ગુજરાતી ફિલ્મો અને હિન્દી ટેલિવિઝન માં કામ કરનાર ઈશા કંસારા જીવે છે આવું આલીશાન જીવન,જુઓ તસવીરો.

0
152

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એશા કંસારા એ એક ભારતીય મોડેલ નૃત્યાંગના, ટેલિવિઝન અને ફિલ્મ એકટ્રેસ છે. એશા નું પૂરું નામ એશા રમેશભાઈ કંસારા છે. એશા રમેશભાઈ કંસારા નો જન્મ ઓગસ્ટ 20, 1992 ના રોજ અમદાવાદ, ગુજરાત માં થયો હતો. તે 18 વર્ષ ની ઉંમરે થી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી.

તેણી એ અમદાવાદ ની હીરામણી સ્કૂલ માંથી અભ્યાસ કર્યો હતો. અને વધુ માં તેને 7 વર્ષ માટે શાસ્ત્રીય નૃત્ય “ભરતનાટ્યમ” જેવા નૃત્ય ની તાલીમ લીધી હતી. એક ઇન્ટરવ્યૂ માં તેણી એ જણાવ્યું હતું કે તે સમયે ઢોલીવૂડ (ગુજરાતી ફિલ્મ ઇન્ડુસટ્રી) માં માર્યાદિત તકો એ તેને મુંબઈ જવા માટે હાંકી હતી, અને મુંબઈ ગયા પછી તેણે મુંબઈ ની જાણીતી કૉલેજ મીઠાબાઈ માં વાણિજ્ય નો અભ્યાસ કર્યો હતો.

તે પછી 2009, માં એશા કંસારા એ ‘ મિસ ગુજરાત બ્યુટી ‘ માં ભાગ લીધો હતો, અને તે દરમ્યાન તેણે બીજી રનર અપ જાહેર કરવામાં આવી હતી.2010, માં એશા એ ડાન્સ રિયાલિટી શૉ “ડાન્સ ઇન્ડિયા ડાન્સ” માં ભાગ લીધો હતો, અને તે ભારત ના ટોપ 100 ફાઇનાલિસ્ટ માંની એક હતી. તેણી એ 2011 માં ભારતીય ટીવી સીરીયલ “મુક્તિ-બંધન” થી અભિનય કારકિર્દી ની શરૂઆત કરી હતી. પરંતુ 2013 માં સ્ટાર પ્લસ પર આવતી એક સિરિયલ “એક નણંદ કી ખુશીયો કી છબી…મેરી ભાભી” માં “કિટ્ટુ” ની ભૂમિકા ભજવ્યા પછી તેનું નામ બની ગયું હતું.

તે ઉપરાંત સબ ચૅનલ પર આવતી “માય નેમ ઇજજ લખન” માં પણ કામ કર્યું હતું. વધુ માં તેને 2017 માં ગુજરાતી સિનેમા ની અંદર ફિલ્મ “દુનયાદારી” થી તેના ફિલ્મ કરિયર ની શરૂઆત કરી હતી. જે તે જ નામ ની મરાઠી ફિલ્મ ની રીમેક હતી. એશા કંસારા એ સ્ટેજ નાટકો માં પણ અભિનય કરેલો છે.તદુપરાંત તે યુટ્યૂબ પર હોસ્ટ થયેલી વેબ સિરીઝ “બેન ટોલ્ક” નો પણ એક ભાગ હતી, અને તેણી ના જણવ્યા મુજબ તે મશહૂર ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ‘દીક્ષા જોશી’ ને અનુસરે છે.

એવોર્ડ ની વાત કરીએ તો એશા કંસારા એ 2013 ની અંદર “ભારતીય ટેલિવિસન એકેડમી એવોર્ડ” મેળવ્યો હતો. તે ઉપરાંત 2018 ની અંદર એશા ને ટીવી પર “અમદાવાદ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન ” તરીકે મત આપવા માં આવ્યો હતો.એશા કંસારા એ હંમેશા તેના અદભુત અભિનય, કુશળતા અને સૌંદર્ય થી ગુજરાતી પ્રેક્ષકો ને પ્રભાવિત કર્યા છે.જયારે અભિનેત્રી ની ફેશન સેન્સ પણ ખુબ જ સારી છે, અને તે પોતાના ખોરાક માટે પણ એટલી જ ક્રેઝી છે. તે ફુડી હોવા છતાં તે ક્યારેય તેના ખોરાક પ્રત્યે ના પ્રેમ માટે તેના વર્કઆઉટ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.

અભિનેત્રી એ તાજેતર માં એક પ્રેરણાદાયી પોસ્ટ સોશ્યિલ મીડિયા પર શેર કરી છે, જ્યાં તેણી એ એક વર્ષ પહેલા નો ફોટો અને પછી નો એટલે કે હાલ ના સમય નો ફોટો શેર કર્યો છે, અને તેણી નું પરિવર્તન ખરેખર અદભુત છે.તાજેતર માં જ અભિનેત્રી એશા કંસારા અને જાણીતા ગુજરાતી અભિનેતા યશ સોની ”અબોલા” નામક એક ફોટો સ્ટોરી માં સાથે જોવા મળેલ અભિનેત્રી એશા કંસારા એ આગળ “હું, મારી વાઈફ, અને એનો હસબન્ડ” માં “જોહની લિવર” અને “વત્સલ શેઠ” સાથે જોવા મળવાની છે.

ગુજરાતી એક્ટ્રેસ ઈશા કંસારા ટ્રેઈન્ડ ક્લાસિલ ડાન્સર પણ છે. તે જુદી જુદી ગુજરાતી ફિલ્મો અને હિન્દી સિરિયલ્સમાં અભિનય કરતી દેખાઈ છે. એશાએ સાત વર્ષ સુધી ભરત નાટ્યમની તાલીમ લીધી છે. 2009માં ઈશા કંસારાએ મિસ ગુજરાત બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. 2010માં તેણે ઝી ટીવીના ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું.

એક્ટિંગમાં ઈશા કંસારાએ હિન્દી સિરીયલ મુક્તિ બંધનથી ડેબ્યુ કર્યો હતો. હરકિસન મહેતાની નોવેલ પર આધારિત આ સિરીયલથી ઈશા કંસારાએ એક્ટિંગમાં ઝુકાવ્યું હતું. મુક્તિ બંધન બાદ ઈશા કંસારા કિચન ચેમ્પિયન, એક નનંદ કી ખુશિયોકી ચાબી, મેરી ભાભી જેવા ટેલિવિઝન શૉઝમાં કામ કરી ચૂકી છે. સ્મોલ સ્ક્રીન પર ઈશા કંસારાનો છેલ્લો શો માય નેમ ઈઝ લખન હતો. સબ ટીવી પર પ્રસારિત થયેલા આ શોમાં ઈશા કંસારાની સાથે બોલીવુડ એક્ટર શ્રેયસ તલપડે પણ હતો.

ગુજરાતી ફિલ્મોમાં ઈશા કંસારાએ દુનિયાદારી ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. મરાઠી ફિલ્મની આ રિમેકમાં તેની સામે ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર, આર્જવ ત્રિવેદી અને સૌનક વ્યાસ હતા.દુનિયાદારી બાદ ઈશા કંસારા મલ્હાર ઠાકર સાથે જ બીજી ફિલ્મ મિજાજમાં દેખાઈ હતી. જેમાં તેમની સાથે રેવંત સારાભાઈ અને અભિનય બેન્કર લીડ રોલમાં હતા. મિજાજ બાદ ઈશા કંસારા વાંઢા વિલાસ નામની ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ ંહતું. જો કે આ ફિલ્મની ખાસ નોંધ નહોતી લેવાઈ.

વાંઢાવિલાસ પછી ફરી એકવાર ઈશા કંસારાએ સિલ્વર સ્ક્રીન પર મિડાસ ગણાતા મલ્હાર ઠાકર સાથે જોડી જમાવી. આ વખતે મિડનાઈટ વિથ મેનકા નામની ફિલ્માં ઈશા કંસારા મલ્હાર સાથે જોવા મળી હતી. ઈશા કંસારા એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. ચિન્મય પરમારે ડિરેક્ટ કરેલી શોર્ટ ફિલ્મ Far Togetherમાં ઈશા કંસારાએ પ્રતીક રાઠોડ સાથે કામ કર્યું હતું. ફક્ત ગુજરાતીઓ જ નહીં દેશભરમાં ઈશા કંસારાની સુંદરતાના અને એક્ટિંગના ફેન્સ છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફોટોઝને જબરજસ્ત લાઈક્સ મળે છે.

ઈન્સ્ટાગ્રામ પર ઈશા કંસારાના 1,30,000 હજાર કરતા વધુ ફોલોઅર્સ છે. ઈશા પોતાના ડિફરન્ટ લૂક્સના ફોટોઝ ઈન્સ્ટા પર શૅર કરતી રહે છે. ઈશા કંસારા વેસ્ટર્ન લૂકની સાથે સાથે એથનીક વૅરમાં પણ એકદમ બ્યુટીફૂલ લાગે છે. એથનિક વૅરમાં ઈશા કંસારા એકદમ પરી જેવી લાગે છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ કોમ્બિનેશન તમે પણ અપનાવી શકો છો. ઈશાએ આ લૂકને ઓક્સોડાઈઝ જ્વેલરીથી કમ્પલિટ કર્યો છે.

અનારકલીના શોખીન હો તો ઈશા કંસારાની માફક તમે પણ આ પ્રકારનો ડ્રેસ પહેરીને એકદમ કૂલની સાથે સાથે પરંપરાગત સુંદરતા નિખારી શકો છો. હવે આ ફોટો વિશે તો કહેવું જ શું. ઈશાની આ સ્માઈલ પર ભલ ભલા લોકો ઓવારી જશે. વધુ એક અનારકલી ડ્રેસમાં જામી રહી છે ઈશા કંસારા. નવરાત્રી દરમિયાન ગોર્જિયસ ઈશા કંસારા ટ્રેડિશનલ વેરમાં જોવા મળી જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. સિમ્પલ પણ સોબર લહેંગા ચોલી સાથે મોતીની જ્વેલરી બેસ્ટ કોમ્બિનેશન છે.વ્હાઈટ અને પર્પલના આ કોમ્બિનેશનમાં ઈશા પરી જેવી લાગી રહી હતી.