ઘરના બાથરૂમમાં નાખી દો માત્ર એક મુઠી મીઠું,અને પછી જોવો ચમત્કાર,નાખ્યા પછી જે થશે એ જાણીને ખુશીઓનો પાર નહીં રહે…..

0
233

મીઠાનું આપણા જીવનમાં ખુબ જ વધારે મહત્વનું સ્થાન છે અને આપણે બધાને મીઠા વગર એક દિવસ પણ રહેવું મુશ્કેલ થઇ જાય છે. મીઠાના ઘણા બધા ઉપયોગ પણ થાય છે. મીઠું આપણા ઘરના વાસ્તુદોષને દુર કરે છે તેમજ સાથે જ મીઠાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધીનો પણ વાસ હોય છે. જો મીઠાને પાણીમાં નાખીને ઘરમાં પોતા કરવામાં આવે તો એ ખુબ સારું શુકન છે. ઘરેથી નકારાત્મકતા દુર થાય છે, ઘરમાં ખુશીથી ભરેલો માહોલ બને છે અને ધન આવવાનો માર્ગ પણ ખુલે છે. આ પ્રકારે આજે અમે વાત કરવાના છીએ કે ઘરના બાથરૂમમાં મીઠું રકવાથી શું થાય છે.

મીઠું દરેક ઘરમાં રસોડામાં મળી આવતી એક સામાન્ય વસ્તુ છે. તેના વગર જમવાનું નીરસ લાગે છે. પણ જણાવી દઈએ કે આ મીઠું માત્ર ખાવામાં જ ઉપયોગમાં નથી લેવાતું. એના બીજા પણ ઘણા ઉપયોગ અને ફાયદા છે.જ્યોતિષવિદ્યા અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું ઘરની સુખાકારી સાથે જોડાયેલું છે.જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું ઘરમાં સુખ સમૃદ્ધીને લગતી સમસ્યાઓનો ઉપાય છે. આજે અમે તમને મીઠાના એવા જ ઉપાય વિષે જણાવીશું જેના વડે તમે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકશો. તો આવો જાણીએ મીઠાના ખાસ ઉપાય વિષે.

દોસ્તો આ ખુબ જ આસન ઉપાય છે. માત્ર તમારા ઘરના વાતાવરણને જ સારું નહિ પરંતુ તમારા ઘરમાં ખુશીઓ પણ લાવે છે. આવુ કરવાથી ઘરના બધા સદસ્યોનું સ્વાસ્થ્ય સારું બની રહે છે. જો તમને લાગે છે કે કોઈએ કંઈ કરી દીધું છે તમારા ઘર પર બરકત નથી અથવા તમારા ઘરમાં તમામ પરેશાનીઓ આવી ગઈ છે. પૈસા તો આવે છે પણ ખર્ચ થઇ જાય છે, ખબર નથી પડતી કે ક્યાં જતા રહે છે, ડોક્ટર પર વધારે ખર્ચ થઇ રહ્યો છે, તો એવામાં તમે એક કામ કરો, તમારા ડાબા હાથમાં એક મુઠી મીઠું લઈને ઘરના બધા સદસ્યોના માથા પર ત્રણ વાર ઊંધું ફેવીને અને ઘરના બાથરૂમમાં ફ્લશ કરી દો.

એનાથી થશે એ કે ઘરની નકારાત્મક શક્તિ સમાપ્ત થઇ જશે અને બધા ઘરના સદસ્ય સ્વસ્થ બની રહેશે, ભાગ્ય વર્ધક બની રહેશે તેમજ ઘરમાં પૈસા આવવાનો માર્ગ પણ ખુલી જશે. તમારા ઘરમાં ખુશીઓ આવવાની શરુ થઇ જશે. આ ઉપાય તમે કોઈ પણ મંગળવાર, શનિવાર અથવા રવિવારના દિવસે કરો.મીઠાનો ઉપયોગ રસોઈની સાથે સાથે બીજી પણ ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે, જેમકે વાસ્તુદોષ દુર કરવા માટે, નજર ઉતારવા માટે તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર કરવા માટે થાય છે. નાના બાળકોને ઘણી વાર ખરાબ નજરની અસર થઈ જતી હોય છે અને બાળકોને ખરાબ નજર થી બચાવવા માટે તેમજ નકરાત્મ પ્રભાવ ઓછો કરવા હાથમાં મીઠું લઇ તેના પરથી સાત વાર ઉતારી અને બાથરૂમમાં પાણી સાથે વહાવી દેવાથી બધીજ નકારાત્મક અને ખરાબ અસર દુર થઇ જાય છે અને બાળક પણ સ્વસ્થ બની જાય છે.

વાસ્તુ દોષ દૂર કરવા : મિત્રો જો તમારા મનમાં ભય, ચિંતા કે લાંબા સમય સુધી ગમગીની રહેતી હોય તો બંને હાથમાં થોડા સમય માટે મીઠું ભરી એને થોડીવાર એમજ રહેવા દો. પછી એ મીઠાને વોશબેસીનમાં પાણી સાથે વહાવી દો. ધ્યાન રહે કે તમારે એને બીજે ક્યાંય આસપાસ ફેંકવાનું નથી.

ગરીબી દૂર કરવા : એના માટે તમે અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું નાખીને પોતું કરો. આ સામાન્ય લાગતો પ્રયોગ તમારા ઘરની નકારાત્મક શક્તિને દૂર કરશે. પણ એક વાતનું ધ્યાન રહે કે તમારે ગુરુવારના દિવસે આવું નથી કરવાનું, અને આ ઉપાય માટે દરિયાઈ મીઠું જ વાપરવાનું છે.ધનનો પ્રવાહ જાળવી રાખે : એના માટે કાચનો એક ગ્લાસ લો. પછી એ ગ્લાસમાં પાણી અને મીઠું ઉમેરો, અને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં મૂકી દો. પછી તેની પાછળ એક પીળા રંગનો બલ્બ લગાવી દો. જ્યારે પાણી સૂકાઈ જાય ત્યારે ગ્લાસ સાફ કરી ફરી એ જ રીતે મીંઠું અને પાણી ભરી મૂકી દો. આ ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહેશે.

રોગથી છુટકારો મેળવવા માટે  હંમેશા ઊંઘતા સમયે તમારા માથાને પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેમજ તમારા બેડરૂમમાં એક વાટકીની અંદર મીઠાના થોડા ટુકડા રાખો. આ ઉપાય તમારા આરોગ્યમાં સુધારો લાવશે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય લાંબી માંદગીથી પીડાય છે, તો એના માટે કાચના એક વાસણમાં મીઠું રાખો. અને એક અઠવાડિયા પછી તે મીઠું બદલી નાખો.

આ ઉપાયનું પુનરાવર્તન કરતા રહેવાથી ધીરે ધીરે તે વ્યક્તિનું આરોગ્ય સુધરશે. અને બીજી એક ખાસ વાત એ છે કે, રોગને ટાળવા માટે સામાન્ય મીઠું ઓછું વાપરવું જોઈએ. સિંધવ મીઠું વાપરવાનું શરુ કરોજો પરિવારમાં કોઈ સભ્યને વ્યક્તિગત બાધા છે, તો એના માટે એક મુઠ્ઠી દળેલું મીઠું લઈને સાંજે ત્રણ વખત એમના માથા પરથી ઉતારી દરવાજાની બહાર ફેંકી દો. આ ઉપાય તમારે સતત ત્રણ દિવસ માટે કરવાનો છે. જો આમ કરવાથી પણ તમને રાહત ન જણાય તો એમના માથા પરથી મીઠું ઉતારી એને ટોઇલેટમાં વહાવી દો. ચોક્કસપણે લાભ થશે.

ઘરમાં આવતી મુશ્કેલી ટાળવા : ઘરમાં કોઈક વાત પતિ પત્ની વચ્ચે કોઇ બાબતે મતભેદ થવા સામાન્ય છે. તમારી સાથે પણ એવું થયું છે અથવા તમને માનસિક અશાંતિ રહે છે, તો દરિયાઈ મીઠાનો એક ભાગ તમારા બેડરૂમના કોઈપણ ખૂણામાં મુકવાથી ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મન પણ શાંત થાય છે. યાદ રાખીને આ મીઠાનો ટુકડો દર મહિને બદલી નાખવો. અને રૂમમાં સ્પિન્ડલ પણ રાખો.મનની બેચેની દૂર કરવા : મિત્રો તમારું મગજ ઘણું અસ્પષ્ટ છે, તમારા વિચારો કોઈપણ પ્રકારની ચિંતાથી પીડાય છે, તો જાણી લો એનાથી તમારું સ્વાસ્થ્ય સારું નહી રહે. એના માટે તમારે મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શાંત થાય છે.

શનિની આડઅસર ટાળવા માટે : જાણકારી માટે જણાવી દઈએ કે જો ખાવાનું બનાવતા સમયે દાળ, શાક વગેરેમાં મીઠું ઓછું રહી જાય, તો તમે એમાં ઉપરથી મીઠું નાખવાની જગ્યાએ સંચળનો ઉપયોગ કરો. જો તમને આવું નહી કરો તો તે શનિને અસર કરશે. માટે તમારી આ ટેવ બદલી નાખો. તેમજ જો તમારા અથવા ઘરના કોઈ સભ્યના જન્માક્ષરમાં ચંદ્ર અને મંગળ નબળા છે, તો તમારે જમવામાં ઉપરથી મીંઠું લેવાનું ટાળો. એની જગ્યાએ સિંધવ મીઠું વાપરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here