હવસની આગ સંતોષવા આ રાજાએ પોતાનું આખું સામ્રાજ્ય ગુમાવી દીધું હતું, જાણો આ રાજા વિશે……

0
504

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જાણવા મળશે એક રાજા વિશે જેને પોતાની બધી જ સંપત્તિ એક સુંદર કન્યા પર લૂંટાવી દીધી ચાલો વાહલા મિત્રો જાણીએ.ઘણી સુંદર મહિલાઓનો જન્મ ભારતમાં થયો હતો, જેને મેળવવા માટે ઘણા રાજા સમ્રાટો રાજાના રાજ્યમાં લડ્યા હતા, આજે અમે તમને આવા રાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યારે નાદિર શાહ ભારતનું શાસન કરી રહ્યું હતું, ત્યારે તેણે નૂર બાઇ તરફ જોયું.  જ્યારે નાદિર શાહ મોહમ્મદ શાહ રંગીલાનો વિજય થયો અને તેના કિલ્લામાં પ્રવેશ કર્યો. ત્યારબાદ રંગીલાએ નદિરબાઈની નિમણૂક નાદિર શાહની સેવા કરવા માટે કરી હતી.નૂર બાઇ મોગલ યુગની સૌથી સુંદર હતી.  જ્યારે નાદિર શાહે નૂર બાઇને જોયો, ત્યારે તે નૂર બાઇના પ્રેમમાં પડી ગયો.નદીર શાહે પહેલા નૂરભાઇને ખરીદવાનો પ્રયાસ કર્યો.

નૂર બાઇને ખરીદવા માટે તેના અડધા રાજ્યને નૂર બાઇને આપવા સંમત થયો, પરંતુ નૂરભાઇએ નાદિર શાહના પ્રેમને નકારી દીધો.  તે પછી નાદિર શાહે ઘૂંટણ પર નમીને નૂર બાઇની સામે પ્રેમ પ્રદાન કરી અને લગ્ન કરવાનું કહ્યું.પરંતુ નૂર બાઇએ તબિયતના બહાના તરીકે નાદિર શાહ સાથે રહેવાની ના પાડી.  ત્યારબાદ નદીર શાહનો પ્રેમ ન મળવાને કારણે નદીર શાહે દિલ્હીમાં કતલ શરૂ કરી દીધી અને આ જોઇને નૂર બાઇ વિચલિત થઈ ગઈ અને તેણે  કટાર મારીને આત્મહત્યા કરી લીધી.

ત્યારબાદ ચાલો મિત્રો નાદિર શાહ વિશે અન્ય અગત્યની માહિતી જાણીએ જેમાં નાદીર શાહ કોહિનૂર હીરાની સાથે દિલ્હીમાંથી કેટલી સંપત્તિ લૂંટીને ગયા હતા તે જાણીશું.12 મે, 1739ની સાંજ. દિલ્હીમાં જબરી હલચલ મચી છે. શાહજહાંનાબાદમાં રોશની અને લાલ કિલ્લામાં જશ્નનો માહોલ છે.ગરીબોને શરબત, પાન અને ખાવાનું વહેંચાઈ રહ્યું છે. ફકીરોની ઝોળીને રૂપિયાથી ભરી દેવામાં આવી રહી છે.દરબારમાં ઈરાની બાદશાહ નાદિર શાહની સામે મુઘલ સલ્તનતના તેરમા તાજદાર મોહમ્મદ શાહ બેઠા છે.જોકે, તેમના માથે શાહી તાજ નથી, કેમ કે અઢી મહિના પહેલાં જ નાદિર શાહે તેમની સલ્તનત છીનવી લીધી હતી.56 દિવસ દિલ્હીમાં રહ્યા બાદ નાદિર શાહ આજે હવે ઈરાન પાછા ફરવાના છે. તેઓ હિન્દુસ્તાનનું સુકાન ફરી મોહમ્મદ શાહને સોંપી દેવા માગે છે.

નાદિર શાહે સદીઓથી જમા થયેલો મુઘલ ખજાનો સાફ કરી નાખ્યો હતો. શહેરના તમામ અમીર અને અગ્રણી લોકોને પણ લૂંટી લીધા હતા. જોકે, હવે દિલ્હીની મશહૂર તવાયફ, જેનો આગળ ઉલ્લેખ આવશે, તેણે એક ખાનગી માહિતી આપી છે.તેણે નાદિર શાહને કહ્યું છે કે તમે બધું જ લૂંટી લીધું પણ મોહમ્મદ શાહે પોતાની પાઘડીમાં જે છુપાવી રાખ્યું છે, તેની આગળ આ ખજાનાની કશી વિસાત નથી.નાદિર શાહ ઘાટ ઘાટનું પાણી પીનારો જમાનાનો ખાધેલો માણસ હતો. તેણે પણ તક જોઈ એવી ચાલ ચાલી, જેને હુકમનું પત્તું કહી શકાય.

તેણે મોહમ્મદ શાહને કહ્યું, “ઈરાનમાં એક રિવાજ છે કે ખુશીનો પ્રસંગ હોય ત્યારે ભાઈઓ એકબીજાની પાઘડી બદલે છે.”આજે આપણે ભાઈ ભાઈ છીએ, તો કેમ એ રિવાજ ના પાળીએ.મોહમ્મદ શાહ પાસે માથું નમાવવા સિવાય કોઈ રસ્તો નહોતો. નાદિર શાહે પોતાની પાઘડી ઉતારીને તેમના માથા પર પહેરાવી દીધી અને તેમની પાઘડી પોતાના માથે પહેરી લીધી.એ રીતે દુનિયાનો સૌથી મશહૂર હીરો કોહિનૂર (સાચો ઉચ્ચાર કોહ-એ-નૂર, કોહેનૂર છે) ભારતમાંથી ઈરાન પહોંચી ગયો હતો.નાદિર શાહના હુમલા બાદ મોહમ્મદ શાહ રંગીલા મોટભાગે સફેદ કપડાં જ પહેરતા હતા.આનું સૌથી રસપ્રદ ઉદાહરણ ‘મરક-એ-દિલ્હી’ પુસ્તકમાંથી મળે છે.

આ પુસ્તક મોહમ્મદ શાહના દરબારી કલી ખાને લખ્યું હતું. તે વખતે દિલ્હીમાં જીવન કેવી રીતે ધબકતું હતું તેનું તાદૃશ્ય વર્ણન પુસ્કતમાં છે.આ પુસ્તકથી એક અજબ વાત જાણવા મળે છે કે માત્ર બાદશાહ જ નહીં, દિલ્હીના લોકોની જિંદગી બે અંતિમો વચ્ચે ફંગોળાઈ રહી હતી.એક બાજુ એશો-આરામથી ભરી જિંદગી હતી. તેમાંથી પ્રજા થાકે ત્યારે ઓલિયાઓના શરણે જતા હતા.તેમાંથી પણ ફરી કંટાળે ત્યારે ફરીથી મોજમજામાં લોકો પડી જતા હતા.’મરક-એ-દિલ્હી’માં આંહઝોરના કદમ શરીફ, કદમ ગાહ હજરત અલી, નિઝામુદ્દીન ઓલિયાના મકબરા, કુતુબ સાહબની દરગાહ અને એવાં બીજાં ડઝનબંધ સ્થળોનો ઉલ્લેખ આવે છે.

નૂર બાઈએ નાદિર શાહ સાથે પણ સંબંધ બાંધી લીધો હતો. એવી શક્યતા છે કે એકાંતની ક્ષણોમાં જ તેણે નાદિર શાહને કોહિનૂર હીરાની વાત જણાવી દીધી હશે.જોકે, એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ ઘટનાનો ઉલ્લેખ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઇતિહાસકાર થિયો મેટકૉફે કોહિનૂર વિશે લખેલા પુસ્તકમાં કર્યો છે. ઘણા ઇતિહાસકારો આ વાત પર શંકા પણ કરે છે.આમ છતાં આ કથા એટલી પ્રચલિત થઈ છે કે આજે પણ ભારતમાં તે કિસ્સો યાદગાર ગણાય છે.

દરગાહ કુલી ખાને બીજી એક તવાયફ અદ બેગમ વિશે અજાયબ વાત લખી છે -“અદ બેગમ દિલ્હીની મશહૂર બેગમ છે, જે પાયજામો પહેરતી નથી.””તેના બદલે પોતાના શરીરના નીચેના ભાગમાં પાયજામાની જગ્યાએ ફૂલ અને પાંદડા લગાવી દે છે.””ફૂલપાનની એવી સજાવટ કરતી હતી કે જાણે પહેરણ હોય. આવી રીતે તે અમીરોની મહેફિલમાં જતી.””એટલી સરસ સજાવટ કરી હોય કે કોઈને ખબર પણ ના પડે કે પાયજામો પહેર્યો નથી. આ રહસ્ય ખૂલે નહીં ત્યાં સુધી તેની કારીગરીને કોઈ પારખી શકતું નહોતું.”તે મીર તકી મીરની જવાનીનો સમય હતો.

એવી પણ શક્યતા છે કે તેમણે નીચેનો શેર અદ બેગમથી પ્રભાવિત થઈને લખ્યો હોય-જી ફટ ગયા હૈ રશ્ક સે ચસપાં લિબાસ ક્યા તંગ જામા લિપટા હૈ ઉસકે બદન સે સાથ.તે વખતે મોહમ્મદ શાહના દિવસ રાત કેવી રીતે વીતતા તેનું વર્ણન પણ મળે છે.નાદિર શાહે 1739માં ખૈબરને પાર કરી ભારત પર હુમલો કર્યો હતો.આવી સ્થિતિમાં સત્તા કોણ સંભાળતું હશે અને ચલાવતું હશે?અવધ, બંગાળ અને દખ્ખણના ઉપજાઉ અને સમૃદ્ધ સૂબાઓ પોતપોતાના પ્રદેશોમાં બાદશાહ બની ગયા હતા.

આ બાજુ દક્ષિણમાં મરાઠાઓ દિલ્હી સલ્તનતને ઉખાડી ફેંકવા માટે ખાંડા ખખડાવી રહ્યા હતા.જોકે, સલ્તનતને સૌથી મોટો માર પશ્ચિમમાંથી નાદિર શાહના હુમલાને કારણે પડ્યો હતો.નાદિર શાહે શા માટે હિન્દુસ્તાન પર હુમલો કર્યો તેના ઘણા કારણો શફીકુર્રહમાને તેમના પુસ્તક ‘તુઝકે નાદરી’માં જણાવ્યા છે.જેમ કે હિન્દુસ્તાનના ગાયકો ‘નાદરના ધીમ-ધીમ’ બોલીને અમારી મજાક ઉડાવતા હતા.તથા ‘અમે હુમલો કરવા નહીં પણ ફૂફી જાન (ફઇબા)ને મળવા આવ્યા છીએ’ વગેરે. મજાકની વાત જુદી છે, પણ તેનાં અસલી બે કારણો હતાં.

પ્રથમ : હિન્દુસ્તાનની સેના નબળી પડી ગઈ હતી. બીજું : હિન્દુસ્તાન ધનદોલતથી ભરેલું હતું.સામ્રાજ્ય નબળું પડી ગયું તે પછીય હજીય કાબુલથી બંગાળ સુધી મુઘલ શહેનશાહના સિક્કા ચાલતા હતા.રાજધાની દિલ્હી તે વખતે દુનિયાનું સૌથી મોટું શહેર હતું.લંડન અને પેરિસ બંનેની ભેગી મળીને થાય તેના કરતાંય વધારે 20 લાખની તેની વસતિ હતી. તે દુનિયાના સૌથી સમૃદ્ધ શહેરોમાં એક ગણાતું હતું.

તેથી નાદિર શાહે 1739માં ખૈબર ઘાટના જાણીતા રસ્તેથી હિન્દુસ્તાન પર ચડાઈ કરી.એવું કહેવાય છે કે નાદિર શાહની ફોજ આવી રહી છે તેવું કહેવાતું ત્યારે તેઓ જવાબમાં કહેતા : ‘હનૂજ દિલ્લી દૂર અસ્ત’ એટલે કે હજી દિલ્હી બહુ દૂર છે, અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી.”નાદિર શાહ આખરે દિલ્હીથી 100 માઇલ દૂર પહોંચ્યો ત્યારે મોહમ્મદ શાહને પહેલીવાર પોતાની સેનાની નેતાગીરી કરવાનું આવ્યું.તેમના લશ્કરની સંખ્યા લાખોમાં હતી પણ તેમાં મોટા પ્રમાણમાં રસોઇયા, સંગીતકારો, કુલીઓ, સેવકો અને સરકારી માણસો વધારે હતા.

લડનારા સૈનિકોની સંખ્યા માંડ એકાદ લાખ હતી.તેની સામે ઈરાની સેના ફક્ત 55 હજારની હતી, જે લડીને ઘડાયેલા હતા.તેની સામે હસીમજાક કરી રહેલા મુઘલ સૈનિકો હતા. કરનાલના મેદાનમાં ફક્ત ત્રણ જ કલાકમાં યુદ્ધનો ફેંકલો આવી ગયો.નાદિર શાહે મોહમ્મદ શાહને પકડીને કેદ કરી લીધો અને દિલ્હીમાં વિજેતા તરીકે દાખલ થયો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.