ગર્ભવતી મહિલાએ જરૂર કરવો જોઈએ આ મંત્ર નો જાપ,એકદમ સ્વસ્થ અને સુંદર બાળક જન્મશે…..

0
357

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગર્ભવતી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખે છે તેટલું જ તંદુરસ્ત તેમનું બાળક હોય છે.જેથી દરેક મહિલા પોતાના બાળકની તંદુરસ્તી માટે કાળજી રાખવી હોય છે. પરંતુ મિત્રો આજે આ લેખમાં હું તમારા માટે એક એવો મંત્ર લઈને આવ્યો છું જેના ઉચ્ચારણ થી તમારું બાળક એકદમ તંદુરસ્ત અને સુંદર પ્રાપ્ત થશે.

મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણાં સંસ્કાર કરવામાં આવતા હોય છે. આ પ્રમાણેના સંસ્કારનું માનવ જીવનમાં ઘણું મહત્વ હોય છે. પહેલાના સમયમાં મહિલા ગર્ભધારણ કરે ત્યારથી જ તેને વિવિધ સંસ્કાર આપવામાં આવે છે જેથી તે સંસ્કાર તેના બાળકમાં પણ આવી શકે.બાળકોના આરોગ્ય અને ભાગ્ય માટે જપો આ મંત્ર ખાસ કરીને જ્યોતીષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટના માનવા મુજબ જો ગર્ભવતી મહિલા રોજ એક ખાસ મંત્રના જાપ કરે તો તેનાથી થનારા બાળક ઉપર સારી અસર પડશે. આ મંત્રથી ન માત્ર બાળકનું આરોગ્ય સારું રહેશે, પરંતુ જીવનમાં ભાગ્ય પણ હંમેશા તેમને સાથ આપે. આ છે મંત્ર

रक्ष रक्ष गणाध्यक्षः रक्ष त्रैलोक्य नायकःभक्त नाभयं कर्ता त्राताभव भवार्णवात्।।

આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવાથી ગર્ભ ધારણ કરેલી મહિલાને વિદ્યામાં શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. ગર્ભાવસ્થામાં બાળક માત્ર તેના બાહ્ય આચાર વિચારથી પ્રભાવિત નથી થતું. તેનાથી તો માત્ર સામાન્ય અસર જ થાય છે, બાળક પર મોટા ભાગની અસર તેની માનસિક ભાવનાઓ અને વિચારથી થાય છે.અર્થવેદ અને ઉપવેદ યર્જુવેદમાં પુંસવન નામના સંસ્કારના માધ્યમથી ઈચ્છિત અને શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય ધર્મ ગ્રંથોમાં પણ એવા ઘણા મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી તમે તમારી ઈચ્છા અનુરૂપ સંતાન મેળવી શકો છો.

જો કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે સારા સંસ્કાર અને પુણ્યના કારણે પણ વ્યક્તિ શ્રેષ્ઠ સંતાન મેળવી શકે છે. સંતાન પ્રાપ્તિ માટે પણ અહીં એક સરળ મંત્ર આપવામાં આવ્યો છે.આ મંત્ર તમને ભગવાન શ્રીગણેશની મૂર્તિ કે ફોટા સામે બેસીને જપવાના છે. આ મંત્રનું રોજ ઓછામાં ઓછું એક માળા (108 વખત જાપ) જરૂર જપો. આમ તો તમે તેનાથી વધુ વખત પણ જાપ કરી શકો છો. ખાસ કરીને જયારે મહિલાઓની ડીલીવરી સમયે નજીક આવવા લાગે તો તે માળાઓની સંખ્યા વધી શકે છે. એમ કરવાથી પ્રસુતિ સરળ થઇ જાય છે.

એક વિશેષ વાતનું ધ્યાન રાખો કે જો પ્રેગનેન્સી દરમિયાન સૂર્ય કે ચંદ્ર ગ્રહણ આવી જાય તો તે દિવસે ભૂલથી પણ આ મંત્રના જાપ ન કરો.દરેક મહિલાનું સપનું હોય કે તેને ત્યાં જે બાળક જન્મે તે અપાર શક્તિઓ અને ખુશીઓ તેમજ ભાગ્યોદય લઈને આવે. ભગવાન વાસુદેવ જેવા પુત્રની પ્રાપ્તી કરે. આથી આ મંત્રનો જાપ કરવાથી ગર્ભવતિ સ્ત્રીઓ મનોવાંચ્છિત બાળક મેળવી શકશે. સ્ફટિકની માળાથી આ મંત્રનો જાપ કરશો તો સ્વસ્થ, સુંદર અને બૌદ્ધિક ગુણોથી ભરપુર સંતાનની પ્રાપ્તિ થશે.પ્રયત્ન એવા કરો કે તમે આ મંત્રના જાપ એકાંતમાં કરો. તેનાથી એકાગ્રતા ભંગ થશે નહિ. પૂરું ધ્યાન મંત્રોના ઉચ્ચારણ ઉપર જ રાખો. એટલે કે તમે આ મંત્રનો મેળવી શકશો. આ મંત્રના જાપ વખતે મનમાં કોઈ પણ નેગેટીવ વિચાર ન રાખો. તમારુ મન આ મંત્રના જાપ વખતે શાંત અને સકારાત્મક હોવું જોઈએ.

મંદિરમાં પૂજા સ્થાનમાં પૂર્વાભિમુખ બેસીને પીળા કે લાલ રંગના આસન પર બેસીને સ્ફટિકની માળાથી રોજની 11,21 એમ એકી સંખ્યામાં માળા જપવી. આ મંત્ર તમને સમસ્ત ગ્રહ દોષોથી બચાવશે. આ મંત્ર સિવાય બાળકના સારા આરોગ્ય અને ભવિષ્ય માટે રૂમમાં બાળ શ્રીકૃષ્ણનો ફોટો લગાવો. ભાગવત ગીતાના પાઠ કરો. ગુસ્સો ઓછો કરો. હસતા રહો. સંગીત સાંભળો. આરોગ્યપ્રદ ખાવાનું ખાવ. દારૂ અને સિગરેટ જેવી વસ્તુથી દુર રહો. સતત સ્મોકિંગથી દુર રહો. ડોક્ટરને સમયસર દેખાડતા રહો. જો તમે આ તમામ વસ્તુનું ધ્યાન રાખો છો તો તમારું બાળક તંદુરસ્ત પેદા થશે. તેની ડીલીવરીમાં કોઈ તકલીફ નહિ પડે.

ગ્રહણનો સૌથી વધારે ખરાબ અસર ગર્ભવતી મહિલાના પેટમાં પળી રહ્યા બાળક માટે ખૂબજ ખરાબ હોય છે. ગર્ભમાં પળી રહ્યા બાળકને નુકશાન પહોંચે છે અને તેના પર શારીરિક કે માનસિક અસર પણ હોય છે . તેથી ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે.

માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના સમયે ઘરની બહાર ન નીકળવુ જોઈએ. કારણ કે ગ્રહણના પ્રભાવથી શિશુને નુકશાન પહોંચી શકે છે. ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે.ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે.

ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે વધુ કાળજી રાખવાની હોય છે. જેથી ગ્રહણનો ખરાબ પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર ના પડી શકે.ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે ભગવાનનું મનમાં ધ્યાન કરવું જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર પણ નીકળવું ના જોઈએ કારણ કે એવી માન્યતા છે કે, ગર્ભવતી મહિલાઓ જો ગ્રહણ જોઈ લે તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જેને કારણે બાળકનો શારીરિક અને માનસિક ખોડ-ખાપળ લઇને જન્મે છે.