Breaking News

જાણો અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો કરી ચૂક્યાં છે, નરેશ કનોડિયા…

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા નું નિધન થયું છે. કોરોનાગ્રસ્ત નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હત આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા એ  તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી પણ આખરે નરેશ કનોડિયા જિંદગી હારી ગયા હતા.

નોંધનીય છે કે આ પહેલા તેમના મોટાભાઈ મહેશ કનોડિયા એ પણ આ ફાની દુનિયા ને અલવિદા કરી દીધું હતું આમ એકસાથે બન્ને ભાઈઓ નું અવસાન થતાં તેમના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે.મિત્રો આજે આપણે તેમનાં જીવનને યાદ કરતાં તેમનાં જન્મ થી લઈને અંતિમ સમય સુધીના સફર વિસે વાત કરીશું.તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો.

તેમની પત્નીનું નામ રીમા છે. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ છે. તેમની સાથે તેઓ ઘણાં ગુજરાતી ચલચિત્રોમાં સંગીતકાર મહેશ-નરેશ તરીકે પણ સંગીત આપી ચુક્યા છે. તેઓ મહેશકુમાર એન્ડ પાર્ટીમાં જોની જૂનિયરના ઉપનામે છેલ્લાં ચાલીસેક વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે.નરેશ કનોડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે ૪૦ વર્ષોનો છે.આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે ૭૨ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેલીને આવ્યા ફૂલ થી કરી હતી.

નરેશ કનોડિયાના કેટલાંક જાણીતા ફિલ્મોમાં જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલામારૂ, મેરૂમાલણ, વણજારી વાવ, જુગલ જોડી વગેરે છે. તેમણે ૧૨૫ ગુજરાતી ચલચિત્રોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટાભાઈ મહેશ કનોડિયા સાથે જોડી બનાવીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ચલચિત્રનો કલાકાર છે. નરેશકનોડિયા ઉપેન્દ્રત્રિવેદી, અસરાની, કિરણકુમાર વગેરે સાથે ગુજરાતી ચલચિત્ર જગતની એ જુની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જેણે ૧૯૮૦ અને ૧૯૯૦નાં દાયકામાં ઘણાં સફળ ચલચિત્રો આપ્યાં.તેઓ ગુજરાતના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

નરેશ કનોડિયા એ કરેલી ફિલ્મોની વાત કરીએ તો તેમણે જોગ-સંજોગ,હિરણને કાંઠે,મેરૂ માલણ,ઢોલામારૂ,માબાપને ભૂલશો નહી ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મોતી વેરાણા ચોકમાં,પાલવડે બાંધી પ્રીત,ભાથીજી મહારાજ,પરદેશી મણિયારો, વણજારી વાવ,તમે રે ચંપો ને અમે કેળ,જુગલ જોડી અસરાની સાથે,તાનારીરી,વેણીને આવ્યાં ફૂલ,જીગર અને અમી સંજીવકુમાર સાથે,કડલાની જોડ કિરણકુમાર સાથે સાયબા મોરા કિરણકુમાર સાથે,રાજકુંવર અરવિંદકુમાર સાથે ટહુકે સાજણ સાંભરે,લોહી ભીની ચુંદ્ડી,વીર બાવાવાળો.

કંકુની કિંમત ડેની, વિનોદ મેહરા અને બિંદીયા ગોસ્વામી સાથે સંત સવૈયાનાથ,હિરલ હમીર,ધંતીયા ઓપન,બાપ ધમાલ,દીકરા કમાલ હીતુ કનોડિયા સાથે જોડે રહેજો રાજ,પારસ પદમણી રાજીવ સાથે કાળજાનો કટકો રણજીત રાજ સાથે બેની હું તો બાર બાર વરસે આવીયો,વટ વચન ને વેર,લાડી લાખની સાયબો સવા લાખનો,કેશર ચન્દન,નર્મદાને કાંઠે,મહેંદી રંગ લાગ્યો,વિશ્વકર્મા,રાજ રતન,સાજણ હૈયે સાંભરે મણિરાજ બારોટ સાથે પંખીડા ઓ પંખીડા,તારી મહેંદી મારે હાથ.

ઉજળી મેરામણ,વટનો કટકો અરૂણ ગોવિલ સાથે ઉંચા ખોરડાની ખાનદાની,દુ:ખડા ખમે ઇ દીકરી,સોનલ સુંદરી,શેરને માથે સવાશેર દિપક ઘીવાળા સાથે ગરવો ગુજરાતી,ઊંચી મેડીના ઊંચા મોલ,અખંડ ચુડલો,મેરૂ મુળાંદે,શ્રી નાગદેવ કૃપા,પ્રીત પાંગરે ચોરી ચોરી,આંગણિયા સજાવો રાજ,દોઢ ડાહ્યા,દલડું લાગ્યું સાયબાના દેશમાં,મન સાયબાની મેડીએ,રૂડો રબારી,હાલો આપણા મલકમાં,સૌભાગ્ય સિંદુર નિરૂપા રોય સાથે ઓઢું તો ઓઢું તારી ચુંદડી.

છોટા આદમી જે હિંદી માં હતી,પરભવની પ્રીત,સાજણ તારા સંભારણા,રઢિયાળી રાત,મરદનો માંડવો,ઢોલી તારો ઢોલ વાગે,પટેલની પટેલાઇ ઠાકોરની ખાનદાની,ઢોલામારુ જે રાજસ્થાની ફિલ્મ હતી.ધરમભાઈ જે રાજસ્થાની ફિલ્મ હતી.બીરો હોવે તો ઐસો(ઊંચી મેડીના ઊંચા મોલનું રાજસ્થાની ડબિંગ વર્ઝન,હિરલ હમીર જે હિન્દી, ડબિંગ વર્ઝન હતું.આટલી ફિલ્મો નરેશ કનોડિયાએ કરી હતી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓને અપાતા એવોર્ડ પૈકી નીચેની વિગતે નરેશ કનોડિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે 1974-75 સંગીતકાર તરીકે શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે 1980-81દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે 1980-81 નિર્માતા તરીકે.

શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે 1980-81.સંગીતકાર તરીકે.શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે 1991-92 સંગીતકાર તરીકે.નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે.2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ.

About Hu Gujarati TEAM

Check Also

ડાયરાના કિંગ કહેવાતા કીર્તિદાન ગઢવી રહે છે આ ઘરમાં,જુવો તમામ તસવીરો

મિત્રો દરરોજની જેમ આજે પણ હું એક એવો લેખ લઈને આવ્યો છું કે જેમાં વિશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *