Breaking News

જાણો શા માટે ઈતિહાસ ની સૌથી મનમોહક સ્ત્રી વેશ્યા, બની ગઈ એવું તો શું કારણ હતું……..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે વાત કરવા જઈ રહ્યા છે કે ઇતિહાસ માં કેટલીક સ્ત્રી એ ઘણા સારા અને ખોટા કામ કર્યા છે પરંતુ આજે તમને જાણવા મળશે એક સ્ત્રી વિશે જે વેશ્યા બની ગઈ હતી તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.ભારતીય ઇતિહાસ વિશે વાત કરીએ તો,  આમ્રપાલી એક એવી સ્ત્રી હતી જે ખૂબ જ સુંદર હતી, આમ્રપાલી નો જન્મ એક કેરીના ઝાડ ની નીચે થયો હતો, તેથી તેનું નામ આમ્રપાલી રાખ્યું હતું.

બાળપણથી આમ્રપાલી ખૂબ જ સુંદર હતી, જેમ જેમ તેની ઉંમર વધતી ગઈ, તેમ તેનું સૌંદર્ય પણ વધતું ગયું અને લોકો તેને ઘણી પસન્દ કરવા લાગ્યા.આમ્રપાલી વૈશાલી નગર ની રહેવાસી હતી વૈશાલી નગરમાં દરેક વ્યક્તિ આમ્રપાલી ને મેળવવાની ઇચ્છા રાખતો હતો અને પસંદ પણ કરતો હતો જ્યારે આમ્રપાલીના માતાપિતા લગ્ન વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારે તેમને ડર હતો.આમ્રપાલીના લગ્ન કેવી રીતે થશે, તેથી જ્યારે માતાપિતા તેમની સમસ્યાઓ વૈશાલી શહેરના રાજા પાસે લઈ ગયા, ત્યારે રાજા પણ ખૂબ ચિંતિત થયા અને એ નિર્ણય લીધો કે આમ્રપાલી વૈશાલી નગરના દરેક વ્યક્તિની કન્યા બનશે, તેથી રાજાએ આમ્રપાલી માટે એક નાનો મહેલ બનાવ્યો. જેનાથી આમ્રપાલી ત્યાં જ રહેતી હતી અને લોકોનું મનોરંજન કરતી હતી.

આમ્રપાલી ખૂબ જ સુંદર હતી પરંતુ સૌંદર્યને કારણે  આમ્રપાલી નું જીવન નર્ક જેવું બની ગયું હતું પરંતુ થોડા વર્ષો વીત્યા પછી એક બૌદ્ધ ભિક્ષુ એ આમ્રપાલી ના જીવન માં પરિવર્તન કર્યું અને આમ્રપાલી એક બૌદ્ધ ભિક્ષુ બની ગઈ અને પોતાનો મહેલ છોડી ને એક  ભિક્ષુ નું જીવન જીવવા લાગી.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ આમ્રપાલી ની અન્ય માહિતી જાણો, ચીની યાત્રી ફાહ્યાન અને હ્વયુ એન સાંગ દ્વારા લેખિત દસ્તાવેજોમાં કહ્યું છે કે ભારતીય કામશાસ્ત્રમાં પ્રવીણ એવી આમ્રપાલી અને વસંતસેના એ બે ગણિકાઓ છે. જેમાં આમ્રપાલી તે વૈશાલીની હતી અને વસંતસેના તે ઉજ્જૈનની હતી. પણ વસંતસેના કેવળ કામશાસ્ત્રમાં પ્રવીણ હતી તેથી નગરના  પુરુષોને પ્રસન્ન કરતી હતી.

વસંતસેનાને પોતાના ગૃહના પુરૂષોને પ્રસન્ન કરતી જોઈ તે નગરની સ્ત્રીઓ પણ વસંતસેના પાસે કામશાસ્ત્રની શિક્ષા લેવા જતી. જ્યારે આમ્રપાલીની સુંદરતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આમ્રપાલીની સુંદરતા ભારતવર્ષમાં પ્રસિધ્ધ હતું.  તે સમયે તેની એક ઝલક મેળવવા માટે દુરદુરથી રાજકુમારો તેમના રંગમંડપની ચારેકોર ભ્રમરની જેમ મંડરાતા રહેતા હતાં. સંધ્યા પડતાં જ અનેક દીવાઓ આમ્રપાલીના રંગમંડપને સુશોભિત કરતાં હતાં, આ ઝળહળતા રંગમંડપની વચ્ચે આમ્રપાલીની સુંદરતા અનેક ગણો પ્રકાશ રેલાવી રહી હતી, તેનો સ્વર કોયલ જેવો સુમધૂરો હતો, તેના હાથપગની આંગણી મીણ સમાન કોમળ હતી.

તેનું મુખ કમળ સમાન હતું. આવી  આમ્રપાલી તે વૈશાલીની નગરવધૂ હતી. તે જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે એક સામંતે તેને મગધમાં જોઈ તેણે તેની માતા પાસેથી આમ્રપાલીને માંગી લીધી, અને પોતાના મહેલે લઈ જઇ તે સમયની તેના નગરની પ્રસિદ્ધ ગણિકાઑ પાસે આમ્રપાલી ને મૂકી આ ગણિકાએ આમ્રપાલીને અનેક વિદ્યાઓની સાથે કામશાસ્ત્રની (નર્તકી અને ગણિકા બન્ને સ્વરૂપે) શિક્ષા આપી. આમ્રપાલીનું મુખ્યકામ  ગણોનું મનોરંજન કરવાનું હતું. મગધ સમ્રાટ બિંબસારે જ્યારે મગધ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેની પહેલી મુલાકાત આમ્રપાલી સાથે થઈ હતી. આમ્રપાલીના રૂપ-સુંદરતા ઉપર મોહ્યી જઈ બિંબસાર પહેલી જ નજરમાં તેને પોતાનું હૃદય દઈ બેઠો.

તેથી તે આમ્રપાલીને પોતાના વૈશાલીમાં લઈ આવ્યો અને તેને નગરવધૂ બનાવી અને આમ્રપાલીને જનપદ કલ્યાણીની પદવી આપવામાં આવી. નગરવધૂની આજ પ્રણાલિકાથી ભારતમાં દેવદાસીની પ્રથા આવી હોવાનું માનવામાં આવે છે.  આમ્રપાલીની સુંદરતા ઉપર જ્યાં રાજા બિંબસાર સહિત અનેક સામંતો મરતા હતાં તે જ આમ્રપાલી  ભગવાન બુધ્ધના સૌમ્ય સ્વરૂપ ઉપર મોહિત થઈ ગઈ હતી આથી તેણે અનેકવાર ભગવાન બુધ્ધને પોતાના રંગમહેલમાં પધારવાની વિનંતી કરી હતી પરંતુ ભગવાન બુધ્ધે કહ્યું કે જ્યારે જીવનમાં એક સમયે એવા પડાવ પર પહુંચશે કે તેની આસપાસ કોઈ જ નહીં હોય તે સમયે તેઓ આમ્રપાલી પાસે આવશે.

ઇતિહાસ કહે છે કે તે વખતે આમ્રપાલીને ખબર ન પડી કે ભગવાન બુધ્ધ શું કહે છે.  આ વાતને ઘણો સમય વીતી ગયો. આમ્રપાલીને કુષ્ઠ રોગ થયો અને તે નગરવધુ મટી ગઇ તેનું સ્થાન બદલાઈ ગયું પોતાના રંગમહેલમાંથી નીકળી ગામની બહાર નદીને કિનારે એક ઝૂપડી બનાવી રહેવા લાગી. એક સમયે તે અનેક વિલાસી પુરુષો અને વિલાસમય રંગરાગિણીથી ઘેરાયેલી હતી તેજ આમ્રપાલી તદ્દન એકાંતમાં પોતાના દિવસો જીવી રહી હતી. આવા જ કોઈ એકાંતમય દિવસો દરમ્યાન ભગવાન બુધ્ધ તેની પાસે આવ્યાં અને જીવનનું સત્ય સમજાવ્યું. ભગવાન બુધ્ધના વચનોથી આમ્રપાલીને સત્ય અને જીવનનો અર્થ સમજાયો અને તેણે પણ ભગવાન બુધ્ધના ચરણોમાં બેસીને દિક્ષા લીધી. એક માન્યતા છે કે બિંબસારને આમ્રપાલીથી એક પુત્ર પણ થયો હતો જે પછીથી બૌદ્ધ ભિક્ષુ બન્યો, પણ કેટલાક ઈતિહાસકારો આ વાતની પૂર્તિ કરતાં નથી.

બિંબિસારને એ ન સમજાયું કે આમ્રપાલી ફરી કેમ મૂર્ચ્છિત થઇ ગઈ. તેણે દાસી પાસે થોડું જળ મંગાવ્યું અને તે આમ્રપાલીના મુખ પર છંટકાવ કરવા લાગ્યો. જળના શીતળ સીકર સ્પર્શથી આમ્રપાલીએ આંખ ઉઘાડી. પોતે શય્યામાં સુતી છે અને દેવેન્દ્ર પ્રેમપૂર્વક તેના કરકમલો વડે તેના ચહેરાની લટને મુખ પરથી મસ્તક પર સરખી રાખી રહ્યો છે. તેને લજ્જા આવી અને તરત બેઠી થઇ ગઈ.માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ.

માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે.

તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા.

જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About Hu Gujarati TEAM

Check Also

ડોક્ટર ચેકઅપમાં યુવક નીકળ્યો ગે અને પત્ની થઇ ગઈ પ્રેગ્નેન્ટ,કારણ જાણી તમને પણ આંચકો લાગશે.

આજે આપણા વચ્ચે એવો કિસ્સો આવ્યો છે જેમાં સૌ કોઈ વિચાર માં પડી ગયાં છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *