ઘરેથી 7 હજાર લઈને મોડલિંગ માટે નીકળેલી પિતરાઈ બહેનોએ, વાપીથી અપહરણનો ફોન કર્યો, ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો……

0
139

આજના આ સમયમાં મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેના ના હોવાથી દરેક વ્યક્તિના જીવનમાં કમી આવી જાય છે જો કોઈ મિત્ર અથવા પરિવાર નું કોઈના હોય તો ચાલે પરંતુ મોબાઈલ હોવો જરૂરી છે. આજકાલ લોકો ઉઠતા બેસતા, ખાતા પિતા, કામ કરતા પણ લોકો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય છે જેટલો મોબાઈલ સારો છે તેટલીજ તેની આડ અસરો પણ છે.મિત્રો તમને જણાવી દઈએ એક એવી ઘટના સામે આવી છે જેને અમે તમને આ લેખના માધ્યમ દ્વારા જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વેબ સિરીઝમાં મોડેલિંગ કરવાના ચક્કરમાં ઘર છોડીને નીકળી ગયેલી માંજલપુર દરબાર ચોકડી વિસ્તારની ૧૪ વર્ષની બે પીતરાઈ બહેનોએ વાપી સુધી પહોંચીને મુંબઈ જવાનો વિચાર પડતો મુકયો હતો અને ઘરે ઠપકો ના મળે તે માટે અપહરણનું તરકટ રચ્યુ હતુ. બે બહેનોના અપહરણનો મેસેજ જાહેર થતાંની સાથે વડોદરા અને વાપી પોલીસ એલર્ટ થઈ હતી. આખરે આ બંન્ને બહેનો આજે મળસ્કે ભરુચ ઝાડેશ્વર ચોકડીથી મળી આવી હતી. માંજલપુર પોલીસની પૂછપરછમાં કિશોરીઓએ સત્ય હકીકત જણાવી હતી.

આજ કાલ મોબાઈલ ફોનએ જીવનનો એક ભાગ બની ચુકયો છે. મોબાઈલ ફોનના ફાયદાઓ પણ છે અને સાથે ગેરફાયદાઓ પણ તેટલા જ છે. તે માટેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. માંજલપુર દરબાર ચોકડી કોચર કોલ સેન્ટર પાછળના રહેણાંક વિસ્તારમાં રહેતી બે પીતરાઈ બહેનનો આ કિસ્સો છે.બંન્ને બહેનો માંજલપુરની અંબે સ્કુલની વિર્દ્યાિથની છે. ઓન લાઈન દર્શાવાતી મુવીઝ, વેબ સીરીઝ જોઈને બંન્ને બહેનોને મોડેલિંગ કરવાનો નિૃય કર્યો હતો. ગઈકાલે આ બંન્ને બહેનો ઘરેથી રોકડા રૃ. ૭ હજાર લઈને મુંબઈ જવા માટે નીકળી હતી. લક્ઝરી બસમાં વાપી સુધીની મુસાફરી કરતાં સુધીમાં બંન્ને બહેનો ગભરાઈ હતી અને વાપી ઉતરી ગઈ હતી. બીજી તરફ મોડીરાત સુધી પુત્રીઓ ઘરે પરત નહીં ફરતાં કુટુંબીજનો ચિંતીત થયાં હતા આ દરમીયાનમાં કિશોરીઓએ અપહરણનું તરકટ ઉભુ કર્યુ હતુ.

પોતાના જ મોબાઈલથી ઘરે ફોન કરીને કહ્યું હતું કે અમારુ અપહરણ થયુ છે અને અને અમે અત્યારે વાપી છીએ, આ મેસેજની પોલીસને જાણ કરવામાં આવતાં માંજલપુર પી.આઈ. બી.જી. ચેતરીયા એક્ટીવ થયા હતા. તેમણે વાપી પોલીસની પણ તપાસમાં મદદ લીધી હતી.પરંતુ ત્યાં સુધી કિશોરીઓએ વાપી છોડયુ હતુ અને ભરુચ ઝાડેશ્વર સુધી આવ્યા હતા. આજે વહેલી પરોઢે માંજલપુર પોલીસે ઝાડેશ્વર ચોકડીથી કિશોરીઓને શોધી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે વડોદરા ખાતે લાવીને સ્વજનોને સોંપવામાં આવી હતી.શાળાના કામ માટે ઘરેથી નીકળેલી બંન્ને બહેનો માંજલપુરની સ્કુલમાં ગઈ હતી જયાં ટુ વ્હિલર મુકયુ હતુ અને ત્યાંથી સિટીમાં જઈને કપડાની ખરીદી કરી હતી. નવા કપડાનું શોપિંગ કરીને મુંબઈ જવા માટે લકઝરી બસમાં મુસાફરી શરુ કરી હતી. પરંતુ વાપી ખાતે ઉતરી ગયા હતા. વડોદરા ખાતે લવાયા બાદ પોલીસે કિશોરીઓની પૂછપરછ કરી હતી. જે બાદ કસ્ટડી તેમના કુટુંબીજનોને સોંપવામાં આવી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘરમાં માતાના મેણા-ટોણાથી કંટાળીને ઘરેથી એકલી નીકળી ગયેલી અમરેલીની યુવતીને શાહીબાદ પોલીસે સમજાવીને ઘરે માતા અને ભાઇ પાસે પરત મોકલી આપી છે. પોલીસે યુવતીનાં પરિવારને પણ સમજ આપી હતી કે કોઇ પણ વાતને શાંતિથી સમજાવવી જોઇએ.અમરેલીમાં રહેતી 20 વર્ષીય યુવતી 9 ઓગસ્ટના રોજ બસમાં બેી અમદાવાદમાં આવી હતી. ઠક્કરબાપાનગર ચારરસ્તા પાસે ઉતરી હતી. બસમાંથી ઉતર્યા બાદ તેને ચક્કર આવતા તે બેભાન થઇ ગઇ હતી. સ્થાનિકોએ 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી.

અભયમની ટીમ યુવતીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. સ્વસ્થ થયા બાદ તેને સિવિલ સખી વન સ્ટોપ સેન્ટરમાં લઇ ગયા હતા.યુવતીને પરિવાર અંગે પુછતા તેણે અમરેલીની રહેવાસી અને ઘરે માતાના સ્વભાવથી કંટાળી નીકળી ગઇ હતી. ઘરે મોકલવાનું કહેતા તેણે ઇન્કાર કર્યો હતો. જેથી તેને શાહીબાગ આશ્રયગૃહમાં મુકી આવ્યા હતા.શાહીબાગ પોલીસને પણ આ બાબતે જાણ કરી હતી. પોલી સ્ટેશનની શી ટીમને તપાસ સોંપવામાં આવતા પોલી આશ્રયગૃહમાં ગઇ હતી. પોલીસે યુવતીને તમામ પુછપરછ કરી સમજાવી હતી. યુવતીની માતાની પાસે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેના ભાઇનો સંપર્ક કરીને અમદાવાદ બોલાવી સહી સલામત મોકલી આપી હતી. પોલીસે યુવતીના ભાઇને કહ્યું કે, મારા માતાને શાંતિથી વાત કરી સમજાવવું જોઇએ.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજકોટ કોડીનાર પંથકની યુવતી પ્રેમિને પામવા ઘરેથી નિકળી ગઇ હતી. રાજકોટ અભયમ ટીમ યુવતીનો તેના પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.
રાજકોટ શહેર ખાતે 181 અભયમ ટીમમાં થર્ડ પાર્ટી દ્વારા કોલ આવેલ કે રેલ્વે સ્ટેશન પર એક યુવતિ મળી આવેલ છે અને તે ભાગમ ભાન કરે છે. આથી રાજકોટના રેસકોર્ષ લોકેશનથી 181ની ટીમ ત્યાં પહોંચેલ અને તે યુવતી પાસેથી માહિતી મેળવેલ.

યુવતીએ કોડિનાર બાજુના ગ્રામ્ય વિસ્તારની હતી અને તે કોઇ યુવકના પ્રેમમાં હતી. અને તે યુવક સાથે લગ્ન કરવા માંગતી હતી. આથી તે ઘર છોડીને અને ઘરેથી ભાગી આવેલ અને રાજકોટ પહોંચેલ. આથી તેનું 181ની ટીમમાં કાઉન્સલર ભટ્ટી પિન્કી, કોન્સટેબલ દિવ્યાબેન અને હેતલબેન તેમજ ડ્રાઇવર સુનિલભાઇ સાથે તે યુવતીનું લાંબુ કાઉન્સલીન્ટ કરેલ અને સમજાવેલ તેમજ તેમના પ્રેમીને ફોન કરી માહિતી મેળવેલ ત્યારે તે યુવક ફરી ગયેલ અને

તેની સાથે રિલેશનમાં છે તેની ના પાડેલ આથી યુવતિની સાન્ત્વના આપી યુવતી પાસેથી સમાજવી તેની ફેન્ડનો નંબર લીધેલ અને ફેન્ડ પાસેથી તેના ઘરનાનો સંપર્ક કરેલ અને તેના ભાઇને ફોન કરી બધી વાતની ભાન કરેલ. લાંબુ કાઉન્સલીન કરેલ અને સમજાવેલ અને રાજકોટ બોલાવેલ આથી યુવતીના પિતા અને મામા યુવતીને તેડવા આવેલ અને યુવતી અને તેના પિતાને સમાજવી યુવતીને તેના પીતા સાથે સુરક્ષીત રીતે ઘરે પાછી મોકલી આપી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ગુમ થયેલી ફાર્મા કંપનીમાં કામ કરતી 31 વર્ષની યુવતીના પરિવારજનોને એક પત્ર મળ્યો છે. આ પત્રમાં યુવતીએ જણાવ્યું છે કે, તેનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ સ્થિતિને કારણે તે ખૂબ જ શરમજનક સ્થિતિમાં મૂકાઈ છે, અને કોઈને મોઢું બતાવવા ન માગતી હોવાથી તે ઘર છોડીને ચાલી ગઈ છે. આ લેટર યુવતીએ જ લખ્યો છે કે કેમ તે અંગે સરખેજ પોલીસ તપાસ ચલાવી રહી છે.

સરખેજ પોલીસના જણાવ્યા અનુસાર, શિલજમાં રહેતી આ યુવતી એમ.ફાર્મ થયેલી છે, અને એક પ્રાઈવેટ કંપનીના રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. તે પોતાના ઘરેથી ઓફિસે જવા નીકળી હતી, જોકે ત્યારથી જ તેનો કોઈ અતોપતો નથી. પોલીસ ફરિયાદ અનુસાર, તે ઘરેથી નીકળી ત્યારથી જ લાપતા છે. સાંજે યુવતી ઘરે ન આવતા યુવતીની માતાએ તેના પતિને ફોન કર્યો હતો. જોકે, પતિએ તપાસ કરતા યુવતી તે દિવસે ઓફિસે ગઈ જ ન હોવાનું જાણવા મળ્યું હતું.

ગાયબ થઈ ગયેલી યુવતીને શોધવા તેના ભાઈ અને પતિએ તે જે સ્થળે આવતી-જતી રહેતી હતી તે તમામ સ્થળોએ ગયા હતા. આ દરમિયાન સિંધુ ભવન રોડ પરથી તેનું ટુ-વ્હીલર મળી આવ્યું હતું. તેની બુટ્ટી, હેરપિન, કંપની આઈકાર્ડ અને અન્ય સામાન પણ મળી આવ્યો છે તેમ ફરિયાદમાં જણાવાયું છે. આ યુવતી ઓફિસે બસમાં અથવા તો પોતાના વાહન પર જતી હતી.જે દિવસે યુવતી ગુમ થઈ તે દિવસે તે પોતાનું ટુ-વ્હીલર લઈને ઘરેથી નીકળી હતી. સરખેજ પીઆઈ પીઆર રામાણીના જણાવ્યા અનુસાર, યુવતીના પરિવારજનોને હાથેથી લખેલો તેમજ ગુમ યુવતીની સહી કરેલો પત્ર મળ્યો છે. જેમાં જણાવાયું છે કે, પોતાનું અપહરણ કરી બળાત્કાર કરાયો હોવાથી તે હવે પોતાનું મોઢું કોઈને બતાવવા નથી માગતી. આ પત્ર મુંબઈથી આવ્યો છે, અને પોલીસે ત્યાં તપાસ કરવા માટે પણ ટીમ રવાના કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here