ઘરમાં ક્યારેય ના કરવી જોઈએ આ ચાર ભગવાનની પૂજા,જાણીલો નહીં તો થઈ જશો કંગાલ.

0
16

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડુ, બેડરૂમ, દાદર, મંદિર વગેરે દોષરહિત હોવા જોઈએ. આ તમામ સ્થાનમાં સૌથી વધારે મહત્વ હોય છે મંદિરનું વ્યક્તિના ઘરનું મંદિર દોષરહિત હોવું જરૂરી છે. વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં મંદિર હોય તેમ છતાં જો મંદિરમાં મૂર્તિઓની ગોઠવણ બરાબર ન હોય કે પછી મૂર્તિઓ એવી રાખી હોય કે જેને ઘરમાં સ્થાન ન આપવું જોઈએ તો પણ વાસ્તુ દોષ સર્જાય શકે છે. ઘરના મંદિરમાં મૂર્તિઓની સ્થાપના યોગ્ય દિશા અને સ્નાન પર કરવી જોઈએ. એકવાર જો યોગ્ય રીતે મંદિરમાં મૂર્તિઓની સ્થાપના કરી દેવામાં આવે તો કોઈપણ પ્રકારની સમસ્યા નડતી નથી.

મંદિરમાં ક્યારેય ધૂળ માટી ન જામે તેનું ધ્યાન રાખવું. મંદિરમાં અંધારું પણ ન થવા દેવું. રાત્રે પણ મંદિર પર નાનો લેમ્પ ચાલુ રહે તે વાતનું ધ્યાન રાખવું. આ ઉપરાંત મંદિરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી. આ સિવાય મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ તે પણ જાણી લો આજે. ભગવાન શંકરના ભૈરવ અવતારની મૂર્તિને ઘરમાં ન રાખવી. કારણ કે ભગવાન ભૈરવ તંત્ર વિદ્યાના દેવ છે તેની ઉપાસના ઘરમાં ન કરી શકાય. ઘરમાં નટરાજ સ્વરૂપની મૂર્તિ પણ ન રાખવી.

નટરાજ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી અશાંતિ વધે છે અને ઘરનું વાતાવરણ ઉગ્ર બને છે. સૂર્ય પુત્ર શનિદેવની મૂર્તિની સ્થાપના પણ ઘરમાં ન કરવી જોઈએ. તેમના મૂર્તિ સ્વરૂપની પૂજા હંમેશા મંદિરમાં જ કરવી તેમને ઘરમાં ન લાવવા. શનિની જેમ રાહુ-કેતુની પૂજા પણ ઘરમાં મૂર્તિ રાખીને ન કરવી. શાસ્ત્રોનુસાર આ પાપી ગ્રહ છે તેમની મૂર્તિની સ્થાપના ઘરમાં કરી પૂજા કરવાથી કષ્ટ વધે છે.

આ ઉપરાંત ઘરનું મંદિર એક પવિત્ર જગ્યા છે, જ્યાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. એટલે દેખીતું જ છે કે મંદિર સકારાત્મક અને શાંતિપૂર્ણ જગ્યા હોવી જોઈએ. જો મંદિરને વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ રાખવામાં આવે તો એ ઘરના લોકો માટે સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. એમ તો ઘરમાં એક અલગ જ મંદિર શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ મોટા શહેરોમાં ઓછી જગ્યાના કારણે એ દરવખતે શક્ય નથી હોતું.

પૂજા-પાઠ કરવાથી મનને શાંતિ મળે છે. પરંતુ સુખ-શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે ઘરમાં મંદિરનું યોગ્ય સ્થાન પર હોવું પણ ખૂબ જ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિનું એક સકારાત્મક સ્વરૂપ છે કે ઘર ગમે તેટલું નાનું કે મોટું હોય, પોતાનું હોય કે ભાડાનું હોય પણ દરેક ઘરમાં મંદિર જરૂર હોય છે. કારણ કે અહી જ આપણે નતમસ્તક થઈએ છીએ. આથી ઘરમાં પૂજાઘરનું સ્થાન ત્યાં જ હોવું જોઈએ જ્યાં વાસ્તુ સમ્મત હોય. આપણે જાણીએ છીએ કે આપણાં ઘરમાં પૂજાઘર હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં પૂજાઘર ક્યાં હોવું જોઈએ. મંદિર ઘરના બધા જ સભ્યોને નકારાત્મકતાથી બચાવે છે, પરંતુ ક્યારેક તમારા પૂઓજ-પાઠથી પણ કઈ જ નથી થતું, જેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે.

ચાલો તો આજે આપણે આ વિશે જાણીએ. વાસ્તુમાં કહ્યા પ્રમાણે પુજા સ્થાન ઈશાન એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ દિશામાં પુજાઘર હોવાથી ઘરમાં અને તેમાં રહેવાવાળા બધા લોકો ઉપર સકારાત્મક ઉર્જાનો સંચાર હંમેશા બની રહે છે. આમ વાસ્તુની વિરુધ્ધ પૂજાઘર હોય તો પુજા કરતી વખતે મન એકાગ્ર થતું નથી અને આર્થિક લાભ મળતો નથી.

ઘરના પૂજાઘરનું સ્થાન ઈશાન કોણમાં જ કેમ?. વાસ્તુશાસ્ત્રના પુજા માટે ઘરમાં સ્થાન ઈશાન કોણમાં બતાવ્યુ છે. કારણ કે આ દિશામાં ઈશ એટલે કે ભગવાનનો વાસ હોય છે તથા ઈશાન ખૂણાના ગુરુ બૃહસ્પતિ ગ્રહ છે, જે આધ્યાત્મિક જ્ઞાનના ગુરુ છે, આમ સકારાત્મક ઉર્જાનો સંચાર પણ આ દિશામાં થાય છે. જ્યારે સર્વ પ્રથમ વાસ્તુ પુરુષ ધરતી પર આવ્યા ત્યારે તેમનું શીર્ષ ઉત્તર-પૂર્વ દિશામાં જ હોવાને કારણે આ સ્થાન ઉત્તમ ગણાય છે.

પૂજાઘર માટે ઉપયોગી વાતો.ઘરમાં કુળદેવતાનું ચિત્ર હોવું શુભ છે, જેને પૂર્વ અથવા ઉત્તરની દીવાલ પર રાખવું શ્રેષ્ટકર છે. પૂજાઘરનું દ્રાર ટીન કે લોખંડનું ના હોવું જોઈએ, પુજાઘર ઘરની અંદર શૌચાલયની બાજુમાં કે ઉપર કે નીચે ન હોવું જોઈએ. પૂજાઘર શયનકક્ષમાં હોવું ન જોઈએ.

ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશ, બે સૂર્ય-પ્રતિમા, ત્રણ દેવી પ્રતિમા, બે દ્રારકાના ચક્ર (ગોમતી ચક્ર) અને બે શાલિગ્રામનું પૂજન કરવાથી ગૃહસ્વામીને અશાંતિ પ્રાપ્ત થાય છે.પૂજાઘરનો રંગ સફેદ અથવા આછો ક્રીમ રંગ હોવો જોઈએ. ભૂલથી પણ ભગવાનની મુર્તિ કે ચિત્રને વગેરેને નૈઋત્ય કોણમાં ન રાખવી, જેનાથી બનતા કાર્યોમાં અડચણ આવશે.

પુજા સ્થાન માટે ભગવાનને માટે ઉત્તર-પૂર્વ ખૂણો સૌથી ઉત્તમ હોય છે. પૂજાઘરની ભૂમિ ઉત્તર-પૂર્વમાં નમેલી અને દક્ષિણ-પશ્ચિમમાં ઊચી હોવી જોઈએ, આકારમાં ચોરસ જે ગોળ હોય તો ઉત્તમ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તે દેવતાના પ્રમુખ દિવસમાં જ કરવી અથવા જ્યારે ચંદ્ર પૂર્ણ હોય ત્યારે અર્થાત 5,10, 15 તિથી એ જ મુર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરવી.શયનકક્ષમાં પુજાનું સ્થાનના રાખવું પણ ઘર નાનું હોય અને શયનકક્ષમાં પૂજાઘર રાખવું પડે, તો મંદિરની ચારે બાજુ પડદા રાખી દેવા. આ સિવાય શયનકક્ષમાં મંદિર ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું.

બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય અને કાર્તિકેય, ગણેશ, દુર્ગાની મૂર્તિઓના મુખ પશ્ચિમ દિશા તરફ રાખવું અને કુબેર, ભૈરવનું મુખ દક્ષિણ તરફ અને હનુમાનજીનું મુખ દક્ષિણ અથવા નૈઋત્યમાં રાખવું.ઉગ્ર દેવતા (જેમ કે કાળી)ની સ્થાપના ઘરમાં ના કરવી. ઘરમાં દાદરાની નીચે પૂજાઘરના બનાવવું જોઈએ. રસોઈઘર, શૌચાલય અને પૂજાઘર એકબીજાની પાસેના બનાવવા.

પૂજાઘરમાં મૃતાત્માઓના ચિત્ર વર્જિત છે. કોઈપણ દેવતાની તૂટેલી-ફૂટેલી મુર્તિ કે ચિત્ર રાખવું નહીં. મંદિરને રસોઈઘરમાં બનાવવું પણ વાસ્તુના હિસાબે ઉચિત નથી.જો મંદિરમાં એક જ ભગવાનની બે મુર્તિ હોય તો તેને એકબીજાની સામસામી રાખવી નહીં. ભગવાનની મૂર્તિઓને એકબીજાથી ઓછામાં ઓછી 1 ઈંચના અંતરે રાખવી.

એક જ ઘરમાં ઘણા મંદિરના બનાવો. આમ કરવાથી ઘરમાં માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આમ ઘર બનાવતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે વાસ્તુમાં કહ્યા પ્રમાણે મંદિરનું સ્થાન ક્યાં રાખવું. તમારું ઘર ભલે ગમે તે દિશામાં હોય પરંતુ પુજા ઘર માટે ઈશાન કોણ જ ઉત્તમ છે. આ દિશામાં મંદિર હોવાથી જ્ઞાન વધે છે. અને પુજા કરતી વખતે મુખ હંમેશા પૂર્વ દિશામાં રાખવું. આમ કરવાથી ઘરમાં ધન-સમૃધ્ધિનો વાસ થાય છે.