જાણો બહુચરાજીધામ નો રસપ્રદ ઇતિહાસ,આ રીતે નામ પડ્યું હતું બહુચર 51 શક્તિપીઠ માનું એક છે આ મંદિર,જાણો ઇતિહાસ વિશે…..

0
1013

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંબહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં મૂડી તાલુકામાં આવેલું નગર છે. અહીં આવેલુ શ્રી બહુચરમાંતાજીનું મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.તે ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાનું એક છે.બહુચર માતાનું મંદિર બેચરાજી શહેરના મધ્યમાં આવેલું છે. આ મંદિર કિલ્લા અને દ્વારનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા સંવત ૧૭૮૩ અથવા ૧૮૩૯ માં કરવામાં આવ્યું હતું. તે સમયે કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ૩ ગામો આપ્યા, આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી.બી.આર. રેલવે વિસ્તરણ કર્યું હતું. જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠણ બેચરાજી સુધી હતું.

કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું. તેનોે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું, અને ત્યાર બાદ કલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.એ સમયે માનાજીરાવ ગાયકવાડ કડી પ્રાંતના સૂબા તરીકે ફરજ બજાવતા હતા, અને જેના કારણે તેઓ કડીમાં જ વસવાટ કરતા, ચૂંવાળામાં એ સમયે ચોર અને લૂંટારુંઓનો ત્રાસ વધુ હતો, જેના કારણે માનાજીરાવ ચોર-લૂંટારુઓની શોધમાં ઠેર ઠેર ભટકતા હતા, તેઓ તેમની શોધમાં શ્રી બહુચરાજી માતાજીના વરખડીવાળા સ્થાને આવી પહોંચ્યા, પરંતુ એ સમયે આ સ્થળ વિશે કોઈને એટલી જાણકારી નહોતી, આ ગુપ્ત સ્થાન જેવું જ હતું, મણાજીરાવને પાઠાનું દર્દ હતું તેનાથી તે ખુબ જ પીડાઈ રહ્યા હતા, તેમને ઘણી દવાઓ કરી છતાં પણ તેમનો આ રોગ મટતો નહોતો, પોતાના દર્દ વિશે તેમને મંદિરના પુજારીને વાત કરી અને પુજારીએ માતાજીની બધા રાખવા માટેની સલાહ આપી, મંદિર પાસે આવેલી ચમત્કારિક તલાવડીની માટી માતાજીનું સ્મરણ કરીને લગાવવાની પણ વાત કરી.

માનાજીરાવે પુજારીના કહ્યા અનુસાર એ માટીનો લેપ લાગાવ્યો અને માત્ર 8 જ દિવસમાં તેમનું દુઃખ જડમૂળથી દૂર થઇ ગયું. માતાજીના આ પરચાના કારણે માનાજીરાવને માતાજીમાં શ્રદ્ધા બેઠી અને તેમને સાચા માંથી માતાજીની આરાધના કરી અને માતાજીને કહ્યું કે જો તેમને વડોદરાનું રાજ મળી જશે તો તેમનું ભવ્ય મંદિર બંધાવશે.માતાજીની સ્તુતિ કર્યા બાદ થોડા જ સમયમાં માનાજીરાવને વડોદરાનું રાજ્ય મળી ગયું, માતાજીને કહ્યા અનુસાર તેઓ માતાજીના દર્શને પધાર્યા અને માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માટેની માતાજી પાસે આજ્ઞા માંગી, માતાજીની આજ્ઞા માલ્ટા જ તેમને ભવ્ય મંદિર બનાવવાની શરૂઆત કરી તેમને મંદિરની ફરતા ચાર બુરજ અને ત્રણ દરવાજા વાળો કિલ્લો તેમજ દીપમાળ, માં સરોવર અને ધર્મશાળા પણ બનાવ્યા.માનાજીરાવ સિવાય પણ આ મંદિરમાં ઘણા લોકોને માતાજીના પરચાઓ મળી ગયા છે. આ મંદિરમાં કૂકડો ચઢાવવાની માનતા માનવામાં આવે છે. અને ઘણા લોકોની આ માનતાઓ ફળે પણ છે. મૂંગા લોકોને વાચા મળે છે, જઈને જીભ તોટટળાતી હોય તેવા બાળકો પણ માનતા રાખતા કડકડાટ બોલવા લાગે છે. ઘન જ ભક્તોને આ મંદિરમાં શ્રદ્ધા છે અને માતાજી તેમની શ્રદ્ધાને પૂર્ણ પણ કરે છે.લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, આજે પણ ભક્તોનું ઘોડાપુર બહુચરાજી માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ કળિયુગમાં પણ માતાજીના પરચાઓ અને તેમના હોવાના પુરાવાઓ ભક્તોને મળતા રહે છે.વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના ૧૫ દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે.

ધાર્મિક મહત્ત્વ : બહુચર માતા એક ચારણની પુત્રી હતાં, બાપલ અને દેઠા તેમની બહેનો સાથે તે મુસાફરી કરી રહ્યાં હતાં. ત્યારે બાપીયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો, ત્યાં પ્રથા હતી કે જો શત્રુઓ વધારે હોય તો શરણાગતિ ન સ્વીકારીને મૃત્યુનો સ્વીકાર કરવો. કોઇ ચારણનું લોહી વહાવવું તે ગંભીર પાપ માનવામાં આવે છે. જ્યારે બાપીયાએ હુમલો કરીને બહુચરાજી અને તેમની બહેનોના સ્તન કાપી નાંખ્યા. દંતકથા પ્રમાણે, બાપીયા શાપિત હતા, અને શ્રાપના કારણે તે નપુંસક બન્યા હતા. તેમના પરથી શ્રાપ ઉઠાવી લીધા બાદ તે બહ્યખરા માતા બની એટલે કે મહિલાનો શણગાર કરતી હતી.ભારતના હિજગ્રામ સમુદાય આજે બહુચર માતાની ભક્તિ અને પૂજા કરે છે. તેમના અનુયાયીઓ અહિંસામાં માને છે.શ્રી બહુચર માતાજીનું મંદિર ૫૧ શક્તિપીઠો પૈકીનું એક છે, જ્યાં દક્ષ પ્રજાપતિની દીકરી સતીનો હાથ પડયો હતો.

મંદિર વિશે : બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.

ધાર્મિક માન્યતાઓ : શ્રી બહુચર માતા કૂકડાની સવારી કરે છે. ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાળેલા કૂકડાં રાજ્યના ધ્વજ પ્રતીક હતાં. માતાજીના પાદરી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો અને દંતકથા છે, માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે, અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેની પૂજા કરે છે.હિન્દુ ધર્મમાં માતાજીની પૂજા માટે અત્યંત પવિત્ર ગણાતી 51 શક્તિપીઠમાં બહુચર માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. મા સતીના શરીરના ટુકડા કરીને પૃથ્વી પર વિસર્જિત કરાયા ત્યારે બેચરાજી ખાતે મંદિરના સ્થળે માં સતીના હાથ (કર) પડ્યા હોવાનું મનાય છે.હિન્દુ ધર્મ મુજબ ચૌલ ક્રિયા એટલે કે બાબરી, માનસરોવર તળાવ નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે. માનવામાં આવે છે, કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતાવવામાં આવી હતી.મંદિર સંકુલમાં શ્રી ગણેશ, શ્રી નારસંગવીર મંદિર, શ્રી નીલંકઠ મહાદેવ, શ્રી સાહેરી મહાદેવ, શ્રી સિદ્ધાર્થ મહાદેવ, શ્રી ગુંટેશ્વર મહાદેવ, શ્રી ભુલેશ્વર મહાદેવ, શ્રી કાચોલિયા હનુમાન, શ્રી ચાચર વગેરેનું મંદિર છે, તથા શ્રી ચાચર મંદિરના ની સામે હનુમાન મંદિર, હવનનું સ્થાન, માતાજીની બેઠક અને આધારસ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા છે.ઐતિહાસિક માહાત્મ્યઃ ભગવાન મહાદેવજીનાં પત્ની જ્યારે દક્ષ પ્રજાપતિના કુંડમાં કૂદી પડ્યાં અને તેમણે દેહત્યાગ કર્યો ત્યારે તાંડવ કરી રહેલા શિવજીને શાંત કરવા ભગવાન વિષ્ણુએ તેમના સુદર્શન ચક્ર વડે સતી માતાના પાર્થિવ દેહના 55 ટુકડા કર્યા અને પૃથ્વી પર તેને વિસર્જિત કર્યા.આમાંથી સતી માતાના કર (હાથ) બેચરાજીમાં પડ્યા અને અહીં બહુચર માતાજીનું મંદિર બન્યું. વ્યંડળોના આરાધ્ય દેવી ગણાતા બહુચર માતાનું મૂળ મંદિર ઈ.સ. 1783માં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાયું હતું. જેમાં માનાજીરાવ ગાયકવાડે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમુક લોકોની માન્યતા છે કે તેમણે ઈ.સ. 1839માં આ મંદિર બંધાવ્યું હતું.

બહુચર માતાજીને કૂકડાની સવારી કરતા દર્શાવાયા છે, જે સોલંકી શાસકોનું રાજચિહ્ન હતું. જેમનું એક સમયે ગર્જરધરા પર એકચક્રી શાસન હતું. મંદિર સંકુલમાં મુખ્ય 3 મંદિર છે. પહેલું છે આદ્યસ્થાન, બીજું છે મધ્યસ્થાન અને ત્રીજું સ્થાન એ છે જ્યાં હાલનું મુખ્ય મંદિર આવેલું છે જેની પર બાળ યંત્ર જડેલું છે.આ મંદિર ઉત્તર ગુજરાતમાં આરાસૂરી અંબાજી માતા જેટલું જ મહત્ત્વ ધરાવે છે. અમુક લોકોનું માનવું છે કે બહુચર માતાનું અસલ મંદિર શંખલપુરમાં છે, જે આ મંદિરથી 3 કિમીના અંતરે છે. આ કારણે તેઓ બહુચરાજી જાય ત્યારે શંખલપુર બહુચરાજીના દર્શને પણ અવશ્ય જાય છે.

ધાર્મિક પ્રસંગો  પુરાણોમાં વર્ણાવ્યા મુજબ બહુચરાજીની આજુબાજુનો વિસ્તાર દંડસુર રાક્ષસના નિયંત્રણ હેઠળ હતો. તેમની રાજધાની રાજપુરા હતી. જુનવાણી રૂપમાં બહુચરાજી માતા દંડસુરને માર્યો હતો અને વૈદિક ધર્મ પુનઃસ્થાપિત કર્યો હતો.ભગવાન કપિલ મુની અને કદમ મુનીની પ્રાર્થના પર તેમણે તેમને દર્શન આપ્યા હતા.એક રાજકુમારીનો જન્મ સોલંકી રાજા વાજેસિંહના કુળમાં થયો હતો. જોકે તેમણે જાહેર કર્યું કે એક પુત્ર જન્મ્યો છે, અને તેજપાલ નામ આપવામાં આવ્યું હતું. તેઓ એ તેના લગ્ન પાટણના ચાવડા રાજા સાથે કર્યા હતા. ત્યાં તેના સાસુ-સસરાને તેના આ રહસ્યની જાણ થઇ તેથી તે ત્યાંથી ઘોડો લઇને વન તરફ નીકળ્યો. ત્યાં બહુચર માતા બેઠા હતાં, ત્યાં તળાવમાં ઘોડો ડુબાડવા ગયો, ત્યાં તે સ્ત્રીમાંથી તે પુરુષ બની ગયો હતો. આમ બોરુવનમાં માતાજી બેઠા હતાં, માતાજીએ તેની લાજ રાખી.વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટને આ બંને ભાઇઓ માતાજીના ભક્ત હતા, તેઓ બોલી શક્તા ન હતા, માતાએ તેઓને દર્શન આપ્યાં અને સરસ્વતિ દેવી આશીર્વાદ અપાવીને તેમને વાણી આપી હતી, અને તે સમયે મોંમાંથી પહેલા શબ્દો જે બોલ્યા તે આનંદના ગરબાના શબ્દો હતા. આમ આનંદના ગરબાની રચના થઇ.કેવી રીતે જશો ?અમદાવાદથી ૧૧૦ કિમી, અને મહેસાણાથી ૩૫ કિમી દૂર આવેલ બહુચરાજી જવા માટે અમદાવાદ-પાટણથી રેલવે મળી રહેશે. આ ઉપરાંત બહુચરાજી જવા માટે એસ.ટી. બસો તથા ખાનગી વાહનો પણ મળી રહે છે.અથવા તમે પોતાનું ખાનગી વાહન લઈને પણ જઇ શકો છો.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..