હમ સાથ સાથ હે ની આ મશહૂર અભિનેત્રી જીવે છે આવુ આલિશાન જીવન,જાણી ને તમે પણ ચોકી જશો..

0
146

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સૌનુ સ્વાગત કરિએ છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડની મશહૂર અભિનેત્રી સોનાલી બેન્દ્રે વિશે બોલિવુડમા ઘણી બધી અભિનેત્રીઓ આવી પોતાના અભિનય થી લોકો ના દિલમા એક આગવુ સ્થાન બનાવી દીધુ છે અને તેમાથી સોનાલી બેન્દ્રેનુ નામ પણ સામેલ છે મિત્રો સોનાલી બેન્દ્રે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જેણે મુખ્યત્વે બોલિવૂડમાં કામ કર્યું છે અને સોનાલી પણ મોડલિંગ કરી છે. તેના પતિનું નામ ગોલ્ડી બહલ છે તેમજ સોનાલી બેન્દ્રેની પહેલી ફિલ્મ આગ હતી જે 1994 માં રજૂ થઈ હતી.

મિત્રો સોનાલી બેન્દ્રેનો જન્મ 1 જાન્યુઆરી 1975 માં મુંબઇના એક મહારાષ્ટ્રિયન પરિવાર માં થયો હતો તેમણે પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની કેન્દ્રીય વિદ્યાલય માં કર્યું હતુ ત્યારબાદ માં સોનાલી બેન્દ્રે આગળ નો અભ્યાસ મુંબઇની રામનરાયન રૈયા કોલેજ માંથી લિધ્ક હતો તેમજ તેના પિતા સરકારી કર્મચારી છે અને તેનો એક ભાઈ પણ છે જે મુંબઇમાં રહે છે મિત્રો સોનાલી બેન્દ્રે એ કે રવિશંકર દિગ્દર્શિત ફિલ્મ આગ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

તેમજ તેમને આ ફિલ્મ માટે તેમનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે સિવાય સોનાલી બેન્દ્રેને સ્ટાર સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો. મહેશ ભટ્ટ દિગ્દર્શિત સોનાલી તેની પહેલી ફિલ્મ પછી નારાજ ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. બેન્દ્રેએ ઘણી બધી ફિલ્મો કરી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની જેમા તેમની પ્રખ્યાત ફિલ્મોમાં હમ સાથ સાથ હૈ, સરફરોશ, દિલજલે, સપુત અને ડુપ્લિકેટ્સ શામેલ છે.

મિત્રો જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ સ્ટારની ચર્ચા બોલીવુડમાં દરેક જગ્યાએ થઈ રહી છે તેની પાછળનું કારણ કેન્સર જેવી ગંભીર બીમારીની આકસ્મિક શરૂઆત છે.જી હા તે પોતાના વિશે પણ જાણતી ન હતી કે તે આટલી બધી માંદી થઈ ગઇ છે તેનું કેન્સર હાલમાં ચોથા તબક્કામાં એટલે કે મેટાસ્ટેસાઇઝ્ડ સ્ટેજમાં છે અને આ અભિનેત્રીએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી.

મિત્રો તેના પ્રશંસકો સાથે તેના કેન્સર વિશેની માહિતી શેર કરતા તેણે જણાવ્યું છે કે તેણીને થોડા દિવસો પહેલા કેન્સર વિશે ની ખબર પડી અને તે આ રોગ સામે લડવાનો પ્રયાસ કરી રહી હતી અને તમને જણાવી દઈએ કે આ સમયે સોનાલી આ રોગની સારવાર માટે તેના પરિવાર સાથે અમેરિકા ગઈ છે અને આ સાથે જ તમને જણાવી દઈએ કે સોનાલી હાલ ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરવી રહી છે પરંતુ આજે અમે તમને સોનાલીની અંગત સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે સોનાલી 90 ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે અને એટલું જ નહીં સોનાલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને 1994 માં કારકિર્દીની શરૂઆત કરનારી સોનાલીએ ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત એક ટીવી શોમાં પણ કામ કર્યું હતું અને ઘણા રિયાલિટી શોમાં પણ તે ભાગ લઈ ચુકી છે.

મિત્રો તમારી માહિતી માટે જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રે બોલીવુડમાં આવતા પહેલા એક મોડેલ રહી હતી અને પોતે મોડેલિંગ દરમિયાન તેને 1994 ની સાલમાં તેની કારકિર્દીની પહેલી ફિલ્મની ઓફર મળી હતી અને તેની પહેલી ફિલ્મનું નામ આગ હતુ આ ફિલ્મમાં તેની સાથે ગોવિંદા અને શિલ્પા શેટ્ટી પણ હતાં. જો કે આ મૂવી ફ્લોપ થઇ હતી પણ આ ફિલ્મમાં સોનાલીની અભિનયને ઘણા લોકો દ્વારા પસંદ કરવા માં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર સોનાલી બેન્દ્રેની કુલ સંપત્તિ 34 કરોડ છે અને તમને એ પણ જણાવી દઈએ કે વર્ષ 2002 માં સોનાલીના લગ્ન ફિલ્મ નિર્માતા ગોલ્ડી બહલ સાથે થયા હતા અને તે ગોલ્ડી અને સોનાલીનું લવ મેરેજ હતુ અને એવું કહેવામાં આવે છે કે ગોલ્ડી અને સોનાલીની મુલાકાત વર્ષ 1994 માં નારાજ ફિલ્મના સેટ પર થઈ હતી જે બાદ બંનેએ એકબીજાને લગભગ 8 વર્ષ ડેટ કરી હતી અને 12 નવેમ્બર 2002 ના રોજ લગ્ન કર્યા હતા.

મિત્રો સોનાલીના પરિવારમાં હાલમાં તેનો પતિ અને એક પુત્ર છે જેનું નામ રણબીર બહલ છે1996 માં સોનાલીની કારકિર્દીની બીજી ફિલ્મ દિલજલે ઘણી હિટ ફિલ્મ સાબિત થઈ અને આ ફિલ્મમાં તેણે અભિનેતા અજય દેવગન સાથે અભિનય કર્યો હતો અને આ ફિલ્મ એક પ્રેમ કથા પર આધારિત હતી.તે સિવાય સલમાન ખાન સાથે ની ફિલ્મ હમ સાથ સાથ હે ઍ પણ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી હતી.

મિત્રો સોનાલી બેન્દ્રેએ ટ્વિટર દ્વારા પોતાના ચાહકો ને થયેલા કેન્સરની જાણકારી આપી હતી સોનાલી બેન્દ્રેને ઉચ્ચ ગ્રેડનું કેન્સર છે જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે અને તેમને ક્યારે ખબર ન હતી કે આ ક્યારે થઈ રહ્યું છે.અને તેમને હમણાં જ એક નાના દર્દની તપાસ કરાઈ જે પછી આ રોગ જાહેર થયો હતો અને કેન્સર ખરેખર એક ખૂબ જ જોખમી રોગ છે, જેને લડવાની હિંમત અને સાહસ ની જરૂર છે. અમને આશા છે કે સોનાલી જી જલ્દી સ્વસ્થ થઈ જાય .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here