હવસના ભૂખ્યા યુવકે પાણી લેવા આવેલી યુવતીને, એકલતાનો લાભ લઈને એવું કર્યું કે…….

0
548

આપને સૌ જાણીએ છીએ કે આજનો યુગ ખૂબ જ બદલાઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર, રેપ, દુષ્કર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ના કિસ્સા દિવસે ને દિવસે ઘણા મોટા આંકડા જોવા મળે છે જેના કારણે સમાજના વ્યક્તિઓ અને બાળકો ખરાબ પ્રભાવ પડે છે. અને આપણા ભારત દેશમાં માં આ અંગે કેટલાક કાયદા પણ બનાવવામાં અવ્યેલા છે. છતાં પણ અમુક હવસખોર વ્યક્તિઓ આ કાયદાથી ડરતા નથી અને અપરાધ કરતા હોય છે.મિત્રો તમને જણાવી દઈએ કે આજકાલ આપના દેશમાં મહિલાઓ અને બાળકો તેમજ નાના બાળકો સાથે દુષ્કર્મના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સલામતીના દાવાઓ હવે ખુલ્લા છે, તેમ છતાં વહીવટી તંત્ર પણ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ગુનેગારો આવા કેસો ચલાવે છે તાજેતરમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના વડોદરાની હોવાનું બહાર આવ્યું છે.જેમ જણાવી દઈએ કે સયાજી ગંજપરશુરામ ભઠ્ઠામાં રવિવારે સવારે ઘર નજીક પાણી ભરવા માટે ગયેલી 18 વર્ષની કિશોરીને યુવકે હાથ પકડી બાથરૂમમાં ખેંચી જઇ તેની ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ કિશોરીની માતાએ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવી હતી.સયાજીગંજ પરશુરામભઠ્ઠામાં રહેતા શ્રામજીવી પરિવારની 18 વર્ષની કિશોરી કોલેજમાં અભ્યાસ કરે છે.

આ યુવતીના ઘરની બાજુમાંજ તેના કાકા-કાકી રહે છે. ગઇકાલ સવારે ૧૧ કલાકે યુવતીને તેની કાકીએ પાણી ભરવા જવા માટે કહ્યુ હતુ. આથી યુવતી પાણીનું બેડુ લઇને ઘર નજીક નળ ઉપર પાણી ભરવા માટે ગઇ હતી. ત્યારે અજય ઉર્ફે આકાશે યુવતીનો હાથ પકડીને તેના ઘરના બાથરૂમમાં ખેંચી ગયો હતો. જયાં યુવતી ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ.

યુવતી પાણી ભરીને આવતા મોડુ થતા તેની કાકી શોધવા માટે નીકળી હતી. અજયના ઘર પાસે જઇને તે પુછપરછ કરતી હતી . તે દરમિયાનજ અજયના બાથરૂમમાંથી અવાજ આવ્યો હતો. આ સાંભળીને યુવતીની કાકીએ બાથરૂમના દરવાજાને ધકકો મારતા દરવાજો ખુલી ગયો હતો. ત્યારબાદનુ દ્રશ્ય જોતા તે અવાક બની ગઇ હતી. તેને આકાશને ઉગ્ર શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. જયારે યુવતીને ઘરે લાવી હતી. તેને યુવતીની માતાને કહ્યુ હતુ. તેઓએ યુવતીની પુછપરછ કરતા તેને સમગ્ર હકીકત કહી સંભળાવી હતી.

આ સાંભળીને માતા અને કાકીના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.યુવતીની પિતા કલરકામની મજુરીએથી આવતા તેમને આ બનાવની જાણ કરી હતી. આખરે યુવતીની માતાએ સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજય ઉર્ફે આકાશને ઝડપી તેના કોરોના ટેસ્ટ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ધૃણાસ્પદ કૃત્ય આચરનાર અજય ઉર્ફે આકાશ કાર વૉશીંગનુ કામ કરતો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના સુરતમાં મહિલાની શારીરિક છેડતીની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના સહારા દરવાજા વિસ્તારના નવા કમેલા વિસ્તારમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતી મહિલા દુકાન પર એકલી હતી ત્યારે, પરિચિત ગ્રાહક દ્વારા પાણીની બોટલ માંગી, મહિલા બોટલ આપવા જતા ગ્રાહકે મહિલાનો હાથ પકડી લીધો અને છાતી પર હાથ ફેરવ્યો.

આ મામલે મહિલાએ આ યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હવે મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.સુરતમાં મહિલાની સતત શારીરિક છેડછાડની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ રહી છે, ત્યારે સુરતના સહારા દરવાજા સ્થિત નયા કમેલા દરવાજા વિસ્તારમાં એક દંપતી કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે પતિ દુકાન પર નહિ હોવાને લઈને તેજ વિસ્તારમાં રહેતો અને પોતાના ઘરની તમામ વસ્તુ આ દુકાનથી ખરીદી કરતો જાવેદ આસીફખાન પઠાણ આવ્યો હતો.

મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે જોકે દુકાન માલિક ખરીદી કરવા બહાર ગયો હતો, અને તેની પત્ની એકલી હતી, ત્યારે એકલતાનો લાભ લઇને પહેલા ગ્રાહકે મહિલા પાસે પાણીની બોટલ માંગી હતા, જેથી મહિલા ફ્રીઝમાંથી બોટલ કાઢીને આપી રહી હતી, ત્યારે જાવીદખાને હાથ પકડી લીધો હતો. જાવેદખાનની હરકતોથી ચોંકી જનાર મહિલા પોતાનો હાથ છોડાવ્યો હતો, પરંતુ જાવેદે મહિલાની છાતી પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરી હતી.

વધુમા માહિતી મળી છે તે મુજબ મહિલાએ તુરંત જાવીદખાનને ધક્કો મારતા તે દુકાનના પગથિયા ઉપર પડી જતા કપાળમાં ઇજા થઇ હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે પંદરેક મિનીટમાં જાવેદ લાકડાનો ફટકો લઇ પરત આવ્યો હતો અને ‘શામ કો આકે તુજે ઔર તેરે મરદ કો જાનસે માર દુંગા’ તેવી ધમકી આપી ગાળા-ગાળી કરી હતી. જેથી નજીકમાં જ રહેતી મહિલાની નણંદ દોડી આવી હતી અને જાવીદને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ જાવીદે લાકડાના ફટકાના ત્રણથી ચાર ઘા મહિલાની નણંદના હાથ પર ઝીંકી દીધા હતા. જેથી લોકોનું ટોળું એક્ઠું થઇ જતા જાવેદખાન ત્યાંથી ભાગી ગયો હતો, અને મહિલાના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા મહિલાએ આ મામલે તાત્કાલિક પુણા પોલીસ મથકે દોડી જઈને તેની શારીરિક છેડતી કરનાર જાવેદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હકતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જીઆઇડીસીમાં પુત્રના વાળ કાપતા દુકાનદારે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ તેને બીજી સ્ત્રી સાથે કેમ સંબંધ રાખે છે, મને રાખવાની ના પાડે છે કહેતા તેણે ભૂંગળામાં માથુ નાખી મારી નાખવાની ધમકી આપી હતી. તેના મિત્રે પણ ફોન કરી અશ્લિલ માગણી કરી હતી. મહિલાએ બંને વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા જીઆઇડીસીની નજીકના એક ગામમાં રહેતી 29 વર્ષીય મહિલાનો પતિ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો.

લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે.હાલ મહિલા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.મહિલા તેના પુત્રના વાળ કપાવવા માટે અવાર નવાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી તલોદરા ગામના જયેશ ગણપત વાળંદની દુકાને જતી હતી. દરમિયાન વિધવા મહિલાને જયેશ વાળંદ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયેશ અને વિધવા મહિલાના પ્રેમ સંબંધમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.

જયેશે વિધવા મહિલાને વચન આપ્યું હતું કે, તને જીવનભર અપનાવીશ. તેણે એક વખત પોતાની આંગળીમાંથી લોહી કાઢી મહિલાના માથામાં સિંદૂર પણ પુર્યું હતું અને તું મારી પત્ની છે તેમ કહ્યું હતું.મહિલા જયેશના ગામ તલોદરા જઇ તું કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાથી તને એકાંત સ્થળે મળવું છે કહેતા જયેશે તેને માર માર્યો હતો.

બીજી વાર તેણે મહિલાને ફોન કરી મળવા બોલાવી જંગલમાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન જયેશ વાળંદના મિત્ર તુષાર રમેશ પટેલે પણ મહિલાને ફોન કરી તું મારી સાથે આવજે હું તને રૂપિયા આપીશ તેમ કહી શરીર સંબંધ રાખવાની માંગણી કરી હતી. ભોગ બનેલી મહિલાએ તલોદરા ગામના જયેશ ગણપત વાળંદ અને તુષાર રમેશ પટેલ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ખંભાળિયાની મેઈન બજારમાં ભર બપોરે ચિટર મહિલાઓની ટોળકીએ બાળક સાથે આવી, એક ગોડાઉનમાંથી રૂપિયા 50 હજારની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.આ ચકચારી બનાવની વિગત મુજબ ખંભાળિયાના ધમધમતા એવા ગાંધી ચોક વિસ્તારમાં આવેલી મેઈન બજારમાં એક શેરીમાં ફ્રુટનું ગોડાઉન ધરાવતા ઈકબાલભાઈ ગનીભાઇ પોપટપૌત્રા નામના મેમણ વેપારીના ગોડાઉનમાં બપોરે બારેક વાગ્યે ત્રણ અજાણી મહિલાઓ આવી હતી.

નાની બાળાઓ સાથે આવેલી આ મહિલાઓએ જબરજસ્તીપૂર્વક અંદર ઘુસી આવી અને દુકાનદાર પાસે જમવાનું માંગી, થોડી રકઝક કરી હતી. આટલું જ નહીં વેપારીએ આનાકાની કરતા આ મહિલાઓએ ગોડાઉનમાં રહેલા કેળાની માંગણી કરી હતી. દુકાનદાર દ્વારા બાજુના રૂમમાંથી કેળા લેવા જતા પાછળથી થોડી જ વારમાં આ ચોર મહિલાઓએ વેપારીના કાઉન્ટરના ખાનામાં રહેલા રૂપિયા પચાસ હજારનું એક બંડલ સેરવી લીધું હતું.

આ પછી બાળકી સાથે આવેલી આ ત્રણ અજાણી મહિલાઓ નાસી ગઈ હતી. થોડીવાર પછી વેપારીને માલુમ પડ્યું હતું કે તેમના કાઉન્ટરમાંથી રોકડ રકમની ઉઠાંતરી થઈ છે. તેથી તેમના દ્વારા અહીંની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ અજાણી મહિલાની ચિટર ગેંગ અંગે પોલીસ દ્વારા આજુબાજુના વેપારીઓ- શોરૂમધારકો વિગેરે સ્થળોએ તપાસ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં શંકાસ્પદ કેટલીક હિલચાલ સાથેની મહિલાઓ પણ જોવા મળી હતી.

આ મુદ્દે જાણવા મળતી વિગત મુજબ બજાર કેટલીક દુકાનોમાં આ મહિલાઓ ગઈ હોવાનું તથા વેપારીઓને પૂછપરછ કે સંભવિત ચોરીનો પ્રયાસ પણ કરાયો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે. જોકે અન્ય સ્થળોએ આ ચીટર મહિલાઓની કારી ન ફાવતા ફ્રુટના આ ગોડાઉનમાંથી રોકડ રકમની ચોરી કરવામાં સફળતા મળી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 379, તથા 114 મુજબ ગુનો નોંધી, આ ચીટર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ગ્રાહક બનીને આવેલી અજ્ઞાત મહિલા દુકાનદાર સોની વેપારીની નજર ચૂકવીને પલકવારમાં રૂા. 1.20 લાખની કિંમતની પંદરેક સોનાની વીંટીનું બોકસ ઉઠાવી ગઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. નલિયામાં જલારામ મંદિર પાસે કાર્યરત સોની અનિલકુમાર ત્રિકમદાસ જવેલર્સ નામની આ દુકાને ગઇકાલે સવારે ચોરીની આ ઘટના બની હતી. દુકાનના માલિક પરિવારના રવિન ત્રિકમદાસ બારમેડા દ્વારા ગઇકાલે રાત્રે આ મામલે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેના આધારે નલિયા પોલીસે છાનબીન હાથ ધરી છે.

દુકાનમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા બરાબર કામ કરતા ન હોવાના કારણે પોલીસે આસપાસમાં કાર્યરત કેમેરાઓની મદદ સાથે છાનબીન આદરી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગ્રાહકના સ્વાંગમાં ચાંદીની ઝાંઝરી ખરીદવા માટે આવેલી અજાણી મહિલાએ લાગ મળતાં જ સોનાની બે ગ્રામ વજનની 15 વીંટી સાથેનું બોકસ સરકાવી લીધું હતું અને હું હમણાં જ આવું છું તેવું કહીને તે રફ્yચકકર થઇ ગઇ હતી. આ પછી બનાવ વિશે ખ્યાલ આવતાં શોધખોળ આદરાઇ હતી પણ મહિલાનો કોઇ પત્તો ન મળતાં અંતે ગુનો દાખલ કરાવાયો હતો. ફોજદાર એન.જે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.