જેમ મુંબઈમાં બાંદ્રા પોષ એરીયા સૌથી મોંઘો છે, તેમ અમદાવાદમાં આ એરિયા સૌથી મોંઘાં છે, જાણો વિગતે…..

0
538

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અમદાવાદ ના પ્રમુખ એવા વિસ્તારો વિશે જે આજના સમયમા ખુબજ પ્રસિદ્ધ છે કોઇપણ શહેરના માળખાકીય વિકાસમાં એક ચમક ઉભી કરવામાં બિલ્ડરો અને પ્રોપર્ટી ડેવલપર્સનો મોટો ફાળો હોય છે. અવનવા પ્રોજેક્ટ્સ અને તેના માર્કેટિંગ દ્વારા તેઓ કોઇપણ ઉજ્જડ વેરાન કહેવાતા એરિયામાં મકાનો અને કમર્શિયલ પ્રોપર્ટીઝના ભાવો આસમાને લાવી દેતા હોય છે કોટ વિસ્તાર અને આશ્રમ રોડ સુધી રહેલું એક સમયનું અમદાવાદ આજે ચારેય દિશાઓમાં વિસ્તરી અને વિકસી ચુક્યું છે ત્યારે વાત કરીએ અમદાવાદના સૌથી પોશ અને મોંઘા વિસ્તારોની.

પશ્ચિમ ભારતમાં આવેલું અમદાવાદ, ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે સાબરમતી નદી તેના કેન્દ્રથી પસાર થાય છે અને પશ્ચિમ કાંઠે સાબરમતી ખાતેનો ગાંધી આશ્રમ છે, જે આધ્યાત્મિક નેતાની રહેઠાણ અને કલાકૃતિઓ દર્શાવે છે નદીની આજુબાજુ, એક સમયે કાપડના વેપારીની હવેલીમાં, કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલમાં પ્રાચીન અને આધુનિક કાપડનો નોંધપાત્ર સંગ્રહ છે ત્યારે વાત કરીએ અમદાવાદના સૌથી પોશ અને મોંઘા વિસ્તારોની જે અમદાવાદના સૌથી પોશ અને મોંઘા રસ્તાઓની અને આ રસ્તાઓ અમદાવાદની આન, બાન અને શાન છે અને આ રસ્તાઓ પર મકાનો અને ઓફિસોના ભાવો આસમાને હોય છે તો ત્યાં રહેનારા પણ એક અલગ જ ગર્વ અનુભવતા હોય છે.

મણીનગર મેઇન રોડ.અત્યારસુધી આપણે જે પણ રોડના નામ વાંચ્યા તે પશ્ચિમ અમદાવાદના જ હતા. પૂર્વ અમદાવાદ માં એક સમયે રીલીફ રોડ અને ગાંધી રોડ ઘણા મહત્વના કહેવાતા હતા જો કે હાલમાં આ બન્ને રસ્તા ટ્રાફિક જામના કેન્દ્ર અને હોલસેલ બજારો થી ભરેલા થઇ ગયા છે પૂર્વ અમદાવાદમાં જો કોઈ પોશ વિસ્તાર હોય તો તે મણીનગર છે કાંકરિયાથી શરુ થતા મણીનગરનો રોડ રેલવે સ્ટેશન સુધી જાય છે.આ રોડ પર અનેક શોરૂમ્સ, ઓફિસો, રેસ્ટોરન્ટો આવેલી છે. સાથે સાથે BRTS નો રૂટ જોડાતા આ માર્ગની કનેક્ટિવિટી પણ વધી છે મણીનગર વિસ્તાર પોશ એરિયા છે તેમજ પૂર્વ અમદાવાદ માં અન્ય વિસ્તારોની સરખામણીએ મણીનગર પશ્ચિમ અમદાવાદના જ વિસ્તારો જેવું વિકસેલું લાગી આવે છે.

New C.G રોડ.મિત્રો અમદાવાદ શહેરના એક છેડે આવેલા ચાંદખેડા મોટેરા વિસ્તારમાં પણ છેલ્લા 10 વર્ષથી સારો એવો વિકાસ થયો છે. શહેરના સેન્ટરથી 12 થી 15 કિમી જેટલું અંતર ધરાવતા આ વિસ્તારમાં પણ સ્થાનિક લેવલે એક માર્કેટ ઉભું થાય તેની જરૂર હતી ત્યારે ચાંદખેડાથી મોટેરાને જોડતા રોડને ન્યુ સીજી રોડ નામ આપીને વિકાસ કરવામાં આવ્યો.આ રોડ પર અનેક શોરૂમ, સોસાયટીઓ આવેલી છે. અન્ય પોશ રસ્તાઓની સરખામણીમાં આ રસ્તો હજુ ઘણો દુર લાગે પરંતુ એફોરડેબલ એટલે કે મધ્યમવર્ગને પોષાય તેવા ભાવોની મિલકતો આ રસ્તા પર આવેલી છે એટલે કે સામાન્ય વર્ગના લોકો પણ પોશ રોડ પર રહેવાનો અનુભવ લઇ શકે અને પોતાનું સપનું પૂરું કરી શકે.

વંદે માતરમ થી ગોદરેજ ગાર્ડન સીટી.અમદાવાદ શહેરના બીજા એક છેડે નવા વિકસી રહેલા વિસ્તાર ગોતામાં વંદેમાતરમ્ સોસાયટીથી શરુ થઈને ગોદરેજ ગાર્ડનસિટીનો રોડ પણ પોશ એરિયા તરફ જઈ રહ્યા હોવાની અનુભૂતિ કરાવે છે અને અન્ય વિસ્તારોની સરખામણીમાં હજુ થોડોક ઝાંખો લાગે પણ આવનારા દિવસોમાં આ રોડ પણ વિકસ્યા બાદ પોશ અને ઝાકમઝોળ ભર્યો લાગશે તે દિવા જેવી સ્પષ્ટ વાત છે વંદેમાતરમ્ અને શુકન સોસાયટીથી શરુ થયેલો આ વિસ્તાર નો વિકાસ હવે છેક ગોદરેજ ગાર્ડન સિટી સુધી પહોંચ્યો છે.

ખાસ કરીને વંદેમાતરમ ના પટ્ટા બાદ સેવી સ્વરાજ ટાઉનશીપના શોપિંગ સેન્ટર અને બાદમાં ગોદરેજ ગાર્ડન સિટીની હરિયાળીથી આ રસ્તો મન મોહી લે તેવો છે ઉપર દર્શાવેલા અન્ય પોશ રસ્તાઓ શહેરમાં વસતા ધનિકો માટે જ પોષાય તેવા છે, ત્યાં મધ્યમવર્ગના લોકોને મકાન કે દુકાન પરવડી શકે નહી, ત્યારે વંદેમાતરમવાળા રોડ પર મધ્યમવર્ગને પોષાય તેવા ભાવે મિલકતો મળી શકે છે અને સારી લોકાલીટીની સાથે અફોરડેબલ હાઉસિંગના વિકલ્પ અહી અવેલેબલ છે.

S.G હાઇવે.મિત્રો તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ ના સરખેજ ગાંધીનગર હાઈવે એટલે કે SG હાઈવે પર નવી નવી હોટલો,રેસ્ટોરન્ટ,કોર્પોરેટ, હોસ્પિટલ્સ અને ઓફિસો ખુલી રહી છે અને વર્ષ 2007 પછી એસ.જી. હાઈવેનો વિકાસ શરુ થયો ત્યારથી આજસુધી જો સૌથી લાંબો પોશ રસ્તો જો કોઈ હોય અમદાવાદમાં તો તે એસ જી હાઈવે છે.

મિત્રો શરૂઆતમાં એસ.જી. હાઇવેનો મહત્તમ વિકાસ થલતેજ સર્કલથી ઇસ્કોન સર્કલ સુધી જોવા મળતો હતો ત્યારબાદ વૈષ્ણોદેવી અને હવે તો અદાણી શાંતિગ્રામ ખોડીયાર બ્રિજથી છેક સાણંદ ચોકડી સુધી એટલે કે કુલ 19 કિલોમીટરનો સમગ્ર પટ્ટો વિકસી રહ્યો છે અને આ ઉપરાંત વચ્ચે અડલજ અને ઉવારસદ ગામને છોડીએ તો સરગાસણ ગાંધીનગર સુધી આ રસ્તા પર બિલ્ડીંગો બની ચુક્યા છે અને ઊંચા ભાવો બોલાય છે.

મિત્રો અમદાવાદ શહેરની હદમાં ઉત્તર દિશામાં વૈષ્ણોદેવી સર્કલથી શરુ થતા એસ.જી. હાઈવે વૈષ્ણોદેવીથી ગોતા બ્રિજ સુધી નિરમા યુનીવર્સીટી, એસ.જી.વી.પી., તિરુપતિ મંદિર, કાઠીયાવાડી રેસ્ટોરાં,ધાબા તેમજ હોસ્પિટલ આવેલા છે અને ત્યાંથી માર્બલના માર્કેટ, સોલા ભાગવત, ફાઈવ સ્ટાર હોટલ્સ. રેસ્ટોરન્ટો, રેસિડેન્શિયલ તેમજ કમર્શિયલ બિલ્ડીંગ, ઝાયડસ હોસ્પિટલ, થીએટરો, ઇસ્કોન મંદિર, ક્લબો, હાઈકોર્ટ, ગુરુદ્વારા, કોર્પોરેટ હાઉસો, ખાણીપીણીના બજારો સાથે સાણંદ ચોકડી સુધી સમગ્ર પોશ રોડ ધમધમે છે.

જો ધ્યાન આપીને જોઈએ તો એસ.જી. હાઈવેના પશ્ચિમ બાજુના પટ્ટા પર હજુ કોઈ નોંધપાત્ર ઈમારતો નથી બની, તેમાં પણ ઇસ્કોન સર્કલ બાદ ધનાઢ્યોના બંગલાને છોડતા છેક સાણંદ ચોકડી સુધી કોઈ મોટી ઈમારત જોવા નહી મળે અને આ ઉપરાંત એસ.જી. હાઈવે માત્ર એક રોડ જ વિકસ્યો તેમ નથી પરંતુ તેના કારણે તેની આસપાસના વિસ્તારો પણ વિકસ્યા અને ભાવો આસમાને પહોંચી ગયા.

સિંધુ ભવન રોડ.મિત્રો હાલમાં અમદાવાદ શહેરનો નવો વિકસેલો સૌથી પોશ રોડ હોય તો તે છે સિંધુ ભવન રોડ. પકવાન સર્કલથી શરુ થઈને એસ.પી. રિંગ રોડ સુધીના રોડનું નામ સિંધુ ભવન રોડ છે અને સિંધુ ભવન નામના હોલને કારણે આ રોડનું નામ સિંધુ ભવન રોડ નામ પડ્યું છે તમને જણાવી દઇએ કે સાડા ત્રણ કિલોમીટરના આ રોડ પર નવા આધુનિક બિલ્ડીંગો બન્યા છે જેમાં હાઈફાઈ સલુન, કેફે, જીમ, રેસ્ટોરાં અને શોરૂમો આવેલા છે, આ ઉપરાંત શહેરના મોંઘા પાર્ટીપ્લોટ અને બંગ્લોઝ પણ આવેલા છે.

મિત્રો આ સમગ્ર રસ્તાનો વિકાસ આનંદીબહેન પટેલના સમયમાં થયો હતો અને તેમના શાસનમાં આ સમગ્ર માર્ગ RCC નો બનાવવામાં આવ્યો હતો જે તે સમયે આનંદીબહેન પટેલ આ વિસ્તારના ધારાસભ્ય ઉપરાંત ગુજરાતના સીએમ પણ હતા નવી પેઢી માટે આ રોડ સૌથી વધુ પસંદગીનો છે કારણકે આ રસ્તાની ચમક, આ રસ્તા પર આવેલા ફૂડ ટ્રક પાર્કસ અને કેફે તેઓને આકર્ષે છે હાલમાં પણ આ રોડ પર અનેક નવા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે તેમજ આ રસ્તા પર પ્રોપર્ટીઝના ભાવ લગભગ ૫ થી ૭ હજાર રૂપિયા સ્ક્વેર. ફૂટ જેટલા ચાલી રહ્યા છે.

C.G રોડ.મિત્રો અમદાવાદ શહેરના પશ્ચિમ દિશામાં વિકાસ બાદ સૌથી પહેલા જે રોડનો વિકાસ થયો હોય તો તે છે C.G. રોડ. અમદાવાદમાં એસ.જી. હાઈવેની અગાઉ C G રોડને જ સૌથી પોશ રોડ ગણવામાં આવતો હતો જો કે આજેપણ અમદાવાદના પૂર્વ છેડાના લોકોને એસ.જી. હાઈવે દુર પડતો હોવાથી તેમજ આ વિસ્તાર શહેરની મધ્યે આવેલો હોવાથી C G રોડ મહત્વ ધરાવે છે તેમજ C G રોડ પર મહત્તમ કમર્શિયલ બિલ્ડીંગો આવેલા છે અને શહેરના સ્ટેડીયમ સર્કલથી પંચવટી અને હવે પરિમલ ગાર્ડન સુધીના રોડને C.G. રોડ કહેવામાં આવે છે. CG રોડ એટલે ચિમનભાઈ ગીગાભાઈ રોડ.

શહેરના પશ્ચિમ ભાગના વિકાસ સાથે આ માર્ગ સૌથી પહેલા એટલે વિકસ્યો કારણકે જે તે સમયે શહેરના મિલ માલિકોના બંગલા આ રોડ પર આવેલા હતા, સમય જતા તેઓના બંગલા તૂટીને કમર્શિયલ બિલ્ડીંગો બની ગયા અને C G રોડનો વિકાસ થતો ગયો હતો અને હાલમાં પણ C G રોડ એક મોટું અને મહત્વનું માર્કેટ ગણવામાં આવે છે અને તેની સાથે કપડાના શોરૂમ્સ, મોટા જવેલર્સ ઉપરાંત શોપિંગ મોલ અને અન્ય ઘણી બ્રાન્ડ્સના શોરૂમ ,અનેક કોર્પોરેટ હાઉસો હોટલ્સ અને રેસ્ટોરન્ટસ C G રોડ પર આવેલા છે.

મિત્રો તમને જણાવી દઇએ કે CG રોડ જુનો હોવાથી તેનો રસ્તો એસજી હાઈવેની જેમ પહોળો નથી તેમજ ફોરલેન રસ્તાને કારણે અને પાર્કિંગની સમસ્યાને કારણે આ રોડ પર સાંજના સમયે ટ્રાફિક જોવા મળે છે અને હાલમાં પણ C G રોડ પર નવા નવા પ્રોજેક્ટ્સ મુકાઈ રહ્યા છે અને વિકાસ થઇ રહ્યો છે અને એસ.જી. હાઈવેની સાથે લોકો C G રોડ પર પણ ઉજવણી કરવા ઉમટી પડતા હોય છે.

ઝાયડસ રોડ.અમદાવાદ શહેરનો સૌથી વધુ વિકાસ થયો હોય અને સૌથી મોંઘા વિસ્તાર હોય તો તેમાં વૈષ્ણોદેવી સર્કલથી સાણંદ ચોકડી સુધીના એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગ રોડની વચ્ચેના વિસ્તારો છે શહેરની ફરતે આવેલા એસ.પી. રિંગ રોડને એસ.જી. હાઈવે સુધી જોડતા દરેક વિસ્તાર અને રસ્તા પોશ છે. જેમાંના એક સિંધુ ભવન રોડની તો અગાઉ વાત કરી હતી અને એસ.જી. હાઈવે પર સોલા બ્રિજ આગળ આવેલી ઝાયડસ હોસ્પિટલ સર્કલથી શરુ થતો આ માર્ગે નવો વિકસી રહેલો માર્ગ છે.

આ રસ્તા પર ઉદ્યોગપતિઓના બંગ્લોઝ, કમર્શિયલ કોમ્પ્લેક્ષ, પાર્ટી પ્લોટો ઉપરાંત ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને હજુ પણ આ માર્ગ સંપૂર્ણપણે વિકસિત નથી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા આ રસ્તાને અને વિસ્તારને પોશ જરૂરથી કહી શકાય. આ રસ્તા પર પ્રોપર્ટીઝની ડીમાંડ વધી રહી છે તેમજ ભાવો પણ ઘણા ઊંચા છે અને ઝાયડસ હોસ્પિટલથી શરુ થતો આ માર્ગ બાગબાન સર્કલથી ૧ કી.મી. આગળ સિંધુ ભવન રોડ સાથે જ જોડાય છે, તો બાગબાન સર્કલથી જમણી તરફ શિલજ બાજુ વળતો માર્ગ પણ ઘણો પોશ અને વિકસી રહેલો છે, જ્યાં ઘણી જાણીતી હસ્તીઓના બંગ્લોઝ આવેલા છે.

રાજપથ ક્લબ રોડ.મિત્રો તમને જણાવી દઇએ કે ઉપર કહ્યું તેમ રાજપથ રોડ પણ એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબથી એસ.પી. રિંગરોડ સુધી આવેલો છે અને આ રોડ પર પણ મોટા બંગ્લોઝ અને હાઈફાઈ કેફેઝ, રેસ્ટોરંટસ આવેલી છે જો કે આ માર્ગ પણ હજુ સંપૂર્ણ વિકસિત નથી. અનેક પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ અને પ્રોપર્ટીઝના ભાવો જોતા આ રોડ પણ વિકસ્યા બાદ એકદમ પોશ અને મોંઘો બની રહે તેમ જણાય છે.

જજીસ બંગલોઝ રોડ.મિત્રો અમદાવાદ શહેરના 132 ફૂટ રિંગરોડ પર આસોપાલવ શોરુમથી પકવાન સર્કલ એસ.જી. હાઇવે સુધીનો માર્ગ એટલે જજીસ બંગ્લોઝ રોડ. આ રોડ પર હાઈકોર્ટના જજીસ અને ચિફ જસ્ટીસનો બંગલો આવેલો હોવાથી જજીસ બંગ્લોઝ રોડ કહેવાય છે અને અનેક રેસીડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીઝ તેમજ હોટલ સાથેનો આ રોડ ઘણો પોશ છે તેમજ શહેરના મોંઘા ગણાતા બોડકદેવ અને વસ્ત્રાપુર વિસ્તારમાં આવતો આ રોડ સંપૂર્ણ વિકસિત છે,

આ રોડ પર ઘણા ઓછા ખાલી પડી રહેલા પ્લોટ જોવા મળશે જેમાં કેશવબાગ પાર્ટી પ્લોટ આસપાસ પણ હાલમાં અનેક નવી ઇમારતો બની રહી છે 2.4કિમીના આ રોડ પર પાર્ટીપ્લોટ ઉપરાંત ITC ની 22 માળની હોટલ બની રહી છે, શોરૂમો અને કોર્પોરેટ ઓફીસ, રેસ્ટોરંટ તેમજ પ્રાઈડ હોટલ આવેલી છે અને વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર માનસી ટાવર પણ આ રોડ પર જ આવેલા છે.

ઇસ્કોન આંબલી રોડ.મિત્રો આ રોડ એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ વચ્ચેનો વધુ એક પોશ માર્ગ છે. ઇસ્કોન સર્કલથી આંબલી બોપલ ચોકડી સુધીનો 3.1 કિમીના આ રોડ પર અનેક ગગનચુંબી ઇમારતો આવેલી છે તેમજ બની રહી છે અને આ રોડ પર 22 માળની અનેક રેસીડેન્શિયલ અને કમર્શિયલ ઇમારતો બનેલી છે તેમજ બની રહી છે.સૌપ્રથમ અગાઉ ઇસ્કોન સર્કલ પર જે બિગ બજાર હતું ત્યાં એક કમર્શિયલ બિલ્ડીંગ બની રહ્યું છે અને ત્યાંથી આગળ ગેલોપ્સ મોલ હતો જે તૂટીને 22માળના કમર્શિયલ અને રેસીડેન્શિયલ બિલ્ડીંગનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્યાંથી આગળ પણ અનેક પોશ સોસાયટીઓ આવેલી છે અને આ રોડ પર 1.2 કરોડ થી 15 કરોડની કિંમત સુધીના એપાર્ટમેન્ટસ આવેલા છે.

આનંદનગર રોડ.મિત્રો 132 ફૂટ રિંગ રોડ પર શ્યામલ ચાર રસ્તાથી એસ.જી. હાઈવે પ્રહલાદનગર સર્કલ સુધીનો રોડ એટલે આનંદનગર રોડ. આનંદનગર નામની મોટી સોસાયટીના નામે આ રોડ ઓળખાય છે 3.5 કિલોમીટરના આ રોડ પર અનેક પોશ સોસાયટીઓ આવેલી છે. અવનવી ડિઝાઈન સાથેના બિલ્ડીંગ્સ અને શોરૂમ્સને કારણે આ માર્ગની રોનક અલગ છે.આ રોડ પર પ્રોપર્ટીઝના ભાવ પણ ઘણા વધારે છે અને આ રોડ પર પણ હવે ખાલી રહેલા પ્લોટ્સ ઘણા ઓછા છે. અનેક મોટી મોટી કંપનીઓની ઓફીસ પણ આ માર્ગ પર આવેલી છે. આ ઉપરાંત શહેરના મોંઘા ગણાતા જોધપુર પ્રહલાદનગર વિસ્તારની મધ્યે આ રોડ આવેલો છે તેથી તેની કિંમત પણ કઈક વિશેષ જ હોય છે.

કોરપોરેટ રોડ.પ્રહલાદનગર.પ્રહલાદનગર ગાર્ડનથી શરુ થઈ દક્ષિણ દિશામાં મકરબા તરફ જતા આ રોડ પર અનેક કોર્પોરેટ ઓફિસો આવેલી છે. આ રોડ પર હાઈફાઈ રેસીડેન્શિયલ સોસાયટીઝ પણ આવેલી છે અને અનેક મોટી કંપનીઓની ઓફીસ આ રોડ પર આવેલી હોવાથી તેનું નામ કોર્પોરેટ રોડ રાખવામાં આવ્યું છે અને એક મહત્વના લોકેશન માટે અને બ્રાંડ વેલ્યુના ભાગરૂપે આ રોડ પર ઓફિસો લેવાની ઘણી ઉંચી ડીમાંડ રહે છે અને નવા વિકસેલા 2 કિલોમીટરના આ રોડ પર હજુ અનેક નવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં પણ આ રસ્તો શહેરનો ઘણો મહત્વનો રાજમાર્ગ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ડ્રાઇવ ઇન રોડ.હેલ્મેટ સર્કલથી શરુ થઈ એસ.જી. હાઈવે થલતેજ સુધીના આ માર્ગનું નામ ડ્રાઈવઈન સિનેમા પરથી પડ્યું છે. હાલમાં તો આ રોડ મેટ્રો ટ્રેનના કામકાજને કારણે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને આ રોડ પર પણ મોલ્સ, થીએટર, શોરૂમ્સ ઉપરાંત ટીવી ટાવર અને હોસ્પિટલ્સ આવેલી છે. આ રોડ પર પણ ખાલી પ્લોટ્સ દેખાવા મુશ્કેલ છે. સંપૂર્ણ વિકસિત આ માર્ગને મેટ્રો ટ્રેનના રૂટ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક પોશ રેસીડેન્શિયલ સોસાયટી પણ આ માર્ગ પર આવેલી છે.

ગુરુકુળ રોડ.ડ્રાઈવઇન રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરુકુળથી ઉત્તર તરફ એક રસ્તો પડે છે જેનું નામ ગુરુકુળ રોડ છે. આ રોડ પર પણ કપડાના અનેક શોરૂમ્સ આવેલા છે. કમર્શિયલ અને રેસીડેન્શિયલ બન્ને પ્રકારના બિલ્ડીંગ સાથેના આ રોડ એક પ્રકારનું માર્કેટ બની ગયો છે તેમજ સંપૂર્ણ વિકસી ગયેલા આ રોડ પર પણ કોઈ ખાલી જમીનનો ટુકડો જોવા નહી મળે જો કે હવે ત્યાં જૂની સોસાયટીઓ તૂટીને રિ ડેવલપમેન્ટ થઇ રહ્યા છે અને 1.5 કિમીના આ રોડ પર અનેક બ્રાન્ડ્સના શોરૂમ્સ આવેલા છે. તેમજ આ રોડ પણ અમદાવાદના નામી રસ્તાઓમાંથી એક ગણાય છે.

સાયન્સ સિટી રોડ.અમદાવાદના એસ.જી. હાઇવેથી એસ.પી. રીંગરોડ વચ્ચેના પટ્ટાના વિકાસની શરુઆત સાયન્સસિટી રોડથી થઇ હતી અને આજથી 13 વર્ષ અગાઉ એકદમ ઉજ્જડ અને ભેંકાર લાગતા આ રસ્તા પર હવે ચોતરફ મકાનો જ મકાનો થઇ ગયા છે અને સોલા બ્રિજના મધ્યભાગથી શરુ થઈને સાયન્સ સિટી આગળ એસ.પી. રિંગરોડ સર્કલ સુધીના 3.5 કિમીના આ રોડ પર હોસ્પિટલ, શોપિંગ સેન્ટર, હાઈરાઈઝ કમર્શિયલ બિલ્ડીંગ,એપાર્ટમેન્ટસ, કોલેજ, સાયન્સ સિટી, પોશ બંગ્લોઝ આવેલ છે અને આ રોડ પર અનેક બ્રાન્ડ્સના શોરૂમ, કેફે અને રેસ્ટોરન્ટ આવેલ છે.

આ રોડ પણ એક લેવલથી ઉપરનો ધનિકોનો રોડ કહેવાય છે, આ રોડ પર ૪ કરોડની કિંમત સુધીના એપાર્ટમેન્ટ આવેલા છે તો જમીનોના ભાવ પણ ઘણા ઊંચા છે અને આ રોડ પર અનેક પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે અને હજુ તેનો વિકાસ થઇ રહ્યો છે. હાલમાં ઘણી અવરજવર વાળા આ રોડ પર આવનારા દિવસોમાં હજુ વધુ વિકાસ થશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સાયન્સસિટી રોડ પર મકાન હોવું પણ એક સ્ટેટ્સ કહેવાય છે.

આશ્રમ રોડ.મિત્રો અમદાવાદ ના ઐતિહાસિક મહત્વ ધરાવતો આશ્રમ રોડ પણ અમદાવાદનો સૌથી વધુ ધમધમતો રોડ છે. ગાંધી આશ્રમથી શરુ થઇ કોચરબ આશ્રમ સુધીનો રોડ આશ્રમરોડ કહેવાય છે. આ રોડ પર ભાગ્યે જ રેસીડેન્શિયલ મકાનો જોવા મળશે અને મહત્તમ કમર્શિયલ બિલ્ડીંગો સાથેના આ રોડ પર અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ૬ કિમીના આ રોડ પર ઇન્કમ ટેક્સ, ઓલ ઇન્ડિયા રેડિયો, કસ્ટમ હાઉસ, RBI, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની કચેરીઓ, ફાઈવ સ્ટાર હોટલો, કોર્પોરેટ હાઉસ, હોસ્પિટલો આવેલ છે.

મિત્રો હાલમાં પણ આ રસ્તાને CBD ઝોનમાં મુકવામાં આવ્યો છે, જેમાં બહુમાળી ઈમારતોને મંજુરી છે અને શહેરની મધ્યે આવેલી સાબરમતી નદીની સમાંતરના આ રોડ પર ૨૪ કલાક ટ્રાફિક ધમધમતો જોવા મળે છે. જો કે આશ્રમ રોડ નામ આ એક રસ્તાના બે આશ્રમ વચ્ચેનું છે જ્યારે કે રસ્તો તો સુભાષબ્રીજથી શરુ થઈને સરખેજ ઉજાલા ચોકડીએ પૂરો થાય છે. કોચરબ આશ્રમથી આગળ પણ આ રોડ છેક સુધી વિકસેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here