જાણો પૌરાણિક કથાઓના પહેલાં ‘ટ્રાંસજેન્ડર’ પાત્ર વિશે, જેનો સંબંધ મહાભારત સાથે છે,99 ટકા તમને નહીં ખબર હોઈ…..

0
327

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે જેના વિશે વાત કરવા જઇ રહયા છે તે
મહાભારતની વાર્તા ઘણા પાત્રોની વચ્ચે બનેલી છે. તેમાંથી ઘણા પાત્ર પોતાની અજીબ વાર્તાઓના કારણે વિચિત્ર છે.તેમાંથી જ એક છે શિખંડી. તેને ભારતીય પૌરાણિક વાર્તાઓનો પહેલો ટ્રાંસજેન્ડર જેનું લિંગ પરિવર્તન થયું હતું માનવામાં આવે છે.

દરેક વખતે મહિલાના રૂપમાં જન્મ લીધા પછી, તે ત્રીજા જન્મમાં પુરુષના રૂપમાં બદલાઇ ગયો. ભીષ્મ પિતામહની મૃત્યુની પાછળ જે સૌથી મોટું કારણ હતું, તે હતો શિખંડી. આવો જાણીએ તેની પાછળનું કારણ જ્યારે કૌરવ અને પાંડવોની વચ્ચે યુદ્ધનો નિર્ણય થયો, દુર્યોધને ભીષ્મ પિતામહને પાંડવાની બાજુથી મુખ્ય યોદ્ધાઓ વિશે પૂછ્યું. ભીષ્મ પિતામહે કહ્યું કે તે એક વ્યક્તિથી યુદ્ધ નહીં કરે જે કે દ્રુપદનો પુત્ર છે એટલે શિખંડી.

તેમને દુર્યોધનને જણાવ્યું કે શિખંડીનો જન્મ મહિલાના રૂપમાં થયો હતો જે કે આગળ ચાલીને પુરુષ બન્યો. તેમને દુર્યોધનને શિખંડીના મહિલાથી પુરુષ બનાવાની વાર્તા પણ જણાવી.ભીષ્મ પિતામહે તે સમયની વાત જણાવી જ્યારે તેમનો ભાઈ વિચિત્રવિર્ય હસ્તિનાપુરનો રાજા હતો. પોતાના ભાઈના વિવાહ માટે, ભીષ્મ પિતામહે કાશીરાઝની ત્રણ છોકરીઓ- અંબા, અંબિકા અને અંબાલિકા માટે આયોજિત સ્વયંવરમાંથી જ તેમનું હરણ કરી લેવામાં આવ્યું. જ્યાં તે મહેમાન બનીને પહોંચ્યા હતાં.

જેમાંથી અંબા માર્તિકાવતના ક્ષત્રિય નરેશ શાલ્વ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. એટલા માટે ભીષ્મે અંબાની ઈચ્છાથી તેને આઝાદ કરી દીધી.જોકે તેને કોઈ બીજી વ્યક્તિએ ઉઠાવી હતી એટલા માટે શાલ્વને અપવિત્રતાના કારણે તેને અપનાવી નહોતી. અંબા ત્યારે ખૂબ ગુસ્સામાં હતી અને તેને ભીષ્મ પિતામહને પોતાના દુર્ભાગ્યનું કારણ માન્યું.

તે આગળ ચાલીને પરશુરામને મળી. અંબાને સાંભળ્યા પછી પરશુરામે ભીષ્મ પિતામહને અંબા સાથે લગ્ન કરવા કર્યું, પરંતુ પોતાની બ્રહ્મચર્યની શપથના કારણે તેમને ના પાડી દીધી. બે લોકો દ્વારા ઠુકરાવ્યા પછી અંબાએ પાઠ ભણાવવાનું નક્કી કર્યું.અંબાએ યમુના નદીના કિનારે તપસ્યા શરૂ કરી અને પોતાના શરીરનો ત્યાગ કર્યો. બીજા જન્મમાં તે રાજા વત્સદેશના રાજાની પુત્રી બની. તેને પોતાના પાછળના જન્મ અને આ જન્મ બને જન્મોની વાતો જાણવા મળી. તેને આ જન્મમાં પણ તપસ્યા ચાલુ રાખી.

તેની તપસ્યાથી ખુશ થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને વરદાન માંગવા કર્યું. તેને ભગવાન શિવને કર્યું કે તે આગળના જન્મમાં પણ છોકરી રૂપે જ જન્મ લેવા ઈચ્છે છે, પરંતુ આગળ જઈને તે છોકરો બનવા ઈચ્છે છે જેથી તે ભીષ્મ પિતામહ પાસેથી બદલો લઈ શકે. આ વરદાન મેળવ્યા પછી, અંબાએ તરત જ નવો જન્મ લેવાનું વિચાર્યું અને પોતાનો બદલો પૂરો કર્યો.

તે પૂર્વજન્મમાં અંબા નામક સ્ત્રી તરીકે જન્મેલ,ભીષ્મએ તેમની સાથે વિવાહનો ઇન્કાર કરતા તેણે ખુબ જ માનહાનીની લાગણી સાથે ભીષ્મ સામે વેર લેવાની પ્રતિજ્ઞા કરી. તેમણે ખુબ જ તપ કરી અને વરદાન મેળવ્યું કે પોતે ભીષ્મના મોતનું કારણ બનશે અને અંબાનો શિખંડી તરીકે પૂર્નઃજન્મ થયો. તેના જન્મ સમયે આકાશવાણી થયેલ.આકાશવાણીના અવાજે એમના પિતાને જણાવેલ કે આનો ઉછેર એક પૂત્ર તરીકે કરવો. આથી શિખંડીનો ઉછેર પૂત્ર તરીકે થયો, તેને યુધ્ધની તાલીમ પણ આપવામાં આવેલ અને લગ્ન પણ કરવામાં આવેલ.

લગ્નની પ્રથમ રાતે સાચી વાતની જાણ થતાં તેની પત્નીએ તેનું ખુબ અપમાન કર્યું, આથી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ એક યક્ષએ તેને બચાવી લઇ અને તેનું જાતીય પરીવર્તન કર્યુ. શિખંડી પૂરૂષના રૂપમાં પાછો ફર્યો અને સુખી લગ્નજીવન વિતાવ્યું અને તેને બાળકો પણ થયા.કુરૂક્ષેત્રના યુધ્ધમાં ભીષ્મએ તેમને અંબાના પૂર્નઃજન્મ તરીકે ઓળખી એક સ્ત્રી જાણી તેમની સાથે લડવાનું નકાર્યું. ભીષ્મ આમ જ કરશે એમ તે જાણતો હોવાથી અર્જુન શિખંડી પાછળ રહી ભીષ્મ પર બાણવર્ષા કરી. આમ શિખંડીની પ્રતિજ્ઞા પૂરી થઇ.શિખંડીનો વધ યુધ્ધના ૧૮માં દિવસે અશ્વત્થામાએ કર્યો.