ગણેશજીનાં આ યંત્રની પૂજા કરવાથી દૂર થઈ જાય છે દુઃખ, વધી જાય છે ધન..

0
50

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં ભગવાન ગણેશજી ને બધા દેવતાઓ માં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. જો તમે કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા-પાઠ કરો છો તો સૌ પ્રથમ ભગવાન ગણેશજી નીપૂજા કરો છો.

એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા ભગવાન ગણેશજી ની પૂજા કરવાથી તેમના આશીર્વાદ હમેશા તમારી સાથે રહે છે.કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજા કરવાથી જ થાય છે. આ સિવાય કોઈપણ પૂજા કે અનુષ્ઠાનની શરૂઆતમાં પણ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કારણ કે ગણેશ પૂજાથી કાર્યમાં નડતર વિધ્ન તુરંત દૂર થઈ જાય છે.

આ વાત તો થઈ પૂજા અને કોઈ ખાસ કામના પ્રારંભની, પરંતુ રોજબરોજના જીવનમાં નડતી સમસ્યાઓમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું ? આ પ્રશ્નનો જવાબ પણ છે ગણેશ આરાધના, જ્યોતિષ શાસ્ત્રમાં ગણેશજી સંબંધિત ખાસ ઉપાય દર્શાવાયો છે. આ ઉપાયમાં ગણેશ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.આજે અંગારકી ચોથ છે ત્યારે આજના દિવસમાં આવતાં શુભ ચોઘડિયામાં ગણેશ યંત્ર બજારમાંથી લઈ આવવું અને તેની વિધિવત પૂજા કરી અને ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પૂજા દરમિયાન સંકટનાશક સ્ત્રોતનો પાઠ કરવો. આજની પૂજા પછી નિયમિત રીતે આ યંત્રની પૂજા કરવી.

ગણેશ યંત્ર અત્યંત પ્રભાવી પણ છે. આ યંત્રની સમક્ષ ગાયના ઘીથી મિશ્રિત અનાજની આહુતિ આપવાથી ઘરમાં અઢળક ધન-ધાન્ય વરસે છે. આ સિવાય જીરું, સિંધવ નમક અને મરી મિશ્રિત અષ્ટદ્રવ્યોથી રોજ એક હજાર આહુતિ આપવાથી દરિદ્ર વ્યક્તિ પણ ધનવાન બની જાય છે. પરંતુ જો તમે આ વિધિ કરી ન શકો તો રોજ ગણેશ યંત્ર સમક્ષ આસન પાથરી બેસવું, ઘીનો દીવો કરવો અને ‘ऊँ गं गणपतयै नम:’ મંત્રની 3 માળા કરવી. જીવનમાં આવતી તકલીફો દૂર થઈ જશે.

શાસ્ત્રોમાં એક વાર ભગવાન શિવ ત્રિપુરાસુરનો વધ કરવામાં અસફળ ગયા ત્યારે તેમણે ગંભીરતા પૂર્વક વિચાર કર્યો કે તે ત્રિપુરાસુરનો વધ કરવામાં અસફળ કેમ ગયા તે કાર્યમાં વિઘ્ન કેમ પડ્યો? ત્યારે મહાદેવને યાદ આવ્યું કે તે ગણેશજીની અર્ચના કર્યા વિના ત્રિપુરાસુરનો વધ કરવા ગયા હતા. પછી શિવજી એ ગણેશજીની અર્ચના કરી તેને લાડવાનો ભોગ લગાવ્યો અને બીજીવાર ત્રિપુરાસુર પર વધ કર્યો તો તેમનો મનોરથ પૂર્ણ થયો.

સનાતન તેમજ હિંદુ શાસ્ત્રોમાં ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા એટલે કે બધી પરેશાનીઓને દુર કરવાવાળા કહેવામાં આવ્યા છે. પુરાણોમાં ગણેશજીની ભક્તિ શની સહિત બધા ગ્રહ દોષને દુર કરવા માટે બતાવામાં આવી છે. દર બુધવારના શુભ દિવસે ગણેશજીની ઉપાસનાથી વ્યક્તિનું સુખ-સૌભાગ્ય વધે છે અને કોઈ પણ પ્રકારની રુકાવટ હોય તે દુર થાય છે.

ગણેશજી ની પૂજા વિધિ: સવારે સ્નાન ધ્યાન વગેરેથી શુદ્ધ થઈને બધાથી પહેલા તામ્ર પત્રના ગણેશજી યંત્રને સાફ કરો માટી, મીઠું, લીંબુથી બરાબર સાફ કરો. પૂજા સ્થળ પર પૂર્વ અથવા તો ઉતર દિશા તરફ મુખ કરીને આસન પર વિરાજમાન થઇ સામે શ્રી ગણેશ યંત્રની સ્થાપના કરો. સાફ આસનમાં બેસીને પૂજાની બધી સામગ્રીને એકત્રિત કરી પુષ્પ, ધૂપ, દીપક, કપૂર, રોળી, મૌલી, ચંદન, મોદક, વગેરે ગણેશજીને સમર્પિત કરી તેની આરતી કરવામાં આવે છે. અંતમાં ગણેશજી નું સ્મરણ કરી ॐ गं गणपतये नमः નું ૧૦૮ વાર મંત્રનો જાપ કરો.

ગણેશજીને પ્રસન્ન કરવા માટેનીટિપ્સ,ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે દરરોજ સવારે સ્નાન કરીને ગણેશજીની પૂજા કરીને પાંચ દુર્વા એટલે કે લીલો ઘાસ લેવો. દુર્વા ગણેશના કપાળ પર મૂકવા જોઈએ. દુર્વાને પગથિયામાં રાખશો નહીં.દુર્વા ચઢાવતી વખતે ‘ઇદમ દુર્વાદલમ્ ૐ ગણ ગણપતયે નમહ મંત્રનો જાપ કરો.ગણેશજીને શમી ખૂબપ્રિય છે. જો શમીના થોડા પાન નિયમિતપણે ગણેશને અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન અને ખુશી વધે છેભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરો.

પવિત્ર ચોખાને એક એવું કહેવામાં આવે છે જે તૂટેલું નથી. પૂજામાં બાફેલા તૈયાર કરેલા ભાતનો ઉપયોગ ન કરો. ગણેશજીને સુકા ચોખા ચઢાવો નહીં.ત્યારબાદ ચોખા ભીના કરો, ‘ઇદમ્ અક્ષતમ ઓમ ગણપતયે નમહ’ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે ગણેશને ત્રણ વાર ચોખા ચઢાવો.શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર છોડ છે જેની પૂજાથી ગણેશ અને શનિ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે રાવણને દૂર કરવા માટે શમીની ઉપાસના પણ કરી હતી.

બુધવારે અહી બતાવેલા નાના નાના ઉપાયો કરવાથી વ્યક્તિને લાભ પ્રાપ્ત થાય છે.બગડેલા કામને સુધારવા માટે બુધવારે ગણેશ મંત્રનો જપ કરો.त्रयीमयाया खिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय। नित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय नमोस्तु नित्यम्।એટલે કે ભગવાન ગણેશ તમે બધી બુદ્ધિને આપવા વાળા, બુદ્ધિને જાગવા વાળા દેવતાઓના પણ ઈશ્વર છો, તમેજ નિત્ય અને બોધ સ્વરૂપ છો. તમને હુ સદા નમન કરું છું. ઓછા માં ઓછુ ૨૧ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ગ્રહ દોષ અને શત્રુઓથી બચાવ માટે, गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।नीलग्रीवो लम्बोदरो विकटोविघ्रराजक:।।धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम्।અહી ભગવાન ગણેશજીના ૧૨ નામનું સ્મરણ કરવામાં આવ્યું છે. આ નામોનું જાપ જો બેસીને કરવામાં આવે તો તે ખુબ જ ઉતમ છે. જયારે પૂરી પૂજા વિધિ થઇ જાય તો ઓછામાં ઓછુ ૧૧ વાર આ નામોનો જાપ કરવો શુભ હોય છે. બુધવારના દિવસે સફેદ રંગ ના ગણેશજી ની સ્થાપના કરવા થી બધીજ પ્રકારની તંત્ર વિધિનો નાશ થાય છે.

ધન પ્રાપ્તિ માટે બુધવારના દિવસે ગણેશજીને ગોળ અને ઘીનો ભોગ લગાવો તેને થોડી વાર પછી ગાયને ખવડાવી દો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે. પરિવારમાં કંકાસ થતો હોય તો બુધવારે ધરો થી ગણેશજીની પ્રતીકાત્મક મૂર્તિ બનાવો. તેને પોતાના ઘરના દેવાલયમાં સ્થાપિત કરો અને રોજ તેની વિધિ વિધાનથી પૂજા કરો.ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા લાગવાથી ઘરમાં સુખ સમૃધી બની રહે છે. કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ નથી કરી શકતી.