ઘરના આંગણે ક્યારેય ન રાખો આ વસ્તુઓ, કંગાળ બનતા વાર નહિ લાગે આજે જ જાણી લો….

0
866

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વાસ્તુ શાસ્ત્રમાં ઘરના રૂમ રસોઈઘરનબાથરૂમ સ્ટોર રૂમ પૂજા ઘર અને સીડીઓ ની યોગ્ય અને શુભ દિશા વિશે જણાવવા માં આવ્યું છે વાસ્તુ માં ન ફક્ત ઘર ની અંદર રહેલી વસ્તુ પરતું ઘર ની આસ પાસ રહેલી વસ્તુ થી પણ વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે વાસ્તુ દોષ થવા પર ઘરમાં રહેતા લોકો ની શારીરિક આર્થિક માનસિક અને પારિવારિક જીવન ની પરેશાની માં વધારો થાય છે.

ઘરની સામે ક્યારેય પણ કાંટા વાળા છોડ અથવા દૂધ નીકળતો છોડ ન લગાવવો જોઈએ એનાથી પરિવાર ના સદસ્યો ની વચ્ચે પણ મતભેદ વધે છે.ઘરની સામે જો ગંદુ પાણી જમા થતું હોય તો જલ્દી જ એને દુર કરાવવું જોઈએ ક્યારેય પણ ઘરની સામે ગંદુ પાણી જમા થવું ન જોઈએ ઘર ની સામે ગંદુ પાણી જમા થવાથી ધન અને માન સન્માન માં ખામી આવે છે.

મુખ્ય દરવાજા ની સામે અને આસપાસ પથ્થરો નું જમા થવું પણ વાસ્તુ વિજ્ઞાન અનુસાર અનુકુળ માનવામાં આવતું નથી એનાથી જીવન માં તરક્કી ની દોડ ઓછી થઇ જાય છે એટલા માટે ક્યારેય પણ ઘરના મુખ્ય દરવાજા સામે પથ્થરો નો ઢગલો પડેલો ન હોવો જોઈએ.ઘરની આગળ કચરાપેટી રાખવી વાસ્તુ માં અશુભ માનવામાં આવ્યું છે એનાથી પરિવાર ના સદસ્યો ને ગંભીર બીમારીઓ થવા લાગે છે અને ઘર માં કંગાળી ઘર કરવા લાગે છે જેથી ક્યારેય કચરાપેટી ને ઘરની આગળ ન રાખવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ વીજળી ના થાંભલા ઘર ના મુખ્ય દ્વાર ની સામે ન રાખવા જોઈએ જો ઘરનું મુખ્ય દ્વાર સામે વીજળી ના થાંભલા હોય તો તે ઉન્નતી માં બાધા લાવી શકે છે એવું માનવામાં આવે છે.ઘરની આગળ વધારે પડતા મોટા વૃક્ષ ન હોવા જોઈએ. એનાથી ઘર માં સકારાત્મક ઉર્જા ઓછી આવે છે અને કામ માં વારંવાર અસફળતા મળે છે જેથી ઘરમાં કંગાળી આવી શકે છે એટલા માટે એ ખાસ ધ્યાન માં રાખવું કે ઘર ની આગળ વધારે મોટા ઝાડ ન હોય.

ઘરની આગળ થી વેલ નું ઉપર ચડવું શુભ માનવામાં આવતું નથી વાસ્તુ વિજ્ઞાન અનુસાર એનાથી વિરોધીઓ અને શત્રુઓ ની સંખ્યા વધે છે જેના કારણે ઉન્નતી માં બાધા આવે છે એટલા માટે વેલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે ઘર ની આગળથી ઉપર ના ચડે.વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો ઉમરો એટલે કે તે ઘર ના મુખ્ય દ્વાર થી ઉંચી સડક નો હોવો કષ્ટકારી હોય છે, જેનાથી ઘર માં રહેતા લોકો ના સ્વાસ્થ્ય માં ઉતાર ચડાવ થતા રહે છે એટલા માટે એ ખાસ ધ્યાન રાખવું કે ઘર બનાવતી વખતે મુખ્ય દ્વારથી ઉચી સડક ના હોવી જોઈએ.

ક્રિસ્મસ ટ્રી ઘરની શોભા વધારવા માટે સારું છે પણ તેનો આકાર પિરામિડ જેવો હોવાથી તેને હંમેશાં દક્ષિણ દિશામાં ઉગાડવું કેમ કે જો તેને બીજી કોઇ દિશામાં ઉગાડવામાં આવશે તો ઘરના સભ્યોને હંમેશાં નાની-મોટી બીમારી કે તકલીફ રહ્યા કરશે.આમ જો વૃક્ષો કે નાના ફૂલછોડ અને વેલાઓને કઇ દિશામાં ઉગાડવા જોઇએ. તે વિશે સાચી માહિતી આપણને પ્રાપ્ત થઇ જાય તો ખરેખર તે આપણા જીવનમાં ખૂબ સારું ફળ લઇને આવે છે વૃક્ષ શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક વૃક્ષની પોતાની એક અલગ જગ્યા છે.

જો તમે કયા વૃક્ષને કઇ જગ્યાએ ઉગાડવા તે વિશે જાણી લેશો તો તમારા ઘરમાં ખોટી દિશામાં ઉગાડેલા વૃક્ષોના કારણે આવતી ઘણી તકલીફમાંથી બચી શકશો. વળી તમારા ઘરના બગીચામાં પહેલેથી જ કોઇ ખોટી દિશામાં ખોટું વૃક્ષ ઊગી ગયું હોય તો તેને કાપવાની ભૂલ ક્યારેય ન કરવી વૃક્ષો કાપવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવર્તી જાય છે અને ઘરમાં તણાવભયુંર્ વાતાવરણ રહ્યા કરે છે.માટે જો ખોટી દિશામાં વૃક્ષ વાવ્યું હોય તો તેનો પ્રકોપ ઘર ઉપર ન થાય તે માટેના બીજા વૃક્ષ તે જગ્યાએ ઉગાડી દેવા વૃક્ષના બીજા વાસ્તુ નિયમ વિશે વાત કરીએ.