ઘરમાં આવા રંગના પડદા લગાવવાથી થાય છે ધનલાભ, જાણીલો ફટાફટ.

0
49

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે, ઘરમાં પડદા લગાવવાની જ વાત કરીએ તો માત્ર દિશાઓ મુજબના પડદાના રંગની પસંદગી કરવામાં આવે તો પણ આપણા ઘરમાં સકારાત્કમ ઉર્જાનો સંચાર કરી શકીએ છીએ. વિવિધ દિશા પ્રમાણેના, રંગો અને સ્થાનની પસંદગી કરવાથી એ લાભ થાય છે કે તે દિશાની હકારાત્મક ઉર્જાને વધુને વધુ એક્સપ્લોર કરી શકાય છે.

જો તમારું ઘર પૂર્વાભિમુખન છે અને તમે આ દિશાની બારી અને દરવાજા પર પડદા મૂકવા માંગો છો, તો પછી ઘરના સુમેળપૂર્ણ વાતાવરણના વિકાસ અને માન-સન્માન વધારવા માટે અંડાકાર ડિઝાઇન અથવા ફૂલોની પેટર્ન, સ્ટ્રીપ્સ અથવા તેને મળતો આવતો પડદો લગાવવો શુભ રહેશે. પૂર્વ દિશામાં અંડાકાર ડિઝાઇન જીવનમા નવા માર્ગ ખોલશે છે.સાત્વિક અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરતા કેસર, પીળો, લીલો, ગુલાબી, હળવા નારંગી જેવા રંગોનો ઉપયોગ સમૃદ્ધિમાં વધારો કરશે.

ઉત્તર દિશાથી થશે ઘન પ્રાપ્તિ, ઉત્તર દિશા તરફ બનેલા ઓરડામાં લહરદાર અથવા જળના ગુણોથી મળતા ડિઝાઇનના પડદા લગાવીને તમે જીવનમાં સ્પષ્ટતા અને ઉન્નતિના નવા અવસરોને આમંત્રિત કરી શકો છો.જળની દિશા ઉત્તરમાં હળવા પીળા, લીલો, આકાશ અને વાદળી રંગના પડદા લગાવવાનું શુભકારી માનવામાં આવે છે. આ દિશામાં આ રંગોનો પ્રયોગ કરવાથી ધનની પ્રાપ્તીની નવી-નવી તક પ્રાપ્ત થશે. કેરિયરમાં સફળતા મળશે. પૂર્વ,પૂર્વોત્તર અને ઉત્તર દિશામાં ઓછું વજન ધરાવતા પડદા લગાવવા જોઇએ.

ઉત્તર દિશામાં પીળા, લીલા, આકાશ અને વાદળી રંગોમાં પાણીની દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિશામાં આ રંગોનો ઉપયોગ કરીને, તમને પૈસા આવવાની નવી તકો મળી શકે છે. કરિયરમાં સફળતા મળશે. પૂર્વ, ઇશાન અને ઉત્તરમાં હળવા વજન ધરાવતા પડદાની પસંદગી કરવી જોઇએ.દક્ષિણ દિશામાંથી પ્રાપ્ત થાય છે યશ, અગ્નિ તત્વની દક્ષિણ-પૂર્વ દિશામાં ખૂણામાં ત્રિકોણ જેના નકુચાના ભાગ ઉપર હોય અથવા તેની મળી આવતી ડિઝાઇનના પડદા લગાવવા જોઇએ.

આ પ્રકાર દક્ષિણ દિશાના દરવાજામાં સુંદર પેટર્નના પડદા લગાવવાથઈ આપને લાભકારી સિદ્ધ થશે. પશ્ચિમથી લાભ મળશે, પશ્ચિમ દિશામાં ગોલ્ડન અને વ્હાઇટ રંગના ઉપયોગ સાથેની ગોળ ડિઝાઇન ધરાવતા પડદા લગાવવા જોઇએ. પીળા, ભૂરા, સફેદ અને સોનેરી રંગોવાળા તથા હળવા લીલા જેવા રંગોનો ઉપયોગ પણ કરી શકો છો. પંચકોણ વાળી પેટર્ન પણ મૂકી શકાય છે. આ દિશામાં, તમે આ પ્રકારના પડધા લગાવીને તમારા જીવનમાં લાભોને આમંત્રિત કરી શકો છો.

કોઈ રહેઠાણ ભવનની સજાવટ કરવાના સમયે સૌપ્રથમ એ સમસ્યા આવે છે કે ભવનની સજાવટ માટે ડિઝાઈન શેડ અને રંગ કયા હોય? એના નિર્ણય સમયે વાસ્તુ નિષેધનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે, ઘરની સજાવટને આકર્ષક રૂપ આપવા માટે જે કોઈ પરિકલ્પના કરો એમાં ભવન કે એકમનું સામેનું સ્થાન, એની આકૃતિ, ભવનની ઊંચાઈ વગેરેનું ધ્યાન રાખવું.

ભવનની સામે અથવા બહારની તરફ આઈનો ન લગાવવો કે ના તેને ચમકતો કે સપાટ રાખવો. ભવનના સામેવાળા ભાગને અનેક પ્રકારની કલાથી સજ્જ કરી શકાય છે. એના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.કલાત્મક સજાવટનો અર્થ એ નથી કે ભવનને ચિત્રો-ડિઝાઈનો (રેખાંકન)થી રંગબેરંગી સ્વરૂપ આપવામાં આવે. ભારતમાં સદાય સાદા-સુરુચિપૂર્ણ રંગને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ પ્રકારે સજાવટમાં જે ડિઝાઈન, શેડ પસંદ કરવામાં આવે છે, એની પસંદગી પણ એવી હોવી જોઈએ કે આંખોમાં ખૂંચે નહીં. વધુ પડતા ચમકતા અને ગાઢ રંગોનો પ્રયોગ ન કરવો.

ભવનની સામે જે સ્થાન ખાલી રહે છે તેને લોનનું સ્વરૂપ આપી શકાય છે, પરંતુ એમાં ચબૂતરો, ઝંડો, થાંભલા, ફુવારો વગેરેને સ્થાન આપવું નહીં, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં એનો નિષેધ છે. ફુવારો, જળધોધ, તળાવ (ટાંકી) વગેરેનું નિર્માણ ઈશાન સ્થાન પર કરી શકાય, પરંતુ એ ધ્યાન રાખવું કે તે પ્રવેશદ્વારની સામે ન પડે.સામેના ભાગને ફૂલ, નાના શુભ છોડ, ઘાસ, ભૂમિ પર ફેલાતા ફૂલની લતાઓ, રંગોના સમાયોજન વગેરેથી મનમોહક સ્વરૂપમાં ઢાળી શકાય છે. જો પ્રકાશની વ્યવસ્થાનું સમાયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો એને સ્વપ્નસમાન સ્વરૂપ આપી શકાય છે.

એવું ઘણીવાર જોવા મળે છે કે પૂર્વ કે ઉત્તરની તરફના મોંવાળા ભવનમાં લોકો પ્રવેશદ્વાર તો ઘણું મોટું બનાવી દે છે, પરંતુ એની ઉપરની દીવાલમાં સજાવટ માટે કાચની અપારદર્શી પ્લેટો લગાવી દે છે. એનાથી સૂર્યનાં કલ્યાણકારી કિરણો અને બ્રહ્મ મુહૂર્તની ઊર્જા ઘરમાં પ્રવેશતી નથી. એક વાત યાદ રાખવી જોઈએ કે સૂર્યનાં કિરણોનો પરાવર્તન કોણ બદલી તે આપતિત કિરણોમાં બદલાય છે. માત્ર આ કારણે હવાના ઘનત્વના સ્તરોમાં પરિવર્તન થઈ જાય છે. સંધ્યાના સમયે સૂર્યનાં કિરણો હાનિકારક હોય છે, અર્થાત્ સૂર્ય પણ એનો એ જ હોય છે અને પૃથ્વી પણ એની એ જ હોય છે.

તેથી એવી સજાવટ કરતી વખતે એ ધ્યાન રાખવું કે ઈશાન કોણની તરફ ઉત્તર અને પૂર્વનો હિસ્સો ખુલ્લો હોય. જો દીવાલોમાં કાચનું ફીટિંગ કરાવવું હોય તો નિર્દોષ પારદર્શક કાચ લગાવવા અને એવી રીતે લગાવવા કે વાયુના માર્ગમાં અડચણ ન આવે. આગ્નેય, દક્ષિણ અને નૈઋત્ય કોણમાં અપારદર્શી રંગીન કાચ લગાવી શકાય, પરંતુ અગ્નિના રંગો (ભડકીલા) નારંગી, પીળો, અગ્નિ વગેરે રંગના કાચ ન લગાવવા. અહીં, પાણી જેવા રંગવાળા કાચ લગાવી શકાય.

આજકાલ ભવનનાં પ્રવેશદ્વાર ચેનલ ગેટોથી યુક્ત હોય છે અને ગેટની અંદરનો આખો સેન્ટ્રલ હોલ અને ભવનનો કેટલોક અંદરનો ભાગ જોવા મળે છે. આવું નિર્માણ વાસ્તુ યોગ્ય નથી. જો ભવનમાં આ પ્રકારના ગેટ હોય તો ત્યાં અપારદર્શી કાચ દ્વારા એને કવર કરી શકાય છે. અહીં યાદ રાખવા જેવી બાબત એ છે કે બહારથી ભવનની અંદરનો ભાગ દેખાવો ન જોઈએ.ભવનની બારીઓ પર અપારદર્શી કાચ લગાવી શકાય, પરંતુ બારીઓમાં માત્ર કાચના પલ્લા ન લગાવવા. ગ્રીલ અને છડોવાળા લાકડાંની ફ્રેમ લગાવી એની ઉપર કાચની ફ્રેમ લગાવો. એમાં કોઈ વાસ્તુદોષ નથી. જોકે એનાથી સુરક્ષાની ભાવનાનો અંત આવે છે. અપરાધીઓ ઘૂસી આવવાનો ભય ઊભો થાય છે.

આખા ભવનના રંગ શેડ, ડિઝાઈન શેડ, બારીઓ અને દરવાજાના રંગ, પડદા, પ્રકાશવ્યવસ્થા, ગાલીચો, જુદાંજુદાં ઉપકરણોમાં રંગોનું સમાયોજન જરૂરી છે. તેમાં જો મેચિંગ નહીં હોય તો આંખોમાં ખટકશે, જેનાથી તણાવ વધશે. જેમ કે, ભવનનો રંગ શેડ કે ડિઝાઈન શેડ ક્રીમ હોય તો બારીઓનો રંગ ભૂરો કે કાળો ર્વિજત છે તો પછી શ્વેત અને એમાં ફર્નિચર કોકાકોલા રંગનું હોય તો પડદા રીંગણ (જાંબલી) કલરના કરવા. રંગોના આ સમયોજનમાં ધ્યાન રાખવું કે એક પછી બે આવે છે, આઠ નહીં.