જાણો કોણ છે આ લેડી ડોન,સૂર્યા મરાઠી બાદ સુરતમાં આ મહિલાનો આતંક….

0
538

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતનો ગેંગસ્ટર સૂર્યા મરાઠીનું નામ તો તમે સાંભળ્યું જ હશે જેના નામ થી લોકો થરથર કાંપતા હતા પરંતુ આ કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠી ની હત્યા કરી દેવામાં આવી હતી જેમાં પોલીસે કેટલાક ઇસમોની ધરપકડ કરી છે. મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યા મરાઠી પછી સુરતમાં એક લેડી ડોનનો આંતક બની રહ્યો છે જાણો કોણ છે આ લેડી ડોન.મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં એક વખતે કુખ્યાત સૂર્યા મરાઠીની ગેંગનું નામ ચોતરફ ગુંજતું હતું. જો કે તેના મોત બાદ લોકોએ રાહતના શ્વાસ ભર્યા હતા.પરંતુ તાજેતરમાં સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલના આપઘાતમાં સૂર્યા મરાઠીના દોસ્ત હાર્દિકની પત્નીનું નામ ખુલ્યું છે. ત્યારે પ્રશ્ન થાય કે હાલ સુરતમાં જેના નામથી લોકો ફફડી રહ્યા છે તે લેડી ડોન તરીકે ઓળખાતી હાર્દિકની પત્ની કોણ છે.

પરંતુ હાલમાંજ સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલના આપઘાત અને તેમાં સૂર્યા મરાઠીના હત્યારા, દોસ્ત હાર્દિકની પત્નીનું નામ ખુલ્યું છે. ત્યારે પ્રશ્ન થાય કે હાલ સુરતમાં જેના નામથી લોકો ફફડી રહ્યા છે તે લેડી ડોન તરીકે ઓળખાતી હાર્દિકની પત્ની કોણ છે.સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલના આપઘાત મામલે પોલીસે કાર્યવાહી કરી અને બિલ્ડર મગન સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વ્યાજખોરીમાં સૂર્યા મરાઠી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે.સૂર્યા મરાઠી ગેંગના હાર્દિકની પત્નીનું નામ સામે આવ્યું છે. જેમાં હાર્દિકની પત્ની ફોન ઉપર હેરાન કરી રહી હોવાનો ખુલાસો થયો છે.સુરતમાં જમીનમાલિક કિરીટ પટેલ તેના પરિવાર સાથે રહેતા હતા. જમીન મામલે મગન દેસાઈ નામના વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતાં. જો કે પૈસા ન આવતા આર્થિક સંકડામણના લીધે કિરીટ પટેલે આપઘાત કર્યો હતો.આ મામલે પોલીસે કાર્યવાહી કરી અને બિલ્ડર મગન સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધ્યો છે.

આ ઉપરાંત વ્યાજખોરીમાં સૂર્યા મરાઠી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે. સૂર્યા મરાઠી ગેંગના હાર્દિકની પત્નીનું નામ સામે આવ્યું છે. જેમાં હાર્દિકની પત્ની ફોન ઉપર હેરાન કરી રહી હોવાનો ખુલાસો થયો છે.ગેંગસ્ટર હાર્દિકની પત્ની નયના પટેલે પઠાણી ઉઘરાણી કરી કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર દવા પીવી હોય તો પીજા, હું કોઈથી ડરતી નથી, ઊભી ઊભી પૈસા કઢાવીશ, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુંદરમ સોસાયટીમાં કિરીટ પટેલ નામનો યુવક પરિવારની સાથે રહેતો હતો.કિરીટ સ્કૂલવાન ચલાવતો હતો અને લોકડાઉનમાં ધનવંતરી રથમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.કિરીટ પટેલને સુરતના કતારગામ વેડ રોડ સ્થિત આવેલી એક જમીન મામલે મગન દેસાઈ નામના વ્યક્તિ પાસેથી પૈસા લેવાના નીકળતા હતાં મગન દેસાઈ દેસાઈ બિલ્ડર છે. મગન દેસાઈએ પૈસા ન આપતા કિરીટ પટેલે વ્યાજે પૈસા લીધા હતા. આર્થિક સંકડામણમાં આવેલો કિરીટ પટેલ સમયસર વ્યાજખોરોને લીધેલા પૈસાનું વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરો તેને પરેશાન કરતા હતા.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આર્થિક સંકડામણમાં આવેલા કિરીટ પટેલ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.સુરતમાં સૂર્યા મરાઠીની હાર્દિક નામના ઇસમે તેના સાથીદારો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. હત્યા દરમિયાન હાર્દિક પટેલને ચપ્પુનો ઘા વાગતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ગેંગસ્ટર હાર્દિકની પત્ની નયના પટેલે પઠાણી ઉઘરાણી કરી કહ્યું હતું કે, તારે જે કરવું હોય તે કર દવા પીવી હોય તો પીજા, હું કોઈથી ડરતી નથી, ઊભી ઊભી પૈસા કઢાવીશ પોલીસ તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આર્થિક સંકડામણમાં આવેલા કિરીટ પટેલ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.

એક સમયે સૂર્યા મરાઠી અને હાર્દિક પટેલ એક જ ગેંગમાં રહીને ગુનાખોરીના કામ કરતા હતા. હાર્દિક સૂર્યાનો જમણો હાથ કહેવાતો હતો. સૂર્યા મરાઠીના હત્યાના કેસમાં પોલીસ કુલ સાત આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે અને બે આરોપીને ડીટેઈન કર્યા છે. હાર્દિકના મોત પછી તેની પત્ની નયનાએ મીડિયા સાથે વાતચીત કરતા સૂર્યાએ નવરાત્રીને તેની છેડતી કરી હોવાનું વાત કરી હતી.નયનાએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સૂર્યા મરાઠી મારી છેડતી કરી ગયો હતો.આ બાબતે હાર્દિક અને સૂર્યા વચ્ચે મગજમારી થઇ હતી. ત્યારબાદ હાર્દિક અને સૂર્યા વચ્ચે દુશ્મનાવટ થઇ ગઈ હતી. તે સમયે સૂર્યાએ તેના પંટરો અમારી ઘરે મોકલ્યા હતા અને તેને ઘરમાં તોડફોડ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે, હાર્દિકને સરખો રહેવાનું કહી દેજે. સૂર્યાએ છેડતી કર્યા પછી અમે લોકોએ ત્યાથી ઘર ખાલી કરી નાંખ્યું હતું અને પછી અમે લોકો કતારગામમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતા.

છેડતી થઇ ત્યારે અમે લોકો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયા હતા પણ હાર્દિકે ફરિયાદ કરવાની ના પાડી હતી.નયનાએ વધુમાં જણાવ્યું હતું કે, એમની સાથે વાત થઇ ત્યારે તેમને એવું કીધું હતું કે, એકથી બે દિવસમાં ઘરે આવું છું અને પછી સાડા બારથી એક વાગ્યે વાત કરી ત્યારે તેમને કહ્યું કે, હું સિલ્વર સ્ટોનમાં બેઠેલો છું અને મને થોડું વાગ્યું છે. કોને માર્યું એ કહ્યા વગર તેમને ફોન કાપી નાંખ્યો હતો.સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. રાહુલ અને સતિષની પોલીસે ધરપકડ કરી છે.મળતી માહિતી મુજબ અગાઉ એક કિન્નરની હત્યા મામલે સતિષની પોલીસે ધરપકડ કરી હતી. થોડા દિવસ પહેલા જ સતિષ જામીન પર છૂ્ટ્યો હતો. પોલીસ મથકમાં હાજરી પુરાવ્યા બાદ સતિષે સૂર્યા મરાઠીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસે અન્ય આરોપી સુમિત, વિક્કી, સાહિત સિંધીની શોધખોળ હાથધરી છે.સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. રાહુલ અને સતિષની પોલીસે ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here