જીવનની સમસ્યાઓનો અંત લાવી દેશે આ ઉપાય જાણીલો ફટાફટ.

0
21

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે એવા અનેક લોકોને જોયા હશે જે હાથની આંગળીઓમાં અલગ અલગ પ્રકારના રત્ન પહેરતાં હશે. આ રત્નમાં માણેક, હીરો, મોતી, નીલમ વગેરેનો સમાવેશ થતો હોય છે. આ રત્નોથી તમે જાણકાર હશો પરંતુ શું તમે હકીક વિશે સાંભળ્યું છે? આ પણ એક કીમતી રત્ન છે જે નર્મદા અને ગોદાવરી નદીમાં મળી આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં હકીકને ખાસ ગણવામાં આવ્યું છે. આ રત્ન પણ અનેક રીતે ફાયદો કરાવે છે. નિષ્ણાંતોના મતે હકીકનો રત્ન જીવનના મોટામાં મોટા દુ:ખને પણ દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ પથ્થરનો ઉપયોગ માળા તરીકે પણ કરી શકાય છે. માન્યતા છે કે આ પથ્થરથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે.

હકીકનો પથ્થર અલગ અલગ રંગનો હોય છે. પરંતુ ભારતમાં કાળા, સફેદ અને લાલ રંગના હકીકનો વધારે ઉપયોગ થાય છે. આ પથ્થર અત્યંત લાભકારી હોય છે. તેનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. કાળા રંગનો હકીક રોગમુક્તિ માટે ઉપયોગી થાય છે. સફેદ રંગનો હકીક માનસિક તાણ દૂર કરે છે. બ્લુ રંગનો હકીક શનિદેવને પ્રસન્ન કરે છે.

હકીક એક ખૂબ જ સસ્તો અને ઝડપથી અસર બતાવતો રત્ન છે. તેને એકવાર પહેર્યા પછી તમને ગુસ્સો નહીં આવે. હકીક વિશે એવું કહેવાય છે કે તેની કોઈ જ સાઈડિફેક્ટ નથી થતી પરંતુ એ સત્ય નથી. 95 ટકા લોકો માટે આ રત્ન શુભ હોય છે બાકીના લોકો તેને પહેરે તો બેચેની, ઘબરાહટ, ચિંતા અને ડરનો અનુભવ થતો હોય છે.

હકીક લગભગ બધા રંગોમાં જોવા મળે છે. લાલરંગનો હકીક ઉત્તમ માનવામાં આવે છે. આ રત્ને જેટલો નાના હશે એટલો જ તેનો પ્રભાવ વધુ રહેશે અને જેટલો મોટો હશે એટલો તેને પ્રભાવ ઓછો રહેશે.સફેદ રંગનો હકીક શુક્રનો, લાલ રંગનો હકીક મંગળનો, ભૂરા(આસામાની) રંગનો હકીક સૂર્યનો, પીળો હકીક ગુરુ અર્થાત્ બૃહસ્પતિનો અને કાળો હકીક રાહુનો પ્રભાવ આપે છે.

મિશ્રિત રંગોના હરીક પણ જોવા મળે છે જે રંગો પ્રમાણે પોતાની અસર બતાવે છે. હકીકથી તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. ઉતાવળની પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવામાં સહાયક સાબિત થાય છે. મુસીબતોથી બચાવે છે અને મિત્રોને આકર્ષિત કરવામાં પણ સહાયક સિદ્ધ સાબિત થાય છે.રહસ્યની વાત એ છે કે હકીકથી આધ્યાત્મિક ક્ષેત્રમાં મદદ મળે છે. જો તમને પૂજા પાઠ અને ધાર્મિક ક્રિયાકલાપોમાં મન ન લાગતું હોય તો હકીક તમારી માટે બેસ્ટ છે.

જુઓ એવા જ ઉપરત્નો વિશે જે મોંઘા રત્નો જેવી જ અસર બતાવે છે અને ગ્રહોથી થતી પીડાઓથી મુક્તિ અપાવે છે.ગ્રહ બાધાને કારણે રોગ, દરિદ્રતા, અકસ્માત, ક્લેશ, દાંપત્યજીવનમાં મુશ્કેલીઓ વગેરે જેવાં દુઃખ આવી પડે ત્યારે અશુભ ગ્રહને શુભ બનાવવા તે ગ્રહનાં રત્નો કે ઉપરત્નો ધારણ કરવાં જોઈએ. રત્નો કરોડો માઈલ દૂર રહેલા ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તે ગ્રહોના નકારાત્મક તરંગો સામે રત્નો સુરક્ષા આવરણ બનાવે છે તેથી જ્યારે જન્મકુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ હોય કે અશુભ ફળ આપતો હોય ત્યારે તે ગ્રહનાં રત્નો કે ઉપરત્નો જરૂર ધારણ કરવાં જોઈએ. રત્નો ગ્રહોના શુભ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે અને અશુભ પ્રભાવ દૂર કરે છે.

રત્ન જ્યોતિષ વિજ્ઞાન.રત્ન ચૌર્યાશી માનવામાં આવ્યા છે. નવ મુખ્ય રત્ન અને શેષ ઉપરત્ન માનવામાં આવે છે. જેમા નવ મુખ્ય રત્નોને નવગ્રહ સાથે જોડવામાં આવે છે. સૂર્ય – માણિક્ય, ચન્દ્રમાં – મોતી, મંગળ-મૂંગા, બુધ-પન્ના, ગુરૂ-પુખરાજ, શુક્ર-હીરા, શનિ-નીલમ, રાહુ- ગોમેદ, કેતુ-લસણિયો. પુરાણોમાં કેટલાક એવા મણિ રત્નોનુ વર્ણન પણ કરવામાં આવ્યુ છે જે પૃથ્વી પર જોવા નથી મળતા.

1-ચિંતામણિ, 2-કૌસ્તુભ મનિ 3-રુદ્ર મણિ 4-સ્વમંતક મણિ. એવુ માનવામાં આવે છે કે ચિંતામણિને ખુદ બ્રહ્માજી ધારણ કરે છે. કૌસ્તુંભ મણિને નારાયણ ધારણ કરે છે. રુદ્રમણિને ભગવાન શંકર ધારણ કરે છે. સ્વાતમંતક મણિને ઈદ્ર દેવ ધારણ કરે છે. પાતાળ લોક પણ મણિઓના આભાથી હંમેશા પ્રકાશિત રહે છે. આ બધા મણિ પર સર્પરાજ વાસુકિનો અધિકાર રહે છે. મુખ્ય મણિ 9 માનવામાં આવ્યા છે – ધૃત મણિ, તૈલ મણિ, ભીષ્મક મણિ, ઉપલક મણિ, સ્કાટિક મણિ, પારસમણિ, ઉલૂક મણિ, લાજાપર્ત મણિ, માસર મણિ.

ઘણા લોકો રત્નોને ઉપરત્ન સમજીને પહેરી લે છે. લોકોને જાણ નથી હોતી કે ઉપરત્ન અને અસલી રત્નમાં શું ફરક છે. માણિક, મોતી, મૂંગા વગેરેની જેમાં જ કેટલાક એવા રત્ન છે જેનો પોતાનો આગવો સ્વભાવ હોય છે. એ પણ રત્નો જ છે અન્ય રત્નોની જેમ ઉત્પન્ન થાય છે. તેને ઉપરત્નની સંજ્ઞા ન આપવી જોઈએ.

ફિરોજા.ફિરોજા એક સસ્તો રત્ન છે. આસાનીથી ઉપલબ્ધ થતો ફિરોજા વાદળી અને લીલા રંગથી મિશ્રિત હોય છે. આ રત્નેને સજાવટ માટે વધુ પહેરવામાં આવે છે. મોટાભાગના લોકો માત્ર એટલુ જ જાણે છે પરંતુ આ ઉપરત્નની વિશેષતા એ છેકે બે ગ્રહોના શુભ પ્રભાવને વધારે છે. અન્ય કોઈ એવો રત્ન નથી જે બે ગ્રહોને શાંત કરતો હોય શનિ અને બુધ મળીને વ્યક્તિને નપુંસક બનાવે છે અને ફિરોજા નપુંસકતાને નષ્ટ કરે છે. જુગાર અને સટ્ટાની કુટેવથી છુટકારો અપાવે છે, દારુ છોડાવવા માટે ફિરોજા પહેરી શકાય છે. તેને પહેરવાથી વ્યક્તિ કૂટનીતિમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. દરેક વ્યક્તિને આ રત્ને લાભ નથી આપતો પરંતુ કોઈને આ રત્ન માફખ આવી જાય તો તે દરેક દુશ્મનથી બચાવ કરે છે.

કાળા જાદુ અને તાંત્રિક ક્રિયાકલાપોમાં ફિરોજા ખૂબ જ કામ આવે છે. જો ફિરોજા પહેરેલો હોય તો ભૂત-પ્રેત અને કાળી નજરથી બચી શકાય છે. તે સિવાય ફિરોજા ગ્રહસ્થિત પ્રમાણે પોતાનો પ્રભાવ બતાવે છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ઉત્તમ ફિરોજા માત્ર રંગથી જ ઓળખી શકાય ચે. લોકો ફિરોજી રંગને હકીકની નીચે લાખ લગાવીને વેચતા જોવા મળે છે. ફિરોજા જો અસલી મળી જાય તો તેની નીચે લાખ તો હશે જ પરંતુ તેનો રંગ અને આભાને જોઈને તમે મંત્ર મુગ્ધ થઈ જશે. ખૂબ જ આકર્ષક આ રત્ને જેટલો સુંદર લાગે છે એટલો જ પ્રભાવ પણ આપે છે.

સફેદ મૂંગા.સફેદ મૂંગા એક ખૂબ જ ચમત્કારી રત્ન છે. બનાવટમાં તે લાલ રંગના મૂંગા જેવો જ હોય છે પરંતુ તેનો રંગ સફેદ હોય છે. સફેદ મૂંગા શુક્રનો રત્ન છે. કેપ્સૂલ આકારનો મૂંગા વધુ લોકપ્રિય છે. ઉપરત્નોમાં તેનો જોરદાર પ્રભાવ હોય છે. શુક્રના દુષ્પ્રભાવોને વધુ નહીં તો કમ સે કમ 60 ટકા તો ઓછા કરી જ દે છે. દરેક જગ્યાએ એક જ વાત સાંભળવા મળે છે કે જેટલા વજનનો રત્ન હશે એટલો જ લાભદાયી રહેશે પરંતુ સાંભળી વાતો ઉપર વિશ્વાસ કરવાને બદલે પોતે પારખીને જોવું જોઈએ કે આ વસ્તુ કંઈ રીતે કામ કરે છે.

જે રત્ન પહેરવામાં આવી રહ્યો હોય તેનું વજન એટલું જ હોવું જોઈએ જેટલુ બળ કે શક્તિની તમારી કુંડળીમાં બેઠેલા ગ્રહોને જરૂરિયાત હોય. જો શુક્ર નીચ રાશિમાં હોય તો સફેદ મૂંગા ન પહેરવો જોઈએ. શુક્રનો અસલી રત્ન હીરો જ તમારા શુક્રના પ્રભાવને શાંત કરી શકે છે. ઉપરત્ન કાંતો તૂટી જશે કે કોઈ કારણસર આંગળીમાંથી નિકળી જશે, સફેદ મૂંગા ત્યારે જ પહેરો જ્યારે તમારી કુંડળીમાં શુક્ર અસ્ત કે મંગળ, શનિ રાહુ સાથે યુતિ કે દ્રષ્ટ હોય. તે સિવાય જે લોકોને શુગર હોય તેમની માટે સફેદ મૂંગા ખૂબ જ લાભપ્રદ સિદ્ધ થાય છે. શુક્રના કારણે વ્યક્તિને શુગરનો રોગ લાગે છે. જો સફેદ મૂંગા પહેરવામાં આવે તો શુગર કંટ્રોલમાં રહે છે.

રેઇનબો.આ સફેદ રંગનું ચમકદાર ઉપરત્ન છે. સૂર્યના તડકામાં જોવાથી એમાં ઘણાં રંગોની ઝલક જોવા મળે છે. આ ઉપરત્ન ધારણ કરવાથી જીવન મોજશોખવાળું બને છે. ઝુમ્મરોમાં આવા પથ્થરો મૂકવાથી જે પ્રકાશ પથરાય તે વાતાવરણમાં આનંદ ફેલાવે છે. જ્યાં જે રંગ પથરાય છે ત્યાં એ રંગનું પ્રતિનિધિ કરતાં ગ્રહનું વર્ચસ્વ વધે છે અને તે પ્રમાણે સુખ પ્રાપ્ત થતું રહે છે. આ રત્ન કાનમાં ધારણ કરવાનું વધુ સુલભ છે. પ્રેમની આપ-લે કરવામાં આ ઉપરત્ન ખૂબ સહાયક બને છે. આ ઉપરત્ન ધારણ કરવાથી જાતીય સુખમાં પણ વધારો થાય છે.

સેલખડી.આ સફેદ રંગનું નરમ, ચીકણું પથ્થર સ્વરૂપનું ઉપરત્ન ગણાય છે. તેને જિપ્સમના નામે પણ ઓળખવામાં આવે છે. આ પથ્થરને ખાંડીને એનો પાઉડર બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં થાય છે જે ચહેરાની શોભા વધારે છે. આ શુક્ર ગ્રહનું ઉપરત્ન છે. આ રત્નનો કોઈ પ્રકારે ઉપયોગ કરવાથી શુક્ર દેવની કૃપામાં વધારો થાય છે. ॐ શું શુક્રાય નમઃ । મંત્રનો જાપ કરીને સેલખડી વીંટીમાં ધારણ કરવાથી કે સૌંદર્યપ્રસાધન સ્વરૂપે લગાવવાથી આકર્ષણ વધે છે અને પોતાના પ્રિય પાત્રની ચાહના મેળવી શકાય છે. જો કોઈને આ પથ્થરની વીંટી પહેરવી હોય તો ચાંદીમાં પહેરી શકાય છે. લોકેટ પણ બનાવી શકાય અને કાનની બુટ્ટીમાં જડાવીને પણ પહેરી શકાય છે.

ટોપાઝ કે સુનેલા.સુનૈલાને ટોપાઝના નામે પણ ઓળખવામાં આવે છે. સુનૈલા એકથી વધારે રંગોમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ સૌથી વધારે તે આછા પીળા રંગનો હોય છે અને તેને જ ધારણ કરવામાં આવે છે. જે વ્યક્તિ ગુરુનું રત્ન પોખરાજ ખરીદવામાં અસમર્થ હોય છે તેમને સુનૈલા પહેરવાની સલાહ આપવામાં આવે છે. સુનૈલા એક પીળા રંગનો પારદર્શી સ્ફટિક છે.પ્રાકૃતિક અવસ્થામાં મળી આવતું સુનૈલા રત્ન બહુ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કૃત્રિમ સુનૈલા બજારમાં વધારે મળે છે. તેની ચમકને જોઈને વ્યક્તિ ભ્રમિત થઈને તેને પોખરાજ સમજી બેસે છે, પરંતુ બંને રત્નને ધ્યાનથી જોતાં તેમની વચ્ચેનો તફાવત ખ્યાલ આવે છે.

ગુરુનું ઉપરત્ન સુનૈલા ધારણ કરવાથી વ્યક્તિમાં સકારાત્મક ઊર્જાનું પુનઃનિર્માણ થાય છે. મનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તે સારી વાત શીખવા માટે પ્રેરિત થાય છે. આ વ્યક્તિ બુદ્ધિમાન બને છે અને અભ્યાસ સહિત અનેક બાબતોમાં પોતાની બુદ્ધિથી જ કામ લે છે. કન્યાના શીઘ્ર વિવાહ થાય તે માટે તેને સુનૈલા પહેરાવવામાં આવે છે. વ્યાપાર-વ્યવસાયની ઉન્નતિ તથા પુત્રપ્રાપ્તિ માટે સુનૈલા રામબાણ ઉપાય છે. ખાન-પાનથી ઉત્પન્ન થતી

મેદસ્વિતા વગેરે દૂર કરવા માટે પણ સુનૈલા પહેરી શકાય. અભ્યાસમાં મન ન લાગતું હોય તોપણ સુનૈલા બહુ કામનું ઉપરત્ન છે.કોણ પહેરી શકેઃ- જે લોકોની કુંડળીમાં ગુરુ સારાં સ્થાનોનો સ્વામી હોય અથવા પીડિત અવસ્થામાં નબળો હોય ત્યારે તેમને પોખરાજ પહેરવો જોઈએ. આ સિવાયના પણ અનેક ઉપરત્નો છે જેની મદદથી આપણે ગ્રહોની ખરાબ અસરને દૂર કરી શકીએ છીએ પરંતુ અત્યારે તેની પૂરી માહિતી અહીં આપવી શક્યન નથી.