હું 27 વર્ષની છું અત્યાર સુધી મે કોઈની સાથે સંબંધ બાંધ્યા નથી, શું હું લગ્ન કરીશ ત્યારે હું મારા પતિને ખુશ કરી શકીશ?…

0
278

સવાલ.હું 27 વર્ષની છું. થોડા દિવસ પહેલા મારી સગાઈ થઈ છે અને આવતા મહિને મારા લગ્ન છે. અત્યાર સુધી મારો એવો કોઈ બોયફ્રેન્ડ નથી કે જેની સાથે મેં શારી-રિક સંબંધો બાંધ્યા હોય. તેથી જ મને ચિંતા થાય છે કે લગ્ન પછી હું મારા પતિ અને મારી જાતને સે*ક્સ્યુઅલી સંતુષ્ટ કરી શકીશ કે નહીં. કૃપા કરીને સૂચવો.

જવાબ.સેક્સ્યુઅલ રિલેશનશિપમાં સંતુષ્ટ થવું કે નહીં એ તમારા બંને પર નિર્ભર છે. તમે પણ આ સંતોષના હકદાર છો. સેક્સ એ માત્ર શારીરિક સંતોષનું સાધન છે, જ્યારે સત્ય એ છે કે મગજમાં સંતોષની લાગણી અનુભવાય છે. સમગ્ર વિશ્વમાં, જે લોકો જાતીય સંભોગથી સંતુષ્ટ નથી, તેઓ હસ્ત-મૈથુન અને મુખ મૈથુન દ્વારા પણ સેક્સ દરમિયાન સંતોષ મેળવે છે. સંબંધ બાંધતા પહેલા ફોરપ્લે માટે લાંબો સમય રાખો, તેનાથી સં@ભોગ દરમિયાન પણ સંતોષ મળે છે. તમારા પાર્ટનરને પણ સેક્સ દરમિયાન ઉપરોક્ત પદ્ધતિઓ અજમાવવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં.

સવાલ.હું ૩૫ વર્ષની પરિણીતા છું. મારા પતિની ઉંમર ૪૦ વર્ષની છે. અમારા લગ્નને ૧૪ વર્ષ થયાં છે. અમારે બે બાળકો છે. અમારું લગ્નજીવન સુખરૂપ છે, પરંતુ મારી સમસ્યા એ છે કે મારા પતિ ઘણા જ જલદી સ્ખલિત થઈ જાય છે. જેના કારણે મને ચરમસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. અમે સ્ટોપ-સ્ટાર્ટ અને સ્ક્રુઈઝ રીત પણ અજમાવી જોઈ, પરંતુ કોઈ ફાયદો ન થયો. જ્યારે તે ક્લાઈમેક્સ અથવા ઓન્લી મી જેવા સ્પ્રેનો ઉપયોગ કરે ત્યારે તેમને જરૂર ફાયદો થાય છે અને હું પણ સંતોષ પ્રાપ્ત કરી શકું છું. મેં એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે પુરુષ જો જાયલોકેનનો ઉપયોગ કરે તો શીધ્રસ્ખલનની સમસ્યાનું નિવારણ થઈ શકે છે. હવે અમને એ ચિંતા થવા લાગી છે કે વારંવાર સ્પ્રેનો ઉપયોગ કરવાથી મારા પતિના સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર તો નહીં થાય ને? અમે અન્ય ઉપાયો શોધી રહ્યાં છીએ. શું વિયાગ્રા ઉપયોગમાં લઈ શકાય.

જવાબ.શીઘ્રસ્ખનલનની સમસ્યા મુખ્યત્વે મનોવૈજ્ઞાાનિક છે. જાતીય જીવન સક્રિય થતા શરૂઆતના દિવસોમાં જો સમાગમ પ્રક્રિયા પૂરતી કરવાની ઘણી ઉતાવળ તથા માનસિક દબાણ હોય ત્યારે આ બાબત બને છે. જે કિશોર છુપાઈને ઉતાવળમાં હસ્ત-મૈથુન કરે છે અને સ્ખલિત થવામાં ઉતાવળ કરે છે તે વિવાહિત જીવનમાં પણ તાણમુક્ત થઈ શકતો નથી.

જો તમારા પતિ ‘પેલ્વિક ફલોર’ એક્સરસાઈઝ અજમાવી જાશે તે સારું પરિણામ મળશે.આ એક્સરસાઈઝ કરવાની રીત ઘણી સરળ છે. શિશ્નના સ્નાયુઓને મૂત્રત્યાગની ક્રિયાને રોકી રાખતા હો તે રેતી સંકોચી રાખો અને છ સુધીની ગણતરી કર્યા બાદ તેને ઢીલા છોડી દો. ફરી છ સુધી ગણો. ફરી આ જ વ્યાયામ કરો. પહેલાં દિવસે ૧૦ થી ૧૨ વાર અને તે પછી ક્રમશ: વધારીને સવારસાંજ ૨૦ થી ૨૫ વાર સતત છ અઠવાડિયા સુધી કરવાથી આ પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.જાયલોકેન એક પ્રકારનું સ્થાનિક સંવેદનહારી એનેસ્થેટિક છે.

તેનાથી અનુભૂતિ મંદ થાય છે. સ્ખલન ક્રિયા પરનું નિયંત્રણ સારું બનતું નથી. આના પ્રયોગથી સ્ત્રીના જાતીય સુખમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે.આ પરિસ્થિતિમાં સિલ્ડનાફિલ સાઈટ્રેટ (વિયાગ્રા) ઉપયોગી સાબિત થઈ શકે છે, પરંતુ આ એક પ્રિસ્ક્રિપ્શન ઔષધિ છે, જે ડોક્ટરની સલાહ લઈને લેવી જોેઈએ. જે વ્યક્તિને હૃદયરોગ હોય, હાઈ બી.પી. હોય અથવા એવી દવા ચાલતી હોય જેની સાથે સિલ્ડનાફિલ સાઈટ્રેટ લેવાથી દવાના આંતરિક રિએક્શનનો ભય હોય તેના માટે આ જોખમકારક સાબિત થઈ શકે છે.

સવાલ.હું ૨૧ વર્ષની યુવતી છું અને છેલ્લાં બે વર્ષથી ચોવીસ વર્ષના એક યુવાનના પ્રેમમાં છું. સમસ્યા એ છે કે મારો બોયફ્રેન્ડ હતાશ થઈ ગયો છે. તેની દાઢી પર તથા છાતી પર પૂરતા વાળ ન હોવાથી તે નાનમ અનુભવે છે. આ સમસ્યાને કારણે તેનું મન એકાગ્ર થઈ નથી શકતું. મેં વાળના બહેતર વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર વિશે વાંચ્યું છે, પરંતુ એના કોઈ નિષ્ણાત વિશે નથી જાણતી. મને એવા ડૉક્ટરોનાં સરનામાં આપવા વિનંતી. મારે એ પણ જાણવું છે કે આ ઉપચારથી કોઈ આડઅસર થાય છે?

જવાબ.હું ટેસ્ટોસ્ટેરોન વધારવાની સારવાર લેવાની સલાહ નથી આપતો, કારણ કે શરીરમાં થતા રહેતા પોષક પદાર્થોના રાસાયણિક પરિવર્તનને લગતો (મેટાબોલિક) અને વૈદકીય (ક્લિનિકલ), પુરાવો ટેસ્ટોસ્ટેરોનની ઊણપ ન દર્શાવતો હોય તો આ સારવારથી ફાયદા કરતાં નુકસાન વધારે થશે. તમે હજી લગ્ન ન કર્યાં હોવાથી અને તમને બાળકો ન હોવાથી હું તમને ટેસ્ટોસ્ટેરોન લેવાની સારવારથી દૂર રહેવાની. ભલામણ કરું છું, કેમ કે એનાથી વીર્ય કે ધાતુ ખૂબ ઘટી જાય છે. એ માટે બીજા બહેતર વિકલ્પો છે. તમે કોઈ મેડિકલ કોલેજમાં એન્ડોક્રાઈનોલોજિકલ ડિપાર્ટમેન્ટની મુલાકાત લઈને સારવાર લઈ શકો છો.