જાણો કેમ 29 વર્ષ ની ઉંમર છે લગ્ન માટે પરફેક્ટ,જાણો એનું કારણ….

0
165

આપણા દેશમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે. હિન્દુ મેરેજ એક્ટ સિવાય સ્પેશ્યલ મેરેજ એક્ટ, મુસ્લિમ મેરેજ એક્ટ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ, પારસી મેરેજ એક્ટ જેવા જુદા જુદા લગ્નના કાયદા છે.આપણા વડીલો હંમેશા આપણને એક બાબત કહેતા આવ્યા છે જે કદાચ તમારા દાદા દાદી એ પણ તમને કહી હશે , એ છે જયારે પણ કોઈ યુવક કે યુવતી લગ્નની ઉમર લાયક થાય ત્યારે હંમેશા કહે છે કે યોગ્ય ઉંમરે લગન કરવા જોઈએ અને છોકરા કરતા છોકરી 4-6 વર્ષ નાની જ શોધવી જોઈએ અથવા તો છોકરી કરતા છોકરો 4-7 વર્ષ મોટો શોધવો જોઈએ.તો એવું ક્યાં કારણોસર કહેવામાં આવે છે એ જાણવાની કોશિશ કરી છે ક્યારેય??

આજકાલનું તો નહિ પરંતુ વર્ષો પહેલાથી જ લવ મેરેજનું ચલણ વિકસિત થયેલું છે, અને મોટાભાગના લવ મેરેજમાં લવ  અભ્યાસ દરમ્યાન થયો હોય છે અને એમાં પણ યુવક અને યુવતીની ઉમર પણ એક સમાન જ હોય છે. જેના કારણે એવું પણ મોટા ભાગે જોવા મળ્યું છે કે એ ઉંમરના પડાવમાં થયેલા પ્રેમ અને બાદમાં લગ્ન અને થોડા જ સમયના અંતરે ઝગડાઓ પણ થવા લાગે છે, જેનું મુખ્ય કારણ બંને પતી-પત્નીની હમ ઉમર હોવાનું પણ છે. જેમાંઆથી એક પણ મોટું નથી કે એક પણ નાનું નથી.મેચ્યોરિટી એ સંબંધને ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે અને એટલે જ વડીલોએ લગ્ન જેવા આજીવન સંબંધ માટે છોકરીની ઉમર નાની અને છોકરાની ઉમર મોટી હોવી જોઈએ તેવું ચલણ વિકસાવ્યું છે.એવું માનવામાં આવે છે કે છોકરીઓ વધુ ભાવુક અને લાગણીશીલ હોય છે અને લગ્ન બાદ પણ આ ભાવુકતા બંનેના જીવનમાં કોઈ પ્રશ્ન ના થવા દે એટલા માટે જ છોકરો છોકરી કરતા મોટો હોય તો તે ચોકતીની લાગણીઓને સમજી તેને યોગ્ય દિશામાં વાળી શકે છે.

આ ઉપરાંત છોકરાઓ કાયરતા છોકરીઓની ઉમર વધુ દર્શાઈ આવતી હોય છે, જેણા કારણે પણ આ રીતનું ચલણ અપનાવાયું છે જેમાં છોકરો મોટો હોય તો પણ બંને છોકરી વધુ ઉંમરની નથી દર્શાતી હોતી.લગ્ન બાદ ગૃહસ્થ જીવનમાં પણ જો યુવકની ઉમર મોટી હશે તો તાલમેલ સાધવો સહેલો બને છે, આ ઉપરાંત તે મેચ્યોર હોવાને કારણે પત્નીને તેના કામમાં પણ મદદરૂપ થાય છે. પરંતુ જો એવી રીતે ઉંમરનો ભેદભાવ નથી હોતો અને હમ ઉમર કપલ હોય છે ત્યાં આ  પરિસ્થિતિ નથી જોવા મળતી.

29ની ઉંમર લગ્ન માટે પરફેક્ટ છે, જાણો કેમ…

દરેક યુવક કે યુવતી સામે આ સવાલ આવે જ છે કે લગ્ન ક્યારે કરવા. લગ્નને લઈ હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં લગ્ન માટેની યોગ્ય ઉંમર જાણવા મળી છે. આ સર્વે મુજબ લગ્ન માટેની પરફેક્ટ ઉંમર છે 29 વર્ષ. આગળની સ્લાઈડમાં જાણો શા માટે પરફેક્ટ છે આ ઉંમર.

લગ્ન માટે તૈયાર

ખાસકરીને યુવતીઓ માટે કરિયર અને લગ્નનો સવાલ મહત્વનો હોય છે. સારી કરિયર બનાવવાની ઈચ્છા દરેકને હોય છે પરંતુ પરિવારની જવાબદારી પરંપરાગત રીતે મહિલાની માનવમાં આવે છે. એવામાં જ્યાં સુધી તે માનસિક અને શારીરિક રીતે તૈયાર ન હોય ત્યાં સુધી તે સંપૂર્ણ પરિવારને સંભાળી શકતી નથી.

પસંદ નાપસંદ

આ ઉંમર સુધી તમારામાં એ સમજ વિકસીત થઈ જાય છે કે કોઈ યુવક કે યુવતીમાં તમને શું પસંદ છે અને શું નહી. તમે સમજી વિચારીને યોગ્ય પાત્રની પસંદગી કરી શકો છો અને સંબંધો તૂટવાની આશંકા નથી રહેતી.

પોતાનું ઘર

યુવક અને યુવતીઓને 24-25 વર્ષમાં નોકરી મળતી હોય છે. 29ની એજ સુધી પહોંચતા પહોંચતા તેઓ પોતાનું નાનું કે મોટું ઘર બુક કરી લે છે. એટલે કે આ ઉંમરે તેઓ પોતાનો ઘરસંસાર ચલાવવા માટે તમામ રીતે તૈયાર હોય છે.

કરિયર

કરિયરના શરૂઆતના પાંચ વર્ષ ખૂબ મહેનતની જરૂર હોય છે. જો તમને 24 વર્ષની ઉંમરમાં નોકરી લાગી હોય તો પાંચ વર્ષ પોતાની નોકરીને આપો. 29ની ઉંમર આવતા-આવતા કામ પર સારી પકડ આવી જાય અને સરળતાથી પોતાનો પરિવાર શરૂ કરી શકો.

એજ ગેપ

લગ્ન માટે 29 યોગ્ય ઉંમર એટલા માટે જ છે કેમ કે પતિ અને પત્ની વચ્ચે એજ ગેપ વધારે નથી હોતો. બંને મેચ્યોર હોય છે અને વાત વાતમાં લડવાને બદલે સમજદારીથી કામ લેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here