ઘરની સુરક્ષા માટે ગાર્ડસ નહીં પરંતુ કૂતરા પાડી રાખ્યાં છે મિથુન ચક્રવર્તીએ,AC હાઉસમાં રહે છે આ કૂતરા, જુઓ તસવીરો….

0
129

મિત્રો આજે આપણે ખાસ વાત કરીશું એક એવા કલાકાર વિશે જેની ડાન્સ સ્ટાઈલ ના તો સૌ કોઈ દીવાના હતાં.મિથુન ચક્રવર્તી તેમની પહેલી ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારા થોડા કલાકારોમાંથી એક છે. આજે મિથુન ચક્રવર્તીનો જન્મદિવસ છે. જો કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને કારણે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા નથી. મિથુન ચક્રવર્તીનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે.

ચાલો તમને મિથુન સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.મિથુન ચક્રવર્તીએ 1976માં ફિલ્મ મૃગયા સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો. મિથુન એક્ટિંગ, એક્શન અને ડાન્સ ત્રિપુટીમાં નિષ્ણાંત છે. તેમણે વિવિધ ભાષાઓ બંગાળી, હિન્દી, ઓડિયા, ભોજપુરી, તામિલ, તેલુગુ, કન્નડ અને પંજાબીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતાં મિથુને કહ્યું હતું કે તે પ્રથમ મુંબઈ કેવી રીતે આવ્યો.

તેણે કહ્યું હતું કે- જ્યારે હું મુંબઇ આવ્યો ત્યારે મારી પાસે રહેવા માટે ઘર ન હતું અને હું પાણીની ટાંકી અને મકાનની છત પર સૂઈ ગયો હતો. મારી ત્વચાને કારણે મને ઘણી જગ્યાએ નકારી કાઢવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ મેં મારા ડાન્સ પર ફોકસ કર્યુ.આજે અમે વાત કરીશું.તેમના વફાદાર મિત્ર એટલે કે કૂતરા વિશે.કુતરા માણસના સૌથી વફાદાર દોસ્ત હોય છે. આ કહેવત 100 ટકા સત્ય છે.

એ કારણ છે કે ઘણા લોકો પોતાના ઘરમાં કુતરા પાળે છે. આ કુતરા ન માત્ર તેના ઘરનું રક્ષણ કરે છે, પરંતુ પોતાના માલિકના ઈમોશનલ સપોર્ટર પણ હોય છે. કુતરા સાથે રહેવાથી મૂડ ફ્રેશ રહે છે અને ટેન્શન પણ ઓછું થાય છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરે એક કે બે કુતરા જ રાખે છે. આમ તો આજે અમે તમને બોલીવુડના એવા કલાકારનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના ઘરમાં 76 કુતરા રાખ્યા છે. આ કલાકાર કોઈ બીજા નહિ પરંતુ બોલીવુડના ડિસ્કો ડાંસર મિથુન ચક્રવર્તી છે.

80 ના દાયકામાં ફક્ત મિથુન દા જ ચાલી રહ્યા હતા. તે સમયે, અમિતાભ પ્રખ્યાત થવા લાગ્યા. આ પછી તેમણે ‘મેરા રક્ષક’, ‘સુરક્ષા’, ‘તરાના’, ‘હમ પંચ’, ‘ડિસ્કો ડાન્સર’, ‘પ્યાર ઝુકતા નહીં’ જેવી ફિલ્મો કરી. તેમને ડિસ્કો ડાન્સરથી ઓળખ મળી અને દુનિયાને એક ડાન્સિંગ સ્ટાર મળ્યો જેણે તેની ફેન ફોલોઇંગને કારણે ઘણું મેળવી લીધું.મિથુન એક ઘણા શ્રીમંત માણસ છે. એ કારણ છે કે તે આટલા બધા કુતરા પાળી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ મીથુનની કમાણી ટર્નઓવર લગભગ ૨૪૦ કરોડ છે.

મિથુન વર્તમાનમાં ફિલ્મોથી ભલે દુર રહ્યા હોય પરંતુ તે આ પૈસા જુદી જુદી હોટલોના મધ્યમથી કમાય છે. Gemini’s Monarch Group ના અંડરમાં મિથુનની ઘણી હોટલો ચાલી રહી છે. તેની મોટાભાગની આવક અહિંયાથી જ થાય છે.અમે અહિંયા મિથુન અને તેના કુતરા પ્રત્યે ગાઢ લાગણીની વાત કરી રહ્યા છીએ. મિથુનના મુંબઈમાં બે ઘર છે. એક ઘર બાંદ્રામાં તો બીજું ઘર મડ આઈલેન્ડમાં છે. મિથુનના મુંબઈ વાળા ઘરમાં કુલ ૩૮ કુતરા રહે છે. તેનું કારણ એ છે કે મિથુન એક પશુપ્રેમી માણસ છે.

તેને જાનવરો સાથે કાંઈક વધુ જ પ્રેમ છે. મિથુન કુતરાની દેખરેખ કરવા વાળા એનજીઓ Dog Care Center Kenel Club of India પણ જોડાયેલા છે. કુતરા ઉપરાંત મિથુનના ઘરમાં અનોખા પ્રકારના પક્ષી પણ છે.રસપ્રદ વાત એ છે કે, મિથુન પોતાના ઘરના તમામ જાનવરોને એસી રૂમમાં રાખે છે. આ રૂમમાં આ જાનવરોને રમાડવા માટે ઘણી ગેમ પણ રાખવામાં આવેલી છે. દિવસમાં તમામ કુતરાને દોરી બાંધીને રાખવામાં આવે છે, જયારે રાત્રે તેને ખુલ્લા છોડી દેવામાં આવે છે.

આટલા બધા કુતરા હોવાને કારણે જ મિથુનનું ઘર મુંબઈમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.મિથુનના મુંબઈ વાળા ઘર ઉપરાંત તેના ઉટી વાળા ઘરમાં ૭૬ કુતરા છે. તેવામાં જયારે પણ મિથુન ઉટી વાળા મકાનમાં જાય છે, તો ત્યાં પણ આ કુતરા સાથે સારો સમય પસાર કરે છે. ઘણી સારી વાત છે કે મિથુન જેવા કલાકારો પોતાના પૈસાનો સાચો ઉપયોગ પણ કરી રહ્યા છે. તે પોતાના આ પશુ પ્રેમથી સમાજમાં પણ સારો સંદેશ આપી રહ્યા છે.વર્કફ્રંટની વાત કરીએ તો મિથુન છેલ્લી વખત ૨૦૧૫ માં આવેલી ફિલ્મ હવાઈજાદામાં જોવા મળ્યા હતા. ત્યાર પછીથી તે ફિલ્મોથી દુર છે. મિથુનની ઉંમર પણ ૬૭ વર્ષ થઇ ગઈ છે. તેવામાં તે હવે વધુ ફિલ્મો નથી કરવા માંગતા.

તે બસ ઉંમરના આ પડાવમાં વધુમાં વધુ સમય પોતાના ફેમીલી અને પાળેલા જાનવરો સાથે જ પસાર કરે છે.બસંતકુમાર ચક્રવર્તી પોતાના પાચલ પત્ની શાંતિમોઈ ચક્રવર્તી અને તેમના દીકરા ગૌરાંગ ચક્રવર્તી ઉર્ફે મિથુન ચક્રવર્તી અને તેમના પરિવારને છોડીને ચાલી ગયા છે. રીપોર્ટમાં જણાવ્યા અનુસાર મિમોહ ચક્રવર્તી હાલમાં મુંબઈમાં છે. પરંતુ હજુ સુધી મિથુનના પરિવાર તરફથી કોઈપણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. મિથુનની જેમ બોલીવુડ સિંગર સોનું નિગમ પણ લોકડાઉનના કારણે દુબઈમાં ફસાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here