ગુજરાતમાં આટલાં વિસ્તારની અંદર “રેડ એલર્ટ”, થશે ધોધમાર વરસાદ……

0
63

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ધોધમાર વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. ઓડિશા પર લો-પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યભરમાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે આજે રવિવારે નવસારી વલસાડ ડાંગ સંઘપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે મહત્ત્વનું છે કે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થયો છે.રાજ્યમાં શનિવારે આખા દિવસ દરમિયાન વરસાદની વાત કરીએ તો 166 તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ગોંડલમાં ચાર કલાકમાં 5 ઇંચ અને રાજકોટમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સાથે અમદાવાદમાં મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદ થયો હતો. આજે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ,ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ નોંધાઇ શકે છે. સોમવારની વાત કરીએ તો, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ,દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણ અમદાવાદમાં આજે ભારે જ્યારે સોમવારથી ગુરુવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે શહેરમાં શનિવારે સાંજના સુમારે ઉત્તર-પશ્ચિમઝોનના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી શનિવારે સાંજે બે કલાકના સમયમાં બોડકદેવ અને સાયન્સસિટી વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અનેકવિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના દક્ષિણ-પશ્ચિમના જોધપુર ઉપરાંત બોપલ, રાણીપ અને ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.30 જુલાઈ એ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.