હેલ્લારો અને મંજરી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર આ અભિનેત્રી જીવે છે આલીશાન જીવન.

0
114

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હેલ્લારોની 13 અભિનેત્રીઓ- શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પાંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પાંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ એનાયત થયો હતો.

મિત્રો ગત વર્ષે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવેલ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર આપ્યો અને ‘રેવા’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો હતો. ફિલ્મ હેલ્લારો દેશ-વિદેશમા ખુબ ચર્ચામાં રહી હતી. ત્યાં જ આ ફિલ્મમાં કામ કરનારી 13 એક્ટ્રેસ પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. આજે અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરનીથોડા સમય પહેલા ગુજરતી ફિલ્મ એક્ટ્રેસ શ્રધ્ધા ડાંગરે તમ્મના ભાટિયા સાથે મુલાકાત કરી હતી.

પોતાના સોશીયલ મીડિયા હેન્ડલ પર બંને તસ્વીર શેર કરી હતી. તમન્નાં ભાટિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે મુલાકાત ઘણી મનોરંજક અને હાસ્યથી ભરપુર રહી.હેલ્લારો શબ્દ સાંભળતા જ મગજ દોડવા લાગે અને નજર સમક્ષ કચ્છની ગરબા કરતી સ્ત્રીઓના ચિત્રો દેખાવા માંડે, આ કમાલ માત્રને માત્ર આ ફિલ્મે કર્યો છે, આ ફિલ્મ ગુજરાતના જ નહિ પણ આખા વિશ્વમાં વસતા ગુજરાતીઓ માટે ગર્વ સમાન છે,જો એક ગુજરાતી તરીકે તમે આ ફિલ્મ નથી જોઈ તો મારી વાત યાદ રાખજો કે તમે ગુજરાતનું એક મહત્વનું અંગ ભૂલી રહ્યા છો.

આ ફિલ્મના દરેક પાત્રો આજે ગુજરાતના ખૂણે ખૂણે લોકપ્રિય બન્યા છે ત્યારે આજે અમે ફિલ્મમાં હિરોઈનનું પાત્ર ભજવનાર નેશનલ એવોર્ડ વિજેતા રંગીલા રાજકોટમાં જન્મેલી શ્રદ્ધા ડાંગર સાથે વાત કરવાના છીએ, એમની પાસેથી વિગતે ચર્ચા કરી ‘હેલ્લારો’ વિષે એમના જીવન વિષે અને આવનાર પ્રોજેક્ટ વિષે ઘણુ આપને જણાવવાના છીએ.શ્રદ્ધા મંજરી આમ તો દરેક સ્ત્રીમાં રહેલી એક શક્તિનું પાત્ર પ્રતિબિંબિત કરે છે.

ત્યારે ગુજરાતની દરેક સ્ત્રી જાણવા ઈચ્છે છે કે આ ‘મંજરી’ એટલે કે શ્રદ્ધાની ફિલ્મી સફર કેવી રહી ? કઈ રીતે શરૂ કર્યું ? શું ફિલ્મોમાં એક્ટિંગ વિષે પહેલા જ વિચાર્યું હતું.મેં ક્યારેય ફિલ્મો વિષે કે ફિલ્મમાં એક્ટિંગ વિષે વિચાર્યું જ નહતું, હું તો મારવાડી યુનિ.માંથી 2016માં એન્જીનિયરીંગ પાસ કરીને એ દિશામાં આગળ વધવાનું વિચારતી હતી, વળી મારી ફેમેલીમાં બધા જ બિઝનેસ સાથે સંકળાયેલા છે એટલે મારું અને મારી ફેમેલીનું કોઈ ફિલ્મી કનેક્શન હતું જ નહિ.

હા પણ એક ઘટનાએ મને ફિલ્મો તરફ વાળી, વાત 2016ની છે ત્યારે રાજકોટમાં એક ‘ફિલ્મનું ઓડિશન ચાલી રહ્યું હતું,મારી મમ્મીને ક્યાંકથી એ વિષે ખબર પડી, મમ્મીને ખ્યાલ હતો કે મને ડાન્સ અને ડ્રામાંમાં રસ છે એટલે કહ્યું કે તારા રસનો વિષય જ છે તો એક વખત આ ફિલ્મ માટે ઓડિશન આપી દે,એમની વાત માની અને મેં ઓડિશન આપ્યું, સિલેક્ટ પણ થઇ ગઈ.

જોકે એ ફિલ્મમાં મારો રોલ નાનો હતો પણ મારી ફિલ્મી કેરિયર શરૂ થઇ ગઈ,એ ફિલ્મ બાદ મેં દર્શનરાવલ સાથે એક વીડિયો સોંગ કર્યું જેને લોકો એ ખુબ વખાણ્યું એ પછીતો મને ફિલ્મો મળતી ગઈ અને મારી ફિલ્મી કેરિયર શરૂ થઇ ગઈ.મેં ‘પાપા તમને નહિ સમજાય’ ‘તારી માટે વન્સમોર’ ‘લાંબો રસ્તો’ જેવી ફિલ્મો માં કામ કરવાની સાથે સાથે ‘ગીત’ અને ‘ફ્રેન્ડઝોન’ જેવી વેબસીરીઝમાં પણ કામ કર્યું છે.

શ્રદ્ધાએ રાજકોટમાંથી એન્જિનિયરિંગ કર્યું છેઃ રાજકોટમાં જન્મેલી અને અહીંયા જ મોટી થયેલી શ્રદ્ધાએ મારવાડી કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. શ્રદ્ધા ગ્લેમરવર્લ્ડમાં તેની મમ્મીને કારણે આવી છે. તેના મમ્મીના આગ્રહને વશ થઈને શ્રદ્ધાએ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું અને પહેલાં જ ઓડિશન તે સિલેક્ટ થઈ હતી.ટપ્પુ સાથે પણ કર્યું છે કામ, શ્રદ્ધાએ પહેલી ફિલ્મમાં સાઈડ રોલ કર્યો હતો પરંતુ તેણે ધર્મેશ મહેતાની ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’થી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું.

આ ફિલ્મમાં ‘તારક મહેતાનો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.હેલ્લારોમાં કર્યું કામ, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ ‘હેલ્લારો’ માટે શ્રદ્ધાએ ખાસ્સી એવી મહેનત કરી હતી અને આ ફિલ્મમાં શ્રદ્ધાએ ચારથી પાંચવાર ઓડિશન આપ્યા હતાં અને ત્યારબાદ આ ફિલ્મ મળી હતી. શ્રદ્ધાએ આ ફિલ્મમાં મંજરીનો રોલ પ્લે કર્યો હતો.

આ ફિલ્મ માટે શ્રદ્ધા તથા ફિલ્મની અન્ય 12 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી અવોર્ડ આપવામાં આવ્યો હતો.મચ્છુમાં જોવા મળશે, શ્રદ્ધાની 31 જાન્યુઆરીના રોજ પ્રતિક ગાંધી સાથેની ફિલ્મ ‘લવની લવ સ્ટોરીઝ’ રિલીઝ થઈ છે. આ ઉપરાંત શ્રદ્ધા મચ્છુ ડેમ હોનારત પર આધારિત ફિલ્મ ‘મચ્છુ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને તેની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે.

શ્રદ્ધાએ એમની ફિલ્મી સફર વિષે સરસ વાત કરી એટલે અમે એમને નેશનલ એવોર્ડ વિનિંગ ‘હેલ્લારો’ વિષે પૂછ્યું કે તમારી આ ફિલ્મ વિષે,ફિલ્મના રોલ વિષે જણાવો, અમે અને અમારા વાચકો એ વિષે જાણવા માંગે છે.જુઓ આખી હેલ્લારો ફિલ્મની સફર ખુબ રોચક રહી, આ ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતા થી માંડી સ્પૉટબોય સુધી બધાએ ખુબ મહેનત કરી છે.

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક સર પરફેકશનિસ્ટ છે એટલે એમણે ફિલ્મ પહેલા અઢી મહિના જેવી કલાકારો માટે ટ્રેનિંગ રાખી હતી,મેં પણ આ અઢી મહિનામાં એક એક્ટર તરીકે એમની પાસેથી ઘણું શીખ્યું, એક એક્ટર તરીકેના નાનામાં નાના પાસાથી લઇને મહત્વની વાત દરેક વસ્તુ અભિષેક સરે શીખવી અને આજે એમનીજ મહેનતના ફળ સ્વરૂપે હું મારી જાતને એક એક્ટર તરીકે ખુબ સક્ષમ ગણું છું.

રહી વાત હેલ્લારો ફિલ્મના શૂટિંગની તો તમને ખ્યાલ જ હશે કે ફિલ્મનું શૂટ કચ્છના રણમાં અને અંતરિયાળ ભાગોમાં કરવામાં આવ્યું, હવે આવી જગ્યાઓ પર સગવડતા ઓછી અને અગવડતા વધારે હોય છે, અધૂરામાં પૂરું એક તો રણ અને ઉપરથી ગરમી એટલે તમે વિચારો કે આખા યુનિટ માટે કેટલું મુશ્કેલ હશે શૂટિંગ. એવામાં ખુલ્લા પગે ગરબા કરવાના હતા, એટલે મુશ્કેલીનો પાર નહતો,ઘણી વાર તો એવું પણ બન્યુંછે કે ગરમીના લીધે કલાકારો બેભાન પણ થઇ જતા.

પરંતુ મિત્રો અમારો ઉત્સાહ એટલો હતો કે અમે દરેક મુશ્કેલીને પાર કરી ફિલ્મમાં જીવ રેડી દીધો.આજે પરિણામ તમારી બધાની સામે છે કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો, ખરેખર આ ફિલ્મ મને મળી આ ફિલ્મમાં કામ કરવાનો મને મોકો મળ્યો એ માટે હું મારી જાતને સૌભાગ્ય શાળી માનું છું.શ્રદ્ધાની અને ફિલ્મના કલાકારોની હેલ્લારોમાં કરેલી મહેનત વિષે સાંભળી માન ઉપજે.

એટલે જ આ ફિલ્મના હ્ર્દય સમાન ડાયરેક્ટર અભિષેક શાહ વિષે અમે શ્રદ્ધા પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે તમારો અનુભવ કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો, અભિષેક સર, ખુબ સંવેદનસીલ છે તમને જાણીને નવાઈ લાગશે કે કચ્છના રણમાં ગરમી થાય અને કલાકારોની તબિયત બગડે તો અભિષેક સર જાતે એમના માથે પોતું મુકતા,ઘણી વાર તો કલાકારોની સ્થિતિ જોઈ એમને પુષ્કળ ગરમીમાં એક્ટિંગ કરતા કે ગરમીમાં ગરબા કરીને થાકી જતા જોઈએ એ રડી પડતા,આવા ડાયરેક્ટર ક્યાં મળે.

એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે મૂળ વાત હેલ્લારોના મારા કેરેક્ટર મંજરીની કરું તો આ રોલ ખુબજ મેહનત માંગી લે એવો અને મારા માટે પડકાર જનક હતો,પણ મેં નક્કી કર્યું હતું કે ગમે તે પડકારો હોય હું મેહનત કરી ચેલેન્જને સ્વીકારી મારું ઉત્તમ પર્ફોમન્સ આપીશ,મારી મેહનતમાં અભિષેક સરે એક શિક્ષક શીખવાડે એમ ડગલે ને પગલે મને શીખવાડ્યું, અભિષેક સર એક સારા શિક્ષકની સાથે સાથે એક સ્ટ્રિક્ટ ડાયરેક્ટર પણ છે.

જે એમની સ્ટોરી સાથે એમના કેરેક્ટર સાથે જરાય ઢીલાશ નથી રાખતા એમને દરેક કામ પરફેક્ટ જોઈએ,અભિષેક સરે આ ફિલ્મમાં એમના ઈમોશન,એમની મહેનત,અરે એમનો જીવ રેડી દીધો છે.એમની મેહનતના જ ફળ સ્વરૂપ હેલ્લારોના એક એક કેરેક્ટર આજે નહિ વર્ષો સુધી ગુજરાતી સિનેમામાં યાદ રાખવામાં આવશે.શ્રદ્ધાની વાત પુરી થઇ એટલે છેલ્લે અમે એમને પૂછ્યું કે શ્રદ્ધા ‘હેલ્લારો’ પછી હવે દર્શકો તમારી સ્ક્રીન પર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તો આવનાર સમયમાં તમને એ લોકો ક્યાં અને કઈ ફિલ્મોમાં જોઈ શકશે, શ્રદ્ધા જી એમને લાંબી રાહ નહિ જોવી પડે ટૂંક સમયમાં થિયેટર ખુલશે એટલે મારી ‘મચ્છુ’ ફિલ્મ દર્શકોને જોવા મળશે, જે મોરબીના ડેમ ડિઝાસ્ટર પર આધારિત છે,આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં ઇતિહાસ સર્જશે, આ ફિલ્મ માટે પણ મેં ઘણી મહેનત કરી છે. જે તમને સ્ક્રીન પર જોવા મળશે.