Breaking News

હનુમાનજીનાં આ ત્રણ ઉપાય બદલી નાખ, તમારું જીવન,આવશે અઢળક ધન……..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપણે જાણીશું કે હનુમાનજી વિશે. પવનપુત્ર હનુમાન, રામભક્ત હનુમાન, સંકટમોચન હનુમાન, અંજનિપુત્ર હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે આવે છે. આ દિવસે હનુમાનજયંતીનું પર્વ ઊજવવામાં આવે છે. હનુમાન અષ્ટસિદ્ધિ સાથે જન્મ્યા હતા, એટલે તેઓ મચ્છર જેવડું નાનું રૂપ લઈ શકતા અને વિરાટ સ્વરૂપ પણ ધારણ કરી શકતા હતા. તેમનાથી અને તેમના નામમાત્રથી ભૂત-પિશાચ દૂર રહે છે. તેમને કોઈ હરાવી ન શકે, તેઓ કોઈ પણ સંકટમાંથી બહાર આવી જાય, તેમને કોઈ બાંધી ન શકે છતાં તેમને આનું અભિમાન ન હતું, એટલે તેમને નવનિધિ અને અષ્ટસિદ્ધિના દાતા કહેવાય છે.

તેમના હાથમાં ગદા, ખભા પર જનાઈ અને મુખમાં રામનામ છે. મહાદેવ જેવા ભોળા, નિર્દોષ, પરિત્ર, દુઃખમાં બીજાને મદદ કરનારા, દરેક સ્રીને માતા સમજનારા એવા વીર હનુમાન સદા અમર અને સાક્ષાત હાજરાહજૂર છે. આજે આપણે જાણીશું કે હનુમાનજી મંગળવારે આ કામ કરવાથી તમને ઘણા ફાયદા થશે. હનુમાનજી ના ઘણા નામ છે જેમાં એવા ઘણા બધા નામ છે જે તેના કામ સાથે સીધો સંબંધ ધરાવે છે. જેમકે સૌ હનુમાનજી ને સંકટમોચન ના નામ થી પણ જાણે છે. તેનું કારણ છે જે તે જીવનમાં થઈ રહેલી દરેક તકલીફો ને દૂર કરી નાખે છે. હનુમાન જી ની પૂજા મંગળવારે કરવામાં આવે છે.

હનુમાન ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ની દરેક સમસ્યાઓને દૂર કરી લે છે. જો તમને કર્જ ની સમસ્યા છે તો હનુમાન જી ની પૂજાથી આ સમસ્યા થી તમને છુટકારો મળી શકે તેમ છે. ઘણા લોકો શનિવાર ના દિવસે ૭ વખત હનુમાન ચાલીચા બોલતા હોય છે જે ખૂબ શુભ માનવમાં આવે છે. આજ રીતે જો મંગળવાર નો દિવસ પણ હનુમાન જી ની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે. જો તમે કોઈની પાસે થી કર્જ લીધું છે તો મંગળવાર નો દિવસ કર્જ ઉતારવા માટે સૌથી બેસ્ટ રહેશે. તેના માટે મંગળવાર ના દિવસે હનુમાન ચાલીસા ના પાઠ કરો. તેના પછી હનુમાન મંદિર માં નારિયેળ રાખો. તેનાથી તમને કર્જ ચુકવવામાં ફાયદો મળશે અને પછી કોઈની પણ પાસેથી કર્જ લેવું નહીં પડે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે બુધવાર અને રવિવાર ના દિવસે કોઈની પાસેથી ઉધારી ના લો.

એવા ઘણા લોકો છે જે કર્જ ની છે ફસાઈ ગયા છે પણ તેને ચૂકવી નથી શકતા તો આવા લોકો એ મંગળવાર ના દિવસે દાન કરો. મંગળવાર ના દિવસે તાંબું, સોનુ, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદૂર, મધ, લાલ ફૂલ, મૈસુર ની દાળ, લાલ કરેણ, લાલ મરચું, લાલ પથ્થર, જેમાનું કંઈપણ તમે કોઈપણ મંદિર માં કે ગરીબ ને દાન કરી શકો છો. તેનાથી તમારી ઘણી એવી સમસ્યાઓ દૂર થઇ જાશે અને સાથે જ તમને કર્જ થી પણ છુટકારો મળી જાશે.

જો તમે પણ કર્જ ના બોજા નીચે ફસાઈ ગયા છો તો તમારે સતત ૧૧ મંગળવાર સુધી લોટ ને મસળીને તેના દીવડાઓ બનાવો અને તેને વડલા ના પાન પર મૂકીને પ્રગટાવો. આવી રીતે પાંચ પાન પર પાંચ દીવડાઓ રાખો અને તેને હનુમાન જી ના મંદિર માં સ્થાપિત કરો. આવું લગાતાર ૧૧ મંગળવાર સુધી કરવાથી તમારી સમસ્યાઓ દૂર થઇ જાશે અને કર્જ થી પણ છુટકારો મળી જાશે. એ વાત નું ધ્યાન રાખો કે હનુમાન જી ની પૂજા કરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય.

આ ઉપરાંત તમે અન્ય ઉપાય કરી શકો છે.

મંગળવારનો દિવસ શુભ પવનપુત્ર હનુમાન અને પ્રથમ પૂજનીય શ્રી ગણેશને સમર્પિત છે. કહેવાય છે કે, મનુષ્યના જીવનમાં કોઈ પ્રકારનું દુખ, કષ્ટ કે બાધા ઉત્તપન્ન થાય, તો કોઈ વિશેષ દિવસે ઉપાય કરવાની તમારી તમામ તકલીકોમાંથી છુટકારો મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં મંગળનો દોષ હોય છે, તેઓ આ દિવસે પૂજા કરીને વિશેષ પૂજા અર્ચના કરીને તેનો દોષ દૂર કરી શકે છે. આ દિવસે હનુમાનજી અને ગણેશજી બંનેને પ્રસન્ન કરવા તમે એક ખાસ વિધિ કરી શકો છો.

હનુમાન કવચને શોક નાશં પણ કહેવાય છે. આ કવચમાં એટલી શક્તિ હોય છે કે તેને ધારણ કર્યા બાદ મનુષ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલો અનુભવે છે. સાથે જ તેના પ્રભાવથી તમામ દુખ, કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે બજરંગબલીની આરાધના કરીને તેના મૂળ મંત્ર “ઓમ શ્રી હનુમાનતે નમ.”નું 108 વાર જાપ કરીને તેના કવચને શુભ મુહૂર્ત પર ધારણ કરવું.

હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.

બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે. તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે. પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે.

મંગળવારના દિવસે દાનનું મોટું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારના શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે. મંગળવારે હનુમાનજી ઉપરાંત ગૌરી ગણેશની પૂજા કરવાનું પણ ફાયદાકારક હોય છે. આ દિવસે ગણેશજીને લાલ ફૂલ, લાલ વસ્ત્ર, લાલ ફળ કે લાલ રંગની કોઈ પણ ચીજનો ભોગ ધરાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમામ ઈચ્છાઓ પૂરી થાય છે.

જો તમને તમારી જાતને કે તમારા પરિવારને કોઈ ખરાબ નજરથી બચાવવું છે તો, મંગળવારે સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા ત્રણ મરચા ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને તમારા ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર લટકાવો. તેનાથી નકારાત્મક ઉર્જા પ્રવેશ નહિ કરે. આ દિવસે હનુમાનજીને ગુલાબની માળા ચઢાવવાથી અને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી તમને આર્શીવાદ મળે છે અને તમામ બાધાઓ દૂર થાય છે.

About Hu Gujarati TEAM

Check Also

રાશિ અનુસાર ધનપ્રાપ્તિ માટે નો આ અચૂક ઉપાય માનવામાં આવે છે, જાણો કેવી રીતે શું કરવું…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *