ગરોળી, વીંછી, સાપ વગેરે કરડી જાય તો ઘરેજ કરી શકો છો આ દેશી ઉપાય,જનીલો તેના વિશે વિગતે.

0
56

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ પેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું.

મિત્રો તમને જણાવી દઈએ કે આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ થઈ જાય છે. આમ, સાપ, વીંછી, ગરોળી જેવા જીવ કરડે તો શરીરમાં ઝેર ફેલાવાનો પણ ખતરો રહે છે. આ સમયે ઉપચાર માટે કેટલાક ખાસ ઘરેલૂ ઉપાય અપનાવવા બહુ જરૂરી બની જાય છે. જી હાં, આ ખાસ ઉપચારને તરત જ કરવામાં આવે તો જીવજંતુઓના કરડવાથી થતો દુઃખાવો, સોજો, ઝેર ફેલાવવું, કાનમાં જંતુ જતું રહેવું વગેરે સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે.

મિત્રો કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠુંમાં પાણી સાથે વાટી લગાવવાથી ફાયદો થાય છે.મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને લગાવવાથી દર્દ દૂર થાય છે.

સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.કોઈ જીવજંતુ ડંખ મારે કે કરડે, તો તરત જ ઘરે કરો આ સરળ ઈલાજ, જીવજંતુના ડંખમાં રાહત માટે ઘરેલુ ઉપાય.

મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી દળેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.કાનખજૂરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.કાનખજૂરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજૂરો નીકળી જશે અને આરામ થશે.કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ થશે.

કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને ચોપડવાથી પીડા મટે છે.વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી બળતરા ઓછી થાય છે અને ઝેર ઉતરે છે.વીંછી કરડ્યો હોય તો સૂંઠને પાણીમાં ઘસી સૂંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.

વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરે છે.વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાના પાણી વડે વારંવાર ધોવાથી વીંછીનું ઝેર ઉતરે છે.તાંદળજાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.વીંછી કરડ્યો હોય તો કેરોસીનમાં ફટકડીનો ભૂકો નાખી ચોપડવાથી પીડા મટી જશે.કાચની શીશીમાં ૨૦ તોલા કેરોસીનમાં ૧ તોલો સરસિયું તેલ નાખીને તડકે મૂકવું. કોઈપણ જીવજંતુના ડંખ ઉપર આ મિશ્રણ લગાડવું.વીંછીના દંશસ્‍થાન ઉપર મૂત્રનું માલિશ કરવાથી લાભ થાય છે.

મચ્‍છરો કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.કીડી-મંકોડાના ડંખ ઉપર લસણનો રસ ચોપડવાથી પીડા મટે છે.ગરોળી કરડે તો સરસિયાનું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર ઉતરે છે.મચ્‍છરના ડંખ ઉપર ચૂનો લગાડવાથી પીડા મટે છે.ઉંદર કરડ્યો હોય તો ખોરું કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.સાપ કરડે ત્‍યારે દસથી વીસ તોલા ચોખ્‍ખુ ઘી પીવું. પંદર મિનિટ પછી નવશેકુ પાણી પી શકાય ટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.

વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.સાપ કે વીંછી કરડ્યો હોય તો ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચા જેટલો રસ મધમાં મેળવી ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.ભમરી કે મધમાખી ડંખે તો સૌથી પહેલાં ડંશ કાઢી લેવો. ભમરીના ડંશ પર લીંબુનો રસ લગાવવો, મધમાખીના ડંશ પર ખાવાનો સોડા નાંખેલ પાણી લગાવવું. દર્દીને સી.પી.એમ. ગોળી આપવી.

વીંછી ડંખવો,વીંછી ડંખે તો દર્દીને પોટેશિયમ પરમેંગેનેટ કે ઉકાળેલી ચાની પત્તી ડંશના ભાગ પર મૂકવાથી ઝેરને નિષક્રિય બનાવી શકાય છે. વધુ સારવાર માટે ડેાકટર પાસે મોકલવું.સાપ કરડવો, ભારતમાં આશરે બે હજાર જાતના સાપો જોવા મળે છે. આમાંથી માત્ર પાંચ જ જાતના સાપ ઝેરી છે. બાકી બધા બિનઝેરી છે. એટલે સાપ કરડે ત્યારે એ ઝેરી છે કે બિનઝેરી એ જાણી શકાય તો અડધી ઉપાધિ ઓછી થઇ જાય છે.

સાપની જાતને ઓળખવી એ થોડો અનુભવ અને ઝીણવટભર્યું નિરીક્ષણ માંગે છે.દરેક ઝેરી સાપના મોઢામાં બે ઝેરી દાંત આવેલા હોય છે જે કદી બિનઝેરી સાપનાં મોઢામાં જોવા મળતા નથી. જો સાપ કરડી ગયા પછી મારી નાંખવામાં આવ્યો હોય તો આ બે દાંત સહેલાઇથી જોઇ શકાય છે કારણ કે આ બે દાંત અન્ય દાંત કરતાં લાંબા અને મોટાં હોય છે. જે માણસને ઝેરી સાપ કરડે એના શરીર પર પણ આ મોટાં ઝેરી દાંત કરડયા હોય એ જગ્યાએ કાંટા વાગીને નીકળી ગયા હોય એ પ્રકારનો ઊંડો ઘા પડી જાય છે. આવો ઊંડો ઘા બિનઝેરી સાપ કરડવાથી કદી નથી પડતો.

આમ, કરડીને ભાગી ગયેલ સાપ પણ ઝેરી હતો કે બિનઝેરી એનો અંદાજ સર્પદંશનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાથી આવી શકે છે. જો સાપ કરડી ગયા પછી મારી નાંખવામાં આવ્યો હોય અને ઓળખી ન શકાય તો દર્દીની સાથે મરેલા સાપને પણ હોસ્પિટલમાં લઇ જવો જોઇએ. જેથી સાપ ઝેરી છે કે બિનઝેરી એ નકકી કરી શકે એવા ડેાકટર પાસે સાપ મોકલી શકાય. સાપને જોઇને તે ઝેરી છે કે નહીંં તે નકકી કરવાનું ખૂબ સહેલું હોય છે. જો સાપના પેટના ભાગ પર આવેલ આડા પટ્ટાઓ આખા પેટની પહોળાઇ પર છેક સુધી છવાયેલા હોય તો એ સાપ ઝેરી હોય છે અને માત્ર પેટની પહોળાઇના થોડા ભાગ પર જ આડા પટ્ટા હોય અથવા આડા પટ્ટા હોય જ નહીં તો એ સાપ બિનઝેરી હોય છે.
સાપ કરડયા પછીની પ્રાથમિક સારવાર:

સાપ કરડયા પછી તાત્કાલિક પ્રાથમિક સારવાર કરવી અત્યંત જરૂરી છે. જયારે પણ સાપ કરડે ત્યારે મોટાં ભાગના લોકો એકદમ ગભરાઇ જાય છે. સાપ ઝેરી હોય કે બિનઝેરી માત્ર ગભરાટને કારણે દર્દી મરવા જેવો થઇ જાય છે. એટલે સાપ કરડયા પછી સૌથી પહેલી સારવાર છે માનસિક સાંત્વના અને હિંમત.

બીજું, ઝેરની ગંભીર અસરથી બચવા માટે ઝેરને શરીરમાં ફેલાતું અટકાવવું ખૂબ જરૂરી છે. આ માટે જે જગ્યાએ સાપ કરડયો હોય એની તરત જ ઉપરના ભાગે પહોળું કપડું જોરથી બાંધી દેવું જોઇએ જેથી લસીકાવાહિનીઓ વાટે ઝેર ઉપર તરફ ન ફેલાય. આવો પાટો બાંધ્યા પછી ત્યાં સોજો વધી જાય તો તે પાટો છોડી સોજાથી થોડા ઉપરના ભાગે ફરી બાંધવો જોઇએ. જયાં સુધી હોસ્પિટલ ન પહોંચાય ત્યાં સુધી આ રીતે પાટો ઘીમે ઘીમે ઉપર ચડાવ્યા કરવો.

ઝેર ફેલાતું અટકાવવા માટે પાટો બાંધવા ઉપરાંત જે તે અંગનું હલનચલન તદન અટકાવી દેવું જોઇએ. કરડેલી જગ્યાનું જેટલું વધુ હલનચલન થાય એટલું વધારે ઝેર લસીકાવાહિની વાટે શોષાઇને લોહીમાં ભળે છે. એટલે જે હાથે-પગે સાપ કરડયો હોય તેને સીધી લાકડી સાથે બાંધી દેવો જોઇએ અને દર્દીને સાપ કરડયા પછી એક ડગલુંય જાતે ચાલવાની ના પાડવી જોઇએ અને દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવો જોઇએ.

આ સિવાય, કયારેક સર્પદંશના ઝખમમાંથી સીધુ જ ઝેર કાઢી નાંખવામાં માટે પ્રયત્ન કરવો પડે છે. ખાસ તો જયારે હોસ્પિટલ પહોંચતા અડધો કલાકથી વધુ સમય લાગવાનો હોય ત્યારે સાપ કરડયા પછી તરત જ આવો પ્રયત્ન કરવો પડે છે. સાપ કરડયાના પાંચ-સાત મિનિટ પછી આવો પ્રયત્ન ઉપયોગી થતો નથી. ઝખમમાંથી ઝેર કાઢવા માટે ચપ્પુ કે બ્લેડ કે એવી કોઇ પણ ધારદાર ચોખ્ખી વસ્તુથી ઝખમ પર અડધા વેઢાં જેટલો લાંબો અને એકાદ દોરાં જેવડો ઊંડો કાપો પાડવો. આનાથી લોહી નીકળશે. આ લોહી અને સાથે ઝખમનું ઝેર સારવાર આપનારે મોં વડે ચૂસીને થૂંકી નાખવું જોઇએ.

સારવાર આપનારના મોંમા ચાંદા કે કાપા હોવા જોઇએ નહીં. ચાંદા કાપા વગરનાં મોં વડે ઝેર ચૂસવાથી ચૂસનારને કોઇ અસર થતી નથી. ઝેર પેટમાં જાય તો પચી જાય છે. જો મોંમાં ચાદુ હોય તો ઝેર ચૂસવા માટે રબરની ટોટી વાપરી શકાય. કંઇ ન હોય તો એમ ને એમ થોડું લોહી વહેવા દેવું. ઝેર કાઢવાની આ પ્રક્રિયા આશરે અડધો કલાક સુધી ચાલુ રાખવી. પ્રાથમિક સારવારની સાથોસાથ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની તજવીજ ચાલુ જ રાખવી જેથી સમય બગડે નહીં. શક્ય હોય તો દર્દીની સાથે રક્તદાન કરી શકે એવાં દાતાઓને પણ હોસ્પિટલ લઇ જવા.

સર્પદંશના દર્દીને કદી કોઇ ભૂવા-ભગત પાસે લઇ ન જવો. કોઇ ભૂવા ઝેરી સાપ કરડવાથી ચડેલ ઝેર ઉતારી નથી શકતા. ભૂવાઓ કે મંત્ર-તંત્ર પાછળ સમય બરબાર કરીને કેટલાંય લોકો છેલ્લે દર્દીને મૃત જાહેર કરવામાં હોસ્પિટલમાં લઇ આવે છે!! જો આવા દર્દીને સમયસર હોસ્પિટલમાં સારવાર મળી હોત તો એ સારો થઇ ગયો હોત. કદી સાપ કરડે ત્યારે ભૂવા પાસે જવું નહીં.તમે જોયું હશે સાંપ જયારે કરડે છે તો તેના બે દાંત છે જેમાં ઝેર છે જે શરીરના માસની અંદર ધુસી જાય છે.

લોહીમાં તે પોતાનું ઝેર છોડી દે છે. તો પછી આ ઝેર ઉપરની તરફ જાય છે માનો કે હાથ ઉપર સાંપ કરડી ગયો તો પછી ઝેર હ્રદય તરફ જશે ત્યાર પછી આખા શરીરમાં પહોચશે. આમ જ જો પગ માં કરડી ગયો તો પછી ઉપરની તરફ હાર્ટ સુધી જશે અને પછી આખા શરીરમાં પહોચશે. ક્યાય પણ કરડશે તો હ્રદય સુધી જશે. અને આખામાં લોહીમાં તમામ શરીરમાં તેને પહોચતા ૩ કલાક લાગશે.એટલે કે આ દર્દી ૩ કલાક સુધી તો નહી મરે. જયારે આખા મગજના એક એક ભાગમાં બાકી બધી જગ્યાએ ઝેર પહોચી જાય ત્યારે તેનું મૃત્યુ થશે નહિ તો નહી થાય. તો ૩ કલાકનો સમય છે દર્દીને બચાવવા માટે અને આ ૩ કલાકમાં જો તમે કઈ કરી શકો તો ખુબ સારું ગણાય. શું કરી શકો છો.ઘરમાં કોઈ જુનું ઇન્જેક્શન હોય તો તે લઇ લો અને આગળ જ્યાં સુઈ જે પ્લાસ્ટીકમાં ફીટ હોય છે તે પ્લાસ્ટિક વાળા ભાગ ને કાપો, જેવો તમે સુઈ ની પાછળ લાગ લગાવો.