જ્યારે હું દવા લઉં છું ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ જાય છે, મારે શું કરવું જોઈએ?

0
268

સવાલ.હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.મારા લગ્નને 2 વર્ષ થયાં છે. જ્યારે હું દવા લેતો નથી, ત્યારે મારા શુક્રાણુઓની સંખ્યા સામાન્ય રીતે 25 મિલિયન હોય છે. અને જ્યારે હું દવા લઉં છું ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે. મારી સાથે આવું કેમ થાય છે? કારણ શું છે? મારે શું કરવું જોઈએ? કૃપા કરીને મને આ બાબતે યોગ્ય સલાહ આપો.

જવાબ.તમારે વધુ વિગતો આપવાની જરૂર છે જેમ કે તમે કઈ દવાઓ લઈ રહ્યા છો. કારણ કે જો દવાઓ લીધા પછી તમારા શુક્રાણુઓની સંખ્યા ઘટી રહી છે તો તેનો અર્થ શું છે. બીજી વસ્તુ થઈ શકે છે, જો તમને માથાનો દુખાવો થાય છે અને તમે લૂઝ મોશન માટે દવા લો છો, તો તે તમને મદદ કરશે નહીં. તેથી જો તમે તમારા શુક્રાણુઓની સંખ્યા વધારવા માંગતા હોવ તો ફાર્માસિસ્ટ અથવા મિત્ર દ્વારા ભલામણ કરેલ દવા ન લો. યોગ્ય સારવાર માટે સારા ડૉક્ટરની સલાહ લો. સારવાર માટે તમે મારો સંપર્ક પણ કરી શકો છો.