ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યા પછી પણ નથી થતો ધનલાભ તો તરતજ કરીલો આ કાર્ય,ટૂંક જ સમયમાં આવી જશે પરિણામ.

0
14

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,સામાન્ય રીતે મનીપ્લાન્ટને ધનવૃદ્ધિ સાથે સંબંધ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટ હોય ત્યાં આર્થિક સુખાકારી હોય છે. આમછતાં આપણને એવા અનેક લોકો મળે છે કે જે કહે છે કે મનીપ્લાન્ટ વાવવા છતાં ઘરની આર્થિક સુખાકારીમાં કોઈ ફરક પડ્યો ન હોય. જો તમે પણ આમાનાં એક હોય તો ખાસ વાંચો આ સ્ટોરી. શું હોઈ શકે કારણ તે જાણવા મળશે.જ્યારે મનીપ્લાન્ટ ઘરમાં વાવવામાં આવ્યો હોય અને તોય આર્થિક સુખાકારી ન હોય ત્યારે તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ તેને યોગ્ય રીતે ન લગાવવામાં આવ્યો હોય તે હોય છે. સાથે જ ઝાડની વેલ ગમે ત્યાં વધતી હોય તેવું પણ જોવા મળે છે.

ઘરમાં પોઝેટીવ એનર્જી લાવવા માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ. તેમાંથી મની પ્લાન્ટ લગાવવો સૌથી મુખ્ય ઉપાય માંનો એક છે. માનવામાં આવે છે કે મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં ધન ધાન્યમાં વધારો તો થાય જ છે, સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે. કારણ કે તે ૨૪ કલાક ઓક્સીજન આપે છે. એ કારણ છે કે લોકો પોતાના ઘરમાં મીની પ્લાન્ટ લગાવે છે.

જો તમારે આર્થિક સંકટમાંથી છૂટકારો જોઈતો હોય તો તમારા ઘરમાં મની પ્લાન્ટને યોગ્ય રીતે લગાવો. મની પ્લાન્ટને હમેંશા ઘરની અગ્નિદિશામાં જ લગાવો. ઈશાન ખૂણો અને ઉત્તર પૂર્વ ખૂણામાં મની પ્લાન્ટ લગાવવાથી ધનની હાનિ થાય છે. એટલું જ નહિં આવો મની પ્લાન્ટ ઘરમાં પતિપ્તની વચ્ચે ઝગડાં કરાવે છે.ઈશાન ખૂણાનું પ્રતિનિધિત્વ દેવોના ગુરુ બ્રહસ્પતિ કરે છે. તો ગણેશજીને દક્ષિણ દિશાના દેવતા તથા શુક્ર ગ્રહને આ દિશાના પ્રતિનિધિ માનવામાં આવે છે. દેવ ગુરુ અને શુક્રની વચ્ચે શત્રુતા માનવામાં આવે છે. આથી મનીપ્લાન્ટ હમેંશા અગ્નિખૂણામાંજ લગાવવો જોઈએ.

મની પ્લાન્ટને બાંધીને હમેંશા ઉપરની તરફ લઈ જવામાં આવે. ક્યારેય પણ નીચે જમીન પર કે નીચેની તરફ લટકવા ન દો. લીલો રંગ બુધનો કારક હોય છે. તેથી જો આ છોડ બુધવારે લગાવવામાં આવે તો આર્થિક વધું લાભ આપનારો નિવડે છે.જો તમારા ઘરનો મનીપ્લાન્ટ મુરઝાઈ ગયો હોય તો તરત જ તેને બદલી નાંખો. તેમાં આવતા સફેદ પાનને હટાવી દો. છોડને લગાવતી વખતે ધ્યાન રાખો કે તે તમારી બાઉન્ડ્રીવોલની અંદર જ હોય.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાની વાત પણ કરવામાં આવી છે. કારણ કે મનીપ્લાન્ટ એક એવો છોડ હોય છે, જેનો સંબંધ સીધો તમારા ઘરની લક્ષ્મી એટલે પૈસા સાથે હોય છે. તેને પોતાના ઘરમાં લગાવવું શુભ માનવામાં આવે છે. વાસ્તુનું માનીએ તો તેને ઘરમાં લગાવવાથી પૈસાની આવક વધી જાય છે. સાથે જ ઘરમાં રાખેલા પૈસા પણ જલ્દી ખર્ચ થઈ શકતા નથી.

અને તમારા માંથી પણ ઘણા લોકોના ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લાગેલો હશે. જો તમને આ છોડ લગાવ્યા પછી પણ કોઈ ફાયદો નથી થઈ રહ્યો, તો તમે તેને લગાવતી વખતે જરૂર કોઈ ભૂલો કરી હશે. ખાસ કરીને મનીપ્લાન્ટને તમે અઠવાડિયાના કોઈપણ દિવસે નથી લગાવી શકતા. અ છોડ વડે પૈસાનો ફાયદો લેવા માટે તેને અઠવાડિયાના એક ચોક્કસ દિવસ અને એક ચોક્કસ વિધિ સાથે જ લગાવવો જોઈએ. આજે અમે તમને તેના વિષે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ.

ઘરમાં આ દિવસે મનીપ્લાન્ટ લગાવવો હોય છે શુભ.મિત્રો, જો તમે તમારા ઘરમાં મનીપ્લાન્ટનો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો. તો જણાવી દઈએ કે તેને ‘શુક્રવાર’ ના દિવસે જ લગાવવો જોઈએ. તે દિવસે તેને ઘરમાં લગાવવાથી સૌથી વધુ લાભ થાય છે. હવે તમારા માંથી અમુક લોકો વિચારતા હશે કે તે દિવસમાં એવી કઈ વિશેષ વાત છે?

તો એ પણ જણાવી દઈએ કે, શુક્રવારનો દિવસ લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. અને એ તો સૌ જાણો જ છો કે લક્ષ્મીજી ધનની દેવી છે. તેવામાં લક્ષ્મી માં ના દિવસે એટલે કે શુક્રવારે ઘરમાં મનીપ્લાન્ટ લગાવવો આર્થીક દ્રષ્ટિએ ઘણું શુભ માનવામાં આવે છે.જો તમે તમારા ઘરનો મનીપ્લાન્ટ શુક્રવારના દિવસે નથી લગાવતા, તો તમે એક જુદા કુંડામાં નવો મનીપ્લાન્ટ પણ લગાવી શકો છો. જો તમારું કુંડુ મોટું છે તો તમે તે કુંડામાં પણ મનીપ્લાન્ટનો નવો છોડ જોડી શકો છો. બસ એ વાતનું ધ્યાન રાખશો કે તે કામ તમે શુક્રવારે જ કરો.

આ વિધિથી લગાવો મનીપ્લાન્ટ.આવો હવે તમને એની વિધિ પણ જણાવી દઈએ. તો જયારે પણ તમે ઘરમાં મનીપ્લાન્ટ લગાવવાના હોવ, ત્યારે તેને સૌથી પહેલા લક્ષ્મીજીની સામે મૂકી દો. અને પછી લક્ષ્મીજીની આરતી અને પૂજા કરો. પછી અંતમાં આ મનીપ્લાન્ટની પૂજા કરો. અને ત્યાર બાદ જ તેને કોઈ કુંડા કે બોટલમાં લગાવી દો. આ વિધિથી લગાવવામાં આવેલો મનીપ્લાન્ટ ઘણો વધુ લાભ આપે છે.

કરમાઈ ગયેલ પાંદડાને જુદા કરવા.મની પ્લાન્ટના છોડ હમેશા તાજા માજા રાખો, તેને કરમાવા ન દો. તેના માટે રોજ છોડને પાણી આપતા રહો. જો પાંદડા કરમાઈ જાય તો તેને વીણીને જુદા કરો. કરમાઈ ગયેલા પાંદડા નકારાત્મકતા લાવે છે. સાથે જ હમેશા તે પણ ધ્યાન રાખો કે મની પ્લાન્ટની વેલ ક્યારેય જમીન ઉપર ન ફેલાય. આવું થવું પણ ઘરમાં ઘણી જાતના નુકશાનનું કારણ બની શકે છે.ઘરની બહાર મની પ્લાન્ટ લગાવવો.મની પ્લાન્ટને ક્યારે પણ ઘરની બહાર ન લગાવવો જોઈએ, એને ઘરની અંદર લગાવવાથી જ આ છોડનો લાભ મળે છે. આમ તો છોડને યોગ્ય દિશામાં લગાવવો જરૂરી છે. તેનાથી આજુ બાજુ સ્વચ્છતા રાખવી જોઈએ.

મની પ્લાન્ટને ક્યાં લગાવવો જોઈએ.મની પ્લાન્ટને લગાવવા માટે દક્ષીણ-પૂર્વ દિશાને સૌથી સારી માનવામાં આવે છે. આ દિશામાં લગાવવાથી મની પ્લાન્ટ સુખ સમૃદ્ધી વધારે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઘર, આંગણું ક્યાય પણ સરળતાથી લાગી જાય છે. તે માત્ર પાણીમાં પણ લગાવી શકાય છે અને તેની જાળવણી માટે પણ વધુ મહેનત પણ કરવી પડતી નથી.તે વાતને ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટ એવી જગ્યાએ રાખો જ્યાં વધુ તડકો ન હોય. તેના પાણીને દર અઠવાડિયે બદલી નાખવું જોઈએ.

મની પ્લાન્ટને કઈ દિશામાં ન લગાવવો જોઈએ.મીની પ્લાન્ટને ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ન લગાવો. ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશાને સૌથી વધુ નેગેટીવ માનવામાં આવે છે. આ દિશામાં પ્લાન્ટ લગાવવાથી નકારાત્મક અસર પડવા લાગે છે. મની પ્લાન્ટ ધનની સાથે સાથે સંબંધોમાં સુધારો કરવાનું કામ પણ કરે છે. તેથી તેને પૂર્વ પશ્ચિમ દિશામાં પણ ન લગાવો. તે પતિ પત્ની વચ્ચે તણાનું કારણ બની શકે છે.ઉપરની વાતોમાં તમને લાગે કે દિશા સાથે કાઈ લેવાદેવા નથી, તો તમે માની શકો છો પણ ઘરમાં આવા હોમ પ્લાન્ટ જરૂરથી ઉગાડો. કારણ કે જેમ મગજ માટે બદામ જરૂરી છે એમ ઓક્સીજન એનાથી વધુ જરૂરી છે, માટે આવા હોમપ્લાન્ટ જરૂર લગાવો.