Hello બોલવા પાછળ જોડાયેલ છે આ કહાની,99 ટકા લોકો ને નહીં ખબર હોય કે ફોન ઉપાડીને સૌથી પહેલા Hello કેમ બોલાય છે,જાણો અહીં….

0
682

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આજના સમયમાં, જેની પાસે ફોન છે, તે બધા હેલો કહીને ફોનનો જવાબ આપે છે.તે પછી જ બાકીની વાત શરૂ થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ફોન ઉપાડતાની સાથે જ પહેલા કેમ “હેલો” બોલો છો? આજે, મોબાઇલ ફોન પર દરેક જગ્યાએ પ્રથમ બોલાતો શબ્દ, પછી ભલે તે દેશમાં હોય કે વિદેશમાં, તે “હેલો” છે.ખરેખર, હેલોની શોધ લોકો વચ્ચે સંપર્ક વધારવા માટે કરવામાં આવી હતી. આ શબ્દ એટલો ઝડપથી સામાન્ય થઈ ગયો કે આજે જુદી જુદી ભાષાઓના દેશમાં પણ, આ એક જ શબ્દ બીજા દેશોમાં બોલાતી હોય તે જ રીતે બોલવામાં આવે છે.

માહિતી ખાતર, એવું નથી કે 21 નવેમ્બર 1973 થી ‘વિશ્વ હેલો ડે’ ની ઉજવણી સમગ્ર વિશ્વમાં થવાની શરૂઆત થઈ, પરંતુ આજે લોકો સમય જતાં તેને ભૂલી ગયા છે.મિત્રો તમને બધાને જાણ હશે કે જ્યારે આપણે મોબાઇલ અથવા લેન્ડલાઈન ની રીંગ બગડે છે ત્યારે સૌથી પહેલા જે શબ્દ બોલીએ છીએ તે છે “Hello”. જો હું મારી પોતાની જ વાત કરું તો બાળપણથી જ પાપા, મમ્મી અને ઘરના અન્ય લોકોને ફોન ઉઠાવતા સમયે “Hello” બોલતા જ સાંભળ્યા છે. ત્યારબાદ જ બાકીની વાતો શરૂ થાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન ઉઠાવતા એ સૌથી પહેલા “Hello” શા માટે બોલવામાં આવે છે? “Hello” સિવાય બીજો કોઈ શબ્દ શા માટે બોલવા નથી આવતો? હવે તમે કહેશો કે બધા લોકો એમ જ બોલે છે તેમાં કોઈ ખાસ વાત નથી. પરંતુ આજે અમે તમને જણાવીશું કે તેની પાછળ ખૂબ જ રોમાંચક ઇતિહાસ છે, જેના વિશે કદાચ જ કોઈ જાણતું હશે.

આખરે શા માટે બોલે છે Hello?

ઓક્સફર્ડ ઈંગ્લીશ ડીક્ષનરી અનુસાર, Hello શબ્દ જૂના જર્મન શબ્દ હોલા થી બનેલ છે. આ શબ્દ જૂના ફ્રાંસીસી અથવા જર્મન શબ્દ “હોલાં” થી નીકળેલ છે. “હૉલાં” નો મતલબ થાય છે “કેમ છો.”પ્રાચીન સમયમાં આ શબ્દનો ઉપયોગ સમુદ્ર યાત્રા દરમ્યાન નાવિક કરતા હતા. અંગ્રેજ કવિ ચોસરના જમાનામાં એટલે કે ૧૩૦૦ બાદ આ શબ્દ હાલો (Hallow) બની ચૂક્યો હતો. તેના ૨૦૦ વર્ષ બાદ એટલે કે શેક્સપિયરના જમાનામાં હાલું (Halloo) બની ગયો હતો.

ગ્રેહામ બેલ ફોન પર Hello નહીં Ahoy બોલતા હતા.

અત્યાર સુધી તમે ઘણી જગ્યાએ વાંચ્યું અને સાંભળ્યું હશે કે ફોન ઉપાડતા જ હેલ્લો બોલવા પાછળ ટેલિફોનનો આવિષ્કાર કરનાર ગ્રેહામ બેલની એક લવ સ્ટોરી છે. અને તેઓએ ટેલિફોનનો આવિષ્કાર કર્યા બાદ સૌથી પહેલા પોતાની ગર્લફ્રેન્ડ “માર્ગરેટ હેલો” ને ફોન પર પ્રેમથી Hello બોલ્યા હતા. પરંતુ આ વાત સાચી નથી. આજે અમે તમને જણાવીશું કે તેની પાછળની સત્ય હકીકત શું છે.સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે ગ્રેહામ બેલ ની ગર્લફ્રેન્ડ “માર્ગરેટ હેલો” હતી તેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી. જ્યારે ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડ નું નામ Mabel Hubbard હતું અને તેઓએ 1977માં લગ્ન કરી લીધા હતા. આ ફોટો માં દેખાયેલ મહિલા “માર્ગરેટ હેલો” નહિ પરંતુ તેમની પત્ની Mabel Gardiner Hubbard છે.

તે સિવાય કદાચ તમે એ પણ નહીં જાણતા હોય કે ગ્રેહામ બેલે ક્યારેય પણ Hello શબ્દનો ઉપયોગ નથી કર્યો. સોયની શોધ કર્યા બાદ સૌથી પહેલા તેમણે પોતાની આસિસ્ટન્ટ ને ફોન પર કહ્યું હતું કે, “Come here. I want to see you.” પરંતુ તેમને આ પસંદ ના આવ્યું, એટલા માટે તેમણે આ લાંબા વાક્ય ની જગ્યાએ “Ahoy Ahoy” બોલવાનો પ્રસ્તાવ રાખ્યો. ગ્રેહામ બેલ હંમેશા “Ahoy” શબ્દ બોલતા હતા. ત્યારથી આ શબ્દનો ઉપયોગ ફોન પર વાત શરૂ કરતા પહેલા કરવામાં આવવા લાગ્યો.તે ફોનની શોધ થયા બાદ જ્યારે લોકોએ તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં લોકો ફોન પર પૂછતા હતા કે, “Are you there?”. તમને જણાવી દઇએ કે આવું ફક્ત તેઓ એટલા માટે બોલતા હતા કે તેમનો અવાજ બીજી તરફ પહોંચી રહ્યો છે કે નહીં તે જાણવા માટે. પરંતુ એક વખત થોમસ એડિસને “Ahoy” ને ખોટી રીતે સાંભળી લીધો અને ૧૮૭૭ માં તેઓએ “Hello” શબ્દ બોલવાનો પ્રસ્તાવ રાખ્યો.

તેના માટે તેઓએ પીટર્સબર્ગ ની “સેન્ટ્રલ ડીસ્ટ્રીક્ટ એન્ડ પ્રિન્ટિંગ ટેલિગ્રાફ કંપની” ના અધ્યક્ષ સ્મિત ને પત્ર લખ્યો અને કહ્યું કે તેની ફોન પર પહેલા શબ્દના રૂપમાં “Hello” બોલવામાં આવે. જ્યારે તેઓએ પહેલી વખત ફોન કર્યો તો સૌથી પહેલા “Hello” કહ્યું. આ શબ્દ તેમના દ્વારા જ આપવામાં આવ્યો છે જે આજે પણ આપણે ફોન ઉઠાવી ને “Hello” બોલીએ છીએ.

એક સમય હતો જ્યારે સામે છેડે કોણ છે એની ખબર ન પડતી. ફોન કરનારને એ ખબર ન હોય કે કોણ ફોન ઉપાડશે અને ફોન ઉપાડનારને એનો અંદાજ ન આવતો કે ફોન કરનાર કોણ છે? હવે તો માત્ર નામ અને નંબર જ નહીં, ફોન કરનારનો ફોટો પણ આવી જાય છે. આપણે ફોન નંબર સેવ ન કર્યો હોય તો પણ ટ્રુકોલર કે તેના જેવી બીજી એપ કહી દે છે કે જે નંબરથી ફોન આવ્યો છે એ ફોન કોનો છે. હા, હજુ અજાણી વ્યક્તિને અથવા તો પહેલી વખત વાત કરતા હોઇએ ત્યારે હેલોનો ઉપયોગ થાય છે, ઓળખાણ આપીને અને સામેની વ્યક્તિનો પરિચય મેળવીને વાત આગળ વધારાય છે. ઘણા તો પહેલી વખત ફોન કરતા પહેલાં મેસેજ કરે છે કે મારું નામ આ છે અને આ સંદર્ભે મારે તમારી સાથે વાત કરવી છે, તો હું તમને ક્યારે ફોન કરી શકું? એ વાત જુદી છે કે હજુ આપણા દેશમાં લોકોએ ફોન મેનર્સ અને કોલ કર્ટસી મામલે ઘણું શીખવાનું બાકી છે.

પાંચ દિવસ પછી તારીખ 10મી માર્ચ આવે છે. આજથી 141 વર્ષ પહેલાં ઇ.સ. 1976ની 10મી માર્ચે જ ફોનની શોધના પેટન્ટ મેળવાયા હતા. હવે એ વાત તો જગજાહેર છે કે ફોનની શોધ ગ્રેહામ બેલે કરી હતી. ફોનની શોધ થઇ એ પછી હેલો શબ્દ સૌથી વધુ બોલાતા શબ્દોમાં સ્થાન પામ્યો છે. વેલ, આ હેલો શબ્દ આવ્યો ક્યાંથી? એના વિશે બે-ત્રણ વાતો કરવામાં આવે છે. હેલો શબ્દને પ્રચલિત કરવામાં વૈજ્ઞાનિક થોમસ એડિસનનો પણ આડકતરો ફાળો છે. જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.