જો ઘરમાં મહિલાઓ રહે છે હંમેશા દુ:ખી તો હોય શકે છે વાસ્તુ દોષ

0
23

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાસ્તુ શાસ્ત્ર એ સુખી રહેવાની અમોઘ ચાવી છે. તેનો સમજી વિચારીને કરેલો ઉપયોગ અનેક સમસ્યાઓમાંથી જાતે જ નિવેડો આપે છે. જો તમારા પરિવારમાં ઘરમી મુખ્ય સ્ત્રીને જો કષ્ટ રહેતું હોય કે ઉપાધિઓ કે ચિંતાઓ સતત રહેતી હોય તો ઘરમાં વાસ્તુદોષને કારણે પણ તે સંભવી શકે. આ ઉપાય અજમાવી જુઓ, તેનાથી આ ખાસ વાસ્તુદોષ શાંત થતાં જ પરિવારમાં ફરક પડશે.

વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જો ઘરમાં ત્રણ દ્વાર હોય કે સ્ત્રીને અનેક મુસીબતો અને દુઃખોનો સામનો કરવો પડે છે. સ્ત્રી તેમજ બાળકો માટે તે કષ્ટકારી નિવડે છે. એ માટે ઘરના પશ્રિમ ભાગ કરતાં પૂર્વ ભાગમાં વધું જગ્યા હોય તે હિતાવહ બને છે. તેનાથી દોષ દૂર થતાં જ સુખ આવી મળે છે. પણ જો ઘરમાં દક્ષિણ અગ્નિ અને પશ્રિમ વાયવ્યનો ભાગ ઓછો હોય તો પણ સ્ત્રીને અનેક બીમારીઓ થાય છે. જેમાં નારીને લગતાં રોગ, સમસ્યાઓ, માતૃસુખમાં ઓછપ, વિરહ કે પછી પડવા આખડવાની સમસ્યાઓ આવતી રહે.

વાયવ્યમાં પાર્કિંગ યોગ્ય ગણાય, પરંતુ અગ્નિમાં ચોકડી હોય તો પાણીની ટાંકી ત્યાં ન રખાય. ઓસરી પૂર્વી ઈશાનમાં સારી ગણાય.ઘરને વિવિધ જગ્યાએ દ્વારહોય તો તેથી ઘરમાં અજંપો રહે. અંગત વ્યક્તિ ખરેખર પોતાની ન પણ હોય તેવું બને અને પરિવાર સાથે બેસી ને જમે તેવા સંજોગો ઓછા ઉભા થાય.

જો લિવિંગ રૂમ દક્ષિણ તરફ મુખ રાખીને બેસાય તેમ હોય તો આના કારણે યોગ્ય વાત અયોગ્ય સમયે કહેવાતા ઉગ્રતા આવી શકે. જેનાથી વાતાવરણ બગડે. પૂજા રૂમ યોગ્ય જગ્યાએ હોય તો પણ નાની નાની તણાવની સ્થિતિમાં રાહત રહે. ડાયનિંગ રૂમ પૂર્વમાં યોગ્ય ગણાય. જેનાથી માનસિક સમન્વય રહે અને પૂર્વ તથા ઉત્તરમાં આવેલા વધારે ઓપનિંગ હકારાત્મક

ઉર્જામાં વધારો કરે. ઘરમાં રહેવાનું ગમે.રસોડું પણ યોગ્ય દિશામાં(અગ્નિ) હોય તો રસોઈ સ્વાદિષ્ટ બને અને નારીને તેનો ગર્વ પણ થાય. વૉશ બેસીન પૂર્વ કે ઉત્તરમાં ન હોય તો આત્મવિશ્વાસ ઘટાડે. ટોયલેટ યોગ્ય જગ્યાએ હોય તો તે સારું. દાદરો પણ યોગ્ય જગ્યાએ તેમજ બેડરૂમનું સ્થાન અને સુવાની સ્થિતિ બંને યોગ્ય હોય તો લાભ મળે અને ઘરને સકારાત્મક ઉર્જાને મળે. વ્યક્તિનો ઘર પર પ્રભાવ રહે.

આમ હોવા છતાં જો ઘરમાં સ્ત્રીને અશાંતિ રહેતી હોય તો ઈશાનમાં પાંચ તુલસી અને સાત હજારી, ઉત્તરમાં કમળ, વાયવ્યમાં બે બીલી, પશ્ચિમ નૈઋત્યમાં સેવન, પૂર્વ અગ્નિમાં ચંદન વાવી દેવા જોઈએ. ઘરમાં ગુગળ ચંદન, મટ્ટીપલનો ધૂપ કરવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, બીલીપત્રથી અભિષેક કરવો. મહામૃત્યુંજયના મંત્રો બોલવા. સૂર્ય ને જળ ચડાવવું. વડીલોને સન્માન આપવું.આમ કરવાથી મહદ અંશે વાસ્તુદોષમાંથી છૂટકારો મળે છે. ઘરમાં સ્ત્રી પ્રફૂલ્લિત હોય તો ઘરનું વાતાવરણ પણ પ્રફૂલ્લિત હોય છે.

આ ઉપરાંત આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી રહે છે. અને એનું સમાધાન આપણા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જયારે તમે શાસ્ત્રો વિષે વિસ્તારથી જાણશો, તો તમને તમારા જીવનના દરેક દુ:ખનું નિદાન એમાં મળી જશે. અને વાસ્તુ શાસ્ત્ર પણ કાંઈક એવું જ છે. વાસ્તુ શાસ્ત્ર પણ વ્યક્તિના જીવનમાં અને દરેક ક્ષેત્રમાં પોતાની હાજરી દર્શાવે છે. વ્યક્તિ ભલે ઘરે હોય કે ઓફિસે, ખાવાનું હોય કે સુવાનું હોય, દરેક કામની યોગ્ય પદ્ધતિનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા નિયમ વ્યક્તિના જીવનને સુધારી પણ શકે છે, અને જો તેનું પાલન કરવામાં ન આવે તો તે જીવનને બગાડી પણ શકે છે. વાસ્તુ શાસ્ત્ર ઘર, ઓફીસ અથવા મંદિર નિર્માણ કરવા માટેનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કીટેકચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવી શકાય છે.

આપણા સારા આરોગ્ય માટે પોષિક આહાર, યોગ, ધ્યાન અને સાથે સાથે નિયમિત દિનચર્યા પણ જરૂરી છે. અને દિનચર્યામાં યોગ્ય સમયે ઊંઘ લેવી એ ક્રિયા પણ રહેલી છે. અને વાસ્તુ અનુસાર તમારી ઊંઘવાની સ્થિતિનો સંબંધ તમારા આરોગ્ય અને જીવન સાથે છે. .આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઉત્તર, દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ આ ચાર મૂળ દિશાઓ છે. અને વાસ્તુ વિજ્ઞાનમાં આ ચાર દિશાઓ ઉપરાંત ૪ વિદીશાઓ છે. અને આકાશ અને પાતાળને પણ તેમાં દિશા સ્વરૂપમાં જોડવામાં આવેલા છે. આ રીતે ચાર દિશા, ચાર વિદિશા, આકાશ અને પાતાળને જોડીને આ વિજ્ઞાનમાં દિશાઓની સંખ્યા કુલ દશ માનવામાં આવે છે.

એમાં જણાવ્યા અનુસાર મૂળ દિશાઓના માધ્યમની ઇશાન, આગ્નેય, નેરુત્ય અને વાયવ્યને વિદિશા કહેવામાં આવે છે. જો વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતોનું માનીએ, તો દરેક કામની જેમ સુવાની પણ એક યોગ્ય પદ્ધતિ હોય છે. અને એમાં જણાવ્યા અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુઇએ છીએ, તો તે આરોગ્યને નકારાત્મક રીતે અસર કરી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, વાસ્તુશાસ્ત્ર મુજબ પૃથ્વીના બન્ને ધ્રુવ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની અંદર ચુંબકીય શક્તિ રહેલી છે. શારીરિક સંરચના મુજબ જો તમે ઉત્તર દિશા તરફ માથું અને દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવો છો, તો તેવામાં તે પ્રતિરોધકનું કામ કરે છે, અને તેની બરોબર વિરુદ્ધ દિશાઓ એક-બીજાને આકર્ષિત કરે છે. આથી સમાન દિશાઓ પ્રતિરોધક બની જાય છે, જેને લીધે તમારા આરોગ્ય અને મગજ ઉપર ઊંડી અસર પડે છે.

અને એટલું જ નહિ, જો આપણે વૈજ્ઞાનિકોનું માનીએ તો દક્ષીણથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રભાવિત રહે છે. એટલે જયારે આપણે દક્ષીણ તરફ માથું રાખીને સુઇએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. તેવામાં સવારે ઉઠવાથી લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

આ છે ધાર્મિક કારણ.હવે એની પાછળનું ધાર્મિક કારણ પણ જણાવી દઈએ કે, આપણે ત્યાની જૂની માન્યતાઓ પ્રમાણે દક્ષીણને યમની દિશા માનવામાં આવે છે. અને એના વિષે એ પણ જણાવવામાં આવે છે કે, આ દિશામાં પગ રાખીને સુવાથી દોષ લાગે છે. તે સાથે જ મહાભારતના અનુશાસન પર્વ, પદ્મ પુરાણ અને સૃષ્ઠી પુરાણ અનુસાર દક્ષીણ દિશા તરફ પગ રાખીને સુવાથી ઉંમર ઓછી થાય છે. એમ સુવાથી બીમારીઓ વધે છે અને તેમ લક્ષ્મી માતા ઘર માંથી જતા રહે છે.