જાણો આ ચમત્કારી વૃક્ષ વિશે જેમાં વાસ હોય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જેમની પુજા કરવાથી દરેક મનોકામના થશે પૂર્ણ…

0
18

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મનું વૃક્ષોની સાથે ઊંડું જોડાણ છે. આપણાં શાસ્ત્રોમાં વૃક્ષોની મહત્તા વિશે ઘણું આલેખાયેલું છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ એક પીપળાનું ઝાડ, એક લીમડો, ત્રણ બીલીનાં ઝાડ, ત્રણ આમળાંનાં ઝાડ અને પાંચ આંબાનાં ઝાડ ઉગાડે તેને પુણ્યશાળી આત્મા ગણવામાં આવે છે. આ કાર્ય કરનાર વ્યક્તિને ક્યારેય નરકનાં દર્શન નથી થતાં. આપણાં શાસ્ત્રોમાં દસ એવાં વૃૃક્ષો વિશે આલેખવામાં આવ્યું છે જેને ઉગાડતાં તમારું ભાગ્ય ખીલી ઊઠે છે.

પીપળો, આપણાં શાસ્ત્રોમાં પીપળાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. વર્ષો પહેલાં જ્યારે પૃથ્વી પર દેવી-દેવતાઓનો વાસ હતો ત્યારે આ વૃક્ષને અશ્વત્થ કહેવામાં આવતું હતું, કારણ કે તે સમયે પીપળાના વૃક્ષની નીચે ઘોડા બાંધવામાં આવતા હતા. જ્યારે તેમાં રહેલા ઔષધીય ગુણોને કારણે તેને કલ્પવૃક્ષની સંજ્ઞા પણ આપવામાં આવી છે. કહેવાય છે કે પીપળાનાં મૂળથી લઇને તેનાં પાંદડાં સુધી દરેક કણમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે.

આ ઝાડ જેટલું ઔષધી તરીકે ઉત્તમ છે તેટલું જ પુણ્યશાળી પણ છે, એટલે જ તેને પૂજનીય અને પુણ્યશાળી માનવામાં આવે છે. અને એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળાના વૃક્ષને રોજે પાણી ચઢાવવાથી રોગ તમારાથી દૂર રહે છે તેમજ દુઃખો પણ તમારાથી સો ગાઉ છેટાં રહેતાં હોય છે. આપણાં ધર્મગ્રંથોમાં તો પીપળાને અમૃતતુલ્ય ગણવામાં આવ્યો છે. વળી, આ ઝાડ બીજાં બધાં જ ઝાડમાં સૌથી વધારે ઓક્સિજન છોડે છે તેથી તેને પ્રાણવાયુનો ભંડાર પણ કહેવામાં આવ્યો છે.

સ્કન્દ પુરાણમાં કહેવાયું છે કે પીપળાની અંદર દરેક દેવતાનો વાસ છે, તેથી તેની પરિક્રમા કરવાથી સર્વ દુઃખનો નાશ થાય છે અને તમને અત્યંત પુણ્ય પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે શનિવારે અમાસના દિવસે પીપળાને જળ ચઢાવી તેની પૂજા કરી અને સાત વાર પરિક્રમા કરવામાં આવે તો તમને દરેક પ્રકારની શાંતિ મળે છે.

વડ, વડને વટવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ વૃક્ષ ઘટાટોપ હોવાને કારણે તેને વટવૃક્ષનું ઉપનામ આપવામાં આવ્યું છે. પીપળા પછી આપણાં શાસ્ત્રોમાં વડને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યંન છે. એટલું જ નહીં, વડ સાવિત્રી નામનું એક આખું વ્રત પણ આ વૃક્ષ તરફથી મળતા આશીર્વાદને પ્રાપ્ત કરવા માટે જ કરવામાં આવે છે. પીપળામાં જેમ ભગવાન વિષ્ણુનો વાસ છે તેમજ વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાનું શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યું છે.આટલું જ નહીં વડને સાક્ષાત્ શિવનું રૂપ પણ માનવામાં આવે છે, એટલે જ વડનાં દર્શન કરવાં એ શિવનાં દર્શન કરવાં બરાબર જ છે. જે જાતકોને જીવનમાં કોઇ ને કોઇ વ્યાધિ સતત સતાવ્યા કરતી હોય તેણે વડને જળ ચડાવીને રોજે દર્શન કરવાં. આમ કરવાથી દરેક તકલીફ દૂર થાય છે.

આંબો, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ ઘરમાં શુભ પ્રસંગ હોય ત્યારે ઘરના મુખ્ય દ્વારની સામે અચૂક આંબાનાં પાનવાળી એક ડાળી રાખવી જોઇએ, તેનાથી ઘરમાં દેવી-દેવતાઓને આમંત્રણ મળે છે અને તમારું ઘર પણ પવિત્ર બને છે. આ તો માત્ર બે જ વૃક્ષોની વાત થઇ આપણે આવાં દસ વૃક્ષની વાત કરવાની છે, જેની આવતા અઠવાડિયે વિગતે વાત કરીશું.

યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે તેમજ અમુક પ્રકારના જીવાણુઓ નાશ પામે છે. વરસાદ માટે હવનથી યોગ્‍ય વાતાવરણનું સર્જન થાય છે. આ હવન માટે શ્રેષ્‍ઠ સમીધ (બળતણ) પીપળાનું લાકડુ છે. આવા શ્રેષ્‍ઠ વૃક્ષનું જતન કરવા માટે શાસ્‍ત્રમાં લખ્‍યુ છે કે, પીપળાનું યજ્ઞ સિવાય છેદન કરવાથી મહાપાતક લાગે અને પાછળના આ શ્રેષ્‍ઠ વૃક્ષનું જતન તથા સંવર્ધનને હેતુ હશે.પીપળો આયુર્વેદમાં પણ શ્રેષ્‍ઠ વૃક્ષ છે.

પીપળાના ફળ (પેપડી) ખાવાથી વાણી શુધ્‍ધ છે. કાલુ બોલતા બાળકોને આ ફળ આપી રોગમુકત કરી શકાય. પીપળાના પ્રજાસત્તાક ગુણને કારણે નિઃસંતાન દંપતિએ દરરોજ પીપળાના વૃક્ષને જળ સિંચન કરવાથી વ્‍યંધ્‍તવ દોષ દૂર થાય છે તેવુ સાંભળેલ છે. પીપળના વૃક્ષ નીચે બેસી કોઈપણ મંત્રની માળા, યોગ્‍ય નક્ષત્ર અથવા તિથિના યોગમાં કરવાથી મંત્ર સિદ્ધ થાય છે.

પિતૃદોષને કારણે ઘણા લોકો બહુ તકલીફ-પરેશાની ભોગવતા હોય છે. તે માટે શાસ્‍ત્રમાં નારાઅણબલી, પ્રેતબલી, તર્પણ વગેરે ઉપાયો આપેલા છે જ, પરંતુ ચાંદીના વાસણથી પીપળાને જળ સિંચન કરવાથી પિતૃઓ શાંત થાય છે તથા આશિર્વાદ આપી સુખી કરે છે એવો ઘણા લોકોનો અનુભવ છે. આ બધા ઉપાયોનું ફળ શ્રધ્‍ધા પર આધારીત છે. શ્રધ્‍ધાની તીવ્રતા પ્રમાણે ફળ મળતુ રહે છે.વડ જેમ જૂના પીપળાના વૃક્ષમાં વડવાઈ થાય છે. આ વડવાઈ બાળકોની આંચકી માટે શ્રેષ્‍ઠ દવા છે. જે જાણકાર વૈદ્યની સૂચના મુજબ જરૂરતમંદો અજમાવી શકે.

પીપળાના વૃક્ષમાં બ્રહ્મ, વિષ્‍ણુ, મહેશ તથા લક્ષ્મીજીનો પણ વાસ છે તેમ શાસ્‍ત્રમાં લખ્‍યુ છે. પીપળાના વૃક્ષ પાસે વિષ્‍ણુ સહસ્‍ત્રનામનો પાઠ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેવુ વિધાન છે.આવુ ઉત્તમ વૃક્ષ ભારતમાં ગામે ગામ, ગલીએ ગલીમાં છે. તેનો શ્રેષ્‍ઠ ઉપયોગ તથા જતન સંવર્ધન કરવાથી ઘણા લાભો થાય તેમ છે. જે દરેકે પોતપોતાના અનુભવો રેકોર્ડ કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો.