હમેંશા સાડી પેહરી સંસ્કારી દેખાડો કરતી વિદ્યાબાલન આટલાં લોકો સાથે ખાઈ ચુકી છે પ્રેમની કસમો જુઓ તસવીરો…..

0
145

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડની ખુબસુરત અભિનેત્રી વિદ્યા બાલન ના અફેર વિશે તો આવો જાણીએ વિદ્યા બાલન એક ભારતીય અભિનેત્રી છે. સ્ત્રીની આગેવાનીવાળી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ સાથે હિન્દી સિનેમામાં મહિલાઓના ચિત્રણમાં પરિવર્તન માટે પ્રખ્યાત છે અને તે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને છ ફિલ્મફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર છે. 2014 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવી હતી.

મિત્રો વિદ્યા બાલન બોલીવુડની આ અભિનેત્રી તેની અન્ય સાથી અભિનેત્રીઓ કરતાં ઘણી અલગ પડે છે.કેટરીના કૈફ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદૂકોણ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા, આલીયા ભટ્ટ અને કંગના રણૌતની ફિલ્મોમાં ભારોભાર મનોરંજનનું તત્વ હોય છે.આ બધી એક્ટ્રેસની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર મોટો નફો કરે છે વળી આ બધી અભિનેત્રીઓ રૂપકડી અને ફેશનેબલ પણ ગણાય છે.પડદા પર પણ સારો ડાન્સ કરે છે.

મિત્રો જો જોવા જઇએ તો બીજીબાજુ  વિદ્યા બાલન સામાન્ય નથી રૂપકડી,નથી અચ્છી ડાન્સર કે નથી ફેશનેબલ. વળી,વિદ્યા બાલને બોલીવુડના સ્ટાર ગણાતા સલમાન ખાન,શાહરૂખ ખાન,આમિરખાન,અક્ષય કુમાર અને રિતિક રોશન સાથે પણ કામ નથી કર્યું કે નથી જોડી બનાવી. પડદા પર તે એક સામાન્ય પરિવારની  અને સીધી સરળ યુવતી હોય તેવું લાગે.આમ છતાં વિદ્યા બાલનનો અભિનય તેને  આ બધી અભિનેત્રીઓથી છેક અલગ પાડે છે.કહેવાનો અર્થ એ છે કે વિદ્યા બાલન બોલીવુડની અચ્છી અને મજેદાર અભિનેત્રી છે.કારકિર્દીનાં બહુ થોડાં વરસોમાં વિદ્યાએ અલગ,વિશિષ્ટ અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે.

મુંબઈના ચેમ્બુર પરામાં ઉછેરલી વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979માં થયો હતો. વિદ્યા તામિલ બ્રાહ્મણ યુવતી છે અને ફિલ્મોમાં આવતા પહેલાં એ ડબલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં મોટી થયેલી વિદ્યાએ સાઈન કરેલી પહેલી ફિલ્મ બોલિવૂડની નહીં પણ સાઉથ ઈન્ડિયન હતી. મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એના હીરો હતા.જોકે વિદ્યા બાલનની ફિલ્મ વખતે જ મોહનલાલ અને આ સિનિયર ડાયરેક્ટર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને આ વાત એટલી વધી ગઈ કે ફિલ્મનું શૂટિંગ જ બંધ થઈ ગયુ હતુ.

અને આ સાથે જ વિદ્યા બાલન પર એક નવું ટેગ લાગી ગયું કે આ અભિનેત્રી અપશુકનિયાળ છે. પરંતુ આ લેબલ લાંબો સમય ન ટક્યુ અને નિષ્ફળતા ના આ અરસામાં વિદ્યાને એક મ્યુઝિક વીડિયો માટે કામ કરવાનો મોકો મળ્યો એનું ડાયરેક્શન કર્યું હતું પ્રદીપ સરકારે શૂટિંગ પૂરું થયું ત્યારે એમણે વિદ્યાને વાયદો કર્યો કે તેઓ તેની સાથે ફિલ્મ પણ બનાવશે અને વાયદા મુજબ પ્રદીપ સરકારે પોતાની પહેલી ફિલ્મ પરિણીતા બનાવી. સૈફ અલી ખાન અને સંજય દત્ત જેવા બે હિટ હીરોની સામે આવી વગોવાઈ ગયેલી વિદ્યા બાલનને એણે કાસ્ટ કરી હતી.

જોતજોતામાં જ આ ફિલ્મ સુપરહિટ થઈ અને વિદ્યા બાલન રાતોરાત સ્ટાર બની ગઈ.હતી અને પરંતુ વિદ્યા બાલનની પર્સનલ લાઇફ કંઈક અલગ જ રહી અને એક સમયે શાહિદ કપૂરની ગર્લફ્રેન્ડ તરીકે વિદ્યા ઉભરી આવી હતી અને પાછળથી ખુલાસો થયો કે વિદ્યા શાહિદની માત્ર સારી મિત્ર હતી. કરીના કપૂર સાથે બ્રેક-અપ બાદ ભાંગી પડેલા શાહિદને વિદ્યાએ ઘણી હેલ્પ કરી હતી. આ સિવાય પરિણીતા ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન સાથે બોલિવૂડ ડેબ્યુ કરનાર વિદ્યાનું નામ સૈફ સાથે પણ લવ અફેરની વાતમાં જોડાયું હતું. પરંતુ આ વાતને એ બન્નેમાંથી કોઈ સત્તાવાર રીતે સમર્થન નથી આપ્યું.

બિપાશા પાછળ ફિદા થઈ જનાર અન્ય સ્ટાર હતો જોન અબ્રાહમ. બિપાશા બાસુ સાથેના બ્રેક-અપ બાદ જોન અબ્રાહમનું નામ પણ વિદ્યા સાથે જોડાયું હતું અને સલામ-એ-ઇશ્કમાં વિદ્યા અને જોનની હોટ કેમિસ્ટ્રી જોવા મળી હતી અને એટલે બધું ભેગું કરીને જોવા જઈએ તો વિદ્યા બાલન પાછળ બોલિવૂડના શાહિદ, સૈફ અને જોન જેવા ત્રણેય હિરો ઘેલા હતા ઉલ્લેખનીય છે કે, વિદ્યાએ યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2012માં લગ્ન કર્યા હતા.

અને એ સિવાય એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ પર વાત કરતાં વિદ્યા બાલને કહ્યું હતું કે, મને યાદ છે કે એક દિવસ હું ચેન્નઈમાં કામ માટે એક ડાયરેક્ટરને મળવા ગઈ હતી તો મેં તેને કહ્યું હતું કે, ચાલો ક્યાંક બહાર જઈને કોફી શોપમાં બેસીએ અને ત્યાં જ વાતચીત કરીએ. પરંતુ તે તો મને વારંવાર એક રૂમમાં જવાનું કહી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે મારે તારી સાથે વાત કરવી છે અને આપણે એક રૂમમાં જઈએ તો જ સારૂ રહેશે. વિદ્યાએ આગળ વાત કરી કે, હું તરત ડાયરેક્ટરનો ઈરાદા સમજી ગઈ અને હું રૂમમાં પણ ગઈ હતી પરંતુ મે દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો બાદમાં ડાયરેક્ટર મારી સાથે કોઈ જ વાતચીત કર્યા વગર જ 5 મિનિટમાં ત્યાંથી ભાગી ગયો હતો.

હમ પાંચ ટીવી સિરિયલથી અભિનયની શરૂઆત કરનારી વિદ્યાએ પરિણીતા,ભૂલભૂલૈયા,હે બેબી,કહાની,કહાની-૨,ડર્ટી પિક્ચર,પા અને નો વન કિલ્ડ જેસીકા વગેરે જેવી જોવા લાયક ફિલ્મોમાં વિવિધતાસભર અને પડકારરૂપ ભૂમિકાઓ ભજવી છે શ્રેષ્ઠ અભિનય માટે વિદ્યા બાલનને નેશનલ એવોર્ડ્ઝ પણ મેળવનારી વિદ્યા બાલન કહે છે,ખરૂં કહું તો મેં કોઇ અનોખી કે વિશિષ્ટ એવી ફેશન શરૂ નથી કરી.  વળી,મને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ફેશન વિશે પણ બહુ ખબર નથી હોતી.

હા હું રોજબરોજના જીવનમાં અને મારા પાત્રની જરૂરિયાત મુજબ ડ્રેસ અને અન્ય શણગારનો ઉપયોગ કરૂં છું અને દાત મેં પા ફિલ્મમાં થ્રી ક્વાટ સ્લિવ્ઝ પહેર્યું હતું.મેં લો બેકસ સાથે મોટા કદના ઝૂમખા પણ પહેર્યા હતા.આ બધું મને ગમે છે.જોકે હું ફિલ્મમાં પણ બહુ ઓછો અને છતાં ગમે એવો મેક અપ કરૂં છું અને નારીપ્રધાન ફિલ્મોમાં મજેદાર ભૂમિકાઓ ભજવનારી વિદ્યા કહે છે, હાલ હું એક તેલુગુ ફિલ્મમાં એન.ટી.આર.ની પત્ની બાસવતરકમની ભૂમિકા ભજવું છું.

હવે તે સ્ત્રી નાકમાં નથણી પહેરતી નહોતી એટલે મેં પણ નથી પહેરી.એમ કહો કે હું સમય અને મારા પાત્રને અનુરૂપ વસ્ત્રો પહેરૂં છું અને અન્ય શણગાર કરૂં છું અને ફિલ્મ ભૂલ ભૂલૈયામાં મૃત્યુ પામેલી બીજી નૃત્યાંગના સ્ત્રીને મનોમન પ્રેમ કરતી અને તેની નકલ કરતી માનસિક રોગી સ્ત્રીની,પા ફિલ્મમાં બાળપણથી જ મગજના ગંભીર રોગનો ભોગ બનેલા પોતાના દીકરાને પતિના સહારા વગર હિંમતભેર ઉછેર કરતી માતાની અને કહાની-કહાની-૨ ફિલ્મોમાં  પણ રહસ્યમય નારીનું પાત્ર ભજવનારી વિદ્યા બાલન કહે છે.

હું ફિલ્મની પસંદગીમાં મારી ભૂમિકા સહિત મહત્વનાં પાસાંનું ખાસ ધ્યાન રાખું છું અને દરેક ફિલ્મમાં એક નવી,અલગ ભાત પાડતી અને પોતાની આંતરિક શક્તિને બરાબર સમજતી મજબૂત મનોબળ ધરાવતી નારીને પડદા પર લાવવાનો પ્રયાસ કરૂં છું તો ખરેખર તો આમ કરીને હું મારી અભિનય પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરૂં છુ અને વળી હું ફિલ્મોની પસંદગીમાં કોઇ ગણતરીપૂર્વકનું જોખમ નથી લેતી પણ મને આવી તક મળે છે ત્યારે તેનો સંપૂર્ણ ઉપયોગ કરૂં છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here