Breaking News

ઘરેજ કરો આ ઉપાય, માત્ર બેજ દિવસમાં આંખ નીચેના કાળા ડાઘ થઈ જશે ગાયબ…..

વિવિધ સૌંદર્ય ઉત્પાદનો અને ઘરેલું ઉપાયોનો પણ આશરો લે છે. જો કે, આ વસ્તુઓ કોઈ પર અસર કરે છે તો કોઈ પર નથી કરતી.જેમની ત્વચા આ ઉત્પાદનોનો ઉપયોગ તેમના માટે અનિવાર્ય બની જાય છે.આ બ્યુટી પ્રોડક્ટ્સ તમારી ત્વચાને બગાડે છે એટલું જ નહીં પણ તમને નાની ઉંમરે વૃદ્ધ દેખાશે.ચહેરો જો આકર્ષક હશે તો તમારું કામ ખૂબ સરળતાથી થઈ જાય છે અને કોઈ માને કે ન માને એક ઈચ્છા સુંદર ચહેરો તમારી જિંદગી બદલી શકે છે.ચહેરાને આકર્ષક બનાવવા માટે તેને ઉચિત રૂપથી પોષણ મળવું ખુબજ જરૂરી હોય છે અને તે મળે છે.

સારો ખોરાકથી તેના સાથે સાથે ચહેરા માટે ફેસપેક ખુબજ જરૂરી છે.નાના-નાના કાળા રંગના ડાઘ ચહેરાને ખૂબ ખરાબ બનાવે છે. જે લોકોને પિગમેંટેશન સ્પોટ્સ પણ કહેવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ સમસ્યા આંખોની આસપાસ પણ જોવા મળે છે. જેને છોકરીઓ નાનકડી વાત સમજીને તેને નજર અંદાજ કરે છે. જેના કારણે ત્વચા ન માત્ર ઢીલી પડવા લાગે છે પરંતુ તેનાથી કાળાશ પણ આવવા લાગે છે. એવામાં આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે આંખની નીચે પડેલા પિગમેંટેંશનને દૂર કરી શકીએ છીએ.

જાણો આ સમસ્યા થવાનું કારણ, ખોટી સ્કિન પ્રોડક્ટનો ઉપયોગ, કમ્પ્યુટર સ્ક્રીન સામે વધારે બેસવું, પૂરતું પાણી પીવું નહીં, જંક અને ઓઇલી ખોરાકનો વધુ પ્રમાણ ખાવો, લાંબા સમય સુધી તડકામાં રહેવું, ત્વચા માં મેલાનિન સ્તર વધારો, ગર્ભ નિયંત્રણ ગોળીઓનું સેવન, હોર્મોનલ અસંતુલન, શરીરમાં પોષક તત્વોની ઉણપ, વધારે પ્રમાણમાં તણાવ લેવો, કેટલાક ઘરેલું ઉપાયથી દૂર કરો આ સમસ્યા.

આમળાનો ઉપયોગ.એક કિલો આમળા લેવા. આ આમળામાંથી બી કાઢી નાંખવા. બી સાચવી રાખવા. આમળાનો મિક્સરમાં અર્ક તૈયાર કરવો. રોજ સવારે ઊઠીને હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી આમળાનો અર્ક નાંખી પાણી પી જવું. જેનાથી તમારી સ્કિન ચમકતી રહેશે અને આંખની નીચેના કુંડાળા પણ દૂર થશે.આમળાના બીનો ભૂકો બનાવી નાંખવો. આ ભૂકાને એક ચમચી મધ, એક ચમચી ચાણાના લોટ, એક ચમચી મલાઈમાં નાંખવો અને રોજ પાંચ મિનિટ સુધી ડાર્ક સર્કલ પર આ મિશ્રણથી હળવા હાથે મસાજ કરવાથી ડાર્ક સર્કલ દૂર થશે.

કાકડીનો ઉપયોગ.કાકડીની સ્લાઇસને રોજ સૂતા પહેલાં આંખો પર ૧૫થી ૨૦ મિનિટ સુધી રાખો. એ પછી તેને કાકડીના પતીકા આંખો પરથી હટાવીને ગરમ પાણીથી આંખો ધોઈ લો.કાકડીને વચ્ચેથી કાપીને કાકડીનો રસ આંખ નીચે ભિનાશ આપે એ રીતે કાકડીને ગોળ ગોળ ફેરવો. પાંચ મિનિટ સુધી આ પ્રયોગ કરો.કાકડીને વાટીને અથવા મિક્સરમાં પીસીને તેનો અર્ક તૈયાર કરો. બે ચમચી કાકડીના અર્કમાં એક ચમચી મધ, એક ચમચી મલાઈ, લીંબુના બેથી ત્રણ ટીપાં નાંખો. આ મિશ્રણથી રોજ કુંડાળા પર આંગળીથી મસાજ કરો.

બદામનું તેલ.1 ચમચી બદામ તેલ અને 1/2 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ગોળાકાર ગતિમાં તેને આંખોની નીચે માલિશ કરો અને તેને રાતોરાત છોડી દો. સવારે ફેસ વોશથી ચહેરો ધોઈ લો. તમે તેને દિવસમાં 2 વખત આંખો પર મસાજ કરી શકો છો.હળદર.એક ચપટી હળદર, ૧/૨ ચમચી નાળિયેર તેલ અને 3-4-. ટીપાં ફુદીનાના તેલ નાંખો અને હળવા હાથે આંખો નીચે મસાજ કરો. 30 મિનિટ પછી તાજા પાણીથી ધોઈ લો. આ નિયમિતપણે કરવાથી તમે જાતે જ ફરક જોવા મળશે.

ગુલાબજળ અને કાચુ દૂધ.કાચા દૂધમાં 1 ચમચી ગુલાબજળમાં ઉમેરો. આ પછી, તેને આંખોની આસપાસ લગાવો અને તેને આખી રાત માટે છોડી દો. આ નિયમિત રીતે કરવાથી, આંખોની નીચેના ડાઘની સમસ્યા દૂર થઈ જશે.ગાજર.ગાજરને છીણી નાંખો અને તેમાં મુલતાની માટી ઉમેરો. 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને આખા ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી, તાજા પાણીથી ચહેરો સાફ કરો. તમે દરરોજ તેનો ઉપયોગ કરીને ફરક જોઇ શકશો.

બટાકાનો ઉપયોગ.બટાકાના પતીકા દિવસમાં ગમે તે સમયે આંખની ઉપર પાંચથી દસ મિનિટ રાખો.એકાદ બટાકાને બરાબર પીસીને તેનો અર્ક તૈયાર કરો. તેટલી જ માત્રામાં કાકડીનો અર્ક તૈયાર કરીને બંનેના અર્કને સરખી માત્રામાં મિક્સ કરો. રૂના ટૂકડાથી આંખની નીચેના ભાગે એ મિશ્રણને લગાવો. એમાંથી રસ સુકાઈ ગયેલો જણાય એ પછી મિશ્રણને આંખો નીચેથી દૂર કરો અને આંખોને હૂંફાળા પાણીથી ધોઈ લો.બે ચમચી બટાકાના રસમાં બે ચમચી કાકડીનો રસ ભેળવો. એ પછી આ મિશ્રણને બરાબર મિક્સ કરો. રસમાં રૂનાં બે પૂમડાં બોળો અને આ પૂમડાં આંખો પર મૂકો. વીસ મિનિટ સુધી આ પૂમડાંને આંખો પર રહેવા દો.

લીંબુ ટામેટાનો ઉપયોગ.આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો રસ દિવસમાં બે વાર લગાવો. રસ સુકાઈ જાય એટલે આંખો ઠંડા પાણીથી ધોઇ લો.લીંબુ, ટામેટાના એક ચમચી રસમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણથી આંખોની નીચે પાંચ મિનિટ માલિશ કરો.બદામ અખરોટનો ઉપયોગ.સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો. આનાથી અચૂક લાભ મળશે.અખરોટ.અખરોટની ઉપરના કડક પડનો બારીક ભૂકો કરો. અખરોટનો પણ અડધી ચમચી અર્ક તૈયાર કરો. ભૂકા અને અર્કને અડધી ચમચી મધ અને અડધી ચમચી મલાઈમાં મિક્સ કરો. આ મિશ્રણથી આંખો નીચે પાંચથી સાત મિનિટ માલિશ કરો.

About Hu Gujarati TEAM

Check Also

આ વસ્તુ ના સેવન થી થશે આ 4 અદભૂત ફાયદા, જાણી ને તમે પણ શરૂ કરી દેશો તેનું સેવન…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *