ઘર માં જ છે આ મોટા રોગો ઈલાજ, ડૉક્ટર પાસે જવાની પણ જરૂર નહીં પડે,જાણી લો કામ ની માહિતી….

0
243

ઘણી વાર આપણને બધાને નાની નાની બીમારીઓ રહે છે, જેના માટે આપણે તરત જ ડોક્ટર પાસે દોડી જઈએ છીએ, પણ ચાલો તમને જણાવી દઇએ કે આપણા ઘરે અનેક રોગોની સારવાર હાજર છે, તેથી આજે અમે તમને આવી જ કેટલીક મોસમી બીમારીઓ અને તેના ઘરેલું ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ ,,ખાંસી થવા પર મધ સાથે અડધી ચમચી કાળા મરીનો પાવડર ચાટવાથી ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે.દાજવા પર મેથીના દાણાને પીસીને લગાવો.આરામ મળે છે.જો તમારા મોઢામાં છાલ પડી ગઈ છે, તો જાયફળનો ઉકાળો બનાવો અને કોગળા કરો, તમને રાહત મળશે.

જો કોઈને ધૂમ્રપાન કરવાની ટેવ હોય, તો પછી દેશી ઘીમાં વરિયાળી મિક્સ કરીને આપો ધીરે ધીરે ટેવ છૂટી જશેજો તમને વારંવાર ઉલટી થાય છે, તો લવિંગને પાણીમાં ઉકાળો અને તે પાણી પીવો.જો પથારીમાં પેશાબ થતો હોય તો સુતા સમયે એક ચમચી અજમો પાણી સાથે લેવાનું શરૂ કરો.

પેટમાં ખેંચાણ આવે તો અજમો અને મેથીમાં થોડું મીઠું નાખો, અને તેને ફાંકી જાવ.જો બાળક વધારે તોતળું બોલે છે, તો તેને તજ ચાવવા માટે આપો.જો તમને સાંધાનો દુખાવો થાય છે, તો આદુનો રસ મરગુગડું કરીને લગાવવાથી રાહત મળે છે.જો તમને ચક્કર આવે છે, તો વરિયાળીમાં ખાંડ મિક્સ કરીને ખાવ.

સાંધાના દુ:ખાવામાં એક ગ્લાસ પાણીમાં લીંબૂ નીચોવીને દિવસમાં 8 થી 10 વાર પીવો.સાંધા પર લીમડાના તેલની હલ્કી માલિશ કરવા પર આરામ મળે છે.દૂધીનો ગૂદો તળિયા પર મસળવાથી તેની બળતરા શાંત થાય છે.શરીરના કોઈપણ ભાગ કે હાથ-પગમાં બળતરા થતા તરબૂચના છાલટાના સફેદ ભાગમાં કપૂર અને ચંદન ભેળવીને લેપ કરવાથી બળતરા શાંત થાય છે.

અળઈઓમાં સરસિયાના તેલમાં પ્રમાણસર પાણી મિસ્ક કરી ફેંટી લો અને અળઈયો પર લગાવો, શીધ્ર આરામ મળશે.માથાનો દુ:ખાવો થતા પર કુણા પાણીમાં આદુ અને લીંબૂનો રસ અને થોડુ મીઠુ નાખીને પીવાથી આરામ મળે છે.બાળકોની ખાંસી ઠીક ન થાય તો વાંસનો એક ટુકડો સળગાવીને ભસ્મને મધ સાથે મિક્સ કરીને ત્રણ-ચારવાર ચટાડવાથી બાળકોની ખાંસી 3-4 દિવસમાં સારી થઈ જાય છે.

પાણીમાં આદુંનું છીણ નાખીને પીવાથી માથાનો દુખાવો તમારા શરીરને છોડીને જતો રહેશે. આદુંથી માથાની કોષિકાઓની અંદર ચાલતા રક્તપ્રવાહની ગતિ વધે છે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય તો પણ માથાના દુખાવાની તકલીફ નથી થતી. ઘણી વાર એવું બનતું હોય છે કે મગજમાં લોહી પહોંચાડતી કોષિકાઓમાં સોજો ચડી ગયો હોય તો પણ દુખાવો થતો હોય છે. આદુંથી તે સોજો પણ દૂર થશે.ઘણાં લોકોને અનિદ્રાને કારણે માથાનો દુખાવો થતો હોય છે, એવા સમયે રોજ રાત્રે એક ગ્લાસ દૂધમાં ગંઠોડા નાખીને પીવાથી માથાનો દુખાવો તેમજ અનિદ્રાની તકલીફ દૂર થશે.

પેટમાં વાયુને કારણે માથામાં દુખાવો થતો હોય તો વાયુનાશક ઉપચારની સાથે સાથે ફુદીનાનું તેલ માથામાં ઘસવાથી દુખાવામાંથી રાહત મળશે તેમજ માથામાં ઠંડકનો અનુભવ થશે.ઘણાં લોકોને ઓછું પાણી પીવાની આદત હોય તો શરીરમાં પાણીની કમી વારંવાર થઇ જતી હોય છે, આ કારણે પણ માથાનો દુખાવો થઇ જતો હોય છે. આ માટે પાણી વધારે પીવાની સાથે સાથે પાણીદાર ફળ અને શાક વધારે ખાવાં. કાકડી અને તરબૂચ ખાવાથી આ સમસ્યા દૂર થશે.લવિંગને થોડા વાટીને તેની અંદર થોડું મીઠું ઉમેરી તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે. આ ઉપાય સળંગ એક મહિનો અજમાવવાથી માથાના દુખાવાની તકલીફમાંથી રાહત મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here