જે જેલમા પોહચી રિયા ત્યા ચાલે છે આ લેડી ડોંન ઇન્દ્રાણી ના નિયમો, જાણો કોણ છે આ લેડી ડોન…

0
242

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશુ સુશાંતના મર્ડરના કેસમા ડ્રગ એન્ગલ મા ધરપકડ કરવામા આવેલી રિયા ચક્રવર્તી વિશે જેને બુધવારની સવારે NCBની ટીમે ધરપકડ કરી હતી રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ કેસને લગતી ડ્રગ્સ કેસમાં જેલમાં છે અને તેમણે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે અને હવે તેમની જામીન અરજીનો નિર્ણય લઇ લેવામાં આવ્યો છે જે મંગળવારે રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા ત્રણ દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આ અગાઉ એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને અન્યની પણ ધરપકડ કરી હતી.

મિત્રો સુનાવણી દરમિયાન એનસીબીના વકીલે દલીલ કરી છે કે હાલમાં રિયાને જામીન આપવી યોગ્ય નથી કારણ કે આ કેસની તપાસ હજી ચાલુ છે અને રિયાની પૂછપરછના આધારે એનસીબી તેની તપાસ ચલાવી રહી છે તેમજ રિયા એક મોટા ડ્રગ નેટવર્કનો ભાગ રહી છે અને આ વાત સામે આવી છે.

મિત્રો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો NCB ની ઑફિસમાં રાત પસાર કર્યા બાદ રિયા ચક્રવર્તીએ બુધવારની સવારે ભાયખલાની મહિલા જેલમાં મોકલવામાં આવી હતી અને તેને મંગળવારે NCBએ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ એંગલમાં અરેસ્ટ કરી હતી.

તેમજ રીયાને NCBના અધિકારી સવારે આશરે 10.30 વાગ્યે એક પોલીસ એસ્કૉર્ટની સાથે જેલ લઈને ગયા હતા જ્યા ઈન્દ્રણી મુખર્જી જે પોતાની પુત્રી શીના બોરાના મર્ડર કેસમાં સજા કાપી રહી છે તે પણ તે જેલમાં બંધ છે અને કહેવામાં આવે છે કે ઈન્દ્રાણી મુખર્જીનું આ જેલમાં ઘણું વર્ચસ્વ છે અને અહીં આવનારી દરેક નવી કેદીને તે મળે છે અને તેમને જેલમાં બધા બહુ માને છે.

મિત્રો ચેકઅપથી માલૂમ પડ્યું છે કે રિયા નૉર્મલ હતી અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત કોઈ ગંભીર સમસ્યા નહોતી અને આના પછી તેને આરામ કરવાની પરવાનગી આપવામાં આવી અને તેને બહાર રાખવામા આવી જે વસ્તુઓ રિયાને જોઈતી હતી અને તે તેને નાની પૉલિથીન બેગમાં આપવામાં આવી હતી બેગમાં થોડા કપડાં, ડેન્ટલ કિટ અને દરરોજનો સામાન હતો.

મિત્રો સાંજ સુધી રિયાને કયા બેરકમાં રાખવાની છે એના પર નિર્ણય થશે જેલમાં આશરે 6 બેરક છે અને દરેક બેરકમાં 40થી 50 કેદી છે અને આ બેરક મોટા હૉલ જેવું છે જ્યાં દરેક કેદીને જગ્યા એલૉટ કરવામાં આવે છે અને તેને એક પાતળી રજાઈ, નાનો તકિયો, એક સફેદ બેડશીટ અને એક ધાબળો આપવામાં આવે છે અને આ વસ્તુઓને ઊંઘતી વખતે બિછાવવાની રહેશે અને સવારે લપેટી એક સાઈડમાં રાખવી પડશે. કેદીઓને નાની પૉલિથીનની બેગ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમાં તે જરૂરિયાતના સામાન રાખી શકાય છે.

મિત્રો જમવામા રિયાને લંચમાં બે રોટલી, એક વાટકી ભાત, એક વાટકી દાળ અને એક શાક આપવામાં આવ્યું હતુ અને આ જેલમાં એક કેન્ટીન પણ છે જ્યાં કેદી બિસ્કિટ્સ અને બીજી જરૂરી આઈટમ્સ ખરીદી શકે છે તેમજ સૂત્રોએ જણાવ્યું હતુ કે રિયાને ઈન્દ્રાણીથી અલગ બેરકમાં રાખવામાં આવશે અને સાંજ સુધી જેલ ઑથોરિટીઝ નક્કી કરશે કે રિયાને ક્યાં રાખવાની છે.

મિત્રો ઉલ્લેખનીય છે કે NCB દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગના એંગલમાં રિયાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી જે રિયા તે 22 સપ્ટેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે.

મિત્રો સુશાંત સિંહ રાજપૂત ચાહકો આપઘાત કેસમાં લાંબા સમયથી રિયા ચક્રવર્તીની ધરપકડની રાહ જોઈ રહ્યા હતા અને એવું માનવામાં આવી રહ્યું હતું કે સીઆઈઆઈ દ્વારા રિયાની ધરપકડ કરવામાં આવશે પરંતુ આ કેસમાં ડ્રગ એંગલ પછી, એનસીબીની એન્ટ્રી થઈ હતી જેમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને પહેલા ડ્રગ ખરીદવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે ડ્રગના કેસમાં રિયાની ધરપકડ કરવામાં આવી છે અને રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here