ગુજરાતીની સૌથી બેસ્ટ અને વખણાતી નવરાત્રીમાં ગરબા ગાનારને મળે છે, અધધ આટલાં બધાં રૂપિયા……

0
689

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ નવરાત્રીમા વડોદરાને પોતાના અવાજ ના તાલે નચાવનાર અતુલ પુરોહિત વિશે જેઓ વડોદરાની નવરાત્રિમા ગરબાની રમઝટ બોલવનાર અતુલ પુરોહિતને કોઈ ઓળખાણની જરુર નથી એક શાસ્ત્રીય ગાયક તરિકે તેમની પ્રતિભા વખાણવા લાયક છે.નવરાત્રી એટલે ગુજરાતીઓનો મુખ્ય તહેવાર. આ તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ગુજરાતીઓને બીજા બધા સિવાય ચાલે પણ ગરબા વગર તો જરા પણ ન ચાલે. નવરાત્રીમાં આખા ગુજરાતમાં ઠેર ઠેર ગરબાના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અને એમાં વડોદરામાં આયોજિત થતા ગરબાના કાર્યક્રમો સૌથી વધારે પ્રખ્યાત છે. આજે અમે તમને એના વિષે થોડી જાણકારી આપીશું.મિત્રો, વડોદરાની નવરાત્રીની સોડમ આખા ગુજરાતમાં પ્રસરાયેલી છે. અહીં ઠેર ઠેર યોજાતા શેરી ગરબા ઉપરાંત, મોટા પાયે યોજાતા વિવિધ મંડળોના ગરબા ઘણા પ્રખ્યાત છે. તમને અહીંયા, બધા જ પ્રકારના ગરબા જોવા મળી જશે. કહેવાય છે કે, ગરબાની બાબતમાં વડોદરાની દૂર દૂર સુધી કોઈની પણ જોડે પ્રતિયોગિતા નથી.

અહીં જાણીતા ગાયક શ્રી અતુલ પુરોહિત ગરબાને પોતાનો અવાજ આપે છે, અને લોકો મંત્રમુગ્ધ બનીને ગરબાના તાલે ઝૂમે છે. જયારે લાખો હાથ એક સાથે તાળી પાડે ત્યારે એક અલગ જ પ્રકારનો આભાસ થાય છે અને તે અહીં અનુભવાય છે અને ખરેખર, આવી એકતા જો લોકો વચ્ચે હંમેશા હોતી હોય, તો દેશની સ્થિતિ ઘણી બદલાય જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે, યુનાઇટેડ વે બરોડા છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં અને આસપાસના વિસ્તારોમાં સમાજ સેવાના કામ પણ કરે છે.

અને વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબાઓ પૈકીના એક એવા યુનાઇટેડ વે ખાતે તેઓ ખેલૈયાઓને પોતાના સ્વરના તાલે નચાવે છે તેમજ વડોદરામા તેઓ એક ગરબા ગાયક તરિકે સૌથી વધારે લોકપ્રિય છે તેમજ તમને જણાવી દઇએ કે ગરબે ઘુમતા નવયુવાનો મા ચાલો બેટા ના અવાજ થી તેમનામા એક નવી ઉર્જા ભરી દે છે તો આઓ આજે આપણે અતુલ પુરોહિતના અંગત જીવન વિશે જાણવાની કોશિશ કરિએ.

છેલ્લા ૨૨ વર્ષથી વડોદરાના યુનાઇટેડ વે સાથે સંકળાયેલા અતુલભાઇના જણાવ્યું હતું કે યુનાઇટેડ વે ના ગરબામાં એક સાથે ગરબા ગાનારા લોકોની સંખ્યા એક સમયે 42,000 પર પહોંચી હતી જે એક વિશ્વ વિક્રમ છે અને ગીનીશ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ લેવાઇ છે. અહિં પારંપરિક રીતે ગોળ કુંડાળામાં ફરીને લોકો ગરબા રમે છે અને એકની અંદર બીજુ એમ ઘણી વખત તો 50જેટલા કુંડાળા સર્જાય છે.

મિત્રો અતુલ પુરોહિતનો જન્મ 27 ફેબ્રુઆરી 1957 ના રોજ ડભોઇ તાલુકાના ઢોલર ગામમાં થયો હતો અને બાળપણથી તેઓ સંગીત અને ગાયન પ્રેમ કરતા હતા અને તેમણે દસ વર્ષની વયે પોતાનું પ્રથમ હાર્મોનિયમ મેળવી અને પોતાની જાતને શીખવાની શરૂઆત કરી હતી અને અડગ મનના માનવને હિમાલય પણ નડતું નથી, એ રીતે એમની મેહનત ફળી અને સંગીતના આગળના અભ્યાસ માટે એમને વડોદરા તરફ ચાલવા લાગ્યા.

મિત્રો તમને જણાવી દઇએ કે તેઓ નાટ્યશાસ્ત્ર ના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજમાં જોડાયા હતા અને શરૂઆતમાં તેમણે અહીંની સ્થાનિક ગલીઓમાં અને સ્થાનિક કલાકારો સાથે નિઃશુલ્ક કામ કરવાનું શરૂ કર્યું હતુ અને આ રીતે ધીમે ધીમે, એમની ગાયક તરીકેની પ્રતિભા ધીમે ધીમે લોકો સમક્ષ ખીલતી ગઈ પરંતુ આગળ નો માર્ગ મુશ્કેલ હતો તેમ છતાં તેઓ અડગ રહ્યા અને હૃદયપૂર્વક કામ કરતા રહ્યા અને ધીરે ધીરે આ રીતે તેમને લોકચાહના મળતી ગઈ હતી.

મિત્રો 1983 ના વર્ષમાં તેમણે પોતાના 5 મિત્રો સાથે રિષભ નામના સંગીત જૂથની સ્થાપના કરી હતી અને તેમના સહુથી પ્રસિદ્ધ ગીતોમાં નું એક તારા વીના શ્યામ એ ઇતિહાસ રચ્યો હતો અને એજ આલ્બમ તારા વીના શ્યામ એ તેમને વિશ્વ વિખ્યાત ગરબા ગાયક બનાવ્યું અને તેમને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી અને વર્ષ 1992 માં તેમણે અન્ય એક જૂથ ઋતુમ્ભરા ગ્રુપ ની સ્થાપના કરી અને ઋતુમ્ભરા ગ્રૂપની સ્થાપના પછી અતુલ પુરોહિત એ ક્યારેય પાછળ ફરીને જોવાની જરૂર નથી પડી.

અને છેલ્લા 20 વરસથી રુતુમ્ભરા ગ્રુપ, શહેર અને વિશ્વભરમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ના ગરબામાં ગાય છે અને ખરેખર વડોદરાની નવરાત્રી જેમ યુનાઇટેડ વે વગર અધૂરી છે. એમ જ અતુલ પુરોહિત અને એમના ઋતુમ્ભરા ગ્રુપ વગર યુનિએટેડ વે અધૂરું છે મિત્રો તમને જણાવી દઇએ કે સંગીતના ક્ષેત્રમાં એમનું યોગદાન જોઈને ગુજરાત રાજ્ય સરકારે એમને વર્ષ 2014 -15 નું ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યું છે.

આ રીતે તેઓની ખ્યાતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી પરંતુ દુનિયા ભરમાં છે અને એમના કાર્યક્રમોને કોઈ પણ પ્રકારની સીમા નડી નથી. વિદેશોમાં પણ એમના કાર્યક્રમોને ખુબ જ સફળતા મળી છે. એમને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ માં પણ કાર્યક્રમો કર્યા છે અને એ કાર્યક્રમો ખુબ જ સફળ નીવડ્યા છે આપણા અતુલ પુરોહિત જી માં સમયની સાથે પણ ઘણું પરિવર્તન આવ્યું છે અને ટેક્નોલોજીના બદલાતા યુગ સાથે એમને પોતાની અંદર પરિવર્તન કર્યું છે.

તેમના ગાયેલા ગીતો અને ગરબા આજે આઈ ટ્યુન, એમેઝોન, શાઝામ, સ્પોટીફાઈ, ગાના ડોટ કોમ અને સાવન મ્યુઝિક ઉપર પણ ઉપલબ્ધ છે. સોશ્યિલ મીડિયા અને વેબસાઈટના માધ્યમથી તેઓ સતત એમના ચાહકોની જોડે જોડાયેલા હોય છે તેમજ અતુલ પુરોહિતજી એ ભક્તિ ગીતોમાં પણ લોકપ્રિયતા મેળવી છે અને તેઓ નવરાત્રી સિવાયના સમયમાં સુંદરકાંડ અને ભજનના કાર્યક્રમો પણ કરે છે. જ્યાં પણ તેઓ જાય છે ત્યા તેમનો જાદુ પ્રસરાઇને આવે છે.શ્રી અતુલ પુરોહિતની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી જાય છે. અને એજ ગતિ સાથે વધે છે એમના ચાહકોની સંખ્યા. આશા છે, વડોદરા તથા વિશ્વભરના એમના ચાહકોને એમના કંઠથી થતું મધુર ગાયનોનું રસપાન લાંબા સમય સુધી મળતું રહેશે.