વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશની કરન્સી પર છે ગણપતિની તસ્વીર, જાણો શું છે કારણ

0
10017

આજથી ગણેશ ચતુર્થીનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. દેશભારમાં ગણપતિનું ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. માત્ર ભારત જ નહી, વિશ્વના અન્ય દેશોમાં પણ ગણેશોત્સવની (Ganeshotsav) ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને એક દેશની વાત કરવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમે નહીં જાણતા હોવ. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો એક એવો દેશ છે, જેની કરન્સી નોટ પર ગણપતિની છબી છપાયેલી જોવા મળે છે. જાણો એની પાછળ શું છે કારણ…

સૌથી મોટા મુસ્લિમ દેશની ચલણી નોટ પર ગણપતિની તસ્વીર
ઈન્ડોનેશિયાની ( Indonesia) કરન્સીને રૂપિયાહ કહેવામાં આવે છે. અહીંની 20 હજારની નોટ પર ભગવાન ગણેશની તસ્વીર જોવા મળશે. હકિકતમાં ભગવાન ગણેશને આ મુસ્લિમ દેશમાં શિક્ષા, કળા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે, ઈન્ડોનેશિયામાં અંદાજે 87.5 ટકા વસ્તી ઈસ્લામ ધર્મ પાળે છે, જ્યારે માત્ર 3 ટકા વસ્તી જ હિંદૂઓની છે.

નોટ પર ગણપતિની તસ્વીરની ખાસિયત
ઈન્ડોનેશિયાની આ 20 હજાર રૂપિયાયની નોટ પર સામેની બાજુમાં ભગવાન ગણેશની તસ્વીર છે, જ્યારે પાછળના ભાગમાં ક્લાસરૂમનો ફોટો છપાયેલો જોવા મળે છે. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોવા મળે છે.

નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છાપવાનું કારણ
હકિકતમાં કેટલાંક વર્ષો પહેલા ઈન્ડોનેશિયાની અર્થ વ્યવસ્થા ખરાબ રીતે પાટા પરથી ઉતરી ગઈ હતી. જે બાદ ત્યાં 20 હજાર રૂપિયાની એક નવી નોટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ભગવાન ગણેશની તસ્વીરને છાપવામાં આવી હતી. આ તસ્વીર છાપવા પાછળ આર્થિક નિષ્ણાંતોનું માનવું હતું કે, આનાથી અર્થ વ્યવસ્થા ફરીથી મજબૂત થઈ જશે અને બાદમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું.

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here