જાણો એવુ તો શુ વિશેષ છે આ પાડામા કે છે આટલુ મુલ્ય?

0
212

મિત્રો નમસ્કાર આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક ઍવા પાડા વિશે જેના વિશે કહેવામા આવી રહ્યુ છે કે આ પાડાની કિમત 15 કરોડ છે હાલ થોડા સમય પહેલા જ રાજસ્થાનના પુષ્કર શહેરમા વિશ્વનો સૌથી મોટો પશુમેળો લગાવવામા આવેલો હતો. આ મેળામા સૌ કોઈ પોતાના પશુઓને લઈને આવ્યા હતા પરંતુ, આ પશુઓની વચ્ચે આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો એક પાડો. આ પાડાનુ મુલ્ય સાંભળીને સારા સારા વ્યક્તિઓ ને ચક્કર આવી જાય છે કારણકે, આ પાડાનુ મુલ્ય છે અંદાજે ૧૫ કરોડ.

મિત્રો તમને જણાવી દઇએ કે આ પાડાનુ આટલી બધી કિમત રાખવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે, જેના વિશે આપણે આગળ લેખમા ચર્ચા કરીશુ અને આ ઉપરાંત આ પાડો અનેક વિધ આવડતો પણ ધરાવે છે, આ આવડતો માણસો થી એકદમ મળતી આવે છે અને કદાચ આ જ કારણોસર તેનુ મુલ્ય આટલુ વધારે છે. તો ચાલો જાણીએ કે, આ પાડો કઈ-કઈ વિશેષતાઓ ધરાવે છે મિત્રો આ મેળામા જે પાડો ચર્ચાનુ વિશેષ કારણ બન્યો છે, તેનુ નામ છે ભીમ. આ પાડાને જોવા માટે લોકો દૂર-દૂર થી આવે છે.

મિત્રો ફક્ત એટલુ જ નહિ તેના માલિક પાસે આ પાડાનુ મુલ્ય વધારે હોવાના કારણો વિશે પણ જાણે છે તમને જણાવી દઈએ કે, આ પાડા એ આટલુ સારું કદ ફક્ત ૬ વર્ષમા જ મેળવ્યુ છે, આ કારણોસર જ તેને વિશેષ માનવામા આવે છે. આ મેળામા જે કોઈપણ વ્યક્તિ આવતુ તે ફક્ત આ પાડામા રહેલી વિશેષતાઓ જાણવા માટે ઉત્સાહિત રહેતુ એવુ તો શુ વિશેષ છે આ પાડામા કે છે આટલુ મુલ્ય આ પાડા ના માલિકે જણાવ્યુ કે, તેનુ મુલ્ય ૧૫ કરોડ રૂપિયા એટલે આંકવામા આવ્યુ છે કારણકે, આ પાડો અન્ય પાડાઓ કરતા સાવ અલગ હોય છે.

મિત્રો આ પાડા થી જે કોઈપણ ભેંસ ગર્ભવતી થાય છે, તે હમેંશા વધુ દૂધ આપનાર ભેંસને પેદા કરે છે. આ કારણોસર જ તેનુ મુલ્ય ૧૫ કરોડ લગાવવામા આવ્યુ છે આ જ કારણ છે કે, લોકો આ ભેંસાને ખરીદવા માટે ખુબ જ ઉત્સુક છે. આ પાડાનો પ્રયોગ ભેંસોને ગર્ભવતી કરવા માટે કરવામા આવે છે, જેથી આ પાડાની માંગ પણ ખુબ જ વધારે છે મિત્રો આ પાડાના માલિકે આગળ જણાવ્યુ કે, તેનો ડાયટ પ્લાન પણ ખુબ જ વિશેષ છે. આ પાડો લગભગ એક આખા દિવસમા એક કિલો જેટલા ઘી નુ સેવન કરે છે. આ સિવાય તે અઢળક બદામ અને કાજુ નુ પણ સેવન કરે છે.

મિત્રો આ પાડાને ડ્રાયફ્રુટ્સ નુ સેવન કરવુ ખુબ જ વધારે પસંદ છે અને ફક્ત આટલુ જ નહિ, તે માખણ અને મધનુ પણ સેવન કરે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ પાડા ની સાર સંભાળ રાખવા માટે અને તેની ખાણીપીણી પાછળ અંદાજે સવા લાખ રૂપિયા ખર્ચ કરવામા આવે છે અને આ કારણોસર જ તેનુ મુલ્ય વધારે છે માત્ર ૬ વર્ષના સમયકાળમા મેળવ્યુ આ કદ
આ પાડાના માલિકે જણાવ્યુ હતુ કે ૬ વર્ષના સમયકાળ ના અથાગ પરિશ્રમ બાદ તેનુ કદ આટલુ વધ્યુ છે તમને જણાવી દઈએ કે, ફક્ત આ પાડા ની સાર-સંભાળ રાખવા માટે ચાર જેટલા રખેવાળો ને રાખવામા આવ્યા છે અને આ રખેવાળો નિયમિત એક કિલો સરસવ ના ઓઈલ થી તેની કરે છે જેથી તેનુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.

મિત્રો આવો જ એક બીજા પાડા વિશે જણાવવા જઇ રહ્યા છે તમે આજ સુધી ભેંસો તો હજારો જોઈ હશે પરંતુ આજે તમે એક એવા પાડા વિશે બતાવવા જઈ રહ્યા છીએ કે જેને પાડાની દુનિયાનો સૌથી કિંમતી પાડો કહેવામા આવે છે. આ પાડાનું નામ યુવરાજ છે અને તમને જણાવી દઇએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ આ નવ કરોડના પાડા ને જોઈ ચૂક્યા છે. હકીકતમાં જયપુરમાં થનાર એગ્રીટેક મીટમાં મૂળા નર્સના પાડા પર બધાની નજર રહી છે. તેના પહેલા પણ યુવરાજે ઉત્તર ભારતમાં અનેક એગ્જિબિશનની શાન વધારી છે.

યુવરાજ ના માલિક તેને નવ કરોડ રૂપિયામાં પણ વેચવાની ના પાડી દીધી. દુનિયાભરમાં પાડાની મુર્રા નસ્લ સૌથી શ્રેષ્ઠ નસ્લ માનવામાં આવે છે અને તે સામાન્ય રીતે ભારતમાં હરિયાણા અને પંજાબમાં જોવા મળે છે. પરંતુ આ વખતે આ નસ્લની અમુક ભેંસ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. યુવરાજ ત્યારે સમાચારમાં આવ્યો જ્યારે હરિયાણાના કુરૂક્ષેત્ર માં રહેતા તેના માલિક કર્મવીર એ તેને નવ કરોડ રૂપિયા વેચવા માટે ના પાડી દીધી.

તેના પાછળનું કારણ એ હતું કે યુવરાજના સ્પર્મ વેચીને અને મવેશી શોમાં ભાગ લઈને કર્મવીર દર મહિને સાત લાખ સુધીની કમાણી કરે છે. મુર્રા નસ્લના સૌથી શ્રેષ્ઠ પાડા માંથી એક એવા યુવરાજે અત્યાર સુધીમાં ૧૭ નેશનલ એવોર્ડ જીત્યા છે. તેટલું જ નહીં યુવરાજના સ્પર્મ થી અત્યાર સુધી દોઢ લાખ પાડાઓ પેદા થયા છે. ખબરોનું માનવમાં આવે તો યુવરાજની માં પણ એક દિવસમાં ૨૫ લિટર દૂધ આપતી હતી.

યુવરાજના માલિક કર્મવીર કહે છે કે નવ કરોડનો પાડો યુવરાજ એક દિવસમાં 3.5 ml લીટર થી 5 ml લિટર સુધીનું ઉચ્ચ કક્ષાનું સ્પર્મ જનરેટ કરે છે. તેમના 0.25 ml ની કિંમત 1500 રૂપિયા હોય છે. યુવરાજ 14 ફૂટ લાંબો અને છ ફૂટ ઊંચો છે. એક દિવસમાં ૨૦ લીટર દૂધ પીવે છે, પાંચ કિલો ફળ ખાય છે અને ૧૫ કિલો પશુઆહાર થાય છે.

મિત્રો આટલું જ નહીં યુવરાજ દરરોજ પાંચ કિલોમીટર ચાલે છે. તમને જણાવી દઇએ તો આ નવ કરોડના પાડા ને ખરીદવા માટે એક કિસાને 7 કરોડની ઓફર આપી હતી અને દક્ષિણ આફ્રિકા ના એક દૂધના વેપારીએ નવ કરોડ રૂપિયા આપીને આ પાડા ને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ યુવરાજના માલિકે દરેકની ઓફરને અસ્વીકાર કર્યો.