તુદોષ ગણાય છે.