જાણો ચોટીલા વાળી ચમુંડા માંનો આ રસપ્રદ ઇતિહાસ, જેમના દર્શન માત્રથી દૂર થાય છે દરેક મનોકામનાઓ…..

0
787

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આજના સમયમાં દરેક લોકો ધાર્મિક વિધિ તેમજ દેવી દેવતાઓ માં માનતા હોય છે અને લોકો પૂર્ણ શ્રદ્ધા થી માતાજી અને ભગવાનની સેવા કરતા હોય છે મિત્રો આ લેખમાં અમે તમને ચોટીલા ધામ ના ચામુંડમાં વિશે જણાવવા જઈ રહ્યા છે.જેમના પરચા આજે પણ પ્રચલિત છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ચોટીલા મંદિર ડુંગર પર આવેલું છે તેમજ અહિય લોકો શ્રદ્ધા થી માતાજીના દર્શન કરવા આવે છે અને ચામુડમાં દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરનો હજારો વર્ષ જૂનો ઈતિહાસ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. મહંત ગોસાઇ ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં હતા.તેના પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી સવારે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું આવું પૂછ્યું.અને પછી તે અલોપ થઈ ગયા.

ચોટીલા માં ચામુંડા મ નું મંદિર આવેલું છે. તે સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર પાંચાળ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં થયો હતો, ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા બિરાજમાન છે. લાખો લોકો માતાજી ના દર્શન કરવા માટે ચોટીલા જાઈ છે. ચોટીલા પંથકની ભૂમિમાં પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા જોડાયેલી છે.

પાંચાળ પંથકના ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો ભક્તો શ્રદ્ધા સાથે ચાલીને માતાજી સામે મસ્તક ઝુકાવે છે. ૧૪૦ વર્ષથી ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ગોસાઇ પરિવારના સભ્યો કરે છે.જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે.

રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.ચોટીલા ડુંગર પર વર્ષ માં નવરાત્રિ મહા ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર ઉજવવામાં આવે છે. હાઇવે પર ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં દ્રશ્યો જોવાં મળે છે.

ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી ચાલે છે. ત્યારે મોટી ઉંમરના લોકો પણ ડુંગર ચડી જાઈ છે. એવી માતાજીની કૃપા છે.ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો. વિક્રમ સંવત 1910થી 1916 એટલે 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુ અહીં માતાની પૂજા કરતા હતા. અત્યારે તેમના વારસદારો માતાજીની સેવા કરે છે અને યાત્રાળુઓની સગવડ માટે કાર્યો કરે છે.

અમુક ભક્તો ખુલા પગે અમુક આળોટતાં આળોટતાં કે પછી દંડવત્ પ્રણામ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં ચડે છે. તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક પણ આસ્તિક થઈ જાઈ છે. ડુંગરની તળેટીમાં ભોજનાલયમાં દરરોજ બપોરે લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ બધા ભક્તો ને જમાડવામાં આવે છે.લોકો નું કહેવું છે કે પહેલા ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા. સોમલાબાપુ ખાચર જ્યારે બહારગામ જાય ત્યારે તેની સાથે ભાલું રાખતા તે ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરતા હતાં.

ચોટીલા માં ડુંગરની તળેટીમાં દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં વગેરે વસ્તુ વેચાઈ છે. ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે.હજારો વર્ષ પહેલા ધરતી પર શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે રાક્ષસોનું રાજ હતું.તે બે રાક્ષસો દ્વારા ધરતી અને સ્વર્ગ માં બહુ જ અત્યાચાર કરવામાં આવ્યો.તેથી બધા દેવતાઓ એની સાથે વામણા સાબિત થઇ રહ્યા હતા ત્યારે બધા દેવતા ગણ અને મનુષ્યો દ્વારા માતા દુર્ગા ની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેવો પોતે બધા દેવતા ગણ અને મનુષ્યો ની રક્ષા કરશે.

ત્યારે માતા દુર્ગા કોશિકી નામ થી અવતાર લે છે.ત્યારે કોશિકી ને શુમ્ભ અને નીશુંમ્ભ ના બે દૂતો જોઈ લે છે અને તે દૂતો એ શુમ્ભ અને નીશુંમ્ભ રાક્ષસોની પાસે જાય છે અને તેને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોક ના રાજા છો.તમારી જોડે બધાજ પ્રકારના અમૂલ્ય રત્નો છે.ઇન્દ્ર ભગવાન નો ઐરાવત હાથી પણ તમારી પાસે છે.તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણેય લોક માં સર્વસુંદર હોય.

આ વાત સાંભળીને શુમ્ભ અને નીશુંમ્ભ ને પોતાના એક દૂત ને કોશિકી પાસે મોકલે છે.અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું કે શુમ્ભ અને નીશુંમ્ભ ત્રણેય લોક ના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે.આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકી ને જણાવે છે.ત્યારે માતા કોશિકી કહે છે કે શુમ્ભ અને નીશુંમ્ભ બંને મહાન બળશાળી છે.પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે એની જ સાથે હું વિવાહ કરીશ.

ત્યારે તે બંને દૂત કોશિકીની આ વાત સાંભળીને પાછા જાય છે અને તે દૂત દ્વારા આ વાત શુમ્ભ અને નીશુંમ્ભ ને જણાવે છે.ત્યારે તે બંને રાક્ષસ કોશિકીનાં આ વચન ની વાત સાંભળીને ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે તે નારીનું આટલું દુસ્સાહસઃ કે તે મને યુદ્ધ માટે લલકારે.ત્યારે શુમ્ભ અને નીશુંમ્ભ દ્વારા ચંડ અને મૂંડ નામના બે અસુરોને મોકલે છે અને તે અસુરને કહે છે કે તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો. અને ત્યારે ચંડ અને મૂંડ માતા કોશિકીની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહ્યું.

ત્યારે માતા કોશિકી દ્વારા તેમની સાથે જવા માટે ના પાડે છે,ત્યારે તે બંને અસુર માતા કોશિકી પર પ્રહાર કરે છે.ત્યારે માતા કોશિકી એ પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કરે છે અને ચંડ અને મૂંડ નામના બંને અસુરનો વધ કરે છે.અને ત્યારથી ચંડ અને મૂંડ નામના અસુરને મારવાને કારણે માતા દુર્ગા નું નામ ચામુંડા કેવાય છે.